ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ

ધોરણ : 10

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 13. ઉત્પાદન ઉદ્યોગો

MCQ : 65


(1) ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદનના ઉદ્યોગોનો……………% ફાળો છે.

(A) 18

(B) 40

(C) 29

(D) 25

જવાબ : (C) 29


(2) ઈ. સ. 1855માં કોલકાતા નજીક................માં શણનું કારખાનું સ્થપાયું હતું.

(A) રિસરા

(B) કુલ્ટા

(C) શિવેરા

(D) એકપણ નહીં

જવાબ : (A) રિસરા


(3) ઈ. સ...............માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થપાઈ.

(A) 1907

(B) 1920

(C) 1912

(D) 1915

જવાબ : (A) 1907


(4) સુતરાઉ કાપડ ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

(A) કાચા

(B) નાના

(C) મોટા

(D) એકપણ નહીં

જવાબ : (C) મોટા


(5) ખાંડસરી ઉદ્યોગ એ.................પાયાનો ઉદ્યોગ કહેવાય.

(A) નાના

(B) મોટા

(C) કાચા

(D) એકપણ નહીં

જવાબ : (A) નાના


(6) ………….ઉદ્યોગ દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

(A) શણ

(B) ખાંડ

(C) કાપડ

(D) એકપણ નહીં

જવાબ : (C) કાપડ


(7) સુતરાઉ કાપડની નિકાસમાં વિશ્વમાં ભારત............સ્થાન ધરાવે છે.

(A) તૃતીય

(B) પ્રથમ

(C) દ્વિતીય

(D) એકપણ નહીં

જવાબ : (C) દ્વિતીય


(8) ભારતમાં............માં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ.

(A) કાનપુર

(B) મુંબઈ

(C) અમદાવાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) મુંબઈ


(9) ………….સુતરાઉ કાપડનું વિશ્વમહાગનર કહેવાય છે.

(A) અમદાવાદ

(B) મુંબઈ

(C) નાગપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) મુંબઈ


(10) ગુજરાતમાં..............ને ‘પૂર્વનું માન્ચેસ્ટર' કહે છે.

(A) અમદાવાદ

(B) વડોદરા

(C) સુરત

(D) એકપણ નહીં

જવાબ : (A) અમદાવાદ


(11) ગુજરાતમાં.............શહેરને 'ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે.

(A) સુરત

(B) અમદાવાદ

(C) જામનગર

(D) એકપણ નહીં

જવાબ : (B) અમદાવાદ


(12) તમિલનાડુમાં..............શહેર સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે.

(A) કોઈમ્બતૂર

(B) ચેન્નઈ

(C) મદુરાઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) કોઈમ્બતૂર


(13) શણ અને શણમાંથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.....છે.

(A) દ્વિતીય

(B) તૃતીય

(C) પ્રથમ

(D) એકપણ નહીં

જવાબ : (C) પ્રથમ


(14) શણની નિકાસમાં વિશ્વમાં ભારતનો ક્રમ.............છે.

(A) પહેલો

(B) બીજો

(C) ત્રીજો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો


(15) રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ..............છે.

(A) પહેલો

(B) બીજો

(C) ત્રીજો

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજો


(16) ભારતમાં....................માં ઊની કાપડની મિલો સૌથી વધારે છે.

(A) જમ્મુ-કશ્મીર

(B) હરિયાણા

(C) પંજાબ

(D) એકપણ નહીં

જવાબ : (C) પંજાબ


(17) શેરડીના રસમાંથી............બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે.

(A) ગોળ

(B) ખાંડ

(C) ખાંડસરી

(D) એકપણ નહીં

જવાબ : (A) ગોળ


(18) દમાસ્કસમાં.............બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી.

(A) સૂડી-ચપ્પુ

(B) તોપ

(C) તલવાર

(D) એકપણ નહીં

જવાબ : (C) તલવાર


(19) ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં..............ખાતે સ્થપાયું હતું.

(A) પોર્ટોનોવા

(B) ચેન્નઈ

(C) મદુરાઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) પોર્ટોનોવા


(20) ઈ. સ. 1907માં ઝારખંડના.............માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયું.

