ધોરણ : 10
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 8. કુદરતી સંસાધનો
MCQ : 45
(1) માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.
(A) જંગલ-પેદાશો
(B) સંસાધનો
(C) ધાન્યો
(D) એકપણ નહીં
જવાબ : (B) સંસાધનો
(2) જમીન, મકાન વગેરે................સંસાધન છે.
(A) વ્યક્તિગત
(B) રાષ્ટ્રીય
(C) સામૂહિક
(D) એકપણ નહીં
જવાબ : (A) વ્યક્તિગત
(3) લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે………………….સંસાધન છે.
(A) વૈશ્વિક
(B) રાષ્ટ્રીય
(C) વ્યક્તિગત
(D) એકપણ નહીં
જવાબ : (B) રાષ્ટ્રીય
(4) વાતાવરણમાં રહેલા ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ…………….સંસાધન છે.
(A) સર્વસુલભ
(B) વિરલ
(C) એકલ
(D) એકપણ નહીં
જવાબ : (C) એકલ
(5) જેનાં પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો……………….સંસાધન છે.
(A) એકલ
(B) વિરલ
(C) સામાન્ય સુલભ
(D) એકપણ નહીં
જવાબ : (B) વિરલ
(6) દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ………………સંસાધન છે.
(A) વિરલ
(B) સુલભ
(C) એકલ
(D) એકપણ નહીં
જવાબ : (C) એકલ
(7) સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે………………..સંસાધનો કહેવાય છે.
(A) નવીનીકરણીય
(B) અનવીનીકરણીય
(C) પુનઃનિર્માણ
(D) એકપણ નહીં
જવાબ : (A) નવીનીકરણીય
(8) જે સંસાધનો અખૂટ હોય છે તેને………………સંસાધનો કહે છે.
(A) સંરક્ષિત
(B) અનવીનીકરણીય
(C) નવીનીકરણીય
(D) એકપણ નહીં
જવાબ : (C) નવીનીકરણીય
(9) ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે………………સંસાધનો છે.
(A) નવીનીકરણીય
(B) અનવીનીકરણીય
(C) વૈજ્ઞાનિક
(D) એકપણ નહીં
જવાબ : (B) અનવીનીકરણીય
(10) જે સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી તેને……………..સંસાધનો કહે છે.
(A) અનવીનીકરણીય
(B) નવીનીકરણીય
(C) મર્યાદિત
(D) એકપણ નહીં
જવાબ : (A) અનવીનીકરણીય
(11) કુદરતી સંસાધનો………………..છે.
(A) અમર્યાદિત
(B) મર્યાદિત
(C) અખૂટ
(D) એકપણ નહીં
જવાબ : (B) મર્યાદિત
(12) સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની…………….સાથે જોડાયેલો છે.
(A) અછત
(B) મર્યાદા
(C) માત્રા
(D) એકપણ નહીં
જવાબ : (A) અછત
(13) જમીનનું નિર્માણ મૂળ ખડકોના……………થી મળતા પદાર્થોથી થાય છે.
(A) અનુક્રમ અને વિક્રમ
(B) સ્થળાંતર અને સ્થગિતતા
(C) ખવાણ અને ધોવાણ
(D) એકપણ નહીં
જવાબ : (C) ખવાણ અને ધોવાણ
(14) જમીન એટલે.............પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ.
(A) અસેન્દ્રિય
(B) સેન્દ્રિય
(C) જૈવિક
(D) એકપણ નહીં
જવાબ : (B) સેન્દ્રિય
(15) ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને…………..પ્રકારમાં વહેંચવામાં આવી છે.
(A) 6
(B) 8
(C) 9
(D) 7
જવાબ : (B) 8
(16) ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(A) કાંપની
(B) રણપ્રકારની
(C) રાતી અથવા લાલ
(D) એકપણ નહીં
જવાબ : (A) કાંપની
(17) કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ…........% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(A) 15
(B) 19
(C) 43
(D) 21
જવાબ : (C) 43
(18) …………….જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
(A) લાલ અથવા રાતી
(B) કાળી
(C) કાંપની
(D) એકપણ નહીં
જવાબ : (C) કાંપની
(19) ………………જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(A) કાળી
(B) કાંપની
(C) રાતી અથવા લાલ
(D) એકપણ નહીં
જવાબ : (C) રાતી અથવા લાલ
(20) રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ…………….% ક્ષેત્રફ્ળમાં ફેલાયેલી છે.
(A) 19
(B) 15
(C) 43
(D) 25
જવાબ : (A) 19
(21) …………….જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(A) કાળી
(B) કાંપની
(C) રાતી અથવા લાલ
(D) એકપણ નહીં
જવાબ : (A) કાળી
(22) કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ……………..% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(A) 43
(B) 19
(C) 15
(D) 25
જવાબ : (C) 15
(23) ………………જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.
(A) કાળી
(B) રાતી અથવા લાલ
(C) કાંપની
(D) એકપણ નહીં
જવાબ : (A) કાળી
(24) કાળી જમીન……………..જમીન તરીકે પણ ઓળખાય છે.
(A) ડાંગરની
(B) ઘઉંની
(C) કપાસની
(D) એકપણ નહીં
જવાબ : (C) કપાસની
(25) ………………જમીનનો લાલ રંગ લોહ ઑક્સાઇડને કારણે હોય છે.
