ધોરણ : 8
વિષય : વિજ્ઞાન
એકમ : 6. પ્રાણીઓમાં પ્રજનન
MCQ : 45
(1) સજીવો દ્વારા પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહે છે?
(A) પ્રજનન
(B) શ્વસન
(C) રૂધિરાભિસરણ
(D) પાચન
જવાબ : (A) પ્રજનન
(2) પ્રાણીઓમાં પ્રજનનના પ્રકારો વિશે શું સાચું છે?
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) A અને B બંને
(D) A અને B પૈકી એક પણ નહિ
જવાબ : (C) A અને B બંને
(3) જે પ્રજનનમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તે પ્રજનનને શું કહેવાય?
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) A અને B બંને
(D) A અને B પૈકી એકપણ નહિ
જવાબ : (A) લિંગી પ્રજનન
(4) નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો.
(A) શુક્રવાહિની
(B) શિશ્ન
(C) શુક્રપિંડ
(D) અંડપિંડ
જવાબ : (C) શુક્રપિંડ
(5) નીચે આપેલી આકૃતિમાં નિર્દેશિત ભાગ જણાવો.
(A) શુક્રવાહિની
(B) શિશ્ન
(C) અંડપિંડ
(D) અંડવાહિની
જવાબ : (D) અંડવાહિની
(6) શુક્રકોષ અને અંડકોષના જોડાણને શું કહેવામાં આવે છે?
(A) ફલન
(B) પ્રજનન
(C) વહન
(D) એકપણ નહિ
જવાબ : (A) ફલન
(7) શુક્રપિંડમાં ઉત્પન્ન થતા નરજનન કોષને શું કહે છે?
(A) શુક્રકોષ
(B) અંડકોષ
(C) શુક્રવાહિની
(D) અંડવાહિની
જવાબ : (A) શુક્રકોષ
(8) અંડપિંડમાં ઉત્પન્ન થતા માદાજનન કોષને શું કહે છે?
(A) શુક્રકોષ
(B) અંડકોષ
(C) શુક્રવાહિની
(D) અંડવાહિની
જવાબ : (B) અંડકોષ
(9) સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે?
(A) હાથી
(B) મનુષ્ય
(C) શાહમૃગ
(D) ઘોડો
જવાબ : (C) શાહમૃગ
(10) સૌથી નાનો અંડકોષ કયા પ્રાણીનો છે?
(A) હાથી
(B) મનુષ્ય
(C) શાહમૃગ
(D) ઘોડો
જવાબ : (B) મનુષ્ય
(11) ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે?
(A) યુગ્મનજ
(B) શુક્રકોષ
(C) અંડકોષ
(D) ગ્રીવા
જવાબ : (A) યુગ્મનજ
(12) માદાના શરીરની અંદર થતા ફલનને શું કહે છે?
(A) ફલન
(B) અંત:ફલન
(C) બાહ્ય ફલન
(D) યુગ્મનજ
જવાબ : (B) અંત:ફલન
(13) માદાના શરીરની બહાર થતા ફલનને શું કહે છે?
(A) ફલન
(B) અંત:ફલન
(C) બાહ્ય ફલન
(D) યુગ્મનજ
જવાબ : (C) બાહ્ય ફલન
(14) નીચેનામાંથી કયો સજીવ એકકોષી સજીવ છે?
(A) મનુષ્ય
(B) અમીબા
(C) પેરામિશીયમ
(D) B અને C બંને
જવાબ : (D) B અને C બંને
(15) દ્વિભાજન વિશે શું કહી શકાય નહિ?
(A) અલિંગી પ્રજનનમાં દ્વિભાજન થાય છે.
(B) લિંગી પ્રજનનમાં દ્વિભાજન થાય છે.
(C) જેમાં સજીવ વિભાજિત થઇને બે સંતતિ ઉત્પન્ન કરે છે.
(D) અમીબામાં દ્વિભાજન થાય છે.
જવાબ : (B) લિંગી પ્રજનનમાં દ્વિભાજન થાય છે.
(16) હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જેવી રચના જોવા મળે છે તેને શું કહેવાય?
(A) ટેડપોલ
(B) કલિકા
(C) ઇંડાં
(D) યુગ્મનજ
જવાબ : (B) કલિકા
(17) આપેલ ચિત્રોના આધારે દેડકાની અવસ્થાનો સાચો ક્રમ કયો છે?
