ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 1 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 1 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 1. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના

MCQ : 60


(1) ભારત હંમેશાં વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું છે તેનું મુખ્ય કારણ કયું છે?

(A) ભારતનું સમૃદ્ધ સાહિત્ય           

(B) ભારતની શાસનવ્યવસ્થા

(C) ભારતની આર્થિક સમૃદ્ધિ          

(D) ભારતની વિદ્યાપીઠો

જવાબ : (C) ભારતની આર્થિક સમૃદ્ધિ   


(2) ઈસુની પંદરમી સદીમાં યુરોપમાં થયેલાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયા નામે ઓળખાય છે?

(A) નવજાગરણના નામે               

(B) નવજાગૃતિના નામે

(C) નવનિર્માણના નામે                 

(D) નવરચનાના નામે

જવાબ : (B) નવજાગૃતિના નામે


(3) તુર્કોએ કૉન્સ્ટેન્ટિનોપલ જ્યારે જીતી લીધું?

(A) ઈ. સ. 1498માં                    

(B) ઈ. સ. 1492માં

(C) ઈ. સ. 1430માં                    

(D) ઈ. સ. 1453માં

જવાબ : (D) ઈ. સ. 1453માં


(4) ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું?

(A) કૉન્સ્ટેન્ટિનોપલ            

(B) દમાસ્કસ

(C) જેરુસલેમ                       

(D) તહેરાન

જવાબ : (A) કૉન્સ્ટેન્ટિનોપલ


(5) તુર્કોએ કયું શહેર જીતી લેતાં યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી?

(A) કાબુલ                           

(B) કૉન્સ્ટેન્ટિનોપલ

(C) દમાસ્કસ                      

(D) જેરુસલેમ

જવાબ : (B) કૉન્સ્ટેન્ટિનોપલ


(6) નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી?

(A) મરી-મસાલાની             

(B) રેશમી કાપડની

(C) અફીણની                       

(D) ઇમારતી લાકડાંની

જવાબ : (A) મરી-મસાલાની


(7) નીચેના પૈકી કયા દેશે ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા પ્રયત્ન કર્યો નહોતો?

(A) પોર્ટુગલે                             

(B) સ્પેઇને

(C) હોલેન્ડે                                

(D) ફ્રાન્સે

જવાબ : (D) ફ્રાન્સે


(8) ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો?

(A) કોલંબસે                            

(B) બાર્થોલોમ્યુ ડાયઝે

(C) વાસ્કો-દ્-ગામાએ             

(D) કૅપ્ટન કૂકે

જવાબ : (C) વાસ્કો-દ્-ગામાએ


(9) વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો?

(A) ઇટલીનો                            

(B) સ્પેઇનનો

(C) હોલેન્ડનો                           

(D) પોર્ટુગલનો

જવાબ : (D) પોર્ટુગલનો


(10) ઈ. સ. 1498માં વાસ્કો-દ-ગામાં ભારતના ક્યા બંદરે આવ્યો હતો?

(A) સુરત                           

(B) કાલિકટ

(C) કોચીન                        

(D) મછલીપટ્ટનમ

જવાબ : (B) કાલિકટ


(11) ઈ. સ. 1498માં કાલિકટમાં ક્યો રાજા રાજ્ય કરતો હતો?

(A) આલ્બુકર્ક                 

(B) સામુદ્રિક

(C) અલ્મેડા                    

(D) ફરુખશિયર

જવાબ : (B) સામુદ્રિક


(12) ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી?

(A) ફ્રાન્સિસ-ડી-ડિસોઝાએ           

(B) ટૉમસ-ડી-હેનીબાલે

(C) ફ્રાન્સિકો-ડી-અલ્મેડાએ           

(D) અલ્ફાન્ઝો-ડી-આલ્બુકર્ક

જવાબ : (D) અલ્ફાન્ઝો-ડી-આલ્બુકર્ક


(13) પોર્ટુગીઝોએ ગોવાને પોતાની રાજધાની ક્યારે બનાવી?

