Std 8 Science Chapter 5 Mcq Gujarati । ધોરણ 8 વિજ્ઞાન એકમ 5 Mcq

GIRISH BHARADA
Std 8 Science Chapter 5 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 5. વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

MCQ : 40


(1) નીચેનામાંથી વન્યજીવોના અસ્તિત્વ માટે મોટો ખતરો કયો છે?

(A) વન સંરક્ષણ

(B) પ્રાણી સંરક્ષણ

(C) વનનાબૂદી

(D) પ્રાણી સંવર્ધન

જવાબ : (C) વનનાબૂદી


(2) વનનાબૂદીના લીધે........

(A) ઑક્સિજનની માત્રા વધવા લાગે છે.

(B) વરસાદ વધુ પડે છે.

(C) કંઇ જ ફેર પડતો નથી.

(D) તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે.

જવાબ : (D) તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે.


(3) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ક્યા વાયુનો ઉપયોગ કરે છે?

(A) ઑક્સિજન

(B) કાર્બન ડાયોક્સાઈડ

(C) નાઈટ્રોજન

(D) હાઇડ્રોજન

જવાબ : (B) કાર્બન ડાયોક્સાઈડ


(4) પૃથ્વી પરથી પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણધર્મ કયો વાયુ ધરાવે છે?

(A) કાર્બન ડાયોક્સાઈડ

(B) ઓઝોન

(C) ઑક્સિજન

(D) ત્રણેય

જવાબ : (A) કાર્બન ડાયોક્સાઈડ


(5) વનનાબૂદીના કારણે ભૂમિની જળસંગ્રહ ક્ષમતામાં શો ફેર પડે છે?

(A) વધારો થાય છે.

(B) ઘટાડો થાય છે.

(C) બંને થાય છે.

(D) કંઇજ ફેર પડતો નથી.

જવાબ : (B) ઘટાડો થાય છે.


(6) પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે.............

(A) જલાવરણ

(B) સજીવાવરણ

(C) સ્થાનિક જાતિઓ

(D) જૈવ વિવિધતા

જવાબ : (D) જૈવ વિવિધતા


(7) “રણ નિર્માણ” વિષે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

(A) ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય તેને રણ નિર્માણ કહેવાય.

(B) જ્યાં ખૂબ વધુ પ્રમાણમાં રેતી હોય તેને રણ નિર્માણ કહેવાય.

(C) જમીનનું ધસી પડવું તેને રણ નિર્માણ કહેવાય.

(D) ઈંટ, પથ્થર, પાણી ભેગું કરી રણ નિર્માણ કરવામાં આવે છે.

જવાબ : (A) ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય તેને રણ નિર્માણ કહેવાય.


(8) મોગલી નામનો બાળક જંગલમાં વસવાટ કરે છે તો તે ક્યા આવરણમાં આવે?

(A) વન્ય પ્રાણીવરણ

(B) અભયારણ્ય

(C) જીવાવરણ

(D) એકપણ નહિ

જવાબ : (C) જીવાવરણ


(9) પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે?

(A) સાતપુડા

(B) પંચમઢી

(C) બોરી

(D) પનારપાનો ગેટ

જવાબ : (A) સાતપુડા


(10) વિશ્વના જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી ભારતમાં કેટલા વિસ્તારો આવેલા છે?

(A) 3

(B) 2

(C) 1

(D) 9

જવાબ : (B) 2


(11) નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિસૃષ્ટિમાં થાય છે?

(A) ચિંકારા

(B) બાકિંગ ડીઅર

(C) નીલગાય

(D) હંસરાજ

જવાબ : (D) હંસરાજ


(12) બાયસન એ શું છે?

(A) ખિસકોલી

(B) જંગલી આંબા

(C) જંગલી બળદ

(D) જંગલી કૂતરો

જવાબ : (C) જંગલી બળદ


(13) ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ ક્યું છે?

(A) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

(B) જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન

(C) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

(D) સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન

જવાબ : (D) સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન


(14) વાઘના સંરક્ષણ માટે ક્યો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે?

(A) સેવ ટાઈગર

(B) વાઘ બચાવો

(C) પ્રોજેક્ટ ટાઈગર

(D) વાઘ સુરક્ષા

જવાબ : (C) પ્રોજેક્ટ ટાઈગર


(15) ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓને શું કહેવાય?