(A) બોકારો

(B) જમશેદપુર

(C) બર્નપુર

(D) એકપણ નહીં

જવાબ : (B) જમશેદપુર


(21) ગુજરાતમાં.............ખાતે મીની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

(A) દ્વારકા

(B) હજીરા

(C) ઓખા

(D) એકપણ નહીં

જવાબ : (B) હજીરા


(22) લોખંડ-પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...................છે.

(A) ત્રીજું

(B) ચોથું

(C) પાંચમું

(D) એકપણ નહીં

જવાબ : (C) પાંચમું


(23) ભારતમાં તાંબા-ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં...............ખાતે સ્થાપવામાં આવ્યો.

(A) ઘાટશિલા

(B) જમશેદપુર

(C) બોકારો

(D) એકપણ નહીં

જવાબ : (A) ઘાટશિલા


(24) કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે.......................મુખ્ય છે.

(A) નાઇટ્રિક ઍસિડ

(B) કૉસ્ટિક સોડા

(C) પેટ્રોરસાયણ

(D) એકપણ નહીં

જવાબ : (C) પેટ્રોરસાયણ


(25) રસાયણ ઉદ્યોગમાં..................નું સ્થાન દેશમાં સર્વોપરી છે.

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) તમિલનાડુ

(D) એકપણ નહીં

જવાબ : (A) ગુજરાત


(26) દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ ઈ. સ. 1906માં તમિલનાડુમાં............ખાતે સ્થપાયું હતું.

(A) પોર્ટોનોવા

(B) રાનીપેટ

(C) સિંદરી

(D) એકપણ નહીં

જવાબ : (B) રાનીપેટ


(27) રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના..................ખાતેથી થયો.

(A) સિંદરી

(B) પટના

(C) ભાગલપુર   

(D) એકપણ નહીં

જવાબ : (A) સિંદરી


(28) …………….ઉદ્યોગને ‘Sunrise Industry' પણ કહે છે.

(A) પ્લાસ્ટિક

(B) સિમેન્ટ

(C) રસાયણ

(D) એકપણ નહીં

જવાબ : (A) પ્લાસ્ટિક


(29) સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન...............છે.

(A) પહેલું

(B) બીજું

(C) ત્રીજું

(D) એકપણ નહીં

જવાબ : (B) બીજું


(30) રેલવે એન્જિન..............પ્રકારનાં છે.

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) એકપણ નહીં

જવાબ : (B) ત્રણ


(31) પશ્ચિમ બંગાળના મિહિજામમાં...............માં ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન થાય છે.

(A) ટાટા લોકોમોટિવ વર્ક્સ

(B) ડીઝલ લોકોમોટિવ વર્ક્સ

(C) ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ

(D) એકપણ નહીં

જવાબ : (C) ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ


(32) મુસાફરો માટેના રેલ-ડબ્બા.................માં બને છે.

(A) પેરામ્બુર

(B) કંડલા

(C) ચેન્નઈ

(D) એકપણ નહીં

જવાબ : (A) પેરામ્બુર


(33) વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન.................છે.

(A) પાંચમું

(B) ચોથું

(C) પહેલું

(D) એકપણ નહીં

જવાબ : (A) પાંચમું


(34) ...................માં મોટા કદનાં વહાણો બને છે.

(A) કોલકાતા

(B) વિશાખાપટ્નમ

(C) ચેન્નઈ

(D) એકપણ નહીં

જવાબ : (B) વિશાખાપટ્નમ


(35) ..............માં મોટા કદનાં વહાણો બને છે.

(A) મુંબઈ

(B) માર્માગોવા

(C) કોચી

(D) એકપણ નહીં

જવાબ : (C) કોચી


(36) ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈ. સ.................માં થઈ.

(A) 1905

(B) 1925

(С) 1910

(D) 1917

જવાબ : (A) 1905


(37) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL)ની સ્થાપના..............માં થઈ હતી.

(A) બેંગલૂર

(B) મુંબઈ

(C) દિલ્લી

(D) એકપણ નહીં

જવાબ : (A) બેંગલૂર


(38) .............ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે.