(A) ઇંડાં – શરૂઆતનો ટેડપોલ – પુખ્ત દેડકો – અંત્ય ટેડપોલ
(B) ઇંડાં - શરૂઆતનો ટેડપોલ – અંત્ય ટેડપોલ – પુખ્ત દેડકો
(C) ઇંડાં – પુખ્ત દેડકો – શરૂઆતનો ટેડપોલ – અંત્ય ટેડપોલ
(D) દેડકો – શરૂઆતનો ટેડપોલ – ઇંડાં – અંત્ય ટેડપોલ
જવાબ : (B) ઇંડાં - શરૂઆતનો ટેડપોલ – અંત્ય ટેડપોલ – પુખ્ત દેડકો
(18) નીચેનામાંથી શું સાચું નથી?
(A) દેડકાં, ગરોળી, પતંગિયું, કૂદાં અંડપ્રસવીનાં ઉદાહરણો છે.
(B) ગાય, કૂતરા, બિલાડી અપત્યપ્રસવીનાં ઉદાહરણો છે.
(C) અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે.
(D) અપત્યપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે.
જવાબ : (C) અંડપ્રસવી પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે.
(19) ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે?
(A) ગર્ભાશયની દીવાલ પર
(B) ગ્રીવા પર
(C) અંડપિંડમાં
(D) શુક્રપિંડમાં
જવાબ : (A) ગર્ભાશયની દીવાલ પર
(20) ભ્રૂણની જે અવસ્થામાં બધાં જ શારીરિક અંગોની ઓળખ થઇ શકે છે તેને શું કહેવાય?
(A) ભ્રૂણ
(B) ગર્ભ
(C) યુગ્મનજ
(D) એકપણ નહિ
જવાબ : (B) ગર્ભ
(21) આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ કયો છે?
(A) શુક્રકોષો
(B) યુગ્મક
(C) કોષકેન્દ્ર
(D) અંડપિંડ
જવાબ : (A) શુક્રકોષો
(22) IVF નું પૂરું નામ જણાવો.
(A) ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન
(B) ઇનવિટ્રો ફોર્મેશન
(C) ઇનવિટ્રો ફંકશન
(D) ઇનવિટ્રો ફેશન
જવાબ : (A) ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશન
(23) નીચે પૈકી કયો શુક્રકોષનો ભાગ નથી?
(A) શિર્ષ
(B) ગ્રીવા
(C) મધ્યભાગ
(D) પૂંછડી
જવાબ : (B) ગ્રીવા
(24) નીચેનાં પૈકી પ્રજનનતંત્રનું કયું અંગ અલગ પડે છે?
(A) ગર્ભાશય
(B) અંડપિંડ
(C) શુક્રવાહિની
(D) અંડવાહિની
જવાબ : (C) શુક્રવાહિની
(25) માદા પ્રજનનતંત્રના કયા ભાગમાં શિશુનો વિકાસ થાય છે?
(A) અંડપિંડ
(B) અંડવાહિની
(C) ગર્ભાશય
(D) ગ્રીવા
જવાબ : (C) ગર્ભાશય
(26) ઇનવિટ્રો ફર્ટિલાઇઝેશનની જરૂર ક્યારે પડે છે?
(A) સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય ત્યારે
(B) ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા ન હોય ત્યારે
(C) A અને B બંને
(D) ઉપરનામાંથી એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(27) નીચેનાં વિદ્યાનો માટે શું કહી શકાય?
વિધાન - I ટેસ્ટટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટટ્યુબમાં થાય છે.
વિધાન - II ટેસ્ટટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ માતાના ગર્ભાશયમાં થાય છે.
(A) I સાચું, II ખોટું
(B) I સાચું, II સાચું
(C) । ખોટું, II સાચું
(D) I ખોટું, II ખોટું
જવાબ : (C) । ખોટું, II સાચું
(28) નીચે પૈકી ફલનની રીતે અલગ પડતું પ્રાણી જણાવો.
(A) માછલી
(B) દેડકો
(C) કૂતરા
(D) સ્ટારફિશ
જવાબ : (C) કૂતરા
(29) આકૃતિ શું સૂચવે છે?
(A) યુગ્મનજ નિર્માણ
(B) ફલન
(C) દ્વિભાજન
(D) કલિકાસર્જન
જવાબ : (D) કલિકાસર્જન
(30) સામાન્ય રીતે યુગ્મનજમાં કેટલાં કોષકેન્દ્રો હોય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (B) બે
(31) હાઇડ્રામાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?
(A) લિંગી પ્રજનન
(B) અલિંગી પ્રજનન
(C) લિંગી અને અલિંગી પ્રજનન બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) અલિંગી પ્રજનન
(32) શુક્રકોષમાં પૂંછડી શું કાર્ય કરે છે?
