ધોરણ : 8
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 2. ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757થી ઈ.સ. 1857)
MCQ : 70
(1) અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?
(A) સુજા-ઉદ્-દૌલાને
(B) શાહઆલમને
(C) મીરજાફરને
(D) મીરકાસીમને
જવાબ : (D) મીરકાસીમને
(2) બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોને વાર્ષિક રૂપિયા 26 લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું?
(A) મુઘલ બાદશાહ શાહઆલમને
(B) મુઘલ બાદશાહ બહાદુરશાહને
(C) અવધના નવાબને
(D) બંગાળના નવાબ મીરજાફરને
જવાબ : (A) મુઘલ બાદશાહ શાહઆલમને
(3) નીચેના પૈકી કોણે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા આપી?
(A) મુઘલ બાદશાહ હુમાયુએ
(B) અવધના નવાબે
(C) મુઘલ બાદશાહ શાહઆલમે
(D) બંગાળના નવાબ મીરજાફરે
જવાબ : (C) મુઘલ બાદશાહ શાહઆલમે
(4) કયા ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી?
(A) લૉર્ડ વિલિયમ બેન્ટિકે
(B) લૉર્ડ કૉર્નવૉલિસે
(C) લૉર્ડ હેસ્ટિંગ્સ
(D) લૉર્ડ વેલેસ્લીએ
જવાબ : (B) લૉર્ડ કૉર્નવૉલિસે
(5) ભારતમાં કાયમી જમાબંધી ક્યારે દાખલ કરવામાં આવી હતી?
(A) ઈ. સ. 1793માં
(B) ઈ. સ. 1739માં
(C) ઈ. સ. 1784માં
(D) ઈ. સ. 1782માં
જવાબ : (A) ઈ. સ. 1793માં
(6) કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું?
(A) ગણોતિયાએ
(B) ખેડૂતે
(C) ઈજારદારે
(D) જમીનદારે
જવાબ : (D) જમીનદારે
(7) કાયમી જમાબંધીમાં જમીનદારે જમીનમહેસૂલના કેટલા ભાગ અંગ્રેજ સરકારને આપવાના હતા?
(A) પાંચ
(B) સાત
(C) આઠ
(D) નવ
જવાબ : (D) નવ
(8) કઈ મહેસૂલ પદ્ધતિને કારણે ‘અન્નભંડાર' તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું?
(A) રૈયતવારી પદ્ધતિને કારણે
(B) કાયમી જમાબંધીને કારણે
(C) મહાલવારી પદ્ધતિને કારણે
(D) હંગામી જમાબંધીને કારણે
જવાબ : (B) કાયમી જમાબંધીને કારણે
(9) કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ માટે કયું વિધાન બંધબેસતું નથી?
(A) આ પદ્ધતિ જમીનદારોની તરફદારી કરતી હતી.
(B) આ પદ્ધતિને કારણે અન્નભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું.
(C) આ પદ્ધતિમાં સરકારે જમીનમહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપી હતી.
(D) એક સમયનું સમૃદ્ધ ગણાતું બંગાળ કંગાળ બની ગયું.
જવાબ : (C) આ પદ્ધતિમાં સરકારે જમીનમહેસૂલ ઉઘરાવવાની જવાબદારી ગામના મુખીને સોંપી હતી.
(10) રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા?
(A) સર ટોમસ રો
(B) લૉર્ડ મૅકોલે
(C) સર હૉકિન્સ
(D) થૉમસ મૂનરો
જવાબ : (D) થૉમસ મૂનરો
(11) થૉમસ મૂનરો ક્યાં પ્રાંતના ગવર્નર હતા?
(A) મદ્રાસ(ચેન્નઈ)ના
(B) મુંબઈના
(C) કલકત્તા(કોલકાતા)ના
(D) સુરતના
જવાબ : (A) મદ્રાસ(ચેન્નઈ)ના
(12) નીચેના પૈકી કઈ પતિનો અમલ ભારતના ઉત્તર-પશ્ચિમ પ્રાંતો અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો?