(A) નાગપુર

(B) બેંગલૂરુ

(C) હૈદરાબાદ

(D) એકપણ નહીં

જવાબ : (B) બેંગલૂરુ


(39) ભારતનું.................શહેર ‘સિલિકોન વેલી’ તરીકે જાણીતું બન્યું છે.

(A) જયપુર

(B) દિલ્લી

(C) બેંગલૂરુ

(D) એકપણ નહીં

જવાબ : (C) બેંગલૂરુ


(40) ................જેવા અતિનુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે.

(A) નાઇટ્રોજન

(B) કાર્બન ડાયૉક્સાઇડ

(C) સલ્ફર ડાયૉક્સાઇડ

(D) એકપણ નહીં

જવાબ : (C) સલ્ફર ડાયૉક્સાઇડ


(41) ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું?

(A) રિસરામાં

(B) શ્રીરામપુરમાં

(C) ટીટાગઢમાં

(D) કૃષ્ણનગરમાં

જવાબ : (A) રિસરામાં


(42) ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ પડે છે.

(A) ખાનગી સાહસ

(B) જાહેર સાહસ

(C) ભાગીદારી પેઢી

(D) સંયુક્ત સાહસ

જવાબ : (C) ભાગીદારી પેઢી


(43) ઈ. સ. 1874માં લોખંડ બનાવવાનું કારખાનું ક્યાં સ્થપાયું?

(A) રિસરામાં

(B) કુલ્ટીમાં

(C) બર્નપુરમાં

(D) જમશેદપુરમાં

જવાબ : (B) કુલ્ટીમાં


(44) ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે?

(A) સિમેન્ટ ઉદ્યોગ

(B) ખાંડ ઉદ્યોગ

(C) સુતરાઉ કાપડ ઉદ્યોગ

(D) લોખંડ-પોલાદ ઉદ્યોગ

જવાબ : (C) સુતરાઉ કાપડ ઉદ્યોગ


(45) નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું ‘વિશ્વમહાનગર’ કહે છે?

(A) ઇંદોરને

(B) મુંબઈને

(C) અમદાવાદને

(D) નાગપુરને

જવાબ : (B) મુંબઈને


(46) ગુજરાતના કયાં શહેરને ‘ડેનિમ સિટી ઑફ ઇન્ડિયા' કહે છે?

(A) સુરતને

(B) રાજકોટને

(C) અમદાવાદને

(D) વડોદરાને

જવાબ : (C) અમદાવાદને


(47) ગુજરાતના કયા શહેરને ‘પૂર્વના માન્ચેસ્ટર'નું બિરુદ મળેલું છે?

(A) અમદાવાદને

(B) સુરતને

(C) ભરૂચને

(D) કલોલને

જવાબ : (A) અમદાવાદને


(48) વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે?

(A) દ્વિતીય

(B) પ્રથમ

(C) તૃતીય

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) દ્વિતીય


(49) ભારતમાં લોખંડ અને પોલાદનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું?

(A) કુલ્ટીમાં

(B) બર્નપુરમાં

(C) જમશેદપુરમાં

(D) પોર્ટોનોવામાં

જવાબ : (D) પોર્ટોનોવામાં


(50) નીચેનાંમાંથી કયું જોડકું ખોટું છે?

(A) દુર્ગાપુર – પશ્ચિમ બંગાળ

(B) ભદ્રાવતી – કર્ણાટક

(C) સેલમ = આંધ્ર પ્રદેશ

(D) ભિલાઈ – છત્તીસગઢ

જવાબ : (C) સેલમ = આંધ્ર પ્રદેશ


(51) નીચેનાંમાંથી કયું જોડકું સાચું નથી?

(A) જમશેદપુર – ઝારખંડ

(B) બર્નપુર – પશ્ચિમ બંગાળ

(C) ભદ્રાવતી – કર્ણાટક

(D) ભિલાઈ - મધ્ય પ્રદેશ

જવાબ : (D) ભિલાઈ - મધ્ય પ્રદેશ


(52) ભારતમાં રાસાયણિક ખાતરોનું પહેલું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું?

