ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 6 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 6. 1945 પછીનું વિશ્વ

MCQ : 51


(1) ………………..ના દિવસે સંયુક્ત રાષ્ટ્રો(United Nations)ની સ્થાપના થઈ.

(A) 24 ઑક્ટોબર, 1945

(B) 10 ઑક્ટોબર, 1945

(C) 24 નવેમ્બર, 1945

(D) એકપણ નહીં

જવાબ : (A) 24 ઑક્ટોબર, 1945


(2) સોવિયેત યુનિયને................ના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો.

(A) ઈ. સ. 1942

(B) ઈ. સ. 1945

(C) ઈ. સ. 1949

(D) એકપણ નહીં

જવાબ : (C) ઈ. સ. 1949


(૩) રશિયાએ……………..નામના લશ્કરી સંગઠનની રચના કરી.

(A) સિઆટો (SEATO)

(B) વૉર્સો કરાર

(C) નાટો (NATO)

(D) એકપણ નહીં

જવાબ : (B) વૉર્સો કરાર


(4) ……………..ની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

(A) બર્લિન

(B) ક્યુબા

(C) જર્મન

(D) એકપણ નહીં

જવાબ : (B) ક્યુબા


(5) દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં................ની ચળવળો શરૂ થઈ ચૂકી હતી.

(A) સ્વાતંત્ર્ય

(B) જાગૃતિ

(C) અસહકાર

(D) એકપણ નહીં

જવાબ : (A) સ્વાતંત્ર્ય


(6) તટસ્થ રાષ્ટ્રોએ………………….નો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું.

(A) અસહકાર

(B) તટસ્થતા

(C) બિનજોડાણવાદ

(D) એકપણ નહીં

જવાબ : (C) બિનજોડાણવાદ


(7) દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મનીને………………વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) એકપણ નહીં

જવાબ : (C) ચાર


(8) ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં…………………જાળવવાનું છે.

(A) શાંતિ અને પ્રગતિ

(B) શાંતિ અને સલામતી

(C) શાંતિ અને સહકાર

(D) એકપણ નહીં

જવાબ : (B) શાંતિ અને સલામતી


(9) મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી…………..નામનું લશ્કરી જૂથ રચાયું.

(A) સેન્ટો (CENTO)

(B) સિઆટો (SEATO)

(C) નાટો (NATO)

(D) એકપણ નહીં

જવાબ : (A) સેન્ટો (CENTO)


(10) દ્વિતીય વિશ્વયુદ્ધનું આફ્રિકાના……………..દેશો માટે સુખદ પરિણામ આવ્યું.

(A) પછાત

(B) વિકસિત

(C) પરાધીન

(D) એકપણ નહીં

જવાબ : (C) પરાધીન


(11) ભારતના પ્રથમ વડા પ્રધાન.............. ના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશનીતિ અપનાવી.

(A) પંડિત જવાહરલાલ નેહરુ

(B) ઇન્દિરા ગાંધી

(C) લાલબહાદુર શાસ્ત્રી

(D) એકપણ નહીં

જવાબ : (A) પંડિત જવાહરલાલ નેહરુ


(12) આજે વિશ્વના સૌથી વધુ દેશો...............જૂથના સભ્યો છે.

(A) સિઆટો (CEATO)

(B) વૉર્સો કરાર

(C) બિનજોડાણવાદી

(D) એકપણ નહીં

જવાબ : (C) બિનજોડાણવાદી


(13) પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ..............તરીકે ઓળખાય છે.

(A) જર્મન આબાદી

(B) જર્મન ચમત્કાર

(C) જર્મન સિદ્ધિ

(D) એકપણ નહીં

જવાબ : (B) જર્મન ચમત્કાર


(14) 11 માર્ચ, 1985માં………………..સોવિયેત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા.

(A) મિખાઇલ ગોર્બોચોવ

(B) લેનિન

(C) મિખાઈલ ગ્લાસનોસ્ત

(D) એકપણ નહીં

જવાબ : (A) મિખાઇલ ગોર્બોચોવ


(15) …………….એ ભારતની વિદેશનીતિનો મુખ્ય સિદ્ધાંત છે.