(A) મહાલવારી પદ્ધતિનો
(B) હંગામી જમાબંધીનો
(C) રૈયતવારી પદ્ધતિનો
(D) કાયમી જમાબંધીનો
જવાબ : (A) મહાલવારી પદ્ધતિનો
(13) બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે ક્યો શબ્દ વાપરવામાં આવતો હતો?
(A) ગ્રામણી
(B) મહાલ
(C) વડવા
(D) હલાસ
જવાબ : (B) મહાલ
(14) મહાલવારી મહેસૂલ પદ્ધતિમાં જમીનમહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી?
(A) સરપંચને
(B) જમીનદારને
(C) મુખીને
(D) પસાયતાને
જવાબ : (C) મુખીને
(15) બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શો હતો?
(A) બંગાળમાં ઈચ્છા પ્રમાણે જમીનમહેસૂલ ઉઘરાવવાનો
(B) અંગ્રેજ લશ્કરમાં ભારતીયોની ભરતી કરવાનો
(C) બંગાળમાં કરમુક્ત વેપાર કરવાનો
(D) યુરોપના દેશોમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો
જવાબ : (D) યુરોપના દેશોમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવવાનો
(16) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લૅન્ડમાં નિકાસ કરવાની વસ્તુઓમાં કઈ વસ્તુ મુખ્ય હતી?
(A) ખેતપેદાશો
(B) ગૃહઉદ્યોગોની વસ્તુઓ
(C) ઢાકાની મલમલ
(D) રેશમી કાપડ
જવાબ : (A) ખેતપેદાશો
(17) કઈ મહેસૂલ પદ્ધતિમાં મહેસૂલના એકમમાં સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો?
(A) રૈયતવારીમાં
(B) મહાલવારીમાં
(C) હંગામી જમાબંધીમાં
(D) કાયમી જમાબંધીમાં
જવાબ : (B) મહાલવારીમાં
(18) ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી?
(A) સર હૉકિન્સે
(B) સર ટૉમસ રોએ
(C) થૉમસ મૂનરોએ
(D) હોલ્ટ મેકેન્ઝીએ
જવાબ : (D) હોલ્ટ મેકેન્ઝીએ
(19) હોલ્ટ મેકેન્ઝીએ મહાલવારી જમીનમહેસૂલ પદ્ધતિ ક્યારે અમલમાં મૂકી હતી?
(A) ઈ. સ. 1818માં
(B) ઈ. સ. 1824માં
(C) ઈ. સ. 1822માં
(D) ઈ. સ. 1839માં
જવાબ : (C) ઈ. સ. 1822માં
(20) ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ખેતીનું......
(A) વ્યાપારીકરણ કર્યું.
(B) રાષ્ટ્રીયકરણ કર્યું.
(C) ઉદારીકરણ કર્યું.
(D) વૈશ્વિકીકરણ કર્યું.
જવાબ : (A) વ્યાપારીકરણ કર્યું.
(21) ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વ્યાપારીકરણ કરેલી ખેતપેદાશોમાં કઈ એક ખેતપેદાશનો સમાવેશ થતો નથી?
(A) ગળીનો
(B) બાસમતી ચોખાનો
(C) કાચા રેશમનો
(D) કપાસનો
જવાબ : (B) બાસમતી ચોખાનો
(22) બંગાળમાં થતી કઈ પેદાશ ઇંગ્લેન્ડના હાથમાં આવી જાય તો તેના માટે ઈંગ્લૅન્ડને સ્પેઇન અને ઇટાલી પર નિર્ભર ન રહેવું પડે?
(A) કપાસ
(B) ગળી
(C) અફીણ
(D) કાચું રેશમ
જવાબ : (D) કાચું રેશમ
(23) ગળી ક્યા કામમાં વપરાય છે?
