ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 4. મધ્યુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો
MCQ : 140
(1) મૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
(A) ભવનો અને મંદિરો
(B) મસ્જિદો અને મકબરાઓ
(C) સ્તૂપો અને સ્તંભલેખો
(D) ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
જવાબ : (C) સ્તૂપો અને સ્તંભલેખો
(2) અનુમૌર્યયુગ દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
(A) ગાંધાર અને મથુરાશૈલીના સ્તૂપો
(B) સ્તૂપો અને સ્તંભલેખો
(C) મસ્જિદો અને મકબરાઓ
(D) ભવનો અને મંદિરો
જવાબ : (A) ગાંધાર અને મથુરાશૈલીના સ્તૂપો
(3) ગુપ્ત સમય દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
(A) મસ્જિદો અને મકબરાઓ
(B) ગાંધાર અને મથુરાશૈલીના સ્તૂપો
(C) સ્તૂપો અને સ્તંભલેખો
(D) વિહારો, ભવનો અને મંદિરો
જવાબ : (D) વિહારો, ભવનો અને મંદિરો
(4) દિલ્લી સલ્તનતના સમયગાળા દરમિયાન કયાં સ્થાપત્યોનું નિર્માણ થયું હતું?
(A) સ્તૂપો અને સ્તંભલેખો
(B) મસ્જિદો, મકબરાઓ અને રોજા
(C) વિહારો, ભવનો અને મંદિરો
(D) ગાંધાર અને મથુરાશેલીના સ્તૂપો
જવાબ : (B) મસ્જિદો, મકબરાઓ અને રોજા
(5) પાષાણને છીણી અને હથોડી વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે.......
(A) ગુફાકલા
(B) શિલ્પકલા
(C) સ્થાપત્યકલા
(D) સ્તૂપકલા
જવાબ : (B) શિલ્પકલા
(6) સ્થાપત્યનો સરળ અર્થ થાય છે…
(A) કોતરણી
(B) વાસ્તુ
(C) બાંધકામ
(D) મંદિર
જવાબ : (C) બાંધકામ
(7) રાજપૂતયુગીન સ્થાપત્યમાં ઉત્તર ભારતનાં મંદિરોની કઈ શૈલી પ્રચલિત બની હતી?
(A) ઈરાની
(B) દ્રવિડ
(C) મથુરા
(D) નાગર
જવાબ : (D) નાગર
(8) કયું મંદિર સ્થાપત્યની નાગરશૈલીનું મંદિર છે?
(A) કોણાર્કનું સૂર્યમંદિર
(B) મોઢેરાનું સૂર્યમંદિર
(C) પુરીનું લિંગરાજ મંદિર
(D) કર્ણાટકનું હૌશલેશ્વરનું મંદિર
જવાબ : (C) પુરીનું લિંગરાજ મંદિર
(9) આરબશેલીનાં સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
(A) મસ્જિદ
(B) વાવ
(C) મકબરો
(D) રોજા
જવાબ : (B) વાવ
(10) કયું સ્થાપત્ય દિલ્લી સ્થાપત્યનું છે?
(A) કુતુબમિનાર
(B) સોના મસ્જિદ
(C) ભદ્રનો કિલ્લો
(D) કીર્તિસ્તંભ (વિજયસ્તંભ)
જવાબ : (A) કુતુબમિનાર
(11) દિલ્લી સ્થાપત્યોમાં કયા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?
(A) જામા મસ્જિદ
(B) અલાઈ દરવાજો
(C) કુતુબમિનાર
(D) કોણાર્કનું સૂર્યમંદિર
જવાબ : (D) કોણાર્કનું સૂર્યમંદિર
(12) મધ્યયુગીન સમયનું અમદાવાદનું સ્થાપત્ય કયું છે?
(A) હોજ-એ-ખાસ
(B) ભદ્રનો કિલ્લો
(C) સીરીનો કિલ્લો
(D) કુંભલગઢનો દુર્ગ
જવાબ : (B) ભદ્રનો કિલ્લો
(13) મધ્યયુગીન સમયનું બંગાળનું સ્થાપત્ય કયું છે?
(A) જામા મસ્જિદ
(B) સીરીનો કિલ્લો
(C) સોના મસ્જિદ
(D) કુતુબમિનાર
જવાબ : (C) સોના મસ્જિદ
(14) મધ્યયુગીન સમયનું હિંદુ સ્થાપત્ય કયું છે?
(A) ચિતોડનો કીર્તિસ્તંભ
(B) ભદ્રનો કિલ્લો
(C) તાજમહાલ
(D) જામા મસ્જિદ
જવાબ : (A) ચિતોડનો કીર્તિસ્તંભ
(15) ઓડિશામાં કયું સૂર્યમંદિર આવેલું છે?
(A) ખજૂરાહોનું
(B) કોણાર્કનું
(C) પટ્ટદકલનું
(D) થંજાવુરનું
જવાબ : (B) કોણાર્કનું
(16) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા રાજ્યમાં આવેલું છે?
