ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ

GIRISH BHARADA

Std 7 Social Science Ch 1 Mcq Gujarati

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 1. રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

MCQ : 70


(1) કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું?

(A) રાજરાજ પહેલાના

(B) પુલકેશી પહેલાના

(C) પુલકેશી બીજાના

(D) હર્ષવર્ધનના

જવાબ : (C) પુલકેશી બીજાના


(2) રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?

(A) 200 વર્ષ

(B) 300 વર્ષ

(C) 400 વર્ષ

(D) 500 વર્ષ

જવાબ : (D) 500 વર્ષ


(3) સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?

(A) સામંતશાહી

(B) લોકશાહી

(C) સામ્યવાદી

(D) રાજાશાહી

જવાબ : (A) સામંતશાહી


(4) ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

(A) ગોવિંદચંદ્રે

(B) મિહિરભોજે

(C) યશોવર્મને

(D) ચંદ્રદેવે

જવાબ : (D) ચંદ્રદેવે


(5) ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?

(A) વૈશાલી

(B) અણહિલવાડ પાટણ

(C) ભોજપુર

(D) કાશી

જવાબ : (D) કાશી


(6) ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?

(A) ગોવિંદચંદ્ર

(B) કીર્તિવર્મન

(C) પરમર્હીદેવ

(D) કૃષ્ણરાજ

જવાબ : (A) ગોવિંદચંદ્ર


(7) કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?

(A) મદનચંદ્રે

(B) ચંદ્રદેવે

(C) ગોવિંદચંદ્રે

(D) કીર્તિવર્મને

જવાબ : (C) ગોવિંદચંદ્રે


(8) નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો?

(A) યશોવર્મને

(B) ગોવિંદચંદ્રે

(C) કીર્તિવર્મને

(D) મદનચંદ્રે

જવાબ : (B) ગોવિંદચંદ્રે


(9) બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) યશોવર્મન

(B) મિહિરભોજ

(C) પરમર્હીદેવ

(D) કીર્તિવર્મન

જવાબ : (B) મિહિરભોજ


(10) ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?

(A) પરમારવંશના

(B) સોલંકીવંશના

(C) ચંદેલવંશના

(D) ચૌહાણવંશના

જવાબ : (C) ચંદેલવંશના


(11) ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?

(A) ખજૂરાહો

(B) મહોબા

(C) ભોજપુર

(D) કાલિંજર

જવાબ : (C) ભોજપુર


(12) નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે?

(A) બુંદેલખંડ

(B) મારવાડ

(C) વાતાપી

(D) માળવા

જવાબ : (D) માળવા


(13) ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) સીયકે

(B) મુંજે

(C) ભોજે

(D) કૃષ્ણરાજે

જવાબ : (D) કૃષ્ણરાજે


(14) પરમારવંશના શાસકોમાં ક્યા એક શાસકનો સમાવેશ થતો નથી?

(A) મુંજ

(B) ભોજ

(C) વાસુદેવ

(D) સીયક

જવાબ : (C) વાસુદેવ


(15) ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?

(A) પરમાર

(B) ચંદેલ

(C) ચૌહાણ

(D) સોલંકી

જવાબ : (A) પરમાર


(16) શાકંભરીમાં ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કોણે કરી હતી?

(A) ચંદ્રદેવે

(B) વાસુદેવે

(C) મદનચંદ્રે

(D) અજયરાજે

જવાબ : (B) વાસુદેવે


(17) ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી?

(A) મુંજે

(B) સીયકે

(C) ભોજે

(D) કુમારપાળે

જવાબ : (C) ભોજે


(18) રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?

(A) અમદાવાદ

(B) અજમેર

(C) અણહિલવાડ પાટણ

(D) ભોપાલ

જવાબ : (D) ભોપાલ


(19) બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?

(A) કુમારપાળ

(B) અજયપાળ

(C) પૃથ્વીરાજ ચૌહાણ

(D) અજયરાજ

જવાબ : (D) અજયરાજ


(20) સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?

(A) સોલંકી

(B) ચૌહાણ

(C) વાઘેલા

(D) ચાવડા

જવાબ : (A) સોલંકી


(21) સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં?