(A) જન્મ લેનાર સજીવમાં પૂંછડીનું નિર્માણ કરે છે.
(B) શુક્રકોષોને ગતિ આપે છે.
(C) શુક્રકોષોની ગતિ દરમિયાન અવરોધક પદાર્થોને હટાવે છે.
(D) અંડકોષને આકર્ષે છે.
જવાબ : (B) શુક્રકોષોને ગતિ આપે છે.
(33) અમીબામાં કેવા પ્રકારે પ્રજનન થાય છે?
(A) દ્વિભાજન
(B) કલિકાસર્જન
(C) ફલન
(D) લિંગી પ્રજનન
જવાબ : (A) દ્વિભાજન
(34) ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે?
(A) પતંગિયું
(B) માછલી
(C) મરઘી
(D) દેડકો
જવાબ : (D) દેડકો
(35) ક્લોનિંગ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે શું ઉત્પન્ન કરી શકાય?
(A) સમાન કોષ
(B) જીવંત પેશી કે અંગ
(C) સંપૂર્ણ સજીવ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(36) નીચેના પૈકી કઈ રચના બહુકોષી છે?
(A) શુક્રકોષ
(B) અંડકોષ
(C) યુગ્મનજ
(D) ભ્રૂણ
જવાબ : (D) ભ્રૂણ
(37) કેટલાંક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને...........કહે છે?
(A) કલિકાસર્જન
(B) દ્વિભાજન
(C) કાયાંતરણ
(D) ક્લોનિંગ
જવાબ : (C) કાયાંતરણ
(38) દુકાનમાં વેચાતાં ઈંડાં વિશે શું કહી શકાય?
(A) ફલિત ઇંડા
(B) અફલિત ઇંડાં
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) અફલિત ઇંડાં
(39) નીચેનાં પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળતું નથી?
(A) મરઘી
(B) સ્ટારફિશ
(C) દેડકો
(D) માછલી
જવાબ : (A) મરઘી
(40) કયા પરિબળોને લીધે માછલીઓ અને દેડકાઓ સેંકડો અંડકોષો મૂકતા હોવા છતાં પણ તમામ અંડકોષો ફલિત થઇ શકતા નથી?
(A) પાણીની ગતિ
(B) વાયુની ગતિ
(C) વરસાદની અસર
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(41) લિંગી પ્રજનન થવા માટે શું જરૂરી છે?
(A) સજીવો એકકોષી હોવા જોઇએ.
(B) સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઇએ.
(C) સજીવોમાં અંડકોષ ઉત્પન્ન થતા હોવા જોઇએ નહિ.
(D) સજીવોમાં અંતઃફલન થતું હોવું જોઇએ નહિ.
જવાબ : (B) સજીવોમાં નર અને માદા પ્રજનન ભાગ હોવા જોઇએ.
(42) નીચે પૈકી સાચું શું છે?
(1) અપત્યપ્રસવી પ્રાણીઓ ઇંડા મૂકે છે.
(2) અપત્યપ્રસવી પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે.
(A) માત્ર 1
(B) માત્ર 2
(C) 1 અને 2 બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) માત્ર 2
(43) નીચેની આકૃતિ શું દર્શાવે છે?
(A) કલિકાસર્જન
(B) દ્વિભાજન
(C) કાયાંતરણ
(D) અંત:ફલન
જવાબ : (B) દ્વિભાજન
(44) નીચેનાં વિધાનો માટે શું કહી શકાય.
વિધાન - I : સૌ પ્રથમ ઘેટાનું સફળતાપૂર્વક કલોનિંગ ઇયાન વિલ્મટને કર્યુ.
વિધાન – II : કલોનિંગ કરેલા ઘેટાનું મૃત્યુ હૃદયરોગના કારણે થયું.
(A) વિધાન - I સાચું, વિધાન – II ખોટું
(B) વિધાન – I ખોટું, વિધાન – II સાચું
(C) વિધાન – I ખોટું, વિધાન – II ખોટું
(D) વિધાન – I સાચું, વિધાન – II સાચું
જવાબ : (A) વિધાન - I સાચું, વિધાન – II ખોટું
(45) નીચેનામાંથી કયું નર પ્રજનન અંગ નથી?
(A) શુક્રપિંડ
(B) શુક્રવાહિની
(C) શિશ્ન
(D) ગર્ભાશય
જવાબ : (D) ગર્ભાશય