(A) માટીકામમાં
(B) રંગકામમાં
(C) સફાઈકામમાં
(D) કડિયાકામમાં
જવાબ : (B) રંગકામમાં
(24) ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?
(A) ઠંડા પ્રદેશોમાં
(B) રણપ્રદેશોમાં
(C) ગરમ પ્રદેશોમાં
(D) ડુંગરાળ પ્રદેશોમાં
જવાબ : (C) ગરમ પ્રદેશોમાં
(25) ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો?
(A) માટીનાં વાસણોને
(B) લાકડાની વસ્તુઓને
(C) રેશમી કાપડને
(D) સુતરાઉ કાપડને
જવાબ : (D) સુતરાઉ કાપડને
(26) ઈ. સ. 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો ક્યા દેશોમાંથી મેળવતા હતા?
(A) આફ્રિકન દેશોમાંથી
(B) આરબ દેશોમાંથી
(C) કૅરેબિયન દેશોમાંથી
(D) એશિયાઈ દેશોમાંથી
જવાબ : (C) કૅરેબિયન દેશોમાંથી
(27) ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં છોડવા તૈયાર થાય ત્યારે કાપીને તેમને સીધા કારખાનામાં પહોંચાડવામાં આવતા?
(A) નારંગ
(B) નિજ
(C) પોલો
(D) રૈયતી
જવાબ : (B) નિજ
(28) ભારતમાં ગળીના ઉત્પાદનની કઈ પ્રથામાં ગળી તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચવામાં આવતી?
(A) રૈયતી
(B) રિન્ક
(C) નિજ
(D) સ્નેડર
જવાબ : (A) રૈયતી
(29) ગળીના ઉત્પાદનની રૈયતી પ્રથા કોને વધુ લાભદાયક હતી?
(A) ગળીના દલાલોને
(B) ગળીના ઉત્પાદકોને
(C) ગળીના નિકાસકારોને
(D) ગળીના કારખાનેદારોને
જવાબ : (D) ગળીના કારખાનેદારોને
(30) કોના અસંતોષના કારણે ઈ. સ. 1859 – 1860માં વ્યાપક પ્રમાણમાં ગળીનાં રમખાણો થયાં હતાં?
(A) ગળીના વેપારીઓના
(B) ગળીના કારખાનેદારોના
(C) ગળીના ખેડૂતોના
(D) અંગ્રેજ કંપનીના અમલદારોના
જવાબ : (C) ગળીના ખેડૂતોના
(31) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ભારતમાં ક્યારે ગળીનાં રમખાણો થયાં હતાં?
(A) ઈ. સ. 1859 – 1860માં
(B) ઈ.સ. 1857– 1858માં
(C) ઈ.સ. 1847 – 1848માં
(D) ઈ.સ. 1893 – 1894માં
જવાબ : (A) ઈ. સ. 1859 – 1860માં
(32) ગળી ભારતના ક્યા ભાગનો મહત્ત્વનો વેપારીપાક છે?
(A) ઉત્તર ભારતનો
(B) પૂર્વ ભારતનો
(C) દક્ષિણ ભારતનો
(D) પશ્ચિમ ભારતનો
જવાબ : (B) પૂર્વ ભારતનો
(33) કપાસ ભારતના ક્યા ભાગનો મહત્વનો વેપારીપાક છે?
(A) પશ્ચિમ ભારતનો
(B) દક્ષિણ ભારતનો
(C) ઉત્તર ભારતનો
(D) પૂર્વ ભારતનો
જવાબ : (A) પશ્ચિમ ભારતનો
(34) ભારતમાં વેપારીપાકોના ખરીદ-વેચાણમાં કોનો પ્રભાવ હતો?
(A) નિકાસકારોનો
(B) વેપારીઓનો
(C) દલાલોનો
(D) અંગ્રેજ કંપનીનો
જવાબ : (D) અંગ્રેજ કંપનીનો
(35) 19મી સદીમાં ભારતમાં રહેતા જનજાતિઓના સમૂહોમાં કયા એક સમૂહનો સમાવેશ થતો નથી?
