ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 18. ભાવવધારો અને ગ્રાહક જાગૃતિ

MCQ : 65


(1) સ્થિરતા સાથેનો ભાવવધારો એ……………..વિકાસની પૂર્વશરત છે.

(A) ઔદ્યોગિક

(B) દેશના

(C) આર્થિક

(D) એકપણ નહીં

જવાબ : (C) આર્થિક


(2) હંમેશાં ભાવવધારો................હોતો નથી.

(A) સમસ્યારૂપ

(B) ફુગાવાજન્ય

(C) યોજનાબદ્ધ

(D) એકપણ નહીં

જવાબ : (B) ફુગાવાજન્ય


(3) ભારતમાં સરેરાશ................%ના દરે વસ્તી વધે છે.

(A) 1.9

(Β) 2.4

(C) 2.8

(D) એકપણ નહીં

જવાબ : (A) 1.9


(4) ઈ. સ. 2011માં ભારતની કુલ વસ્તી..............કરોડ જેટલી નોંધાઈ હતી.

(A) 121

(B) 132

(C) 110

(D) એકપણ નહીં

જવાબ : (A) 121


(5) કરવેરા નહિ ભરીને વિદેશી માલસામાન દેશમાં ઠલવાય તેને..............કહે છે.

(A) નફાખોરી

(B) સંગ્રહખોરી

(C) દાણચોરી

(D) એકપણ નહીં

જવાબ : (C) દાણચોરી


(6) સરકારે................ના પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે.

(A) ચીજવસ્તુઓ

(B) નાણાં

(C) અનાજ

(D) એકપણ નહીં

જવાબ : (B) નાણાં


(7) ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો.............કરે છે.

(A) કાળાબજાર

(B) સંગ્રહખોરી

(C) નફાખોરી

(D) એકપણ નહીં

જવાબ : (B) સંગ્રહખોરી


(8) ............એ ભાવવધારાનું એક પરિબળ ગણાય છે.

(A) રાજકોષીય પગલાં

(B) ભાવનિયમન

(C) નફાખોરી

(D) એકપણ નહીં

જવાબ : (C) નફાખોરી


(9) …………..નીતિ એટલે સરકારની જાહેર આવક-ખર્ચ અંગેની નીતિ, કરવેરાવિષયક અને જાહેરઋણની નીતિ.

(A) ભાવનિયમન

(B) નાણાકીય

(C) રાજકોષીય

(D) એકપણ નહીં

જવાબ : (C) રાજકોષીય


(10) ભારતમાં જાહેર વિતરણ પ્રણાલી (PDS) ઈ. સ...............માં અમલમાં આવી છે.

(A) 1977

(Β) 1980

(C) 1992

(D) એકપણ નહીં

જવાબ : (A) 1977


(11) આજે દેશમાં અંદાજે.............લાખ 'વાજબી ભાવની દુકાનો' (FPSS) છે.

(A) 3.7

(Β) 5.8

(C) 4.92

(D) એકપણ નહીં

જવાબ : (C) 4.92


(12) સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે 'આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો ઈ.સ.............માં અમલમાં મૂક્યો છે.

(Α) 1955

(Β) 1950

(С) 1960

(D) એકપણ નહીં

જવાબ : (Α) 1955


(13) સંગ્રહખોરો, કાળાબજારીયાઓ, સટ્ટાખોરો વગેરે સામે સઘન ઝુંબેશરૂપે..............હેઠળ જરૂર પડયે કાયદેસર અટકાયત કરવામાં આવે છે.

(A) FPSS

(B) PASA

(C) PDS

(D) એકપણ નહીં

જવાબ : (B) PASA


(14) ………………એ ગ્રાહક જાગૃતિનો સંદેશ છે.

(A) જાગો ગ્રાહક જાગો

(B) દોડો ગ્રાહક દોડો

(C) ઊઠો ગ્રાહક ઊઠો

(D) એકપણ નહીં

જવાબ : (A) જાગો ગ્રાહક જાગો


(15) .........ને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે.