(A) લુપ્ત સજીવો

(B) નાશપ્રાય: જાતિ

(C) નાશ પ્રાણી

(D) એકપણ નહિ

જવાબ : (A) લુપ્ત સજીવો


(16) નીચેનામાંથી ક્યું પ્રાણી "લુપ્ત સજીવ" ની યાદીમાં આવે છે?

(A) વાઘ

(B) દીપડો

(C) ડાયનાસોર

(D) કાળિયાર

જવાબ : (C) ડાયનાસોર


(17) ખેવના નામની વિદ્યાર્થીનીએ નાશપ્રાય: જાતિઓની યાદી બનાવી છે. આ યાદીનો સમાવેશ કઈ બુકમાં થશે?

(A) નાશપ્રાય: બુક

(B) રેડ ડેટાબુક

(C) લુપ્તજાતિ બુક

(D) બ્લૂ ડેટાબુક

જવાબ : (B) રેડ ડેટાબુક


(18) કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહે છે?

(A) સ્થાનિક જાતિ

(B) નાશપ્રાય: જાતિ

(C) લુપ્તજાતિ

(D) એકપણ નહિ

જવાબ : (A) સ્થાનિક જાતિ


(19) ચોક્કસ સમયગાળા દરમિયાન વાતાવરણીય પરિવર્તનના કારણે દૂરના વિસ્તારમાંથી ઉડીને આવતા પક્ષીઓને કેવા પક્ષીઓ કહેવાય?

(A) નાશપ્રાય: પક્ષી

(B) દૂરનાં પક્ષીઓ

(C) પ્રવાસી પક્ષીઓ

(D) એકપણ નહિ

જવાબ : (C) પ્રવાસી પક્ષીઓ


(20) સાતપુડા જંગલમાં જોવા મળતાં સૌથી ઊંચા વૃક્ષો કયાં છે?

(A) સાગ

(B) વડ

(C) લીમડા

(D) જંગલી આંબા

જવાબ : (A) સાગ


(21) ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે કયું છે?

(A) સિંહ, સુરખાબ

(B) સિંહ, મોર

(C) વાઘ, મોર

(D) ધોડો, ચકલી

જવાબ : (A) સિંહ, સુરખાબ


(22) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

(A) વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન ખોરવાય છે.

(B) ડાયનોસોર લુપ્ત જાતિ છે.

(C) વાઘ નાશપ્રાય: જાતિ છે.

(D) નીલગાય લુપ્ત જાતિ છે.

જવાબ : (D) નીલગાય લુપ્ત જાતિ છે.


(23) ગીરમાં સિંહની વસતિને બચાવવાના હેતુથી કઈ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે?

(A) સિંહ સેવ પરિયોજના

(B) સિંહ બચાવો, જંગલ બચાવો

(C) ગીર સિંહ સંરક્ષણ પરિયોજના

(D) સિંહ સુરક્ષા યોજના

જવાબ : (C) ગીર સિંહ સંરક્ષણ પરિયોજના


(24) પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય છે?

(A) નિવસનતંત્ર

(B) અભયારણ્ય

(C) જૈવાવરણ

(D) વન સુરક્ષા

જવાબ : (B) અભયારણ્ય


(25) ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોને મોટા પાયે કાપવામાં આવે તેને શું કહેવાય?

(A) વનસુરક્ષા

(B) વનીકરણ

(C) વનનાબૂદી

(D) વનનિર્માણ

જવાબ : (C) વનનાબૂદી


(26) 5 ટન કાગળ બનાવવા માટે કેટલાં પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવાં પડશે?

(A) 85

(B) 17

(C) 5

(D) 14

જવાબ : (A) 85


(27) સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય ગુફાઓ શાના વિષે ખ્યાલ આપે છે?

(A) પથ્થરો

(B) પક્ષીઓ

(C) પ્રાણીઓ

(D) આદિમાનવના જીવન વિશે

જવાબ : (D) આદિમાનવના જીવન વિશે


(28) પૃથ્વીના તાપમાનમાં વધારો થવાથી જલચક્રનું સંતુલન બગડી જાય અને વરસાદમાં..........

(A) વધારો થાય.

