ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 4. અંગ્રેજ સમયના શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
MCQ : 55
(1) ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું?
(A) ઇંગ્લેન્ડના વેપારીઓએ
(B) ઇંગ્લેન્ડની પાર્લમેન્ટે
(C) ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ
(D) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
જવાબ : (D) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
(2) અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો?
(A) કંડલાનો
(B) દિલ્લીનો
(C) પટનાનો
(D) ઉજ્જૈનનો
જવાબ : (B) દિલ્લીનો
(3) નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો?
(A) મુંબઈનો
(B) કંડલાનો
(C) ઝાંસીનો
(D) અજમેરનો
જવાબ : (A) મુંબઈનો
(4) નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો?
(A) કોલકાતા
(B) ચેન્નઈ
(C) મુંબઈ
(D) અમદાવાદ
જવાબ : (C) મુંબઈ
(5) બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન કઈ રાજકુમારી સાથે થયાં હતાં?
(A) ભારતીય
(B) પોર્ટુગીઝ
(C) ફ્રેન્ચ
(D) જર્મન
જવાબ : (B) પોર્ટુગીઝ
(6) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?
(A) બ્રિટનના સમ્રાટ પાસેથી
(B) દિલ્લીના મુઘલ બાદશાહ પાસેથી
(C) નાનાસાહેબ પેશ્વા પાસેથી
(D) મુંબઈના ઉદ્યોગપતિઓ પાસેથી
જવાબ : (A) બ્રિટનના સમ્રાટ પાસેથી
(7) નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે?
(A) સુરત
(B) અમદાવાદ
(C) કોલકાતા
(D) મુંબઈ
જવાબ : (D) મુંબઈ
(8) ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું?
(A) ભરૂચ
(B) સુરત
(C) કાનપુર
(D) આગરા
જવાબ : (B) સુરત
(9) નીચેના પૈકી કયું શહેર મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું?
(A) સુરત
(B) ભરૂચ
(C) અમદાવાદ
(D) મુંબઈ
જવાબ : (A) સુરત
(10) સુરત શહેર વસ્ત્ર ઉપર ક્યા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?
(A) રંગકામ
(B) ભરતકામ
(C) જરીકામ
(D) વણાટકામ
જવાબ : (C) જરીકામ
(11) અંગ્રેજોએ નીચેના પૈકી કયા શહેરમાં પહેલી કોઠી (મથક) સ્થાપી હતી?
(A) કોલકાતામાં
(B) ભરૂચમાં
(C) ચેન્નઈમાં
(D) સુરતમાં
જવાબ : (D) સુરતમાં
(12) નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું?
(A) જામનગર
(B) ખંભાત
(C) સુરત
(D) ભરૂચ
જવાબ : (C) સુરત
(13) અંગ્રેજોએ ભારતના પૂર્વકિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી?
(A) મચિલીપટનમમાં
(B) પુદુચ્ચેરીમાં
(C) વિશાખાપટ્ટનમમાં
(D) ચેન્નઈમાં
જવાબ : (A) મચિલીપટનમમાં
(14) ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી?
(A) ફૉર્ટ વિલિયમ જ્યૉર્જની
(B) ફૉર્ટ સેન્ટ વિલિયમની
(C) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની
(D) ફૉર્ટ વિલિયમ બેન્ટિંકની
જવાબ : (C) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની
(15) અંગ્રેજોએ સ્થાપેલા ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે?
(A) ચેન્નઈ
(B) મુંબઈ
(C) સુરત
(D) કોલકાતા
જવાબ : (A) ચેન્નઈ
(16) નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે?
(A) મુંબઈ
(B) કોલકાતા
(C) દિલ્લી
(D) ચેન્નઈ
જવાબ : (C) દિલ્લી
(17) ઈ. સ. 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્લી જીત્યું હતું?
(A) શીખો પાસેથી
(B) મરાઠાઓ પાસેથી
(C) પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી
(D) મુઘલો પાસેથી
જવાબ : (B) મરાઠાઓ પાસેથી
(18) અંગ્રેજોએ ઈ. સ. 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી?
(A) દિલ્લીને
(B) મુંબઈને
(C) સુરતને
(D) કોલકાતાને
જવાબ : (A) દિલ્લીને
(19) અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું?
(A) ઈ. સ. 1901માં
(B) ઈ. સ. 1905માં
(C) ઈ. સ. 1911માં
(D) ઈ. સ. 1921માં
જવાબ : (C) ઈ. સ. 1911માં
(20) અંગ્રેજોને નવી દિલ્લીનું નિર્માણ કરતાં કેટલાં વર્ષ લાગ્યાં હતાં?
(A) 5 વર્ષ
(B) 10 વર્ષ
(C) 15 વર્ષ
(D) 20 વર્ષ
જવાબ : (D) 20 વર્ષ
(21) અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો કયો યુગ હતો?
(A) અવકાશયુગ
(B) અણુયુગ
(C) સુવર્ણયુગ
(D) તામ્રયુગ
જવાબ : (C) સુવર્ણયુગ
(22) અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી?
(A) સુરતની
(B) ઢાકાની
(C) મદુરાઈની
(D) આગરાની
જવાબ : (B) ઢાકાની
(23) ભારતના કારીગરો કયાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાંને રંગવાનું કામ કરતા હતા?
(A) કેસૂડાંનાં
(B) ગુલમહોરનાં
(C) ગુલાબનાં
(D) જાસૂદનાં
જવાબ : (A) કેસૂડાંનાં
(24) ભારતની મજબૂત ગ્રામઅર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી?
(A) વારંવાર પડતા દુકાળોને કારણે
(B) કારીગરોની અછતને કારણે
(C) ઔદ્યોગિક ક્રાંતિને કારણે
(D) કાયમી જમાબંધીને કારણે
જવાબ : (C) ઔદ્યોગિક ક્રાંતિને કારણે
(25) અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો કયો ઉદ્યોગ પડી ભાંગ્યો?
(A) શણ ઉદ્યોગ
(B) જહાજ બાંધકામનો
(C) કાગળ ઉદ્યોગ
(D) કાપડ ઉદ્યોગ
જવાબ : (D) કાપડ ઉદ્યોગ
(26) ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ઉદ્યોગમાં થઈ હતી?
(A) શણ ઉદ્યોગમાં
(B) લોખંડ-પોલાદ ઉદ્યોગમાં
(C) કાપડ ઉદ્યોગમાં
(D) પરિવહન ઉદ્યોગમાં
જવાબ : (C) કાપડ ઉદ્યોગમાં
(27) ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી?
(A) મુંબઈમાં
(B) કોઇમ્બતુરમાં
(C) મદુરાઈમાં
(D) અમદાવાદમાં
જવાબ : (A) મુંબઈમાં
(28) મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી?
(A) ઈ. સ. 1851માં
(B) ઈ. સ. 1854માં
(C) ઈ. સ. 1858માં
(D) ઈ. સ. 1864માં
જવાબ : (B) ઈ. સ. 1854માં
(29) ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં સમય જતાં અમદાવાદમાં કુલ કેટલી મિલો સ્થપાઈ હતી?
(A) 85
(B) 92
(C) 101
(D) 106
જવાબ : (D) 106
(30) અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું?
(A) ગ્લાસગો
(B) ન્યૂ કાસલ
(C) ઓસાકા
(D) માન્ચેસ્ટર
જવાબ : (D) માન્ચેસ્ટર
(31) અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી?
(A) 30 મે, 1861ના રોજ
(B) 30 જૂન, 1860ના રોજ
(C) 30 મે, 1864ના રોજ
(D) 30 મે, 1867ના રોજ
જવાબ : (A) 30 મે, 1861ના રોજ
(32) અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી?
(A) બેચરદાસ લશ્કરીએ
(B) કસ્તૂરભાઈ લાલદાસે
(C) લાલદાસ દલપતરામે
(D) રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ
જવાબ : (D) રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ
(33) દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો?
(A) અલીગઢમાં
(B) મદુરાઈમાં
(C) ધારીવાલમાં
(D) કાનપુરમાં
જવાબ : (B) મદુરાઈમાં
(34) મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું?
(A) નાગપુરમાં
(B) કોલ્હાપુરમાં
(C) સોલાપુરમાં
(D) મદુરાઈમાં
જવાબ : (C) સોલાપુરમાં
(35) સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?
(A) વિનોબા ભાવેએ
(B) કસ્તૂરબાએ
(C) મહાત્મા ગાંધીજીએ
(D) રવિશંકર મહારાજે
જવાબ : (C) મહાત્મા ગાંધીજીએ
(36) જમશેદજી તાતાએ લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું?
(A) ભદ્રાવતીમાં
(B) સાલેમમાં
(C) વિજયનગરમાં
(D) સાકચીમાં
જવાબ : (D) સાકચીમાં
(37) સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે?
(A) ભદ્રાવતી
(B) ભિલાઈ
(C) જમશેદપુર
(D) સંબલપુર
જવાબ : (C) જમશેદપુર
(38) નીચેના પૈકી કયા સ્થળે લોખંડ-પોલાદ ઉદ્યોગ આવેલો છે?
(A) અનંતપુરમાં
(B) બેલગાવીમાં
(C) ભદ્રાવતીમાં
(D) કોઇમ્બતૂરમાં
જવાબ : (C) ભદ્રાવતીમાં
(39) કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે?
(A) લૉર્ડ વેલેસ્લીને
(B) લૉર્ડ વિલિયમ બેન્ટિંકને
(C) લૉર્ડ ડેલહાઉસીને
(D) લૉર્ડ વૉરન હેસ્ટિંગ્સને
જવાબ : (C) લૉર્ડ ડેલહાઉસીને
(40) ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી?
(A) ઈ. સ. 1853માં
(B) ઈ. સ. 1858માં
(C) ઈ. સ. 1861માં
(D) ઈ. સ. 1863માં
જવાબ : (A) ઈ. સ. 1853માં
(41) ભારતમાં ઈ. સ. 1853માં કયાં સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી?
(A) મુંબઈ અને પુણે વચ્ચે
(B) પુણે અને સોલાપુર વચ્ચે
(C) મુંબઈ અને નાસિક વચ્ચે
(D) મુંબઈ અને થાણા વચ્ચે
જવાબ : (D) મુંબઈ અને થાણા વચ્ચે
(42) મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું?
(A) 1 માર્ચ, 1853ના રોજ
(B) 16 એપ્રિલ, 1853ના રોજ
(C) 15 ઑગસ્ટ, 1853ના રોજ
(D) 26 જાન્યુઆરી, 1853ના રોજ
જવાબ : (B) 16 એપ્રિલ, 1853ના રોજ
(43) કોના સમયમાં કોલકાતા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તાર-ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી?
(A) લૉર્ડ વેલેસ્લીના
(B) લૉર્ડ વિલિયમ બેન્ટિંકના
(C) લૉર્ડ ડેલહાઉસીના
(D) લૉર્ડ કેનિંગના
જવાબ : (C) લૉર્ડ ડેલહાઉસીના
(44) અંગ્રેજોના સમયનાં એવાં ક્યાં શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગરો હોય?
(A) મુંબઈ અને કોલકાતા
(B) અમદાવાદ અને ચેન્નઈ
(C) કોલકાતા અને ચેન્નઈ
(D) દિલ્લી અને ચેન્નઈ
જવાબ : (C) કોલકાતા અને ચેન્નઈ
(45) ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત, મુઘલયુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય?
(A) દિલ્લી
(B) મુંબઈ
(C) કોલકાતા
(D) ચેન્નઈ
જવાબ : (A) દિલ્લી
(46) નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્લીમાં આવેલી નથી?
(A) સંસદ ભવન
(B) રાષ્ટ્રપ્રમુખ ભવન
(C) સચિવાલય
(D) ગેટ વૅ ઑફ ઇન્ડિયા
જવાબ : (D) ગેટ વૅ ઑફ ઇન્ડિયા
(47) ઈ. સ. 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું?
(A) ખંભાતને
(B) ભરૂચને
(C) સુરતને
(D) માંડવીને
જવાબ : (C) સુરતને
(48) આધુનિક નવી દિલ્લીની ડિઝાઇન ક્યા સ્થપતિઓએ તૈયાર કરી હતી?
(A) લૉર્ડ ઍલિસ અને એડવર્ડ લૂટિયન્સે
(B) એડવર્ડ લૂટિયન્સ અને હર્બટ / બેકરે
(C) હર્બટ / બેકર અને જ્યૉર્જ ચોનોકે
(D) જ્યૉર્જ ચોનોક અને લૉર્ડ ઍલિસે
જવાબ : (B) એડવર્ડ લૂટિયન્સ અને હર્બટ / બેકરે
(49) વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યા નામે ઓળખાતું હતું?
(A) પાર્લમેન્ટ હાઉસ
(B) ગવર્નર હાઉસ
(C) સેક્રેટરીએટ
(D) વાઇસરોય હાઉસ
જવાબ : (D) વાઇસરોય હાઉસ
(50) ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?
(A) બેચરદાસ લશ્કરી
(B) રણછોડલાલ રેંટિયાવાળા
(C) અંબાલાલ સારાભાઈ
(D) શાંતિલાલ ઝવેરી
જવાબ : (B) રણછોડલાલ રેંટિયાવાળા
(51) ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
(A) જમશેદપુર(સાકચી)માં
(B) દિલ્લીમાં
(C) મુંબઈમાં
(D) કોલકાતામાં
જવાબ : (A) જમશેદપુર(સાકચી)માં
(52) બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો?
(A) ફ્રેન્ચોએ
(B) પોર્ટુગીઝોએ
(C) મુઘલોએ
(D) મરાઠાઓએ
જવાબ : (B) પોર્ટુગીઝોએ
(53) ‘ફૉર્ટ વિલિયમ’ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો?
(A) દિલ્લી
(B) ચેન્નઈ
(C) મુંબઈ
(D) કોલકાતા
જવાબ : (D) કોલકાતા
(54) ક્યા શહેરને ભારતનું ‘માન્ચેસ્ટર' કહેવામાં આવતું?
(A) અમદાવાદને
(B) નાગપુરને
(C) સોલાપુરને
(D) સાંગલીને
જવાબ : (A) અમદાવાદને
(55) કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી?
(A) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્ટ્સ
(B) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ
(C) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ
(D) ઇન્ડિયન કૉમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ
જવાબ : (C) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