(A) જ્યૉર્જ મૂરે

(B) બ્યોર્ડ ઓરે

(C) રાલ્ફ નાડર

(D) એકપણ નહીં

જવાબ : (C) રાલ્ફ નાડર


(16) વિશ્વમાં દર વર્ષે................ના દિવસને 'વિશ્વ ગ્રાહક અધિકારદિન' તરીકે ઊજવવામાં આવે છે.

(A) 15 માર્ચ

(B) 1 જાન્યુઆરી

(C) 10 ડિસેમ્બર

(D) એકપણ નહીં

જવાબ : (A) 15 માર્ચ


(17) 15 માર્ચનો દિવસ ભારતમાં.............તરીકે ઊજવાય છે.

(A) વિશ્વ ગ્રાહકદિન

(B) વિશ્વ ગ્રાહક અધિકારદિન

(C) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન

(D) એકપણ નહીં

જવાબ : (B) વિશ્વ ગ્રાહક અધિકારદિન


(18) ભારતમાં દર વર્ષે 24 ડિસેમ્બરના દિવસને..............તરીકે ઊજવવામાં આવે છે.

(A) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન

(B) વિશ્વ ગ્રાહકદિન

(C) વિશ્વ ગ્રાહક અધિકારદિન

(D) એકપણ નહીં

જવાબ : (A) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન


(19) ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં.........એક સીમાચિહ્નરૂપ અને લોકોપયોગી કાયદો છે.

(A) રાષ્ટ્રીય ગ્રાહક અધિનિયમ – 1988

(B) ગ્રાહક તકરાર અધિનિયમ – 1982

(C) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986             

(D) એકપણ નહીં

જવાબ : (C) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986

   

(20) કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે..............નામની સંસ્થા સ્થાપી છે.

(A) ગ્રાહક સુરક્ષા આયોગ

(B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ

(C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન

(D) એકપણ નહીં

જવાબ : (B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ


(21) જિલ્લા ફોરમ(જિલ્લા મંચ)માં..............લાખ સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

(A) 20

(B) 50

(C) 75

(D) એકપણ નહીં

જવાબ : (A) 20


(22) રાજ્ય કમિશન(રાજ્ય ફોરમ)માં................રૂપિયા સુધીના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

(A) 50 લાખથી 1 કરોડ

(B) 75 લાખથી 2 કરોડ

(C) 20 લાખથી 1 કરોડ

(D) એકપણ નહીં

જવાબ : (C) 20 લાખથી 1 કરોડ


(23) રાષ્ટ્રીય કમિશન(રાષ્ટ્રીય ફોરમ)માં.............થી વધારે રૂપિયાના વળતરના દાવાની અરજી સ્વીકારવામાં આવે છે.

(A) 50 લાખ

(B) 75 લાખ

(C) 1 કરોડ      

(D) એકપણ નહીં

જવાબ : (C) 1 કરોડ     


(24) ગ્રાહકમંડળો કે સંગઠનો ગ્રાહક જાગૃતિ-શિક્ષણ માટે..........સામયિક બહાર પાડે છે.

(A) ઈનસાઈટ

(B) ગ્રાહક શિક્ષણ

(C) ગ્રાહક જાગૃતિ

(D) એકપણ નહીં

જવાબ : (A) ઈનસાઈટ


(25) ‘બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ' (BIS) યોગ્ય ગુણવત્તા ધરાવતાં વિવિધ ઉત્પાદકોને .............માર્કો ઉત્પાદકીય ઉપકરણો પર વાપરવાની છૂટ આપે છે.

(A) ISO

(B) ISI

(C) BIS

(D) એકપણ નહીં

જવાબ : (B) ISI


(26) ભારત સરકારના ‘ડિપાર્ટમેન્ટ ઑફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ' સંસ્થા (DMI) દ્વારા ખેતી પર આધારિત ચીજવસ્તુઓ પર...............વાપરવાનો પરવાનો આપવામાં આવે છે.

