ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

GIRISH BHARADA

Std 7 Social Science Ch 3 Mcq Gujarati


ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 3. મુઘલ સામ્રાજ્ય

MCQ : 80


(1) ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી?

(A) અકબરે

(B) બાબરે

(C) શેરશાહે

(D) જહાંગીરે

જવાબ : (B) બાબરે


(2) ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કઈ સાલમાં થઈ હતી?

(A) ઈ. સ. 1515માં

(B) ઈ. સ. 1518માં

(C) ઈ. સ. 1523માં

(D) ઈ. સ. 1526માં

જવાબ : (D) ઈ. સ. 1526માં


(3) પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?

(A) બાબર અને ઇબ્રાહીમ લોદી

(B) હુમાયુ અને શેરશાહ

(C) બાબર અને શેરશાહ

(D) અકબર અને હેમુ

જવાબ : (A) બાબર અને ઇબ્રાહીમ લોદી


(4) મુઘલ શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ કરી શકાય નહિ?

(A) ઔરંગઝેબનો

(B) શેરશાહનો

(C) શાહજહાંનો

(D) હુમાયુનો

જવાબ : (B) શેરશાહનો


(5) મુઘલ બાદશાહ બાબર કઈ કઈ ભાષાઓ જાણતો હતો?

(A) ફારસી અને હિંદી

(B) અરબી અને હિંદી

(C) અરબી અને સંસ્કૃત

(D) ફારસી અને અરબી

જવાબ : (D) ફારસી અને અરબી


(6) હુમાયુ કઈ સાલમાં દિલ્હીની ગાદી પર બેઠો હતો?

(A) ઈ. સ. 1526માં

(B) ઈ. સ. 1527માં

(C) ઈ. સ. 1530માં

(D) ઈ. સ. 1535માં

જવાબ : (C) ઈ. સ. 1530માં


(7) ક્યા મુઘલ બાદશાહના નામનો અર્થ ‘નસીબદારથાય છે?

(A) ઔરંગઝેબ

(B) અકબર

(C) જહાંગીર

(D) હુમાયુ

જવાબ : (D) હુમાયુ


(8) હુમાયુએ ગુજરાતના ક્યા સુલતાન સાથે યુદ્ધ કર્યું હતું?

(A) બહાદુરશાહ

(B) મહોબતશાહ

(C) અહમદશાહ

(D) બહાઉદીન

જવાબ : (A) બહાદુરશાહ


(9) કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

(A) શિવાજીની

(B) શેરશાહની

(C) મહારાણા પ્રતાપની

(D) નિઝામની

જવાબ : (B) શેરશાહની


(10) કયા દેશના શહેનશાહની મદદથી હુમાયુએ કાબુલ અને કંદહાર જીત્યાં હતાં?

(A) બલુચિસ્તાનના

(B) ઇરાકના

(C) ઈરાનના

(D) અફઘાનિસ્તાનના

જવાબ : (C) ઈરાનના


(11) હુમાયુએ ભારત પર ફરીથી પોતાની સત્તા ક્યારે સ્થાપી?

(A) ઈ. સ. 1530માં

(B) ઈ. સ. 1540માં

(C) ઈ. સ. 1555માં

(D) ઈ. સ. 1556માં

જવાબ : (C) ઈ. સ. 1555માં


(12) હુમાયુએ દિલ્લી પાસે કયું નગર વસાવ્યું હતું?

(A) દીનપનાહ

(B) તાજેપનાહ

(C) ફતેહપુર સિક્રી

(D) દીનસાહેબ

જવાબ : (A) દીનપનાહ


(13) સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઊતરતાં તેનું અવસાન થયું. આ વિધાન કયા મુઘલ શાસકને લાગુ પડે છે?

(A) શેરશાહને

(B) અકબરને

(C) બાબરને

(D) હુમાયુને

જવાબ : (D) હુમાયુને


(14) શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો?

(A) મુઘલવંશનો

(B) અફઘાનવંશનો

(C) તુર્કવંશનો

(D) લોદીવંશનો

જવાબ : (B) અફઘાનવંશનો


(15) શેરશાહનું મૂળ નામ શું હતું?

(A) અલ્લારખાં

(B) ખિજ્રખાં

(C) ફરીદખાં

(D) જલ્લારખાં

જવાબ : (C) ફરીદખાં


(16) કયા દિલ્લી શાસકે નવી ટપાલવ્યવસ્થા ઊભી કરી હતી?