(A) મેત્રીભાવ

(B) બિનજોડાણવાદ

(C) વિશ્વશાંતિ

(D) એકપણ નહીં

જવાબ : (C) વિશ્વશાંતિ


(16) સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?

(A) ઘોષણાપત્રથી

(B) આમુખથી

(C) માનવહકોથી

(D) બંધારણથી

જવાબ : (B) આમુખથી


(17) ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?

(A) બર્લિનની નાકાબંધીને

(B) જર્મનીના ભાગલાને

(C) હિટલરની આત્મહત્યાને

(D) જર્મનીના એકીકરણને

જવાબ : (A) બર્લિનની નાકાબંધીને


(18) એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

(A) મ્યાનમારે

(B) શ્રીલંકાએ

(C) ભારતે

(D) ઇન્ડોનેશિયાએ

જવાબ : (C) ભારતે


(19) ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?

(A) લાલબહાદુર શાસ્ત્રી

(B) ડૉ. રાધાકૃષ્ણન

(C) પંડિત જવાહરલાલ નેહરુ

(D) શ્રીમતી ઇન્દિરા ગાંધી

જવાબ : (C) પંડિત જવાહરલાલ નેહરુ


(20) બિનજોડાણવાળી ચળવળને કોણે મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું?

(A) સોલોમન બંડારનાયકે

(B) પંડિત જવાહરલાલ નેહરુએ

(C) શ્રીમતી ઇન્દિરા ગાંધીએ

(D) તુન્કૂ અબ્દુલ રહેમાને

જવાબ : (B) પંડિત જવાહરલાલ નેહરુએ


(21) આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?

(A) બિનજોડાણની નીતિએ

(B) ઠંડા યુદ્ધની નીતિએ

(C) નિઃશસ્ત્રીકરણની નીતિએ

(D) સંસ્થાનવાદની નીતિએ

જવાબ : (A) બિનજોડાણની નીતિએ


(22) ‘પેરેસ્ટ્રોઇક્રા’ એટલે…………….

(A) શસ્ત્રીકરણ પર પ્રતિબંધ

(B) નિઃશસ્ત્રીકરણની જરૂરિયાત

(C) આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ

(D) ખુલ્લાપણું

જવાબ : (C) આર્થિક સુધારણા અને સામાજિક સુધારણાની નીતિ


(23) કઇ ઘટના 20મી સદીની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.

(A) સોવિયેત યુનિયનનું વિઘટન

(B) જર્મનીનું એકીકરણ

(C) ક્યૂબાની કટોકટી

(D) જર્મનીના ભાગલા

જવાબ : (A) સોવિયેત યુનિયનનું વિઘટન


(24) સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?

(A) લોકશાહી

(B) સામ્રાજ્યવાદી

(C) સામ્યવાદી

(D) ઉદારમતવાદી

જવાબ : (C) સામ્યવાદી


(25) ભારતે ઈ. સ. 1949માં કયા દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી?

(A) પાકિસ્તાન

(B) શ્રીલંકા

(C) ભૂતાન

(D) ચીન

જવાબ : (C) ભૂતાન


(26) નેપાલમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ ક્યારે આવ્યો હતો?

(A) 25 જૂન, 2014ના રોજ

(B) 13 માર્ચ, 2015ના રોજ

(C) 10 જાન્યુઆરી, 2015ના રોજ

(D) 25 એપ્રિલ, 2015ના રોજ

જવાબ : (D) 25 એપ્રિલ, 2015ના રોજ


(27) કયા દેશના નવસર્જનમાં ભારતનો સિંહફાળો છે?

(A) અફઘાનિસ્તાન

(B) પાકિસ્તાન

(C) ઈરાન

(D) ઈરાક

જવાબ : (A) અફઘાનિસ્તાન


(28) સંયુક્ત રાષ્ટ્રી(યુ.એન)ની વિધિવત સ્થાપના ક્યારે થઇ?