(A) એગમાર્ક

(B) હોલમાર્ક

(C) વુલમાર્ક

(D) એકપણ નહીં

જવાબ : (A) એગમાર્ક


(27) ફળો અને શાકભાજીના ઉત્પાદક વસ્તુઓ પર..............નો માર્કો લગાડવામાં આવે છે.

(A) MPO

(B) ISI

(C) FPO

(D) એકપણ નહીં

જવાબ : (C) FPO


(28) ટેક્ષ્ટાઇલ, કેમિકલ, સિમેન્ટ, રબર-પ્લાસ્ટિકની બનાવટો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરે પર..............નો માર્કો લગાડવામાં આવે છે.

(A) ISI

(B) FPO

(C) HACCP

(D) એકપણ નહીં

જવાબ : (A) ISI


(29) માંસ અને તેમાંથી બનેલ બનાવટોને............નો માર્કો આપવામાં આવે છે.

(A) HACCP

(B) MPO

(C) FPO

(D) એકપણ નહીં

જવાબ : (B) MPO


(30) .....................નો માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલાં ખોરાકનાં ઉત્પાદનો પર BIS દ્વારા લગાડવામાં આવે છે.

(A) HACCP

(B) ISO

(C) FPO

(D) એકપણ નહીં

જવાબ : (A) HACCP


(31) સાબુ, કાગળ, પેકેજિંગ મટીરિયલ, બૅટરી, સૌંદર્ય-પ્રસાધનો વગેરે પર ISI દ્વારા.............નો માર્કો લગાડવામાં આવે છે.

(A) FPO

(B) ECO

(C) MPO

(D) એકપણ નહીં

જવાબ : (B) ECO


(32) ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઑર્ગેનાઇઝેશન – ISOનું મુખ્ય મથક.............માં છે.

(A) જિનીવા

(B) રોમ

(C) પૅરિસ

(D) એકપણ નહીં

જવાબ : (A) જિનીવા


(33) આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય................કરે છે.

(A) MPO

(B) ISO

(C) CAC

(D) એકપણ નહીં

જવાબ : (C) CAC


(34) કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન(CAC)નું મુખ્ય મથક ઇટલીની રાજધાની........ માં છે.

(A) રોમ

(B) પૅરિસ

(C) જિનીવા

(D) એકપણ નહીં

જવાબ : (A) રોમ


(35) ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા.............કરે છે.

(A) DMI

(B) BIS

(C) CAC

(D) એકપણ નહીં

જવાબ : (B) BIS


(36) હાલમાં ભારતમાં વસ્તીવૃદ્ધિનો દર કેટલો છે?

(Α) 1.5%

(Β) 2.2%

(C) 1.9%

(D) 2.8%

જવાબ : (C) 1.9%


(37) પોતાની પાસેની વેચવાયોગ્ય ચીજવસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહિ તેને શું કહેવાય?

(A) દાણચોરી

(B) સંગ્રહખોરી

(C) નફાખોરી

(D) કાળાબજાર

જવાબ : (B) સંગ્રહખોરી


(38) સરકારે કયા પુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ બને છે?

(A) ચીજવસ્તુઓ

(B) અનાજ

(C) કાચો માલ

(D) નાણાં

જવાબ : (D) નાણાં


(39) ભવિષ્યમાં ભાવવધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે?

(A) કાળાબજાર

(B) નફાખોરી

(C) સટ્ટાખોરી

(D) સંગ્રહખોરી

જવાબ : (D) સંગ્રહખોરી


(40) નાણાંનો પુરવઠો ચીજવસ્તુઓના પુરવઠા કરતાં વધી જાય ત્યારે………

(A) ભાવો સ્થિર થાય છે.

(B) ભાવો વધી જાય છે.

(C) ભાવો ઘટી જાય છે.

(D) ઉત્પાદન સ્થિર બને છે.

જવાબ : (B) ભાવો વધી જાય છે.


(41) ભારતીય અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો કોણ વધારી-ઘટાડી શકે છે?