(A) પૃથ્વીરાજ

(B) ધનરાજ

(C) વનરાજ

(D) અર્ણોરાજ

જવાબ : (D) અર્ણોરાજ


(22) ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે?

(A) પૃથ્વીરાજ પ્રથમ

(B) પૃથ્વીરાજ ત્રીજો

(C) સોમેશ્વર

(D) મૂળરાજ બીજો

જવાબ : (B) પૃથ્વીરાજ ત્રીજો


(23) આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું?

(A) સાંભર

(B) પુષ્કર

(C) ઢેબર

(D) સરદાર

જવાબ : (A) સાંભર


(24) પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?

(A) પાણિપતના મેદાનમાં

(B) હલદીઘાટના મેદાનમાં

(C) તરાઈના મેદાનમાં

(D) પ્લાસીના મેદાનમાં

જવાબ : (C) તરાઈના મેદાનમાં


(25) કંઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ?

(A) ઈ. સ. 1182માં

(B) ઈ. સ. 1188માં

(C) ઈ. સ. 1191માં

(D) ઈ. સ. 1192માં

જવાબ : (D) ઈ. સ. 1192માં


(26) ઈ. સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?

(A) અણહિલ ભરવાડે

(B) વનરાજ ચાવડાએ

(C) કુમારપાળે

(D) મૂળરાજ સોલંકીએ

જવાબ : (B) વનરાજ ચાવડાએ


(27) ક્યા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?

(A) સોલંકી

(B) ચૌહાણ

(C) ચાવડા

(D) વાઘેલા

જવાબ : (A) સોલંકી


(28) પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવકોણે બનાવડાવી હતી?

(A) રાજમાતા મીનળદેવીએ

(B) રાણી નાયકાદેવીએ

(C) રાણી ઉદયમતિએ

(D) રાણી રૂડાદેવીએ

જવાબ : (C) રાણી ઉદયમતિએ


(29) કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?

(A) રૂડાદેવીની વાવને

(B) દાદાહરિની વાવને

(C) અડી કડીની વાવને

(D) રાણીની વાવને

જવાબ : (D) રાણીની વાવને


(30) ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?

(A) વિરમગામમાં

(B) ધોળકામાં

(C) પાટણમાં

(D) સિદ્ધપુરમાં

જવાબ : (B) ધોળકામાં


(31) ક્યા રાજાના સમયમાં ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્ય થઈ ગયા?

(A) કુમારપાળના

(B) સિદ્ધરાજ જયસિંહના

(C) ભીમદેવ સોલંકીના

(D) મૂળરાજ સોલંકીના

જવાબ : (B) સિદ્ધરાજ જયસિંહના


(32) સિદ્ધરાજ જયસિંહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?

(A) હેમચંદ્રાચાર્યજી પાસે

(B) નરસિંહ મહેતા પાસે

(C) પાણિનિ પાસે

(D) પ્રેમાનંદ પાસે

જવાબ : (A) હેમચંદ્રાચાર્યજી પાસે


(33) સોલંકીયુગના ક્યા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી?

(A) સિદ્ધરાજ જયસિંહે

(B) અજયપાળે

(C) મૂળરાજ બીજાએ

(D) કુમારપાળે

જવાબ : (D) કુમારપાળે


(34) ઈ. સ. 1178ની આસપાસ સોલંકીવંશના કયા રાજાએ શિહાબુદીન ઘોરીને હરાવ્યો હતો?

(A) મૂળરાજ બીજાએ

(B) સિદ્ધરાજ જયસિંહે

(C) કુમારપાળે

(D) અજયપાળે

જવાબ : (A) મૂળરાજ બીજાએ


(35) સોલંકીવંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું?

(A) ચાવડાવંશનું

(B) વાઘેલાવંશનું

(C) મૈત્રકવંશનું

(D) ચૌહાણવંશનું

જવાબ : (B) વાઘેલાવંશનું


(36) સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું?

(A) દેવપલ્લી

(B) સિંહદ્વાર

(C) વ્યાધ્રપલ્લી

(D) દેવગિરિ

જવાબ : (C) વ્યાધ્રપલ્લી


(37) સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?

(A) સારંગદેવ

(B) વીસળદેવ

(C) વીર ધવલ

(D) અર્જુનદેવ

જવાબ : (C) વીર ધવલ


(38) વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?

(A) સારંગદેવ

(B) વીર ધવલ

(C) વીસળદેવ

(D) કર્ણદેવ

જવાબ : (D) કર્ણદેવ


(39) ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?

(A) ઈ. સ. 1290ની આસપાસ

(B) ઈ. સ. 1296ની આસપાસ

(C) ઈ. સ. 1298ની આસપાસ

(D) ઈ. સ. 1304ની આસપાસ

જવાબ : (D) ઈ. સ. 1304ની આસપાસ


(40) બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) ધર્મપાલે

(B) દેવપાલે

(C) ગોપાલે

(D) નરપાલે

જવાબ : (C) ગોપાલે


(41) બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?

(A) પલ્લવવંશની

(B) હૈયકવંશની

(C) ચોલવંશની

(D) સેનવંશની

જવાબ : (D) સેનવંશની


(42) ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?

(A) મુઝફ્ફરશાહ

(B) અહમદશાહ

(C) બહાદુરશાહ

(D) મહંમદશાહ

જવાબ : (A) મુઝફ્ફરશાહ


(43) કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?

(A) ગોદાવરી

(B) તુંગભદ્રા

(C) નર્મદા

(D) કાવેરી

જવાબ : (C) નર્મદા


(44) ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?

(A) પુલકેશી પ્રથમ

(B) જયસિંહ

(C) કીર્તિવર્મન

(D) પુલકેશી બીજો

જવાબ : (B) જયસિંહ


(45) વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

(A) પુલકેશી પ્રથમે

(B) પુલકેશી બીજાએ

(C) કીર્તિવર્મને

(D) ગોવિંદ ત્રીજાએ

જવાબ : (A) પુલકેશી પ્રથમે


(46) વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?

(A) નર્મદા અને ગોદાવરી

(B) તુંગભદ્રા અને કૃષ્ણા

(C) કૃષ્ણા અને ગોદાવરી

(D) પૂર્ણા અને અંબિકા

જવાબ : (C) કૃષ્ણા અને ગોદાવરી


(47) રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?

(A) ગોવિંદ પ્રથમ

(B) ઇન્દ્ર પ્રથમ

(C) ગોવિંદ ત્રીજો

(D) ઇન્દ્ર દ્વિતીય

જવાબ : (C) ગોવિંદ ત્રીજો


(48) દેવગિરિ (વર્તમાન સમયમાં દોલતાબાદ) માં કોનું શાસન હતું?

(A) હોયસલવંશનું

(B) યાદવોનું

(C) ચોલવંશનું

(D) વરંગલવંશનું

જવાબ : (B) યાદવોનું


(49) કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?

(A) કૃષ્ણા અને કાવેરી

(B) કૃષ્ણા અને ગોદાવરી

(C) નર્મદા અને ગોદાવરી

(D) ગોદાવરી અને કાવેરી

જવાબ : (A) કૃષ્ણા અને કાવેરી


(50) દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?

(A) સારંગદેવે

(B) અર્જુનદેવે

(C) વીસળદેવે

(D) બપ્પદેવે

જવાબ : (D) બપ્પદેવે


(51) પલ્લવવંશની રાજધાની કઈ હતી?

(A) વરંગલ

(B) કાંચીપુરમ

(C) તાંજોર

(D) દેવગિરિ

જવાબ : (B) કાંચીપુરમ


(52) ચોલમંડળની રાજધાની કઈ હતી?

(A) ત્રિચિનાપલ્લી

(B) પદુકોટ્ટઈ

(C) તાંજોર

(D) કાંચીપુરમ

જવાબ : (C) તાંજોર


(53) કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?

(A) પલ્લવનું

(B) વરંગલનું

(C) ચોલનું

(D) ચેરનું

જવાબ : (D) ચેરનું


(54) ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો?

(A) સેતુંગવન

(B) રાજેન્દ્ર પ્રથમ

(C) અયન

(D) બપ્પદેવ

જવાબ : (A) સેતુંગવન


(55) કોની સભાએ કમીરના યશસ્કરની પસંદગી કરી હતી?

(A) કૃષિકારોની

(B) બ્રાહ્મણોની

(C) ક્ષત્રિયોની

(D) વેપારીઓની

જવાબ : (B) બ્રાહ્મણોની


(56) રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?

(A) સરપંચ

(B) સચિવ

(C) અમાત્ય

(D) રાજા

જવાબ : (D) રાજા


(57) રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?

(A) સાતમો

(B) પાંચમો

(C) છઠ્ઠો

(D) ચોથો

જવાબ : (C) છઠ્ઠો


(58) ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000 થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?

(A) શિહાબુદીન ઘોરીએ

(B) ઇબ્રાહીમ લોદીએ

(C) અલાઉદ્દીન ખિલજીએ

(D) મહંમદ ગઝનીએ

જવાબ : (D) મહંમદ ગઝનીએ


(59) મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?

(A) ઈ. સ. 1026માં

(B) ઈ. સ. 1010માં

(C) ઈ. સ. 1015માં

(D) ઈ. સ. 1028માં

જવાબ : (A) ઈ. સ. 1026માં


(60) તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?

(A) મહંમદ ગઝનીને

(B) અલાઉદ્દીન ખિલજીને

(C) પૃથ્વીરાજ ચૌહાણને

(D) સોમેશ્વર ચૌહાણને

જવાબ : (C) પૃથ્વીરાજ ચૌહાણને


(61) રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી?

(A) રાજપૂતો નીડર હતા.

(B) રાજપૂતો એકવચની હતા.

(C) રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા.

(D) રાજપૂતો ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.

જવાબ : (C) રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા.


(62) દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?

(A) સોલંકીવંશની સત્તાનો

(B) રાષ્ટ્રકૂટવંશની સત્તાનો

(C) વાઘેલાવંશની સત્તાનો

(D) સેનવંશની સત્તાનો

જવાબ : (B) રાષ્ટ્રકૂટવંશની સત્તાનો


(63) ચાલુક્યવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

(A) નરસિંહવર્મા

(B) પુલકેશી પહેલો

(C) પુલકેશી બીજો

(D) કીર્તિવર્મા

જવાબ : (A) નરસિંહવર્મા


(64) અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?

(A) મૂળરાજનો

(B) સિદ્ધરાજ જયસિંહનો

(C) કુમારપાળનો

(D) વનરાજનો

જવાબ : (D) વનરાજનો


(65) અવંતિ કે ઉજ્જૈનીના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?

(A) ભોજ

(B) મુંજ

(C) અર્જુનદેવ

(D) સીયક

જવાબ : (C) અર્જુનદેવ


(66) નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?

(A) રાજા અયને

(B) રાજા મુંજે

(C) રાજા સીયકે

(D) રાજા ભોજે

જવાબ : (D) રાજા ભોજે


(67) સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?

(A) સોલંકીવંશના શાસનની

(B) મુઘલ શાસનની

(C) પાલવંશના શાસનની

(D) વાઘેલાવંશના શાસનની

જવાબ : (B) મુઘલ શાસનની


(68) મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?

(A) ભારતની અઢળક સંપત્તિ

(B) ભારતનો વૈભવ

(C) દિલ્લીનું અસ્થિર શાસન

(D) ભારતની નિર્બળ સૈન્યશક્તિ

જવાબ : (B) ભારતનો વૈભવ


(69) ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?

(A) પુલકેશી બીજાના

(B) હર્ષવર્ધનના

(C) મિહિરભોજના

(D) અશોકના

જવાબ : (B) હર્ષવર્ધનના


(70) બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યા નામે ઓળખાયું હતું?

(A) જેજાકભુક્તિ

(B) ઉજ્જયની

(C) પ્રતિહારો

(D) ચૌલુક્ય

જવાબ : (A) જેજાકભુક્તિ