(A) આંધ્ર પ્રદેશમાં
(B) ઝારખંડમાં
(C) છત્તીસગઢમાં
(D) ઓડિશામાં
જવાબ : (D) ઓડિશામાં
(17) કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યના કયા જિલ્લામાં આવેલું છે?
(A) કાશીપુર
(B) આનંદપુર
(C) પુરી
(D) અનુગુલ
જવાબ : (C) પુરી
(18) કોણાર્કના સુર્યમંદિરનું નિર્માણ ક્યા રાજાના સમયમાં થયું હતું?
(A) કરિકાલના
(B) ગોન્ડોફર્નિસના
(C) પેરુવલુદીના
(D) નરસિંહવર્મન પ્રથમના
જવાબ : (D) નરસિંહવર્મન પ્રથમના
(19) કોણાર્કનું સૂર્યમંદિર ક્યા પ્રકારનું મંદિર છે?
(A) ગુફામંદિર
(B) ખડકમંદિર
(C) યોગિની મંદિર
(D) રથમંદિર
જવાબ : (D) રથમંદિર
(20) કોણાર્કના સૂર્યમંદિરના સૂર્યના રથને કેટલાં પૈડાં છે?
(A) 12
(B) 10
(C) 8
(D) 16
જવાબ : (A) 12
(21) કોણાર્કના સૂર્યમંદિરને – રથમંદિરને કેટલા અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે?
(A) આઠ
(B) બાર
(C) સાત
(D) સોળ
જવાબ : (C) સાત
(22) ક્યું મંદિર ‘કાળા પેગોડા’ ના નામથી ઓળખાય છે?
(A) મોઢેરાનું સૂર્યમંદિર
(B) કોણાર્કનું સૂર્યમંદિર
(C) વિરુપાક્ષ મંદિર
(D) બૃહદેશ્વર મંદિર
જવાબ : (B) કોણાર્કનું સૂર્યમંદિર
(23) કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ કેવા પથ્થરોમાંથી થયેલું છે?
(A) ગેરુઆ
(B) ધોળા
(C) લાલ
(D) કાળા
જવાબ : (D) કાળા
(24) ઉત્તર ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
(A) ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
(B) શંકુ આકારનાં અણીદાર શિખરો
(C) પ્રદક્ષિણાપથ વિનાનાં શિખરો
(D) ગોળ શિખરો અને સ્તંભવાળા ખંડો
જવાબ : (A) ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
(25) દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય લાક્ષણિકતા કઈ છે?
(A) શંકુ આકારનાં શિખરો અને સ્તંભ વિનાના ખંડો
(B) ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો
(C) શંકુ આકારનાં અણીદાર શિખરો
(D) પ્રદક્ષિણાપથ વિનાનાં શિખરો
જવાબ : (C) શંકુ આકારનાં અણીદાર શિખરો
(26) દક્ષિણ ભારતનાં મંદિરોની મુખ્ય વિશેષતા શી છે?
(A) ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર)
(B) અંતરાલ
(C) ગર્ભગૃહ
(D) મુખમંડપ
જવાબ : (A) ગોપુરમ્ (મંદિરનું પ્રવેશદ્વાર)
(27) રાજરાજેશ્વર મંદિર ક્યાં આવેલું છે?
(A) મદુરાઈમાં
(B) મથુરામાં
(C) તાંજોરમાં
(D) બેલૂરમાં
જવાબ : (C) તાંજોરમાં
(28) નીચે આપેલા નકશામાં દર્શાવેલ સ્થાપત્ય કયા રાજ્યમાં આવેલું છે?
(A) ઓડિશામાં
(B) ગુજરાતમાં
(C) પશ્ચિમ બંગાળમાં
(D) આંધ્ર પ્રદેશમાં
જવાબ : (A) ઓડિશામાં
(29) નીચેના પૈકી કોનો મકબરો મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો છે?
(A) જહાંગીરનો
(B) ઔરંગઝેબનો
(C) બાબરનો
(D) હુમાયુનો
જવાબ : (D) હુમાયુનો
(30) મુઘલયુગ સમયનું સ્થાપત્યકલાનું કયું સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે?
(A) હુમાયુનો મકબરો
(B) ભદ્રનો કિલ્લો
(C) જામા મસ્જિદ
(D) અદીના મસ્જિદ
જવાબ : (A) હુમાયુનો મકબરો
(31) અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
(A) દિલ્લીનો કિલ્લો
(B) આગરાનો કિલ્લો
(C) જૂનાગઢનો કિલ્લો
(D) અજમેરનો કિલ્લો
જવાબ : (B) આગરાનો કિલ્લો
(32) અકબરે કયો કિલ્લો બંધાવ્યો હતો?
(A) ચાંપાનેરનો કિલ્લો
(B) આમેરનો કિલ્લો
(C) ફતેહપુર સિક્રીનો કિલ્લો
(D) બહાઉદ્દીન વઝીરનો કિલ્લો
જવાબ : (C) ફતેહપુર સિક્રીનો કિલ્લો
(33) સસારામનો મકબરો કોણે બંધાવ્યો હતો?