(A) કેન્દ્રીય નાણામંત્રી

(B) મધ્યસ્થ બૅન્ક

(C) ગ્રાહકો

(D) દેશની રાષ્ટ્રીયકૃત બૅન્કો

જવાબ : (B) મધ્યસ્થ બૅન્ક


(42) ભારતની મધ્યસ્થ બૅન્ક કઈ છે?

(A) યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા

(B) બૅન્ક ઑફ ઇન્ડિયા

(C) રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

(D) ઓરિએન્ટ બૅન્ક ઑફ કૉમર્સ

જવાબ : (C) રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા


(43) ધિરાણનીતિનું નિયમન કોણ કરે છે?

(A) સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા

(B) ભારત સરકાર

(C) યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા

(D) મધ્યસ્થ બૅન્ક

જવાબ : (D) મધ્યસ્થ બૅન્ક


(44) હિસાબી ચોપડે નહિ નોંધાયેલી બિનહિસાબી આવકને શું કહે છે?

(A) રોકાણ

(B) કાળું નાણું

(C) બચત

(D) નફો

જવાબ : (B) કાળું નાણું


(45) ભાવવધારાને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે……….

(A) ઉદારીકરણ

(B) પોલીસ પગલું

(C) જાહેર વિતરણ પ્રણાલી

(D) વેપારીઓની મદદ

જવાબ : (C) જાહેર વિતરણ પ્રણાલી


(46) વાજબી ભાવ અને ખુલ્લા બજારના ભાવોનો તફાવત સરકાર ઉઠાવે છે. તેને……….કહે છે.

(A) વેરારાહત

(B) આર્થિક સહાય

(C) સબસિડી

(D) છૂટ

જવાબ : (C) સબસિડી


(47) સરકારે ભાવસપાટીને અંકુશિત રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો છે.

(A) ગ્રાહક સુરક્ષા ધારો

(B) આવશ્યક ચીજવસ્તુ ધારો

(C) આવશ્યક સેવા ધારો

(D) ભાવઅંકુશ ધારો

જવાબ : (B) આવશ્યક ચીજવસ્તુ ધારો


(48) સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે?

(A) પાસા

(B) ભાડા-નિયમન કાયદો

(C) અટકાયતી ધારો

(D) ભ્રષ્ટાચાર વિરોધી કાયદો

જવાબ : (A) પાસા


(49) ગ્રાહકોના વિવિધ અધિકારોનું રક્ષણ કરવું એ કોનો મુખ્ય ઉદ્દેશ છે?

(A) કેન્દ્ર સરકારનો

(B) રાજ્ય સરકારનો

(C) પોલીસતંત્રનો

(D) ગ્રાહક જાગૃતિનો

જવાબ : (D) ગ્રાહક જાગૃતિનો


(50) દર વર્ષે 15 માર્ચનો દિવસ વિશ્વમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?

(A) વિશ્વ ગ્રાહક અધિકારદિન

(B) વન્ય પ્રાણીદિન

(C) વિશ્વ પર્યાવરણદિન

(D) જૈવ વિવિધતાદિન

જવાબ : (A) વિશ્વ ગ્રાહક અધિકારદિન


(51) 15 માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઊજવાય છે?

(A) ગ્રાહક અધિકારદિન

(B) વિશ્વ ગ્રાહક અધિકારદિન

(C) ગ્રાહક જાગૃતિદિન

(D) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન

જવાબ : (B) વિશ્વ ગ્રાહક અધિકારદિન


(52) કેન્દ્ર સરકારે ગ્રાહકસંબંધી કાયદાના નિયમો માટે કઈ સંસ્થા સ્થાપી છે?

(A) રાષ્ટ્રીય તકરાર નિવારણ તંત્ર

(B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ

(C) રાષ્ટ્રીય ગ્રાહક કમિશન

(D) ગ્રાહક સુરક્ષા આયોગ

જવાબ : (B) રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગ


(53) ભારતમાં સામાજિક-આર્થિક કાયદાઓના ઇતિહાસમાં કયો કાયદો સીમાચિહ્નરૂપે છે?

