ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17. જાતિગત ભિન્નતા
MCQ : 40
(1) સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?
(A) રાજ્યવ્યવસ્થા ઉપર
(B) અર્થવ્યવસ્થા ઉપર
(C) શિક્ષણવ્યવસ્થા ઉપર
(D) સમાજવ્યવસ્થા ઉપર
જવાબ : (D) સમાજવ્યવસ્થા ઉપર
(2) કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે?
(A) સામાજિક
(B) રૂઢિગત
(C) પૌરાણિક
(D) ધાર્મિક
જવાબ : (B) રૂઢિગત
(3) કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી?
(A) મોંઘવારીના
(B) ઉંમરના
(C) બાળલગ્નોના
(D) કાયદાઓના
જવાબ : (C) બાળલગ્નોના
(4) શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય?
(A) જાતિગત ભેદભાવ
(B) ધાર્મિક ભેદભાવ
(C) સામાજિક ભેદભાવ
(D) આર્થિક ભેદભાવ
જવાબ : (A) જાતિગત ભેદભાવ
(5) જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
(A) શાળામાં
(B) મંદિરોમાં
(C) ગામડાંમાં
(D) શહેરોમાં
જવાબ : (C) ગામડાંમાં
(6) નીચેના પૈકી કઈ બાબતમાં મહિલાઓની સંખ્યા ઓછી છે?
(A) તબીબ
(B) ઇજનેર
(C) વકીલ
(D) પોલીસ
જવાબ : (D) પોલીસ
(7) મકાનને ‘ઘર' બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે?
(A) બાળકો દ્વારા
(B) મહિલા દ્વારા
(C) કડિયા દ્વારા
(D) પુરુષ દ્વારા
જવાબ : (B) મહિલા દ્વારા
(8) નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તીકરણ માટે મહત્ત્વની છે?
(A) ‘પ્રૉડક્ટ ઇન ઇન્ડિયા’
(B) ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’
(C) ‘ઇન્ડિયા ફર્સ્ટ’
(D) ‘મેક ઇન ગુજરાત'
જવાબ : (B) ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’
(9) ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું?
(A) પ્રતિભાસિંહ પાટીલ
(B) સુષ્મા સ્વરાજ
(C) ઇન્દિરા ગાંધી
(D) શ્રીમતી સુમિત્રા મહાજન
જવાબ : (A) પ્રતિભાસિંહ પાટીલ
(10) આપણા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં?
(A) ઇન્દિરા ગાંધી
(B) શ્રીમતી મીરાકુમાર
(C) સુષ્મા સ્વરાજ
(D) પ્રતિભાસિંહ પાટીલ
જવાબ : (A) ઇન્દિરા ગાંધી
(11) આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ બન્યાં હતાં?
(A) પ્રતિભાસિંહ પાટીલ
(B) ઇન્દિરા ગાંધી
(C) સુષ્મા સ્વરાજ
(D) સરોજિની નાયડુ
જવાબ : (C) સુષ્મા સ્વરાજ
(12) સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું?
(A) શ્રીમતી મીરાકુમારે
(B) શ્રીમતી સુમિત્રા મહાજને
(C) વિજયાલક્ષ્મી પંડિત
(D) સુષ્મા સ્વરાજે
જવાબ : (D) સુષ્મા સ્વરાજે
(13) વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે?
(A) આશા મંગેશકર
(B) આશા ભોંસલેએ
(C) અનુરાધા પૌંડવાલે
(D) લતા મંગેશકરે
જવાબ : (D) લતા મંગેશકરે
(14) નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતાં?
(A) સુમતિ ચાવલા
(B) કલ્પના ચાવલા
(C) અમૃતા ચાવલા
(D) સુનીતા ચાવલા
જવાબ : (B) કલ્પના ચાવલા
(15) નીચેના પૈકી કયા મહિલા ખેલાડીએ કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો?
(A) સરિતા ગાયકવાડે
(B) ચાંદની પટવાએ
(C) અનિશા શાહે
(D) ભાવના પરીખે
જવાબ : (A) સરિતા ગાયકવાડે
(16) ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા-કેળવણી માટેના ઍમ્બેસેડર તરીકે પસંદગી કરી છે?
(A) કૃપાલી પટેલની
(B) રઝિયા શેખની
(C) સરિતા ગાયકવાડની
(D) કીર્તિદા પટેલની
જવાબ : (C) સરિતા ગાયકવાડની
(17) ભારતમાં પ્રથમ વસ્તીગણતરી કઈ સાલમાં થઈ હતી?