(B) ઘટાડો થાય.

(C) કંઇ જ ફેર પડતો નથી.

(D) એકપણ નહિ.

જવાબ : (B) ઘટાડો થાય.


(29) નીચેનામાંથી શાનો જૈવ ઘટકોમાં સમાવેશ થાય છે?

(A) પ્રાણીઓ

(B) ભૂમિ

(C) વાતાવરણ

(D) નદી

જવાબ : (A) પ્રાણીઓ


(30) ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપતિ બનાવવા માટેનો વિકલ્પ કયો છે?

(A) વનનાબૂદી

(B) રણનિર્માણ

(C) વૃક્ષારોપણ

(D) એકપણ નહિ

જવાબ : (C) વૃક્ષારોપણ


(31) પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલી ગુફાઓની ઓળખ થઇ ચૂકી છે?

(A) 55

(B) 555

(C) 50

(D) 505

જવાબ : (A) 55


(32) પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન એટલે........

(A) અભયારણ્ય

(B) પ્રાણી સંગ્રહાલય

(C) રાષ્ટ્રીય ઉદ્યાન

(D) જૈવ આરક્ષિત વિસ્તાર

જવાબ : (B) પ્રાણી સંગ્રહાલય


(33) વિશ્વના વધુ જૈવ વિવિધતા ધરાવતા 12 દેશોમાં ભારત કચા નંબરે છે?

(A) 1

(B) 3

(C) 12

(D) 6

જવાબ : (D) 6


(34) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી?

(A) પુન: વનીકરણ = નાશ પામેલ જંગલોની પુન: સ્થાપના

(B) રેડ-ડેટા બુક = લુપ્ત જાતીઓની યાદી

(C) પ્રોજેકટ ટાઈગર = વાઘ સંરક્ષણ માટે

(D) રણ નિર્માણ = ફળદ્રુપ ભૂમિનું ધીમે ધીમે રણમાં ફેરવાઇ જવું

જવાબ : (B) રેડ-ડેટા બુક = લુપ્ત જાતીઓની યાદી


(35) ગુજરાત રાજ્યમાં કેટલાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે?

(A) 0

(B) 4

(C) 5

(D) 3

જવાબ : (B) 4


(36) આપેલ ફોટોગ્રાફમાં દર્શાવેલ પ્રાણીનું નામ શું છે?

Std 8 Science Chapter 5 Mcq Gujarati

(A) જંગલી ભેંસ

(B) જંગલી કૂતરો

(C) સાબર

(D) વાઘ

જવાબ : (C) સાબર


(37) વનનાબૂદી નીચેનામાંથી કયા કારણસર કરવામાં આવતી નથી?

(A) ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા.

(B) ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા.

(C) બળતણ માટે લાકડાં બનાવવા.

(D) બીજા સારા વૃક્ષો ઉગાડવા માટે.

જવાબ : (D) બીજા સારા વૃક્ષો ઉગાડવા માટે.


(38) કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજનાની શરૂઆત કરી છે?

(A) પ્રોજેક્ટ એલિફન્ટ

(B) સેવ એલિફન્ટ

(C) હાથી બચાવો

(D) હાથી સુરક્ષા

જવાબ : (A) પ્રોજેક્ટ એલિફન્ટ


(39) અંજલીબેન વનનાબૂદીના નિવારણ માટેનાં કેટલાક વિધાનો સૂચવે છે તો તેમાંથી કયું ખોટું છે?

(A) પુનઃ વનીકરણ કરવું.

(B) જંગલી વૃક્ષોનું પુનઃ વનીકરણ કરવું જોઈએ.

(C) વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ.

(D) કુદરતી રીતે થતા પુનઃ વનીકરણમાં ખલેલ પહોંચાડવી જોઇએ.

જવાબ : (B) જંગલી વૃક્ષોનું પુનઃ વનીકરણ કરવું જોઈએ.


(40) રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રોને બનાવવાનો ઉદ્દેશ્ય શું છે?

(A) વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે

(B) વનસ્પતિની મોટા પાયે કટાઈ કરી શકાય તે માટે

(C) પ્રાણીઓનો શિકાર કરવામાં સરળતા રહે તે માટે

(D) એકપણ નહિ

જવાબ : (A) વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે