ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 9. આપણું ઘર પૃથ્વી

સ્વાધ્યાય


પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


(1) સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?

(A) પૃથ્વી

(B) બુધ

(C) શુક્ર

(D) નેપ્ચ્યૂન

ઉત્તર : (B) બુધ


(2) 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?

(A) ગ્રિનિચ

(B) કર્કવૃત્ત

(C) વિષુવવૃત્ત

(D) મકરવૃત્ત

ઉત્તર : (C) વિષુવવૃત્ત


(3) 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે?

(A) શીત

(B) સમશીતોષ્ણ

(C) ઉષ્ણ

(D) આપેલ તમામ

ઉત્તર : (B) સમશીતોષ્ણ


(4) હું મારી ધરી પર 23.50 ખૂણો બનાવું છું?

(A) સૂર્ય

(B) ચંદ્ર

(C) પૃથ્વી

(D) શુક્ર

ઉત્તર : (C) પૃથ્વી


(5) સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

ઉત્તર : (B) બે


(6) કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?

(A) ચંદ્ર

(B) સૂર્ય

(C) પૃથ્વી

(D) એક પણ નહિ

ઉત્તર : (A) ચંદ્ર


પ્રશ્ન 2. મને ઓળખી ઉત્તર લખો :


(1) મને ભીમકાય ગ્રહ પણ કહે છે.

ઉત્તર : ગુરુ


(2) મને ઓળંગતાં તારીખ બદલવી પડે.

ઉત્તર : આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા


(3) હું 90° દક્ષિણ અક્ષાંશ છું.

ઉત્તર : દક્ષિણ ધ્રુવ


(4) હું પૃથ્વીની આસપાસ ફરું છું.

ઉત્તર : ચંદ્ર


(5) હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.

ઉત્તર : સૂર્ય


પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :


(1) ચંદ્ર સ્વયંપ્રકાશિત છે.

ઉત્તર : ખોટું


(2) નેપ્ચ્યૂન નીલા (લીલા) રંગનો ગ્રહ છે.

ઉત્તર : ખરું


(3) પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.

ઉત્તર : ખરું


(4) 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.

ઉત્તર : ખોટું


(5) વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.

ઉત્તર : ખોટું


(6) 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.

ઉત્તર : ખરું


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :


(1) પૃથ્વીની ગતિઓ કેટલી છે?

ઉત્તર : પૃથ્વીની ગતિઓ બે છે : (1) પરિભ્રમણ (Rotation) અને (2) પરિક્રમણ (Revolution)


(2) ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?

ઉત્તર : ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.


(3) સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ ક્યો છે?

ઉત્તર : શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે.


(4) 180° રેખાંશવૃત્ત કયા નામે ઓળખાય છે?

ઉત્તર : 180° રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા (International Date Line)ના નામે ઓળખાય છે.


પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો :


(1) પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય?

ઉત્તર : જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત, તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત. પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહેત.


(2) અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું?

ઉત્તર : અક્ષાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ‘અક્ષાંશવૃત્ત' કહેવાય છે.

રેખાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ ‘રેખાંશવૃત્ત’ કહેવાય છે.


(3) ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. વિધાન સમજાવો.

ઉત્તર : પૃથ્વીનું 1 વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ, ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક (દર ચાર વર્ષે) 29 દિવસ હોય છે. તે વર્ષને ‘લીપવર્ષ' કહેવામાં આવે છે.


(4) કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે?

ઉત્તર : બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.


(5) ઉત્તરાયણ એટલે શું?

ઉત્તર : 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનાં શરૂ થાય છે, જેને ‘ઉત્તરાયણ' કહે છે. આમ, ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે.


પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો :


(1) ચંદ્રગ્રહણ (Lunar Eclipse)

ઉત્તર :

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય


ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ‘ચંદ્રગ્રહણ' કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે.


(2) સૂર્યમંડળ

ઉત્તર :

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય


સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને ‘સૂર્યમંડળ’ કે ‘સૌરપરિવાર' કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યૂન એ આઠ ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે; જ્યારે યુરેનસ અને નેપ્ચ્યૂનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે.

સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ (ચંદ્ર) છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યૂન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે; જ્યારે બુધ અને શુકને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે.


(3) કટિબંધો (Zones)

ઉત્તર :

ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 9 સ્વાધ્યાય

પૃથ્વી પરનાં અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેમને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચી શકાય :

(1) ઉષ્ણ કટિબંધ : 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘ઉષ્ણ કટિબંધ’ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યનાં કિરણો સીધાં પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે.

(2) સમશીતોષ્ણ કટિબંધ : બંને ગોળાર્ધામાં 23.5° અક્ષાંશથી 66.5° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘સમશીતોષ્ણ કટિબંધ’ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યનાં કિરણો બહુ સીધાં કે બહુ ત્રાંસાં પડતાં નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે.

(3) શીત કટિબંધ : બંને ગોળાર્યોમાં 66.5° અક્ષાંશથી 90° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘શીત કટિબંધ' કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યનાં કિરણો અત્યંત ત્રાંસાં પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી.


(4) સંપાત (Equinox)

ઉત્તર : સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વાર એક બીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદનબિંદુને ‘સંપાત દિવસ' કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખાં થાય છે, જે ‘વિષુવદિન’ ના નામે ઓળખાય છે.