(A) ઈ. સ. 1871માં
(B) ઈ. સ. 1881માં
(C) ઈ. સ. 1891માં
(D) ઈ. સ. 1901માં
જવાબ : (B) ઈ. સ. 1881માં
(18) કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે?
(A) 5 વર્ષે
(B) 8 વર્ષે
(C) 10 વર્ષે
(D) 15 વર્ષે
જવાબ : (C) 10 વર્ષે
(19) ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
(A) 949
(B) 880
(C) 886
(D) 906
જવાબ : (B) 880
(20) ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
(A) 949
(B) 852
(C) 906
(D) 880
જવાબ : (A) 949
(21) ગુજરાતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
(A) 949
(B) 943
(C) 929
(D) 919
જવાબ : (D) 919
(22) ભારતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
(A) 943
(B) 949
(C) 914
(D) 906
જવાબ : (A) 943
(23) ગુજરાતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
(A) 852
(B) 886
(C) 906
(D) 919
જવાબ : (C) 906
(24) ભારતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?
(A) 902
(B) 852
(C) 886
(D) 880
જવાબ : (A) 902
(25) ભારતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ કેટલું છે?
(A) 943
(B) 919
(C) 949
(D) 902
જવાબ : (B) 919
(26) ગુજરાતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
(A) 919
(B) 880
(C) 886
(D) 852
જવાબ : (D) 852
(27) ભારતમાં ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 950
(B) 934
(C) 972
(D) 940
જવાબ : (C) 972
(28) ભારતમાં ઈ. સ. 1951માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 950
(B) 946
(C) 955
(D) 940
જવાબ : (B) 946
(29) ભારતમાં ઈ. સ. 2001માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 933
(B) 926
(C) 934
(D) 941
જવાબ : (A) 933
(30) ભારતમાં ઈ. સ. 2011માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
(A) 934
(B) 926
(C) 933
(D) 940
જવાબ : (D) 940
(31) અંગ્રેજ સરકાર સામે ગાંધીબાપુના નેતૃત્વ હેઠળ થયેલાં વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી?
(A) વિનોબા
(B) સાદોબા
(C) કસ્તુરબા
(D) સરોજિની નાયડુ
જવાબ : (C) કસ્તુરબા
(32) ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું?
(A) બિહારમાં
(B) ગુજરાતમાં
(C) પંજાબમાં
(D) ઉત્તર પ્રદેશમાં
જવાબ : (A) બિહારમાં
(33) ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી થાય છે?
(A) પાંચ
(B) દસ
(C) પંદર
(D) વીસ
જવાબ : (B) દસ
(34) મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે?
(A) ઉદ્યોગ માટે
(B) પશુપાલન માટે
(C) ધંધા માટે
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(35) વિશ્વમાં વસ્તીની દષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે?
(A) ચીન
(B) રશિયા
(C) યૂ.એસ.એ.
(D) ભારત
જવાબ : (A) ચીન
(36) ભારતમાં કેટલાં વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે?
(A) 5 થી 10 વર્ષની
(B) 6 થી 15 વર્ષની
(C) 6 થી 14 વર્ષની
(D) 8 થી 16 વર્ષની
જવાબ : (C) 6 થી 14 વર્ષની
(37) હાલના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારીની સાથે બીજી કઈ જવાબદારી નિભાવે છે?
(A) સામાજિક
(B) આર્થિક
(C) ધાર્મિક
(D) રાજનૈતિક
જવાબ : (B) આર્થિક
(38) મુખ્યત્વે ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ શાના માટે આંદોલન કરે છે?
(A) વીજળી માટે
(B) મોંઘવારી માટે
(C) કેરોસીન માટે
(D) પાણી માટે
જવાબ : (D) પાણી માટે
(39) કોની સાથે દેશભરની મહિલાઓ ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી?
(A) કસ્તૂરબા સાથે
(B) વિનોબા સાથે
(C) જ્યોતિબા સાથે
(D) મણિબા સાથે
જવાબ : (A) કસ્તૂરબા સાથે
(40) સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?
(A) રાજ્યવ્યવસ્થા ઉપર
(B) અર્થવ્યવસ્થા ઉપર
(C) શિક્ષણવ્યવસ્થા ઉપર
(D) સમાજવ્યવસ્થા ઉપર
જવાબ : (D) સમાજવ્યવસ્થા ઉપર