(A) હુમાયુએ

(B) શેરશાહે

(C) અકબરે

(D) જહાંગીરે

જવાબ : (B) શેરશાહે


(17) ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃ નિર્માણ કોણે કરાવ્યું હતું?

(A) શાહજહાંએ

(B) હુમાયુએ

(C) અકબરે

(D) શેરશાહે

જવાબ : (D) શેરશાહે


(18) ગ્રાન્ડ ટ્રંક રોડ ક્યાં સુધી વિસ્તરેલો હતો?

(A) બંગાળ અને ઉત્તર ભારત સુધી

(B) રાજસ્થાન અને ઉત્તર ભારત સુધી

(C) પંજાબ અને મધ્ય પ્રદેશ સુધી

(D) બંગાળ અને દક્ષિણ ભારત સુધી

જવાબ : (A) બંગાળ અને ઉત્તર ભારત સુધી


(19) કયા દિલ્લી શાસકનું તોપના નિરીક્ષણ દરમિયાન અકસ્માત થવાથી અવસાન થયું હતું?

(A) જહાંગીરનું

(B) હુમાયુનું

(C) બાબરનું

(D) શેરશાહનું

જવાબ : (D) શેરશાહનું


(20) કોનો જન્મ સિંધમાં અમરકોટના હિંદુ રાજપૂત રાજાના ઘેર થયો હતો?

(A) ઔરંગઝેબનો

(B) શાહજહાંનો

(C) અકબરનો

(D) હુમાયુનો

જવાબ : (C) અકબરનો


(21) નીચેનામાંથી કોણ માત્ર 14 વર્ષની વયે દિલ્લીનો બાદશાહ બન્યો હતો?

(A) શાહજહાં

(B) અકબર

(C) જહાંગીર

(D) હુમાયુ

જવાબ : (B) અકબર


(22) પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું?

(A) ઈ. સ. 1540માં

(B) ઈ. સ. 1526માં

(C) ઈ. સ. 1545માં

(D) ઈ. સ. 1556માં

જવાબ : (D) ઈ. સ. 1556માં


(23) અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે કયું યુદ્ધ થયું હતું?

(A) તરાઈનું

(B) પાણીપતનું

(C) હલ્દીઘાટીનું

(D) તાલીકોટાનું

જવાબ : (C) હલ્દીઘાટીનું


(24) અકબરે કયું નગર વસાવીને ત્યાં પોતાની રાજધાની બનાવી હતી?

(A) ફતેહપુર સિક્રી

(B) અકબરે સિક્રી

(C) હલ્દીઘાટીનું

(D) જહાંપનાનગર

જવાબ : (A) ફતેહપુર સિક્રી


(25) કયા મુઘલ બાદશાહે હિંદુઓ પ્રત્યે ઉદારનીતિ અપનાવી હતી તેમજ રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત હતી?

(A) ઔરંગઝેબ

(B) જહાંગીરે

(C) અકબરે

(D) શાહજહાંએ

જવાબ : (C) અકબરે


(26) ‘દીન-એ-ઇલાહીનામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી કરી હતી?

(A) અકબરે

(B) જહાંગીરે

(C) શાહજહાંએ

(D) બહાદુરશાહે

જવાબ : (A) અકબરે


(27) કયા મુઘલ બાદશાહે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો?

(A) શાહજહાંએ

(B) જહાંગીરે

(C) અકબરે          

(D) ઔરંગઝેબે

જવાબ : (C) અકબરે       

   

(28) કયા મુઘલ બાદશાહે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તેમજ બળજબરીપૂર્વક ધર્માતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો?

(A) હુમાયુએ

(B) ઔરંગઝેબે

(C) શાહજહાંએ

(D) અકબરે

જવાબ : (D) અકબરે


(29) ક્યા મુઘલ બાદશાહે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો?

(A) અકબરે

(B) બાબરે

(C) શાહજહાંએ

(D) ઔરંગઝેબે

જવાબ : (A) અકબરે


(30) અકબરનું અવસાન કઈ સાલમાં થયું હતું?

(A) ઈ. સ. 1608માં

(B) ઈ. સ. 1616માં

(C) ઈ. સ. 1605માં

(D) ઈ. સ. 1627માં

જવાબ : (C) ઈ. સ. 1605માં


(31) અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો?

(A) જહાંગીરને

(B) શાહજહાંને

(C) ઔરંગઝેબને

(D) હુમાયુને

જવાબ : (A) જહાંગીરને


(32) અકબરે ક્યો વેરો નાબૂદ કર્યો હતો?