(A) કલોલમાં

(B) ભરૂચમાં

(C) વડોદરામાં

(D) રાનીપેટમાં

જવાબ : (D) રાનીપેટમાં


(53) ગુજરાતના નીચે આપેલા નકશામાં તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે?

ધોરણ : 10 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ


(A) કંડલા

(B) જામનગર

(C) અમદાવાદ

(D) અમરેલી

જવાબ : (A) કંડલા


(54) સિમેન્ટ ઉદ્યોગ માટે નીચેના કયા પદાર્થની જરૂર પડતી નથી?

(A) ચૂનાનો પથ્થર

(B) ઍલ્યુમિનિયમવાળી માટી

(C) ચિરોડી

(D) ચકમક

જવાબ : (D) ચકમક


(55) કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે?

(A) રેશમના

(B) કપાસના

(C) ઊનના

(D) પ્લાસ્ટિકના

જવાબ : (B) કપાસના


(56) ભારતનું કયું શહેર ઇલેક્ટ્રૉનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?

(A) દિલ્લી

(B) બેંગલૂરુ

(C) મુંબઈ

(D) હૈદરાબાદ

જવાબ : (B) બેંગલૂરુ


(57) દેશમાં ચાર પ્રકારનું રેશમ પેદા કરવામાં આવે છે. તેમાં નીચેનો એક વિકલ્પ રેશમ નથી.

(A) મૂગા

(B) નાયલૉન

(C) ટસર

(D) ઈરી

જવાબ : (B) નાયલૉન


(58) નીચેના પૈકી કયા શહેરમાં તલવાર બનાવવા માટે ભારતમાંથી લોખંડની આયાત કરવામાં આવતી?

(A) બગદાદ

(B) અંકારા

(C) રિયાધ

(D) દમાસ્કસ

જવાબ : (D) દમાસ્કસ


(59) ગુજરાતમાં મીની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો છે?

(A) કંડલા

(B) ઓખા

(C) દ્વારકા  

(D) હજીરા

જવાબ : (D) હજીરા


(60) કયું જોડકું ખોટું છે?

(A) પશ્ચિમ બંગાળ - કુલ્ટી

(B) ઝારખંડ – જમશેદપુર

(C) કર્ણાટક – ભદ્રાવતી

(D) આંધ્ર પ્રદેશ - બર્નપુર

જવાબ : (D) આંધ્ર પ્રદેશ - બર્નપુર


(61) આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટકાઉપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન લાગે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે. આ ધાતુ કઈ છે?

(A) નિકલ

(B) જસત

(C) સીસું

(D) ઍલ્યુમિનિયમ

જવાબ : (D) ઍલ્યુમિનિયમ


(62) ભારતમાં આધુનિક ઢબે જહાજ (વહાણ) બાંધવાનાં મુખ્ય કેન્દ્રો ક્યાં છે?

(A) વિશાખાપટ્નમ અને મુંબઈ

(B) વિશાખાપટ્નમ અને ચેન્નઈ

(C) કોચી અને કંડલા

(D) પારાદ્વીપ અને તિરુવનંતપુરમ

જવાબ : (A) વિશાખાપટ્નમ અને મુંબઈ


(63) ભારતનું કયું નગર 'સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું છે?

(A) દિલ્લી

(B) બેંગલૂરુ

(C) જયપુર

(D) નાગપુર

જવાબ : (B) બેંગલૂરુ


(64) જળ-પ્રદૂષણનો સૌથી વધુ મહત્ત્વનો સ્રોત કયો છે?

(A) ઔધોગિક કચરો

(B) જીવજંતુઓ

(C) વનસ્પતિ

(D) વાયુઓ

જવાબ : (A) ઔધોગિક કચરો


(65) પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે?

(A) કૃત્રિમ વાયુ

(B) પ્રાકૃતિક વાયુ

(C) પેટ્રોલ

(D) કેરોસીન

જવાબ : (B) પ્રાકૃતિક વાયુ