(A) 16 ડિસેમ્બર, 1945ના રોજ

(B) 24 ઓક્ટોબર, 1945ના રોજ

(C) 31 જાન્યુઆરી, 1945ના રોજ

(D) 24 ઓગસ્ટ, 1945ના રોજ

જવાબ : (D) 24 ઓગસ્ટ, 1945ના રોજ


(29) એપ્રિલ, 1949માં વિશ્વમાં કયાં લશ્કરી સંગઠનની રચના થઈ?

(A) નાટો (NATO)

(B) સિઆટો (SEATO)

(C) સેન્ટો (CENTO)

(D) વૉર્સો કરાર

જવાબ : (A) નાટો (NATO)


(30) ઈ. સ. 1954માં વિશ્વમાં કયા લશ્કરી સંગઠનની રચના થઈ?

(A) વૉર્સો કરાર

(B) સેન્ટો (CENTO)

(C) નાટો (NATO)

(D) સિઆટો (SEATO)

જવાબ : (D) સિઆટો (SEATO)


(31) મધ્ય-પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા અને નેતાગીરી હેઠળ કયા લશ્કરી જૂથની રચના થઇ?

(A) નાટો (NATO)

(B) સિઆટો (SEATO)

(C) સેન્ટો (CENTO)

(D) વૉર્સો કરાર

જવાબ : (C) સેન્ટો (CENTO)


(32) સોવિયેત યુનિયને કયા લશ્કરી સંગઠનની રચના કરી?

(A) વૉર્સો કરાર

(B) નાટો (NATO)

(C) સેન્ટો (CENTO)

(D) સિઆટો (SEATO)

જવાબ : (A) વૉર્સો કરાર


(33) ક્યૂબાની નાકાબંધી ક્યા દેશે કરી?

(A) ચીને

(B) અમેરિકાએ

(C) સોવિયેત યુનિયને

(D) જાપાને

જવાબ : (B) અમેરિકાએ


(34) બર્લિન ક્યા દેશની રાજધાની છે?

(A) ફ્રાન્સ

(B) જર્મની

(C) જાપાન

(D) બ્રિટન

જવાબ : (B) જર્મની


(35) એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી?

(A) મ્યાનમારે

(B) શ્રીલંકાએ

(C) ભારતે

(D) ઇન્ડોનેશિયાએ

જવાબ : (C) ભારતે


(36) સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે કરી?

(A) માર્ચ, 1949માં

(B) જાન્યુઆરી, 1951માં

(C) ઑક્ટોબર, 1950માં

(D) એપ્રિલ, 1948માં

જવાબ : (D) એપ્રિલ, 1948માં


(37) સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય કયું છે?

(A) જોર્જિયા

(B) રશિયા

(C) કઝાખિસ્તાન

(D) તાજિકિસ્તાન

જવાબ : (B) રશિયા


(38) કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.

(A) પોલેન્ડની

(B) માસ્કોની

(C) બર્લિનની

(D) ક્યૂબાની

જવાબ : (D) ક્યૂબાની


(39) ભારતની વિદેશનીતિનું મુખ્ય ધ્યેય શું છે?

(A) અહિંસા પરમો ધર્મ

(B) વિશ્વશાંતિ અને સલામતી

(C) સત્ય અને અહિંસા

(D) જીવો અને જીવવા દો

જવાબ : (B) વિશ્વશાંતિ અને સલામતી


(40) ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો?

(A) ઈ. સ. 1992માં

(B) ઈ. સ. 1996માં

(C) ઈ. સ. 1998માં

(D) ઈ. સ. 2000માં

જવાબ : (C) ઈ. સ. 1998માં


(41) ઈ. સ. 1971માં ભારતે કયા દેશને સંયુક્ત રાષ્ટ્રોનું સભ્ય બનાવવામાં મદદ કરી હતી?

(A) શ્રીલંકાને

(B) ભુતાનને

(C) નેપાલને

(D) બાંગ્લાદેશને

જવાબ : (B) ભુતાનને


(42) નીચેના દેશોમાંથી કયા દેશ સાથે ભારત પ્રાચીન સમયથી સંબંધો ધરાવે છે?