(A) ઈ. સ. 1503માં                    

(B) ઈ. સ. 1505માં

(C) ઈ. સ. 1530માં                    

(D) ઈ. સ. 1535માં

જવાબ : (C) ઈ. સ. 1530માં


(14) પોર્ટુગીઝોએ નીચેના પૈકી કયા સ્થળના સુલતાનને હરાવ્યો નહોતો?

(A) ગોલકોંડાના                 

(B) અહેમદનગરના

(C) કાલિકટના                  

(D) બીજાપુરના

જવાબ : (A) ગોલકોંડાના 


(15) નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા ‘સાગરના સ્વામી’ ગણાતી હતી?

(A) અંગ્રેજ               

(B) ડૅનિશ

(C) ડચ                  

(D) પોર્ટુગીઝ

જવાબ : (D) પોર્ટુગીઝ


(16) ડચ પ્રજા ક્યાંની વતની હતી?

(A) ડેન્માર્કની            

(B) હોલૅન્ડની

(C) ગ્રેટબ્રિટનની              

(D) ફ્રાન્સની

જવાબ : (B) હોલૅન્ડની


(17) ભારતમાં ડૅનિશ પ્રજાએ પોતાનું વેપારીમથક બંગાળમાં ક્યાં સ્થાપ્યું હતું?

(A) કોલકાતામાં                 

(B) ઢાકામાં

(C) સીરામપુરમાં                   

(D) હુગલી નદીના કિનારે

જવાબ : (C) સીરામપુરમાં


(18) ઇંગ્લૅન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી?

(A) ઈ. સ. 1600માં       

(B) ઈ. સ. 1605માં

(C) ઈ. સ. 1618માં       

(D) ઈ. સ. 1651માં

જવાબ : (A) ઈ. સ. 1600માં  


(19) અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી (વેપારીમથક) ક્યાં અને ક્યારે સ્થાપી?

(A) હુગલી નદીના કિનારે, ઈ. સ. 1605માં   

(B) સુરતમાં, ઈ. સ. 1613માં

(C) સીરામપુરમાં, ઈ. સ. 1610માં   

(D) મદ્રાસ(ચેન્નઈ)માં, ઈ. સ. 1612માં

જવાબ : (B) સુરતમાં, ઈ. સ. 1613માં


(20) કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી (વેપારીમથક) સ્થાપવાની પરવાનગી આપી?

(A) ઔરંગઝેબે                  

(B) જહાંગીરે

(C) શાહજહાંએ                  

(D) અકબરે

જવાબ : (B) જહાંગીરે


(21) અંગ્રેજોની ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત આજે ક્યા નામે ઓળખાય છે?

(A) ગોવિંદપુર                  

(B) કોલકાતા

(C) સીરામપુર                  

(D) ઢાકા

જવાબ : (B) કોલકાતા


(22) કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ (ચેન્નઈ)ને પટ્ટે લઈને કોઠી સ્થાપી?

(A) ટૉમસ-રોએ          

(B) ક્લાઇવે

(C) સેન્ટ જ્યૉર્જે          

(D) ફ્રેન્કો માર્ટિને

જવાબ : (D) ફ્રેન્કો માર્ટિને


(23) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ?

(A) ઈ. સ. 1639માં   

(B) ઈ. સ. 1664માં

(C) ઈ. સ. 1672માં    

(D) ઈ. સ. 1668માં

જવાબ : (B) ઈ. સ. 1664માં


(24) ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યું હતું?

(A) મછલીપટ્નમ              

(B) મદ્રાસ (ચેન્નઈ)

(C) કારીકલ                       

(D) કલકત્તા (કોલકાતા)

જવાબ : (A) મછલીપટ્નમ  


(25) અંગ્રેજોએ ઈ. સ. 1651માં કયા સ્થળે પોતાની પ્રથમ કોઠી સ્થાપી?