(A) લેટેરાઈટ કે પડખાઉ
(B) કાળી
(C) રાતી અથવા લાલ
(D) એકપણ નહીં
જવાબ : (A) લેટેરાઈટ કે પડખાઉ
(26) ………………..જમીનને ‘પડખાઉ જમીન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
(A) કાળી
(B) લેટેરાઇટ
(C) પર્વતીય
(D) એકપણ નહીં
જવાબ : (B) લેટેરાઇટ
(27) …………… જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે.
(A) લેટેરાઇટ
(B) કાળી
(C) રણપ્રકાની
(D) એકપણ નહીં
જવાબ : (C) રણપ્રકાની
(28) ………………જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
(A) પર્વતીય
(B) જંગલપ્રકારની
(C) દલદલ પ્રકારની
(D) એકપણ નહીં
જવાબ : (A) પર્વતીય
(29) ……………….જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
(A) જંગલપ્રકારની
(B) કાંપની
(C) દલદલ પ્રકારની
(D) એકપણ નહીં
જવાબ : (C) દલદલ પ્રકારની
(30) દલદલ પ્રકારની જમીનનું બીજું નામ…………………….પ્રકારની જમીન છે.
(A) પીટ
(B) લેટેરાઇટ
(C) પડખાઉ
(D) એકપણ નહીં
જવાબ : (A) પીટ
(31) કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ?
(A) જરૂરિયાત અને કાર્ય કરવાની યોગ્યતા
(B) ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
(C) ઉપયોગિતા અને અછત
(D) ઊર્જાનો ઉપયોગ અને સંરક્ષણ
જવાબ : (B) ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
(32) દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન……………….
(A) સર્વસુલભ સંસાધન
(B) સામાન્ય સુલભ સંસાધન
(C) વિરલ સંસાધન
(D) એકલ સંસાધન
જવાબ : (D) એકલ સંસાધન
(33) કયું સંસાધન નવીનીકરણીય છે?
(A) ખનીજ તેલ
(B) સૂર્યપ્રકાશ
(C) ખનીજ કોલસો
(D) કુદરતી વાયુ
જવાબ : (B) સૂર્યપ્રકાશ
(34) ક્યાં સંસાધનો અનવીનીકરણીય છે?
(A) પ્રાણીઓ
(B) જંગલો
(C) ખનીજો
(D) સરોવરો
જવાબ : (C) ખનીજો
(35) જમીનનું નિર્માણ મૂળ ખડકોના………………..થી મળતા પદાર્થોથી થાય છે.
(A) ખવાણ અને ઘસારા(ધોવાણ)થી
(B) સ્થળાંતર અને સ્થગિતતાથી
(C) અનુક્રમ અને વિક્રમથી
(D) ઊર્ધ્વ અને શીર્ષથી
જવાબ : (A) ખવાણ અને ઘસારા(ધોવાણ)થી
(36) હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય…………પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
(A) સાત
(B) સોળ
(C) પાંચ
(D) આઠ
જવાબ : (D) આઠ
(37) કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?
(A) ફેરિક ઑક્સાઇડને
(B) સિલિકામય પદાર્થોને
(C) લાવાયિક ખડકોને
(D) નદીઓના નિક્ષેપિત કાંપને
જવાબ : (D) નદીઓના નિક્ષેપિત કાંપને
(38) કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?
(A) કાળી
(B) રાતી અથવા લાલ
(C) લેટેરાઇટ
(D) કાંપની
જવાબ : (B) રાતી અથવા લાલ
(39) કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે?
(A) રેગુર
(B) ખદર
(C) પડખાઉ
(D) બાંગર
જવાબ : (A) રેગુર
(40) કયા પ્રકારની જમીન ‘રેગુર' નામે ઓળખાય છે?
(A) કાળી
(B) રાતી
(C) પડખાઉ
(D) રણપ્રકારની
જવાબ : (A) કાળી
(41) કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?
(A) પડખાઉ
(B) કાળી
(C) રાતી અથવા લાલ
(D) પર્વતીય
જવાબ : (B) કાળી
(42) પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
(A) કાંપની જમીન
(B) લેટેરાઇટ જમીન
(C) કાળી જમીન
(D) રાતી અથવા લાલ જમીન
જવાબ : (B) લેટેરાઇટ જમીન
(43) જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
(A) વન્ય પ્રાણીજીવન
(B) વહેતું જળ
(C) પવન
(D) પશુઓ થકી થતું અતિ ચરાણ
જવાબ : (A) વન્ય પ્રાણીજીવન
(44) નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો.
(A) સંસાધન – ખોરાક તરીકે
(B) સંસાધન – વાહનવ્યવહાર તરીકે
(C) સંસાધન – કાચા માલના સ્રોત તરીકે
(D) સંસાધન – શક્તિ સંસાધન તરીકે
જવાબ : (B) સંસાધન – વાહનવ્યવહાર તરીકે
(45) માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ……………માંથી જ પૂરી થાય છે.
(A) જંગલ-પેદાશો
(B) સંસાધનો
(C) ધાન્યો
(D) એકપણ નહીં
જવાબ : (B) સંસાધનો