(A) અફઘાનિસ્તાન

(B) મ્યાનમાર

(C) શ્રીલંકા

(D) નેપાલ

જવાબ : (C) શ્રીલંકા


(43) નિઃશસ્ત્રીકરણનો ઉત્તમ હેતુ શો છે?

(A) ઠંડા યુદ્ધનો અંત લાવવાનો છે.

(B) સામ્રાજ્યવાદનો અંત લાવવાનો છે.

(C) સામ્યવાદનો અંત લાવવાનો છે.

(D) ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે.

જવાબ : (D) ભયાનક શસ્ત્રોના અસ્તિત્વનો અંત લાવવાનો છે.


(44) વિશ્વની કઈ સામ્યવાદી ક્રાંતિએ માત્ર રશિયાને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું?

(A) ક્યુબાની ક્રાંતિએ

(B) બર્લિનની ક્રાંતિએ

(C) બૉલ્શેવિક ક્રાંતિએ

(D) મૉસ્કો ક્રાંતિએ

જવાબ : (C) બૉલ્શેવિક ક્રાંતિએ


(45) કયા દેશે સંયુક્ત રાષ્ટ્રોમાં જમ્મુ-કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે?

(A) યુ.એસ.એ (અમેરીકાએ)

(B) બ્રિટને

(C) ચીને

(D) સોવિયેત યુનિયને (રશિયાએ)

જવાબ : (D) સોવિયેત યુનિયને (રશિયાએ)


(46) આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે?

(A) સેન્ટો (CENTO) જૂથના

(B) બિનજોડાણવાદી જૂથના

(C) સિઆટો (SEATO) જૂથના

(D) જોડાણવાદી જૂથના

જવાબ : (B) બિનજોડાણવાદી જૂથના


(47) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) નાટો (NATO) લશ્કરી સંગઠનની રચના થઈ.

(B) રશિયાએ પરમાણુ અખતરો કર્યો.

(C) અમેરિકાએ ક્યૂબાની નાકાબંધી કરી.

(D) અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા.

(A) D, B, A, C

(B) A, B, C, D

(C) C, D, A, B

(D) D, B, C, A

જવાબ : (A) D, B, A, C


(48) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) ભારતદેશ આઝાદ થયો.

(B) સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી કરી.

(C) ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ.

(D) ચીને પરમાણુ અખતરો કર્યો.

(A) A, B, D, C

(B) A, B, C, D

(C) A, D, C, B

(D) D, C, A, B

જવાબ : (B) A, B, C, D


(49) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ થયું.

(B) મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી બન્યા.

(C) ઇન્ડોનેશિયા દેશ સ્વતંત્ર થયો.

(D) બેલગ્રેડ ખાતે યોજાયેલ તટસ્થ રાષ્ટ્રોની પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ.

(A) A, B, C, D

(B) B, C, D, A

(C) C, D, B, A

(D) C, D, A, B

જવાબ : (C) C, D, B, A


(50) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) કારિંગલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું.

(B) ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી.

(C) ચીને ભારત પર આક્રમણ કર્યું.

(D) સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ.

(A) A, B, C, D

(B) C, D, A, B

(C) B, C, A, D

(D) B, C, D, A

જવાબ : (D) B, C, D, A


(51) નીચેના બનાવોને સમયાનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો.

(A) સોવિયેત યુનિયનમાં વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ.

(B) યૂ.એસ.એ. ના ન્યૂ યૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલોથયો.

(C) ભારતે પોખરણ (રાજસ્થાન) ખાતે સફળ પરમાણુ અખતરો કર્યો.

(D) બાંગ્લાદેશે ઘણો સંઘર્ષ કરી સ્વતંત્રતા મેળવી.

(A) D, A, C, B

(B) A, B, C, D

(C) C, D, A, B

(D) D, A, B, C

જવાબ : (A) D, A, C, B