(A) શાહજહાંએ
(B) હુમાયુએ
(C) અકબરે
(D) શેરશાહે
જવાબ : (D) શેરશાહે
(34) મુઘલયુગ સમયનો શાલીમાર બાગ ક્યાં આવેલો છે?
(A) લાહોરમાં
(B) કશ્મીરમાં
(C) આગરામાં
(D) દિલ્લીમાં
જવાબ : (A) લાહોરમાં
(35) મુઘલયુગ સમયનો નિશાંતબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
(A) કશ્મીરમાં
(B) દિલ્લીમાં
(C) જયપુરમાં
(D) આગરામાં
જવાબ : (A) કશ્મીરમાં
(36) મુઘલયુગ સમયનો આરામબાગ નામનો બગીચો ક્યાં આવેલો છે?
(A) બેંગલુરુમાં
(B) અમદાવાદમાં
(C) આગરામાં
(D) દેહરાદૂનમાં
જવાબ : (C) આગરામાં
(37) નીચેના પૈકી કઈ ઇમારત મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર ગણાય છે?
(A) કુતુબમિનાર
(B) બુલંદ દરવાજો
(C) બહાઉદ્દીન વઝીરની કબર
(D) તાજમહાલ
જવાબ : (D) તાજમહાલ
(38) તાજમહાલ કોણે બંધાવ્યો હતો?
(A) ઔરંગઝેબે
(B) હુમાયુએ
(C) અકબરે
(D) શાહજહાંએ
જવાબ : (D) શાહજહાંએ
(39) શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?
(A) આગરામાં
(B) દિલ્લીમાં
(C) શ્રીનગરમાં
(D) અજમેરમાં
જવાબ : (A) આગરામાં
(40) તાજમહાલ કઈ નદીના કિનારે આવેલો છે?
(A) ગંડક
(B) ગોમતી
(C) યમુના
(D) ગંગા
જવાબ : (C) યમુના
(41) કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીનું એક છે?
(A) ખજૂરાહોનાં મંદિરો
(B) તાજમહાલ
(C) આગરાનો લાલ કિલ્લો
(D) કોણાર્કનું સૂર્યમંદિર
જવાબ : (B) તાજમહાલ
(42) શાહજહાંએ કોની યાદમાં તાજમહાલ બંધાવ્યો હતો?
(A) હમીદાબાનુની
(B) મુમતાજમહલની
(C) તાજ મોહમ્મદની
(D) હમીદામહલની
જવાબ : (B) મુમતાજમહલની
(43) દિલ્લીનો લાલ કિલ્લો કયા મુઘલ બાદશાહે બંધાવ્યો હતો?
(A) જહાંગીરે
(B) અકબરે
(C) હુમાયુએ
(D) શાહજહાંએ
જવાબ : (D) શાહજહાંએ
(44) શાહજહાંએ દિલ્લીના કિલ્લામાં બંધાયેલી ઇમારતોમાં કઈ ઇમારતનો સમાવેશ થતો નથી?
(A) દીવાન-એ-લાલ
(B) દીવાન-એ-આમ
(C) રંગમહેલ
(D) દીવાન-એ-ખાસ
જવાબ : (A) દીવાન-એ-લાલ
(45) શાહજહાંએ દિલ્લીના લાલ કિલ્લામાં કઈ કલાત્મક વસ્તુ બનાવડાવી હતી?
(A) સિંહાસન
(B) શહેનશાહાસન
(C) મયૂરાસન
(D) મુઘલાસન
જવાબ : (C) મયૂરાસન
(46) ભારતમાં દર વર્ષે 15મી ઑગસ્ટે દિલ્લીમાં કયા સ્થળેથી ધ્વજવંદન થાય છે?
(A) વિજયઘાટથી
(B) કુતુબમિનારથી
(C) રાજઘાટથી
(D) લાલ કિલ્લાથી
જવાબ : (D) લાલ કિલ્લાથી
(47) ભારતમાં આવેલી વિશ્વની સાત અજાયબી કયા સાચા જોડકાં સાથે બંધ બેસે છે?
(A) દિલ્લી - યમુના
(B) લખનઉ – ગંગા
(C) અયોધ્યા – સરયું
(D) આગરા – યમુના
જવાબ : (D) આગરા – યમુના
(48) નીચેના સ્થાપત્યનું નામ શું છે?
(A) લાલ કિલ્લો – દિલ્લી
(B) હુમાયુનો મકબરો - દિલ્લી
(C) લાલ કિલ્લો – આગરા
(D) દોલતાબાદનો કિલ્લો – મહારાષ્ટ્ર
જવાબ : (A) લાલ કિલ્લો – દિલ્લી
(49) નીચેના સ્થાપત્યનું નામ શું છે?
(A) બુલંદ દરવાજો
(B) જામી મસ્જિદ
(C) આગરાનો કિલ્લો
(D) મહાબતખાનનો મકબરો
જવાબ : (C) આગરાનો કિલ્લો
(50) નીચેના સ્થાપત્યનું નામ શું છે?