(A) ગ્રાહક જાગૃતિ અધિનિયમ – 1980

(B) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986

(C) વેપાર વાણિજ્ય કાનૂન– 1975

(D) ગ્રાહક સહકાર સંગઠન - 1991

જવાબ : (B) ગ્રાહક સુરક્ષા અધિનિયમ – 1986


(54) ભારતમાં 24 ડિસેમ્બરનો દિવસ કયા દિન તરીકે ઊજવવામાં આવે છે?

(A) ગ્રાહક જાગૃતિદિન

(B) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન

(C) ગ્રાહક અધિકારદિન

(D) વિશ્વ ગ્રાહક અધિકારદિન

જવાબ : (B) રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન


(55) ભારતમાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકારદિન ક્યારે ઊજવાય છે?

(A) 15 માર્ચના દિવસે

(B) 6 એપ્રિલના દિવસે

(C) 24 ડિસેમ્બરના દિવસે

(D) 24 જૂનના દિવસે

જવાબ : (C) 24 ડિસેમ્બરના દિવસે


(56) ગ્રાહકે હંમેશાં કેવા માર્કાવાળી ચીજવસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ?

(A) ISD

(B) PSI

(C) STD

(D) ISI

જવાબ : (D) ISI


(57) ગ્રાહકે શાની ચોકસાઈ કરીને વસ્તુ ખરીદવી જોઈએ?

(A) ગુણવત્તાની

(B) ઉત્પાદકની

(C) ઉપયોગિતાની

(D) દેખાવની

જવાબ : (A) ગુણવત્તાની


(58) ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે?

(A) 'ઈનસાઈટ'

(B) ‘ગ્રાહક જાગૃતિ મંચ’

(C) 'ગ્રાહક શિક્ષણ'

(D) કન્ઝયુમર ઍક્ટ

જવાબ : (A) 'ઈનસાઈટ'


(59) ભારતમાં ખેત-આધારિત ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણિત કરવા…………..માર્ક વપરાય છે.

(A) એફ.એ.ઓ.

(B) આઈ.એસ.આઈ.

(C) આઈ.એસ.ઓ.

(D) એગમાર્ક

જવાબ : (B) આઈ.એસ.આઈ.


(60) ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી હતી?

(A) ઇંગ્લૅન્ડમાં

(B) ભારતમાં

(C) જાપાનમાં

(D) યૂ.એસ.એ. માં

જવાબ : (D) યૂ.એસ.એ. માં


(61) ISO નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે?

(A) જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં

(B) ન્યૂ યૉર્ક(યૂ.એસ.એ.)માં

(C) પૅરિસ(ફ્રાન્સ)માં

(D) દિલ્લી(ભારત)માં

જવાબ : (A) જિનીવા(સ્વિટ્ઝરલૅન્ડ)માં


(62) ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે?

(A) BIS

(B) CAC

(C) ISO

(D) FPO

જવાબ : (A) BIS


(63) સરિતાબહેને અથાણા બનાવવાની ફૅક્ટરી (ગૃહઉદ્યોગ) શરૂ કરી, ગુણવત્તા માટે તેઓએ પોતાના ઉત્પાદન પર કયો માર્કો લગાવવો જોઈએ?

(A) આઈ.એસ.આઈ.

(B) એગમાર્ક

(C) ડી.એમ.આઈ.

(D) આઈ.એસ.ઓ.

જવાબ : (B) એગમાર્ક


(64) નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ


(A) સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ             

(B) ટેક્ષ્ટાઈલ, કેમિકલ, જંતુનાશક, રબર

(C) માંસ, મટનની પેદાશ

(D) ઊનની બનાવટ અને પોશાક પર

જવાબ : (A) સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રીકેટિંગ ઑઇલ     

   

(65) બાજુમાં આપેલ લોગો (નિશાની) કઈ સંસ્થાનો છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 18 MCQ


(A) ISI નો                                       

(B) BIS નો

(C) FPO નો

(D) ISO નો

જવાબ : (B) BIS નો