(A) મદ્રાસ(ચેન્નઈ)માં     

(B) સુરતમાં

(C) બંગાળમાં            

(D) પોંડીચેરી(પુદુચ્ચેરી)માં

જવાબ : (C) બંગાળમાં   


(26) ક્લાઇવે સિરાજ-ઉદ્-દૌલાના ક્યા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું?

(A) મીરકાસીમને         

(B) મીરનાસીમને

(C) ફરુખશિયરને         

(D) મીરજાફરને

જવાબ : (D) મીરજાફરને


(27) પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું?

(A) ઈ. સ. 1752માં   

(B) ઈ. સ. 1757માં

(C) ઈ. સ. 1761માં            

(D) ઈ. સ. 1772માં

જવાબ : (B) ઈ. સ. 1757માં


(28) કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ?

(A) પ્લાસીના            

(B) કર્ણાટકના

(C) બક્સરના             

(D) મદ્રાસ(ચેન્નઈ)ના

જવાબ : (A) પ્લાસીના   

  

(29) કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો મળ્યા?

(A) મદ્રાસ(ચેન્નઈ)ના       

(B) બક્સરના

(C) તાંજોરના            

(D) પ્લાસીના

જવાબ : (B) બક્સરના


(30) અંગ્રેજોને દીવાની અધિકારો મળતાં બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી?

(A) એકચક્રી શાસનપદ્ધતિ       

(B) દીવાની શાસનપદ્ધતિ

(C) દ્વિમુખી શાસનપદ્ધતિ                 

(D) દીવાની સહાય પદ્ધતિ

જવાબ : (C) દ્વિમુખી શાસનપદ્ધતિ  


(31) દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યનો અંત ક્યારે થયો?

(A) ઈ. સ. 1751માં       

(B) ઈ. સ. 1771માં

(C) ઈ. સ. 1761માં          

(D) ઈ. સ. 1781માં

જવાબ : (C) ઈ. સ. 1761માં

  

(32) કોના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું?

(A) બાલાજી વિશ્વનાથના

(B) ટીપુ સુલતાનના

(C) રઘુનાથરાવના              

(D) હૈદરઅલીના

જવાબ : (D) હૈદરઅલીના


(33) પ્રથમ બે મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?

(A) હૈદરઅલી સાથે             

(B) રણજિતસિંહ સાથે

(C) ટીપુ સુલતાન સાથે         

(D) બાજીરાવ બીજા સાથે

જવાબ : (A) હૈદરઅલી સાથે  

 

(34) તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રહો અંગ્રેજોને કોની સાથે થયા?

(A) નાના ફડણવીસ સાથે

(B) ટીપુ સુલતાન સાથે

(C) હૈદરઅલી સાથે       

(D) મહંમદઅલી સાથે

જવાબ : (B) ટીપુ સુલતાન સાથે


(35) કયા મૈસૂર વિગ્રહ દરમિયાન હૈદરઅલીનું અવસાન થયું?

(A) પ્રથમ                

(B) દ્વિતીય

(C) તૃતીય                   

(D) ચતુર્થ

જવાબ : (B) દ્વિતીય


(36) કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સાથે પરાજિત થતાં ટીપુ સુલતાનને ભયંકર નુકસાન થયું હતું?

(A) પ્રથમ                

(B) દ્વિતીય  

(C) તૃતીય                   

(D) ચતુર્થ

જવાબ : (C) તૃતીય


(37) કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો?

(A) પ્રથમ                

(B) દ્વિતીય

(C) તૃતીય               

(D) ચતુર્થ

જવાબ : (D) ચતુર્થ


(38) પ્રથમ અંગ્રેજ – મરાઠા યુદ્ધના અંતે અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે કઈ સંધિ થઈ?