(A) મોઢેરાનું સૂર્યમંદિર
(B) કોણાર્કનું સૂર્યમંદિર
(C) કર્ણાટકનું હૌશલેશ્વર
(D) રાજરાજેશ્વરનું મંદિર
જવાબ : (A) મોઢેરાનું સૂર્યમંદિર
(51) લાલ કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે?
(A) મુંબઈમાં
(B) શ્રીનગરમાં
(C) અમૃતસરમાં
(D) દિલ્લીમાં
જવાબ : (D) દિલ્લીમાં
(52) શીખ સંપ્રદાયમાં શ્રેષ્ઠતમ સ્થાપત્ય સુવર્ણમંદિર ક્યા શહેરમાં આવેલું છે?
(A) દિલ્લીમાં
(B) લખનઉમાં
(C) આગરામાં
(D) અમૃતસરમાં
જવાબ : (D) અમૃતસરમાં
(53) સોમનાથ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
(A) પોરબંદરમાં
(B) ભાવનગરમાં
(C) ગીર સોમનાથમાં
(D) રાજકોટમાં
જવાબ : (C) ગીર સોમનાથમાં
(54) સોમનાથ મંદિર વેરાવળ પાસે ક્યા સ્થળે આવેલું છે?
(A) પ્રભાસપાટણમાં
(B) સોમનાથ પાટણમાં
(C) અણહિલવાડ પાટણમાં
(D) પાલિતાણા પાટણમાં
જવાબ : (A) પ્રભાસપાટણમાં
(55) સોમનાથ કયા પંથનું પુરાતન, સમૃદ્ધ અને મહત્ત્વનું કેન્દ્ર હતું?
(A) શક્તિપંથનું
(B) શૈવપંથનું
(C) વૈષ્ણવપંથનું
(D) વૈદિકપંથનું
જવાબ : (B) શૈવપંથનું
(56) નીચેના સ્થાપત્યનું નામ શું છે?
(A) રાજરાજેશ્વર મંદિર
(B) હૌશલેશ્વર મંદિર
(C) મોઢેરાનું સૂર્યમંદિર
(D) સોમનાથ મંદિર
જવાબ : (D) સોમનાથ મંદિર
(57) ક્યું મંદિર ભારતનાં અત્યંત પવિત્ર એવાં 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે?
(A) અંબાજી મંદિર
(B) સોમનાથ મંદિર
(C) બહુચરાજી મંદિર
(D) દ્વારકાધીશ મંદિર
જવાબ : (B) સોમનાથ મંદિર
(58) ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે?
(A) જૂનાગઢમાં
(B) જામનગરમાં
(C) મોરબીમાં
(D) ભાવનગરમાં
જવાબ : (A) જૂનાગઢમાં
(59) જૂનાગઢ શહેરમાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મૂળ નામ શું હતું?
(A) વિજયદુર્ગ
(B) ગણદુર્ગ
(C) ગિરિદુર્ગ
(D) ખંડદુર્ગ
જવાબ : (C) ગિરિદુર્ગ
(60) ગુજરાતમાં અડી-કડી વાવ ક્યાં આવેલી છે?
(A) વેરાવળમાં
(B) વડનગરમાં
(C) ડભોઈમાં
(D) જૂનાગઢમાં
જવાબ : (D) જૂનાગઢમાં
(61) ગુજરાતમાં નવઘણ કૂવો ક્યાં આવેલો છે?
(A) વડોદરામાં
(B) પાટણમાં
(C) ભુજમાં
(D) જુનાગઢમાં
જવાબ : (D) જુનાગઢમાં
(62) ગુજરાત : મોઢેરાનું સૂર્યમંદિર / ઓડિશા :…………..સૂર્યમંદિર
(A) તાંજોર
(B) ખજૂરાહો
(C) કોણાર્ક
(D) બૃહદેશ્વર
જવાબ : (C) કોણાર્ક
(63) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
(A) અમદાવાદ
(B) પાટણ
(C) મહેસાણા
(D) જૂનાગઢ
જવાબ : (C) મહેસાણા
(64) મોઢેરાનું સૂર્યમંદિર ક્યા રાજાએ બંધાવ્યું હતું?
(A) સોલંકીવંશના ભીમદેવ બીજાએ
(B) સોલંકીવંશના મૂળરાજ પહેલાએ
(C) સોલંકીવંશના સિદ્ધરાજ જયસિંહે
(D) સોલંકીવંશના ભીમદેવ પહેલાએ
જવાબ : (D) સોલંકીવંશના ભીમદેવ પહેલાએ
(65) મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશદ્વાર કઈ દિશામાં છે?
(A) દક્ષિણ
(B) પૂર્વ
(C) પશ્ચિમ
(D) ઉત્તર
જવાબ : (B) પૂર્વ
(66) મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે?
(A) 12
(B) 8
(C) 6
(D) 4
જવાબ : (A) 12
(67) મોઢેરાના સૂર્યમંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાનાં નાનાં કુલ કેટલાં મંદિરો આવેલાં છે?
(A) 92
(B) 80
(C) 112
(D) 108
જવાબ : (D) 108
(68) પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી?