(A) મંડલવેરો

(B) ખિરાજવેરો

(C) નાકાવેરો

(D) યાત્રાવેરો

જવાબ : (D) યાત્રાવેરો


(33) ક્યો મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો?

(A) ઔરંગઝેબ

(B) અકબર

(C) જહાંગીર

(D) બાબર

જવાબ : (C) જહાંગીર


(34) કયા મુઘલ બાદશાહના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો?

(A) શાહજહાં

(B) જહાંગીર

(C) ઓરંગઝેબ

(D) અકબર

જવાબ : (B) જહાંગીર


(35) કયા મુઘલ બાદશાહનું હુલામણું નામ ખુર્રમ હતું?

(A) બાબરનું

(B) જહાંગીરનું

(C) અકબરનું

(D) શાહજહાંનું

જવાબ : (D) શાહજહાંનું


(36) શાહજહાંની પત્નીનું નામ શું હતું?

(A) ઝીન્નતમહલ

(B) હજરતમહલ

(C) જહાંનઆરા

(D) મુમતાજમહલ

જવાબ : (D) મુમતાજમહલ


(37) ઔરંગઝેબના ભાઈઓમાં કોનો સમાવેશ થતો નથી?

(A) દારાશિકોહ

(B) સુજા

(C) બહાદુરશાહ

(D) મુરાદ

જવાબ : (C) બહાદુરશાહ


(38) કયા મુઘલ બાદશાહે અકબરની ધાર્મિકનીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી?

(A) ઔરંગઝેબે

(B) જહાંગીરે

(C) શાહજહાંએ

(D) બહાદુરશાહે

જવાબ : (A) ઔરંગઝેબે


(39) કયો મુઘલ બાદશાહ સંગીતકલામૂર્તિપૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો?

(A) અકબર

(B) ઔરંગઝેબ

(C) જહાંગીર

(D) હુમાયુ

જવાબ : (B) ઔરંગઝેબ


(40) ઔરંગઝેબનું અવસાન કઈ સાલમાં થયું હતું?

(A) ઈ. સ. 1701માં

(B) ઈ. સ. 1707માં

(C) ઈ. સ. 1712માં

(D) ઈ. સ. 1720માં

જવાબ : (B) ઈ. સ. 1707માં


(41) ‘રાણા સાંગાનામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા?

(A) અજમેરના

(B) મેવાડના

(C) કુંભલગઢના

(D) વિરમગઢના

જવાબ : (B) મેવાડના


(42) મેવાડના રાણા સંગ્રામસિંહ ક્યા નામે પ્રખ્યાત હતા?

(A) રાણા સાંગા

(B) રાણા રતન

(C) રાણા હમીર

(D) રાણા ઉદય

જવાબ : (A) રાણા સાંગા


(43) બાબર સામેના કયા યુદ્ધમાં રાણા સંગ્રામસિંહની હાર થઈ હતી?

(A) હલકીઘાટીના

(B) ખાનવાના

(C) હલ્દીઘાટીના

(D) તરાઈના

જવાબ : (B) ખાનવાના


(44) મહારાણા પ્રતાપને હરાવવા કયા મુઘલ બાદશાહે આક્રમણ કર્યું હતું?

(A) ઔરંગઝેબે

(B) બાબરે

(C) શાહજહાંએ

(D) અકબરે

જવાબ : (D) અકબરે


(45) મેવાડનો કયો રાજા અકબરની સામે મેદાને પડ્યો હતો?

(A) રાણા રત્નસિંહ

(B) રાણા સાંગા

(C) રાણા કુંભા

(D) રાણા પ્રતાપ

જવાબ : (D) રાણા પ્રતાપ


(46) હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ક્યાં લઈ ગયા હતા?

(A) ઉદેપુરમાં

(B) ચાવંડમાં

(C) ગોગુંડામાં

(D) મારવાડમાં

જવાબ : (C) ગોગુંડામાં


(47) કોની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે?

(A) દુર્ગાદાસ રાઠોડની

(B) રાણા ઉદયસિંહની

(C) છત્રપતિ શિવાજીની

(D) રાણા રતનસિંહની

જવાબ : (A) દુર્ગાદાસ રાઠોડની


(48) છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો હતો?

(A) ઈ. સ. 1627માં

(B) ઈ. સ. 1637માં

(C) ઈ. સ. 1647માં

(D) ઈસ. 1665માં

જવાબ : (A) ઈ. સ. 1627માં


(49) છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો?

(A) કલ્યાણના

(B) સિંહગઢના

(C) તોરણાના

(D) શિવનેરીના

જવાબ : (D) શિવનેરીના


(50) મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા શિવાજીએ કેટલા કિલ્લા જીત્યા હતા?

(A) 45થી પણ વધારે

(B) 40થી પણ વધારે

(C) 50થી પણ વધારે

(D) 80થી પણ વધારે

જવાબ : (B) 40થી પણ વધારે


(51) શિવાજીનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો?

(A) ઈ. સ. 1664માં

(B) ઈ. સ. 1670માં

(C) ઈ. સ. 1672માં

(D) ઈ. સ. 1674માં

જવાબ : (D) ઈ. સ. 1674માં


(52) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

(A) સિંહગઢમાં

(B) રાજગઢમાં

(C) શિવનેરીમાં

(D) કલ્યાણમાં

જવાબ : (B) રાજગઢમાં


(53) શિવાજીનું અવસાન ક્યારે થયું હતું?

(A) ઈ. સ. 1674માં

(B) ઈ. સ. 1678માં

(C) ઈ. સ. 1680માં

(D) ઈ. સ. 1685માં

જવાબ : (C) ઈ. સ. 1680માં


(54) કયા મુઘલ બાદશાહે મુઘલ વહીવટીતંત્રની વ્યવસ્થિત રચના કરી હતી?

(A) અકબરે

(B) જહાંગીરે

(C) ઔરંગઝેબે

(D) શાહજહાંએ

જવાબ : (A) અકબરે


(55) મુઘલ શાસનતંત્રમાં લશ્કરનો વડો ક્યા નામે ઓળખાતો હતો?

(A) ખુદાબક્ષી

(B) મીરબક્ષ

(C) ૨જાબક્ષી

(D) જાનબક્ષી

જવાબ : (B) મીરબક્ષ


(56) મુઘલ વહીવટીતંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા?

(A) રાઝિયાનવીસ

(B) સુલ્તાનાવીસ

(C) વાકિયાનવીસ

(D) શીકદાર

જવાબ : (C) વાકિયાનવીસ


(57) અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી?

(A) મનસૂબદારી

(B) મહેસૂલદારી

(C) મનસબદારી

(D) કહેતાકદારી

જવાબ : (C) મનસબદારી


(58) અકબરે શરૂ કરેલી નવી મહેસૂલી વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઊપજના કેટલા ભાગ જેટલો હતો?

(A) 1/3 ભાગ જેટલો

(B) 1/6 ભાગ જેટલો

(C) 1/5 ભાગ જેટલો

(D) 1/4 ભાગ જેટલો

જવાબ : (A) 1/3 ભાગ જેટલો


(59) અકબરની નવી મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતો?

(A) બહેરામખાન

(B) ટોડરમલ

(C) બીરબલ

(D) તાનસેન

જવાબ : (B) ટોડરમલ


(60) મુઘલ યુગમાં હિંદુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે?

(A) ગંગા-બ્રહ્મપુત્રની સંસ્કૃતિ

(B) ગંગા-સતલુજની સંસ્કૃતિ

(C) ગંગા-જમુનાની સંસ્કૃતિ

(D) દિલ્લી-આગરાની સંસ્કૃતિ

જવાબ : (C) ગંગા-જમુનાની સંસ્કૃતિ


(61) સસારામમાં મકબરો કોણે બંધાવ્યો હતો?

(A) શાહજહાંએ

(B) અકબરે

(C) હુમાયુએ

(D) શેરશાહે

જવાબ : (D) શેરશાહે


(62) કયા પ્રદેશના વિજયની યાદમાં અકબરે બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો?

(A) કશ્મીર

(B) પંજાબ

(C) બંગાળ

(D) ગુજરાત

જવાબ : (D) ગુજરાત


(63) કયો મુઘલ બાદશાહનો શાસનકાળ મુઘલ સામ્રાજ્યનાં સ્થાપત્યોનો સુવર્ણયુગ ગણાય છે?

(A) શાહજહાંનો

(B) અકબરનો

(C) બાબરનો         

(D) ઔરંગઝેબનો

જવાબ : (A) શાહજહાંનો


(64) મુઘલ બાદશાહ શાહજહાંએ તાજમહાલ ક્યાં બંધાવ્યો હતો?