(A) સાલબાઈની                

(B) વસઈની

(C) બડગાંવની           

(D) પુણેની

જવાબ : (A) સાલબાઈની


(39) દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધમાં કયા ગવર્નર જનરલે મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી?

(A) લૉર્ડ હેસ્ટિંગ્સે               

(B) લૉર્ડ કૉર્નવૉલિસે

(C) લૉર્ડ ડેલહાઉસીએ           

(D) લૉર્ડ વેલેસ્લીએ

જવાબ : (D) લૉર્ડ વેલેસ્લીએ


(40) પેશ્વાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું?

(A) કોલ્હાપુરમાં          

(B) નાગપુરમાં

(C) પુણેમાં               

(D) સાતારામાં

જવાબ : (C) પુણેમાં    


(41) ઈ. સ. 1773માં ક્યો ધારો અમલમાં આવ્યો?

(A) સનદી ધારો                

(B) પીટનો ધારો

(C) નિયામક ધારો                  

(D) ખાલસા ધારો

જવાબ : (C) નિયામક ધારો 


(42) કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી?

(A) પીટના ધારા અન્વયે       

(B) નિયામક ધારા અન્વયે

(C) ખાલસા ધારા અન્વયે           

(D) સનદી ધારા અન્વયે

જવાબ : (B) નિયામક ધારા અન્વયે


(43) કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી?

(A) નિયામક ધારા અન્વયે   

(B) પીટના ધારા અન્વયે

(C) સનદી ધારા અન્વયે           

(D) ખાલસા ધારા અન્વયે

જવાબ : (A) નિયામક ધારા અન્વયે


(44) કયા ધારાથી ગવર્નર જનરલને ભારતના વહીવટીતંત્રનો વડો બનાવવામાં આવ્યો?

(A) નિયામક ધારાથી                  

(B) ખાલસા ધારાથી

(C) પીટના ધારાથી                    

(D) સનદી ધારાથી

જવાબ : (A) નિયામક ધારાથી  


(45) કયા ગવર્નર જનરલે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી?

(A) લૉર્ડ વેલેસ્લીએ             

(B) લૉર્ડ ડેલહાઉસીએ

(C) લૉર્ડ કૉર્નવૉલિસે                   

(D) લૉર્ડ હેસ્ટિંગ્સ

જવાબ : (C) લૉર્ડ કૉર્નવૉલિસે


(46) બ્રિટિશ સંસદે કયા ધારા અન્વયે સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા હીમાયત કરી?

(A) ઈ. સ. 1757ના ધારા અન્વયે     

(B) ઈ. સ. 1762ના ધારા અન્વયે

(C) ઈ. સ. 1858ના ધારા અન્વયે     

(D) ઈ. સ. 1853ના ધારા અન્વયે

જવાબ : (D) ઈ. સ. 1853ના ધારા અન્વયે


(47) ક્યા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક પોલીસખાતાની સ્થાપના કરી?

(A) લૉર્ડ કોર્નવોલિસે                   

(B) લૉર્ડ વેલેસ્લીએ

(C) વોરન હેસ્ટિંગ્સે                      

(D) લૉર્ડ હેસ્ટિંગ્સે

જવાબ : (A) લૉર્ડ કોર્નવોલિસે 


(48) કયા ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી?

(A) લૉર્ડ હેસ્ટિંગ્સે               

(B) લૉર્ડ વેલેસ્લીએ

(C) લૉર્ડ ડેલહાઉસીએ           

(D) વૉરન હેસ્ટિંગ્સે

જવાબ : (D) વૉરન હેસ્ટિંગ્સે


(49) કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદા પર મૂકવાની શરૂઆત કરી?

(A) લૉર્ડ વેલેસ્લીએ             

(B) લૉર્ડ ડેલહાઉસીએ

(C) રિપને                    

(D) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

જવાબ : (D) લૉર્ડ વિલિયમ બેન્ટિકે


(50) કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી?