(A) રાણી રૂપમતિએ
(B) રાણી મીનાક્ષીદેવીએ
(C) રાણી ઉદયમતિએ
(D) રાણી યશોમતિએ
જવાબ : (C) રાણી ઉદયમતિએ
(69) ગુજરાતમાં રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે?
(A) પાટણમાં
(B) અડાલજમાં
(C) ડભોઈમાં
(D) જૂનાગઢમાં
જવાબ : (A) પાટણમાં
(70) રાણીની વાવ કેટલા માળની છે?
(A) છ
(B) ત્રણ
(C) પાંચ
(D) સાત
જવાબ : (D) સાત
(71) ભારતમાં જ્યોતિર્લિંગોની સંખ્યા કેટલી છે?
(A) 10
(B) 12
(C) 24
(D) 6
જવાબ : (B) 12
(72) નીચેના પૈકી ક્યા સ્થળને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે?
(A) ઇલોરાની ગુફાઓને
(B) હમ્પીને
(C) મોઢેરાના સૂર્યમંદિરને
(D) રાણીની વાવને
જવાબ : (D) રાણીની વાવને
(73) વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા કઈ છે?
(A) યુએન
(B) યુનિનોર
(C) યુનેસ્કો
(D) યુનિસેફ
જવાબ : (C) યુનેસ્કો
(74) સિદ્ધપુરમાં ગુજરાતનું કયું વિશિષ્ટ સ્થાપત્ય આવેલું છે?
(A) નવઘણ કૂવો
(B) રાણીની વાવ
(C) દામોદર કુંડ
(D) રુદ્રમહાલય
જવાબ : (D) રુદ્રમહાલય
(75) સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું?
(A) સિદ્ધરાજ જયસિંહ
(B) વસ્તુપાળ અને તેજપાળે
(C) કુમારપાળે
(D) કર્ણદેવ વાઘેલાએ
જવાબ : (A) સિદ્ધરાજ જયસિંહ
(76) કેટલાક ઇતિહાસકારોના મતે સિદ્ધપુરનો રુદ્રમહાલય કેટલા માળનો હોવો જોઈએ?
(A) પાંચ
(B) સાત
(C) નવ
(D) ત્રણ
જવાબ : (B) સાત
(77) કોના કહેવાથી સિદ્ધરાજે ધોળકામાં મલાવ તળાવ અને વીરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં?
(A) માતા કનકાદેવીના
(B) માતા રાજેશ્વરીદેવીના
(C) માતા મીનળદેવીના
(D) માતા મીનાક્ષીદેવીના
જવાબ : (C) માતા મીનળદેવીના
(78) ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
(A) વીરમગામમાં
(B) દ્વારકામાં
(C) મોઢેરામાં
(D) ધોળકામાં
જવાબ : (D) ધોળકામાં
(79) ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે?
(A) જૂનાગઢમાં
(B) વીરમગામમાં
(C) ધોળકામાં
(D) ભુજમાં
જવાબ : (B) વીરમગામમાં
(80) ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે?
(A) સિદ્ધપુરમાં
(B) અમદાવાદમાં
(C) વડનગરમાં
(D) પાટણમાં
જવાબ : (C) વડનગરમાં
(81) ગુજરાતમાં શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
(A) વડનગરમાં
(B) પાટણમાં
(C) સિદ્ધપુરમાં
(D) અમદાવાદમાં
જવાબ : (A) વડનગરમાં
(82) પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું?
(A) રાણી ભાનુમતિએ
(B) રાણી રૂડાદેવીએ
(C) રાણી ઉદયમતિએ
(D) સિદ્ધરાજ જયસિંહે
જવાબ : (D) સિદ્ધરાજ જયસિંહે
(83) ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે?
(A) સિદ્ધપુરમાં
(B) પાટણમાં
(C) વીરમગામમાં
(D) ધોળકામાં
જવાબ : (B) પાટણમાં
(84) અમદાવાદની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી?
(A) ઈ. સ. 1428માં
(B) ઈ. સ. 1421માં
(C) ઈ. સ. 1414માં
(D) ઈ. સ. 1411માં
જવાબ : (D) ઈ. સ. 1411માં
(85) ગુજરાતમાં ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે?
(A) પાટણમાં
(B) જૂનાગઢમાં
(C) અમદાવાદમાં
(D) વેરાવળમાં
જવાબ : (C) અમદાવાદમાં
(86) અમદાવાદમાં કઈ પ્રસિદ્ધ મસ્જિદ આવેલી છે?
(A) મોતી મસ્જિદ
(B) જામી મસ્જિદ
(C) અટાલા મસ્જિદ
(D) જામા મસ્જિદ
જવાબ : (D) જામા મસ્જિદ
(87) ગુજરાતમાં જામી મસ્જિદ ક્યાં આવેલી છે?
(A) મહેમદાવાદમાં
(B) ચાંપાનેરમાં
(C) ભાવનગરમાં
(D) અમદાવાદમાં
જવાબ : (B) ચાંપાનેરમાં
(88) નીચેના પૈકી કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કર્યું છે?