(A) દિલ્લીમાં

(B) અજમેરમાં

(C) આગરામાં

(D) ઔરંગાબાદમાં

જવાબ : (C) આગરામાં


(65) મુઘલ બાદશાહ શાહજહાંએ પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ ક્યાં કરાવ્યું હતું?

(A) દિલ્લીમાં

(B) આગરામાં

(C) કાનપુરમાં

(D) શ્રીનગરમાં

જવાબ : (A) દિલ્લીમાં


(66) કયા મુઘલ બાદશાહે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા-ઉદ્-દૌરાનનો મકબરો બંધાવ્યો હતો?

(A) શાહજહાંએ

(B) ઔરંગઝેબે

(C) અકબરે

(D) હુમાયુએ

જવાબ : (B) ઔરંગઝેબે


(67) જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો?

(A) જશવંત

(B) મનસૂર

(C) બસાવન

(D) મૂળચંદ

જવાબ : (B) મનસૂર


(68) કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?

(A) જહાંગીરે

(B) અકબરે

(C) હુમાયુએ

(D) શાહજહાંએ

જવાબ : (A) જહાંગીરે


(69) કોણે ‘અકબરનામાગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે?

(A) મલિક મુહમ્મદ જાયસીએ

(B) અમીર ખુશરોએ

(C) મુહમ્મદ કાઝીએ

(D) અબુલ ફઝલે

જવાબ : (D) અબુલ ફઝલે


(70) અકબરના દરબારનાં નવ રત્નોમાં મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતું?

(A) સારંગદેવ

(B) અમીર ખુશરો

(C) તાનસેન

(D) બાબા હરિદાસ

જવાબ : (C) તાનસેન


(71) મુઘલ શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?

(A) બાબરનો

(B) શેરશાહનો

(C) શાહજહાંનો

(D) જહાંગીરનો

જવાબ : (B) શેરશાહનો


(72) કયા મુઘલ શાસકે બધા ધર્મોનાં તત્ત્વોને એકઠાં કરીને દીન-એ-ઇલાહીનામના સંપ્રદાયની સ્થાપના કરી હતી?

(A) અકબરે

(B) બાબરે

(C) જહાંગીરે

(D) શાહજહાંએ

જવાબ : (A) અકબરે


(73) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો?

(A) શિવનેરીમાં

(B) સંગમનેરમાં

(C) રાજગઢમાં

(D) માનગઢમાં

જવાબ : (C) રાજગઢમાં


(74) મુઘલ વહીવટીતંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો?

(A) દીવાન-એ-વઝીર-કુલને

(B) બાદશાહને

(C) મીરબક્ષને

(D) કાઝીને

જવાબ : (B) બાદશાહને


(75) મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો?

(A) અમીર ખુશરોએ

(B) રસખાને

(C) અબુલફઝલે

(D) રહિમખાન ખાનાએ

જવાબ : (C) અબુલફઝલે


(76) ફતેહપુર સિક્રીમાં બનાવેલાં સ્થાપત્યોમાં ક્યા એક સ્થાપત્યનો સમાવેશ થતો નથી?

(A) બુલંદ દરવાજાનો

(B) સલીમ ચિશ્તીની દરગાહનો

(C) પંચમહલનો

(D) મોતી મસ્જિદનો

જવાબ : (D) મોતી મસ્જિદનો


(77) મુઘલ શાસકોનો શાસનકાળ મુજબ સાચો ક્રમ કયો છે?

(A) બાબર, અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ

(B) હુમાયુ, બાબર, અકબર, શાહજહાં, જહાંગીર, ઓરંગઝેબ

(C) બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ

(D) બાબર, હુમાયુ, અકબર, શાહજહાં, જહાંગીર, ઔરંગઝેબ

જવાબ : (C) બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ


(78) પાણીપતનું બીજું યુદ્ધ…………..અને……………..વચ્ચે થયું હતું.

(A) અકબર – શિવાજી

(B) અકબર - હેમુ

(C) બાબર - ઇબ્રાહીમ લોદી

(D) મુઘલ – મરાઠા

જવાબ : (B) અકબર - હેમુ


(79) બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો?

(A) અકબરે

(B) જહાંગીરે

(C) શાહજહાંએ

(D) ઓરંગઝેબે

જવાબ : (A) અકબરે


(80) દિલ્લીનો લાલ કિલ્લો.............એ બનાવડાવ્યો હતો.

(A) બાબરે

(B) અકબરે

(C) હુમાયુએ

(D) શાહજહાંએ

જવાબ : (D) શાહજહાંએ