(A) લૉર્ડ રિપન                 

(B) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

(C) લૉર્ડ ક્રેનિંગે                 

(D) લૉર્ડ ડેલહાઉસીએ

જવાબ : (B) લૉર્ડ વિલિયમ બેન્ટિકે


(51) 15મી સદીમાં યુરોપમાં આવેલાં સામાજિક અને ધાર્મિક પરિવર્તનો કયાં નામે ઓળખાય છે?

(A) નવજાગૃતિ                           

(B) ઔદ્યોગિક ક્રાંતિ

(C) ભૌગોલિક શોધખોળો           

(D) સામાજિક જાગૃતિ

જવાબ : (A) નવજાગૃતિ    


(52) નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

(A) ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું.

(B) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળની ચોવીસ પરગણાં વિસ્તારની જાગીર મળી.

(C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા મળી.

(D) પ્લાસીના યુદ્ધમાં મીરજાફરે વિશ્વાસઘાત કર્યો હતો.

જવાબ : (C) પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)ની દીવાની સત્તા મળી.


(53) ભારતમાં આવેલ યુરોપિયન પ્રજાઓ માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે?

(A) પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ

(B) ડચ, પોર્ટુગીઝો, અંગ્રેજ, ફ્રેન્ચ

(C) ફ્રેન્ચ, ડચ, અંગ્રેજ, પોર્ટુગીઝો

(D) અંગ્રેજ, પોર્ટુગીઝો, ડચ, ફ્રેન્ચ

જવાબ : (A) પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ


(54) બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશોના દીવાની (મહેસૂલી) અધિકારો પ્રાપ્ત થયા હતા?

(A) બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબના

(B) મૈસૂર, પુણે, બંગાળના

(C) બંગાળ, બિહાર, ઓડિશાના

(D) ઓડિશા, ઉત્તર પ્રદેશ, મૈસૂરના

જવાબ : (C) બંગાળ, બિહાર, ઓડિશાના


(55) ભારતમાં કયા ધારા (કાયદા) અંતર્ગત સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી?

(A) ઈ. સ. 1784 - પિટ્ટનો ધારો

(B) ઈ. સ. 1773 – નિયામક ધારો

(C) ઈ. સ. 1793 – કૉર્નવૉલિસ કાયદો

(D) ઈ. સ. 1833 - ચાર્ટર ઍક્ટ

જવાબ : (B) ઈ. સ. 1773 – નિયામક ધારો


(56) કયા ગવર્નર જનરલે ભારતમાં હિંદુ અને મુસ્લિમ કાયદાઓને બદલે અંગ્રેજી કાયદા અમલમાં મૂક્યા?

(A) લૉર્ડ કૉર્નવૉલિસે                 

(B) લૉર્ડ વેલેસ્લીએ

(C) લૉર્ડ ડેલહાઉસીએ              

(D) લૉર્ડ વિલિયમ બેન્ટિકે

જવાબ : (D) લૉર્ડ વિલિયમ બેન્ટિકે


(57) ‘ફૉર્ટ વિલિયમ કૉલેજ'ની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી?

(A) મુંબઈમાં                         

(B) મદ્રાસ(ચેન્નઈ)માં

(C) દિલ્લીમાં                        

(D) કલકત્તા(કોલકાતા)માં

જવાબ : (D) કલકત્તા(કોલકાતા)માં


(58) ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?

(A) દમણ                   

(B) દીવ       

(C) ગોવા                    

(D) દાદરા-નગરહવેલી

જવાબ : (C) ગોવા      


(59) ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?

(A) અંગ્રેજ                              

(B) ડચ

(C) ફ્રેન્ચ                                 

(D) ડૅનિશ

જવાબ : (B) ડચ


(60) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?

(A) ડેલહાઉસી                         

(B) વેલેસ્લી

(C) ક્લાઇવ                            

(D) વૉરન હેસ્ટિંગ્સ

જવાબ : (D) વૉરન હેસ્ટિંગ્સ