ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ

GIRISH BHARADA


Std 7 Social Science Ch 10 Mcq Gujarati
 

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 10. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિસ્વરૂપો

MCQ : 30


(1) નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?

(A) ગુરુ

(B) મંગળ

(C) પૃથ્વી

(D) શુક્ર

જવાબ : (C) પૃથ્વી


(2) પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

(A) મૅગ્મા

(B) ભૂકવચ

(C) ભૂસ્તર

(D) ભૂગર્ભ

જવાબ : (B) ભૂકવચ


(3) ભૂકવચ ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે?

(A) 35

(B) 40

(C) 45

(D) 30

જવાબ : (A) 35


(4) ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે?

(A) સિમા

(B) ભૂકવચ

(C) નિફે

(D) સિયાલ

જવાબ : (D) સિયાલ


(5) મહાસાગરના કવચને શું કહેવામાં આવે છે?

(A) નિફે

(B) મેગ્મા

(C) સિમા

(D) ખડક

જવાબ : (C) સિમા


(6) સિમાની બરાબર નીચે શું આવેલું છે?

(A) ઍલ્યુમિના

(B) સિલિકા

(C) મૅગ્નેશિયમ

(D) મેન્ટલ

જવાબ : (D) મેન્ટલ


(7) ભૂગર્ભને શું કહે છે?

(A) ભૂ-તક્તી

(B) મૅગ્મા

(C) ભૂકવચ

(D) નિફે

જવાબ : (D) નિફે


(8) નિર્માણ પ્રક્રિયાની દષ્ટિએ ખડકોના કેટલા પ્રકાર પડે છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (B) ત્રણ


(9) બેસાલ્ટ ક્યા પ્રકારનો ખડક છે?

(A) આંતરિક અગ્નિકૃત ખડક

(B) જળકૃત કે પ્રસ્તર ખડક

(C) રૂપાંતરિત ખડક

(D) બાહ્ય અગ્નિકૃત ખડક

જવાબ : (D) બાહ્ય અગ્નિકૃત ખડક


(10) ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે?

(A) રૂપાંતરિત ખડક

(B) જળકૃત કે પ્રસ્તર ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) આંતરિક અગ્નિકૃત ખડક

જવાબ : (D) આંતરિક અગ્નિકૃત ખડક


(11) રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડક

(B) આંતરિક અગ્નિકૃત ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) રૂપાંતરિત ખડક

જવાબ : (A) જળકૃત કે પ્રસ્તર ખડક


(12) જીવાશ્મિ કયા ખડકમાંથી બને છે?

(A) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(B) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

(C) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(D) રૂપાંતરિત ખડકમાંથી

જવાબ : (B) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી


(13) સ્લેટ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

(A) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(B) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(C) રૂપાંતરિત ખડકમાંથી

(D) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

જવાબ : (C) રૂપાંતરિત ખડકમાંથી


(14) આરસપહાણ કયા પ્રકારના ખડકમાંથી મળે છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી

(B) આંતરિક અગ્નિકૃત ખડકમાંથી

(C) બાહ્ય અગ્નિકૃત ખડકમાંથી

(D) રૂપાંતરિત ખડકમાંથી

જવાબ : (D) રૂપાંતરિત ખડકમાંથી


(15) અનાજ પીસવા માટે ક્યા પથ્થરનો ઉપયોગ થાય છે?

(A) ગ્રેફાઇટ

(B) ગ્રેનાઇટ

(C) આરસપહાણ

(D) મૅન્ટલ

જવાબ : (B) ગ્રેનાઇટ


(16) સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને શું કહે છે?

(A) સ્ટૈક

(B) ઢૂવા

(C) લૉએસ

(D) ભૂતકતી

જવાબ : (A) સ્ટૈક


(17) સમુદ્રજળની ઉપર લગભગ ઊર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને શું કહે છે?