(A) સંથાલ
(B) મુંડા
(C) ખોંડ
(D) વાંસફોડા
જવાબ : (D) વાંસફોડા
(36) સંથાલ જાતિના આદિવાસી સમૂહો વર્તમાન ઝારખંડમાં ક્યાં રહેતા હતા?
(A) ગિરીડીહની આસપાસ
(B) પારસનાથની આસપાસ
(C) હઝારીબાગની આસપાસ
(D) લોહારદેગાની આસપાસ
જવાબ : (C) હઝારીબાગની આસપાસ
(37) સંથાલ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
(A) ચામડાં કમાવવાનો
(B) પશુપાલનનો
(C) વન્યપેદાશો એકઠી કરવાનો
(D) રેશમના કીડા ઉછેરવાનો
જવાબ : (D) રેશમના કીડા ઉછેરવાનો
(38) છોટા નાગપુરની આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
(A) ખોંડ
(B) મુંડા
(C) સંથાલ
(D) કોયા
જવાબ : (B) મુંડા
(39) છોટા નાગપુરની આસપાસ રહેતા મુંડા જાતિના આદિવાસીઓ કયો વ્યવસાય કરતા હતા?
(A) શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
(B) પશુપાલનનો
(C) રેશમના કીડા ઉછેરવાનો
(D) ચામડાં રંગવાનો
જવાબ : (A) શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
(40) મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા?
(A) લબાડીયા
(B) મુંડા
(C) ખોંડ
(D) ખોટ
જવાબ : (C) ખોંડ
(41) મધ્ય ભારતમાં રહેતા ખોંડ જાતિના આદિવાસી સમૂહો કયો વ્યવસાય કરતા હતા?
(A) પશુપાલનનો
(B) સ્થાયી ખેતીનો
(C) શિકાર કરવાનો અને વન્યપેદાશોનો સંગ્રહ કરવાનો
(D) જંગલમાંથી માત્ર ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરવાનો
જવાબ : (C) શિકાર કરવાનો અને વન્યપેદાશોનો સંગ્રહ કરવાનો
(42) વનગુજ્જર અને લબાડીયા જનજાતિના સમુદાયો કયો વ્યવસાય કરતા હતા?
(A) ઘેટાં-બકરા પાળવાનો
(B) ગાયો-ભેંસો પાળવાનો
(C) ઘોડા ઉછેરવાનો
(D) ખેતી અને પશુપાલન
જવાબ : (B) ગાયો-ભેંસો પાળવાનો
(43) કુલ્લુનો ગદ્દી અને કશ્મીરનો બકરબાલ જનજાતિ સમુદાય કયો વ્યવસાય કરતો હતો?
(A) રેશમના કીડા ઉછેરવાનો
(B) કેશરની ખેતીનો
(C) ગાયો-ભેંસો પાળવાનો
(D) ઘેટાં-બકરાં પાળવાનો
જવાબ : (D) ઘેટાં-બકરાં પાળવાનો
(44) ઓડિશાનાં જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ક્યો વ્યવસાય કરતા હતા?
(A) શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
(B) પશુપાલનનો
(C) ખેતીનો
(D) રેશમના કીડા ઉછેરવાનો
જવાબ : (A) શિકાર કરવાનો અને વન્યપેદાશો એકત્ર કરવાનો
(45) કંઈ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા?
(A) લબાડીયા
(B) ખોંડ
(C) મુંડા
(D) સંથાલ
જવાબ : (B) ખોંડ
(46) આદિવાસી સમૂહો કેટલા પ્રકારની ખેતી સાથે સંકળાયેલા હતા?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (B) બે
(47) છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ જનજાતિઓના સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા?
(A) બાગાયતી
(B) સ્થળાંતરીય
(C) આર્દ્ર
(D) સ્થાયી
જવાબ : (D) સ્થાયી
(48) 'ઉલગુલાન ચળવળ' ક્યારે શરૂ થઈ હતી?