(A) ચાંપાનેરને
(B) જામા મસ્જિદને
(C) મોઢેરાના સૂર્યમંદિરને
(D) કોણાર્કના સૂર્યમંદિરને
જવાબ : (A) ચાંપાનેરને
(89) અમદાવાદ નજીક આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી?
(A) રાણી પદ્માવતીએ
(B) રાણી ઉદયમતિએ
(C) રાણી ભાનુમતિએ
(D) રાણી રૂડાદેવીએ
જવાબ : (D) રાણી રૂડાદેવીએ
(90) ગુજરાતમાં હોજ-એ-કુતુબ એટલે કે કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે?
(A) જૂનાગઢમાં
(B) અમદાવાદમાં
(C) વીરમગામમાં
(D) પાટણમાં
જવાબ : (B) અમદાવાદમાં
(91) અમદાવાદના ક્યા સ્થાપત્યને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્યકલાનો નમૂનો ગણવામાં આવે છે?
(A) જામા મસ્જિદને
(B) ઝૂલતા મિનારાને
(C) રાણી સિપ્રીની મસ્જિદને
(D) સીદી સૈયદની જાળીને
જવાબ : (D) સીદી સૈયદની જાળીને
(92) પાદલિપ્તસૂરિ નામના જૈન મુનિએ પાલિતાણાના કયા ડુંગર પર જૈનમંદિરો બંધાવ્યાં હતાં?
(A) ગિરનાર
(B) ચોટીલા
(C) શેત્રુંજય
(D) ધીણોધર
જવાબ : (C) શેત્રુંજય
(93) ગુજરાતમાં જૈનોનું મહાન તીર્થધામ કયું છે?
(A) સમેતશિખર
(B) પાલિતાણા
(C) પાવાપુરી
(D) જૂનાગઢ
જવાબ : (B) પાલિતાણા
(94) ગુજરાતમાં જામનગર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
(A) ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો
(B) દેવની મોરીનો સૂરજ કુંવરબાનો
(C) હમીરજી ગોહિલનો
(D) નંદનગઢનો સૂરજ કુંવરબાનો
જવાબ : (A) ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો
(95) ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો પાળિયાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે?
(A) ધર્મરાજિકાનો
(B) ખાપરા-કોડિયાનો
(C) ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો
(D) હમીરજી ગોહિલનો
જવાબ : (D) હમીરજી ગોહિલનો
(96) ક્યા મુઘલ બાદશાહના સમયથી ભારતમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો?
(A) શેરશાહ
(B) ઓરંગઝેબ
(C) બાબર
(D) અકબર
જવાબ : (C) બાબર
(97) કયા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગરામાં ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી?
(A) જશવંત
(B) બસાવન
(C) મન્સૂર
(D) આકારિઝા
જવાબ : (D) આકારિઝા
(98) ક્યાં મુઘલ બાદશાહના સમયથી છબીચિત્રોની શરૂઆત થઈ હતી?
(A) જહાગીર
(B) અકબર
(C) ઔરંગઝેબ
(D) હુમાયુ
જવાબ : (B) અકબર
(99) કવાલીની શોધ કોણે કરી હતી?
(A) અમીર ખુશરોએ
(B) ઝીયાઉદ્દીન બરનીએ
(C) મુહમ્મદ કાઝીમે
(D) ચંદબરદાઈએ
જવાબ : (A) અમીર ખુશરોએ
(100) દેવગિરિ (દોલતાબાદ)ના પંડિત સારંગદેવે કયો સંગીતગ્રંથ લખ્યો હતો?
(A) સંગીત પારિજાત
(B) સંગીત સુધાકર
(C) સંગીત મકરંદ
(D) સંગીત રત્નાકર
જવાબ : (D) સંગીત રત્નાકર
(101) ગુજરાતના પંડિત હરિપાલ દેવે ક્યો સંગીતગ્રંથ લખ્યો હતો?
(A) સંગીત સુધાકર
(B) સંગીત રત્નાકર
(C) સંગીત મકરંદ
(D) સંગીત પારિજાત
જવાબ : (A) સંગીત સુધાકર
(102) નીચેના પૈકી ક્યા સૌથી મહાન કલાકાર શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા હતા?
(A) બૈજુ બાવરા
(B) મલિક મુહમ્મદ જાયસી
(C) તાનસેન
(D) શેખ બુરહાન
જવાબ : (C) તાનસેન
(103) ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ કોણે લખ્યો હતો?
(A) હેમાચાર્યે
(B) હેમચંદ્રાચાર્યે
(C) હમશિલાચાર્યે
(D) હેમશુભાચાર્યે
જવાબ : (B) હેમચંદ્રાચાર્યે
(104) કવિ જયદેવે કયો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે?
(A) ઋતુસંહાર
(B) હર્ષચરિત
(C) રાજતરંગિણી
(D) ગીતગોવિંદમ્
જવાબ : (D) ગીતગોવિંદમ્
(105) ‘હિતોપદેશ’ ગ્રંથના કર્તા કોણ છે?
(A) નારાયણ
(B) વિષ્ણુ ભાતખંડે
(C) બોધાયન
(D) ભાસ્કરાચાર્ય
જવાબ : (A) નારાયણ
(106) ‘સિદ્ધાંત શિરોમણિ’ અને ‘લીલાવતી’ ગ્રંથોના કર્તા કોણ છે?
(A) આર્યભટ્ટ
(B) વાગ્ભટ્ટ
(C) ભાસ્કરાચાર્ય
(D) બોધાયન
જવાબ : (C) ભાસ્કરાચાર્ય
(107) ચંદબરદાઈએ કયો ગ્રંથ લખ્યો છે?
(A) ચંદ્રાયન
(B) પૃથ્વીરાજરાસો
(C) વિક્રમાંકદેવચરિત
(D) બીસલદેવરાસો
જવાબ : (B) પૃથ્વીરાજરાસો
(108) ‘પૃથ્વીરાજરાસો' ગ્રંથના કર્તા કોણ છે?
(A) કવિ તિરુવલ્લુવર
(B) બિસલદેવ
(C) ભાસ્કરાચાર્ય
(D) ચંદબરદાઈ
જવાબ : (D) ચંદબરદાઈ
(109) ‘તુઘલખનામા’ અને ‘તારીખ-એ-દિલ્લી' ગ્રંથોના રચયિતા કોણ છે?
(A) અમીર ખુશરો
(B) હઝરત નિઝામુદીન
(C) ઝીયાઉદીન બરની
(D) મુહમ્મદ કાઝીમ
જવાબ : (A) અમીર ખુશરો
(110) ‘કિતાબ-એ હિન્દ-રહેલા’ ગ્રંથના કર્તા કોણ છે?
(A) જૈનુલ અબિદિન
(B) અબુલફઝલ
(C) ગુલબદન બેગમ
(D) ઇબ્નબતુતા
જવાબ : (D) ઇબ્નબતુતા
(111) ‘કાન્દડદે પ્રબંધ’ ગ્રંથના કર્તા કોણ છે?
(A) સોમદેવ
(B) પદ્મનાભ
(C) કલ્હણ
(D) પદ્માવત
જવાબ : (B) પદ્મનાભ
(112) મહંમદ જાયસીનો પ્રસિદ્ધ ગ્રંથ કયો છે?
(A) ચંદ્રાયન
(B) પદ્માસન
(C) પદ્માવત
(D) પદ્મનાભ
જવાબ : (C) પદ્માવત
(113) ગુજરાતમાં ભવાઈ લેખન અને ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે?
(A) અસાઇત ઠાકર
(B) જયશંકર સુંદરી
(C) પ્રાણસુખ નાયક
(D) ઉપેન્દ્ર ત્રિવેદી
જવાબ : (A) અસાઇત ઠાકર
(114) ગુજરાતના ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો ક્યો વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે?
(A) ધમાલ
(B) હુડો
(C) ચાળો
(D) મેરાયો
જવાબ : (B) હુડો
(115) ક્યા મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવે છે?
(A) વૌઠાના મેળામાં
(B) નકળંગના મેળામાં
(C) ભવનાથના મેળામાં
(D) તરણેતરના મેળામાં
જવાબ : (D) તરણેતરના મેળામાં
(116) ગુજરાતમાં ક્યા તહેવાર દરમિયાન સ્ત્રી-પુરુષો ગરબા, ગરબી અને રાસ રમે છે?
(A) હોળી
(B) ગણેશચતુર્થી
(C) ઓણમ
(D) નવરાત્રી
જવાબ : (D) નવરાત્રી
(117) પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત હતું?
(A) બનારસી
(B) પટોળું
(C) બાંધણી
(D) કાંજીવરમ
જવાબ : (B) પટોળું
(118) નીચેનાં સ્થળો પૈકી કયું સ્થળ બાંધણી માટે પ્રખ્યાત છે?
(A) જેતપુર
(B) સુરત
(C) અંજાર
(D) પાલનપુર
જવાબ : (A) જેતપુર
(119) જામનગર અને જેતપુર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે?
(A) પટોળું
(B) બનારસી
(C) કાંજીવરમ
(D) બાંધણી
જવાબ : (D) બાંધણી
(120) કચ્છના બન્ની અને ખદિર વિસ્તારની કચ્છી સ્ત્રીઓ કયા પ્રકારની કલા-કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે?
(A) મીનાકામની
(B) વણાટકામની
(C) ભરતગૂંથણની
(D) માટીકામની
જવાબ : (C) ભરતગૂંથણની
(121) શહેરીકરણનું ચરમબિંદુ કયા શહેરમાં જોવા મળે છે?
(A) દિલ્લીમાં
(B) ભરૂચમાં
(C) અમૃતસરમાં
(D) વડોદરામાં
જવાબ : (A) દિલ્લીમાં
(122) શીખધર્મને કારણે કયું શહેર અગત્યનું શહેર બન્યું છે?
(A) હોશિયારપુર
(B) ફીરોઝપુર
(C) અમૃતસર
(D) ગુરુદાસપુર
જવાબ : (C) અમૃતસર
(123) દક્ષિણ ભારતનું કયું શહેર ઉત્તર અને દક્ષિણને જોડતું શહેરીકેન્દ્ર હતું?
(A) બીજાપુર
(B) દેવગિરિ (દોલતાબાદ)
(C) ચિત્રદુર્ગ
(D) સાતારા
જવાબ : (B) દેવગિરિ (દોલતાબાદ)
(124) નીચેના પૈકી કયું શહેર વિજયનગરની રાજધાની હતી?
(A) નાગલપુર
(B) ગુલમર્ગ
(C) બીડર
(D) હમ્પી
જવાબ : (D) હમ્પી
(125) સોળમી સદીમાં ભારતનું કયું શહેર મહત્ત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું?
(A) ભરૂચ
(B) કંડલા
(C) ખંભાત
(D) સુરત
જવાબ : (D) સુરત
(126) સોળમી સદીમાં વીરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો કયા શહેરમાં રહેતા હતા?
(A) સુરત
(B) કોચી
(C) ખંભાત
(D) ભરૂચ
જવાબ : (A) સુરત
(127) સોળમી સદીમાં ક્યા કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો?
(A) સુતરાઉ
(B) રેશમી
(C) જરીભરત
(D) મસલિન
જવાબ : (C) જરીભરત
(128) સોળમી સદીમાં નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું?
(A) ભરૂચ
(B) સુરત
(C) ખંભાત
(D) ગોવા
જવાબ : (B) સુરત
(129) નીચેનામાંથી સ્થાપત્ય અને સ્થળની કઈ જોડ ખોટી છે?
(A) તાજમહાલ – આગરા
(B) વિજયસ્તંભ – ઉદેપુર
(C) લાલ કિલ્લો – દિલ્લી
(D) રાજરાજેશ્વર મંદિર – તાંજોર
જવાબ : (B) વિજયસ્તંભ – ઉદેપુર
(130) મુઘલ શાસનમાં બનાવવામાં આવેલા બાગોમાં કયા બાગનો સમાવેશ થતો નથી?
(A) લાલબાગ
(B) નિશાંતબાગ
(C) શાલીમાર બાગ
(D) રામબાગ
જવાબ : (A) લાલબાગ
(131) યુનેસ્કોએ કઈ વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે?
(A) રાણીની વાવ – પાટણ
(B) માધાવાવ - વઢવાણ
(C) અડી-કડીની વાવ – જૂનાગઢ
(D) મીનળ વાવ – વીરપુર
જવાબ : (A) રાણીની વાવ – પાટણ
(132) દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવું સ્થળ કયું છે?
(A) સમેતશિખર
(B) શંખેશ્વર
(C) પાલિતાણા
(D) તારંગા ટેમ્પલ
જવાબ : (C) પાલિતાણા
(133) કયું સ્થાપત્ય મધ્યકાલીન વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક છે?
(A) આગરાનો લાલ કિલ્લો
(B) કુતુબમિનાર
(C) દિલ્લીનો લાલ કિલ્લો
(D) તાજમહાલ
જવાબ : (D) તાજમહાલ
(134) પાલિતાણા જૈનતીર્થ ક્યાં આવેલું છે?
(A) શત્રુંજય ડુંગર પર
(B) ગિરનાર પર્વત પર
(C) પાવાગઢ પર્વત પર
(D) બરડાના ડુંગર પર
જવાબ : (A) શત્રુંજય ડુંગર પર
(135) અમદાવાદની કઈ કલાત્મક જાળી જગવિખ્યાત છે?
(A) સીદી બશીરની જાળી
(B) રાણી રૂપમતિની જાળી
(C) સીદી સૈયદની જાળી
(D) રાણી સિપ્રીની જાળી
જવાબ : (C) સીદી સૈયદની જાળી
(136) દિલ્લી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની..............શૈલી પ્રમુખ હતી.
(A) ઇસ્લામ
(B) નાગર
(C) સલ્તનત
(D) આરબ
જવાબ : (D) આરબ
(137) કશ્મીર :…………બાગ
(A) લાલ
(B) નિશાંત
(C) આરામ
(D) શાલીમાર
જવાબ : (B) નિશાંત
(138) મુંબઈ : …………….
(A) રાજરાજેશ્વરમંદિર
(B) એલિફન્ટાની ગુફા
(C) રથમંદિર
(D) સુવર્ણમંદિર
જવાબ : (B) એલિફન્ટાની ગુફા
(139) વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય……
(A) અડી-કડીની વાવ
(B) રાણીની વાવ
(C) કાંકરિયા તળાવ
(D) રૂડાદેવીની વાવ
જવાબ : (B) રાણીની વાવ
(140) બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર..........
(A) સીદી સૈયદની જાળી
(B) જામા મસ્જિદ
(C) ડભોઈનો કિલ્લો
(D) ધોળકાની મસ્જિદ
જવાબ : (A) સીદી સૈયદની જાળી