(A) ગોળાશ્મ

(B) ડ્રમ

(C) પુલિન

(D) સમુદ્રકમાન

જવાબ : (D) સમુદ્રકમાન


(18) રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કયું છે?

(A) લૉએસ

(B) હિમનદી

(C) પવન

(D) નદી

જવાબ : (C) પવન


(19) રણપ્રદેશમાં પવનની ગતિ મંદ પડતાં માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે?

(A) ઢૂવા

(B) લૉએસ

(C) ડ્રિફ્ટ પ્લેન

(D) ફિયોર્ડ

જવાબ : (A) ઢૂવા


(20) રણપ્રદેશમાં બારીક માટીકણો વિશાળ વિસ્તારમાં પથરાતાં બનતા સમથળ મેદાનને શું કહે છે?

(A) ફિયોર્ડ

(B) લૉએસ

(C) ઢૂવા

(D) પેની પ્લેઇન

જવાબ : (B) લૉએસ


(21) પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી?

(A) પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ‘ભૂકવચ’ કહે છે.

(B) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.

(C) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર ભૂમિખંડ પર 35 કિલોમીટર સુધી હોય છે.

(D) ભૂમિખંડની સપાટી ખાસ કરીને ‘સિલિકા' અને ‘ઍલ્યુમિના' જેવાં ખનીજોથી બનેલ છે.

જવાબ : (B) પૃથ્વી સપાટીનો ઉપલો સ્તર બહુ જ ઘટ્ટ છે.


(22) નિર્માણ-પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહિ?

(A) અગ્નિકૃત ખડકોનો

(B) જળકૃત કે પ્રસ્તર ખડકોનો

(C) વિકૃત ખડકોનો

(D) અવશિષ્ટ ખડકોનો

જવાબ : (D) અવશિષ્ટ ખડકોનો


(23) કયા ખનીજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી?

(A) કોલસો

(B) સ્લેટ

(C) ખનીજતેલ

(D) કુદરતી વાયુ

જવાબ : (B) સ્લેટ


(24) કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?

(A) ઘસારણ અને નિક્ષેપણની

(B) અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની

(C) ઠંડી અને ગરમીની

(D) ઉદ્યોગિકીકરણ અને શહેરીકરણની

જવાબ : (A) ઘસારણ અને નિક્ષેપણની


(25) રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે?

(A) હિમનદીને

(B) ઠંડીને

(C) પવનને

(D) ગરમીને

જવાબ : (C) પવનને


(26) ગુજરાતના કયા સ્થળે બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે?

(A) કચ્છમાં

(B) ઈડરિયો ગઢમાં

(C) પાવાગઢમાં

(D) ગિરનારમાં

જવાબ : (D) ગિરનારમાં


(27) પવનના કાર્યથી કયા ભૂમિસ્વરૂપનું નિર્માણ થાય છે?

(A) ગોળાશ્મનું

(B) લૉએસનું

(C) સ્ટૈકનું

(D) કાંપના મેદાનનું

જવાબ : (B) લૉએસનું


(28) મુખત્રિકોણપ્રદેશનું નિર્માણ કોણ કરે છે?

(A) સમુદ્રમોજાં

(B) પવન

(C) હિમનદી

(D) નદી

જવાબ : (D) નદી


(29) રેતાળ પથ્થર કયા પ્રકારનો ખડક છે?

(A) જળકૃત કે પ્રસ્તર ખડક

(B) આંતરિક અગ્નિકૃત ખડક

(C) બાહ્ય અગ્નિકૃત ખડક

(D) રૂપાંતરિત ખડક

જવાબ : (A) જળકૃત કે પ્રસ્તર ખડક


(30) પૃથ્વી સપાટીના ઉપલા સ્તરને શું કહે છે?

(A) મૅગ્મા

(B) ભૂકવચ

(C) ભૂસ્તર

(D) ભૂગર્ભ

જવાબ : (B) ભૂકવચ