(A) ઈ. સ. 1895માં
(B) ઈ. સ. 1887માં
(C) ઈ. સ. 1878માં
(D) ઈ. સ. 1868માં
જવાબ : (A) ઈ. સ. 1895માં
(49) ઉલગુલાન ચળવળનો પ્રભાવ દક્ષિણ બિહારના કયા વિસ્તારમાં હતો?
(A) મોતિહારી
(B) હઝારીબાગ
(C) પૂર્ણિયા
(D) છોટા નાગપુર
જવાબ : (D) છોટા નાગપુર
(50) બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો?
(A) 15 ડિસેમ્બર, 1870માં
(B) 15 નવેમ્બર, 1875માં
(C) 25 ઑગસ્ટ, 1880માં
(D) 10 જાન્યુઆરી, 1868માં
જવાબ : (B) 15 નવેમ્બર, 1875માં
(51) નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી?
(A) ઘેટાં-બકરાં ચરાવવાં
(B) અખાડાની રમતો રમવી
(C) વાંસળી વગાડવી
(D) ખેલકૂદની રમતો રમવી
જવાબ : (D) ખેલકૂદની રમતો રમવી
(52) બિરસા મુંડાએ બચપણમાં કોની કોની વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી?
(A) મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના
(B) સંથાલ લોકો અને દીકુઓ વચ્ચેના
(C) ખોંડ લોકો અને દીકુઓ વચ્ચેના
(D) કોયા લોકો અને દીકુઓ વચ્ચેના
જવાબ : (A) મુંડા લોકો અને દીકુઓ વચ્ચેના
(53) અંગ્રેજ સરકારે બિરસા મુંડાની ક્યારે ધરપકડ કરી હતી?
(A) ઈ. સ. 1875માં
(B) ઈ. સ. 1880માં
(C) ઈ. સ. 1895માં
(D) ઈ. સ. 1899માં
જવાબ : (C) ઈ. સ. 1895માં
(54) જેલમાંથી મુક્ત થયા પછી બિરસા મુંડાએ ફરીથી જનજાગૃતિ ચળવળ ક્યારે શરૂ કરી હતી?
(A) ઈ. સ. 1895માં
(B) ઈ. સ. 1897માં
(C) ઈ. સ. 1898માં
(D) ઈ. સ. 1899માં
જવાબ : (B) ઈ. સ. 1897માં
(55) બિરસારાજનો ધ્વજ કયા રંગનો હતો?
(A) કાળા રંગનો
(B) લાલ રંગનો
(C) સફેદ રંગનો
(D) વાદળી રંગનો
જવાબ : (C) સફેદ રંગનો
(56) બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું?
(A) ઈ. સ. 1890માં
(B) ઈ. સ. 1895માં
(C) ઈ. સ. 1898માં
(D) ઈ. સ. 1900માં
જવાબ : (D) ઈ. સ. 1900માં
(57) રૈયતવારી પદ્ધતિથી ખેડૂતને કોઈ ફાયદો થતો નહોતો તેનાં કારણોમાં કયું એક કારણ સાચું નથી?
(A) ખેતપેદાશો સરકારને જ વેચવાની હતી.
(B) જમીનનું વધારે પડતું મહેસૂલ
(C) મહેસૂલમાં વધારો કરવાનો સરકારનો હક
(D) કોઈ પણ સ્થિતિમાં મહેસુલ આપવું પડતું.
જવાબ : (A) ખેતપેદાશો સરકારને જ વેચવાની હતી.
(58) અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધાર્યું, કારણ કે.......
(A) ભારતની ગળી ખૂબ સસ્તી હતી.
(B) ભારતમાં ગળીનું ઉત્પાદન ખૂબ ઓછું હતું.
(C) ભારતની ગળીના ઉપયોગો વધી ગયા હતા.
(D) ભારતની ગળીની માંગ વધવા લાગી હતી.
જવાબ : (D) ભારતની ગળીની માંગ વધવા લાગી હતી.
(59) કયા તત્ત્વને કારણે રાખથી જમીન ફળદ્રુપ બનતી હતી?
(A) ફૉસ્ફરસ
(B) કૅલ્શિયમ
(C) મૅગ્નેશિયમ
(D) પોટાશ
જવાબ : (D) પોટાશ
(60) કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જમીન-મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર કોણ હતા?
(A) વેલેસ્લી, થૉમસ મૂનરો, ઍલ્ફિસ્ટન
(B) કૉર્નવોલિસ, થૉમસ મુનરો, હોલ્ટ મેકેન્ઝી
(C) થૉમસ મૂનરો, વેલેસ્લી, ડેલહાઉસી
(D) કૉર્નવોલિસ, વેલેસ્લી, થૉમસ મૂનરો
જવાબ : (B) કૉર્નવોલિસ, થૉમસ મુનરો, હોલ્ટ મેકેન્ઝી
(61) નીચેના આદિવાસી વિદ્રોહને કાલાનુક્રમમાં ગોઠવો :
(A) સાંથાલ, કૌલ, બશીર, વારલી
(B) બશીર, સાંથાલ, કૌલ, વારલી
(C) કૌલ, સાંથાલ, બશીર, વારલી
(D) સાંથાલ, બશીર, કૌલ, વારલી
જવાબ : (C) કૌલ, સાંથાલ, બશીર, વારલી
(62) ઉલગુલાનનો અર્થ.........
(A) કૂચ
(B) મહાન વિદ્રોહ
(C) લડાઈ
(D) છાપામાર યુદ્ધ
જવાબ : (B) મહાન વિદ્રોહ
(63) ગળીનાં રમખાણો કયા વર્ષે થયાં હતાં?
(A) ઈ. સ. 1859 - 60માં
(B) ઈ. સ. 1865 - 66માં
(C) ઈ. સ. 1882 - 83માં
(D) ઈ. સ. 1891 - 92માં
જવાબ : (A) ઈ. સ. 1859 - 60માં
(64) આદિવાસીઓમાં થતી સ્થળાંતરિત ખેતી કયા નામે ઓળખાતી હતી?
(A) સ્થાયી ખેતી
(B) ઝૂમ ખેતી
(C) કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ (કરાર ખેતી)
(D) ભાગબટાઈ
જવાબ : (B) ઝૂમ ખેતી
(65) ભારતમાં ગળી-ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) સંખ્યાબંધ
જવાબ : (B) બે
(66) ઈ. સ. 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી?
(A) કલકત્તા (કોલકાતા) અને મુંબઈમાં
(B) મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં
(C) દિલ્લી અને કલકત્તા(કોલકાતા)માં
(D) કલકત્તા (કોલકાતા) અને મદ્રાસ(ચેન્નઈ)માં
જવાબ : (B) મુંબઈ અને મદ્રાસ(ચેન્નઈ)માં
(67) ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ ક્યા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
(A) મુંડા
(B) કોલ
(C) સંથાલ
(D) કોયા
જવાબ : (C) સંથાલ
(68) આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?
(A) બિરસા મુંડાના
(B) ઠક્કરબાપાના
(C) જુગતરામ દવેના
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (A) બિરસા મુંડાના
(69) ગળી ક્યા કામમાં વપરાય છે?
(A) માટીકામમાં
(B) રંગકામમાં
(C) સફાઈકામમાં
(D) કડિયાકામમાં
જવાબ : (B) રંગકામમાં
(70) ગળીનો છોડ ક્યા પ્રદેશોમાં થાય છે?
(A) ઠંડા પ્રદેશોમાં
(B) રણપ્રદેશોમાં
(C) ગરમ પ્રદેશોમાં
(D) ડુંગરાળ પ્રદેશોમાં
જવાબ : (C) ગરમ પ્રદેશોમાં