ધોરણ : 6 સામાજિક વિજ્ઞાન એકમ : 3 MCQ

GIRISH BHARADA

Std 6 Social Science Ch 3 Mcq Gujarati


ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 3. પ્રાચીન નગરો અને ગ્રંથો

MCQ : 45


(1) મનુષ્યની રહેણીકરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે?

(A) સભ્યતા

(B) સંસ્કૃતિ

(C) આહાર

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (B) સંસ્કૃતિ


(2) સિંધુખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા?

(A) હડપ્પામાંથી

(B) મોહેં-જો-દડોમાંથી

(C) કાલિબંગનમાંથી

(D) લોથલમાંથી

જવાબ : (A) હડપ્પામાંથી


(3) નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી?

(A) મોહેં-જો-દડો

(B) કાલિબંગન

(C) રાખીગઢી

(D) અજમેર

જવાબ : (D) અજમેર


(4) હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?

(A) આયોજનબદ્ધ નગરરચના

(B) આયોજનબદ્ધ સિંચાઈ યોજના

(C) વાણિજ્ય-વ્યવસ્થા

(D) આયોજનબદ્ધ ગ્રામ્યરચના

જવાબ : (A) આયોજનબદ્ધ નગરરચના


(5) સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો?

(A) પૂર્વમાં

(B) પશ્ચિમમાં

(C) ઉત્તરમાં

(D) દક્ષિણમાં

જવાબ : (B) પશ્ચિમમાં


(6) સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી?

(A) પૂર્વમાં

(B) પશ્ચિમમાં

(C) ઉત્તરમાં

(D) દક્ષિણમાં

જવાબ : (A) પૂર્વમાં


(7) પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાનાં મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતાં?

(A) પર્વત ઉપર

(B) નદીથી દૂર

(C) ઊંચા ઓટલા પર

(D) પગથિયાં પર

જવાબ : (C) ઊંચા ઓટલા પર


(8) હડપ્પીય સભ્યતાની નગરરચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી?

(A) ગટરયોજનાની

(B) શોષકૂવાની

(C) સિંચાઈ યોજનાની

(D) કોઈ વ્યવસ્થા ન હતી

જવાબ : (A) ગટરયોજનાની


(9) હડપ્પીય સભ્યતાની ગટરયોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?

(A) દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું.

(B) નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું.

(C) ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી.

(D) મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું.

જવાબ : (C) ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી.


(10) હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે?

(A) લારાખાના

(B) મોંટગોમરી

(C) કરાંચી

(D) પેશાવર

જવાબ : (B) મોંટગોમરી


(11) સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે?

(A) લોથલને

(B) કાલિબંગનને

(C) ધોળાવીરાને

(D) હડપ્પાને

જવાબ : (D) હડપ્પાને


(12) હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?

(A) ચિત્રકલા

(B) વેપાર-વાણિજ્ય

(C) અન્નભંડારો

(D) મેળા-ઉત્સવ

જવાબ : (C) અન્નભંડારો


(13) હડપ્પા સભ્યતાના અન્નભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે?

(A) રાવી

(B) ઝેલમ

(C) ચિનાબ

(D) બિયાસ

જવાબ : (A) રાવી


(14) રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?

(A) 10

(B) 12

(C) 15

(D) 20

જવાબ : (B) 12


(15) લોથલ કઈ નદીના કિનારે આવેલ છે?

(A) સાબરમતી

(B) ભાદર

(C) ભોગાવો

(D) વાત્રક

જવાબ : (C) ભોગાવો


(16) લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે?

(A) ધક્કો (Dock Yard)

(B) ચબૂતરો

(C) ટીંબો

(D) સ્નાનાગાર

જવાબ : (A) ધક્કો (Dock Yard)


(17) હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?

(A) કરાંચી

(B) કાલિબંગન

(C) મેહરગઢ

(D) લોથલ

જવાબ : (D) લોથલ


(18) ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે?

(A) વાગડ

(B) ખાવડા

(C) બન્ની

(D) ખદીરબેટ

જવાબ : (D) ખદીરબેટ


(19) કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?

(A) રંગપુર

(B) ધોળાવીરા

(C) લોથલ

(D) લાખાબાવળ

જવાબ : (B) ધોળાવીરા


(20) હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલિબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

(A) રાજસ્થાન

(B) ગુજરાત

(C) પંજાબ

(D) ઉત્તર પ્રદેશ

જવાબ : (A) રાજસ્થાન


(21) સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ક્યો હતો?

(A) ધાતુકામ

(B) માટીકામ

(C) હુન્નર ઉદ્યોગ

(D) ખેતી અને પશુપાલન

જવાબ : (D) ખેતી અને પશુપાલન


(22) સિંધુખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ-પ્રમોદ માટે શું બનાવ્યું હતું?

(A) મેદાનો

(B) પોશાકો

(C) રમકડાં

(D) બાળઉદ્યાનો

જવાબ : (C) રમકડાં


(23) સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે?

(A) ધોળાવીરા

(B) હડપ્પા

(C) મોહેં-જો-દડો

(D) કાલિબંગન

જવાબ : (D) કાલિબંગન


(24) ભરૂચ જિલ્લામાં કિમનદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે?

(A) ભાગાતળાવ

(B) લાખાબાવળ

(C) આમરા

(D) દેશલપર

જવાબ : (A) ભાગાતળાવ


(25) આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?

(A) ઋગ્વેદ

(B) યજુર્વેદ

(C) સામવેદ

(D) અથર્વવેદ

જવાબ : (A) ઋગ્વેદ


(26) ઋગ્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું?

(A) રાજ્યકારભાર

(B) શિકાર

(C) ગવેષ્ણા

(D) મનોરંજન

જવાબ : (C) ગવેષ્ણા


(27) ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદૂષીઓમાં કોનો સમાવેશ થતો નથી?

(A) અપાલા

(B) સાવિત્રી

(C) લોપામુદ્રા

(D) ઘોષા

જવાબ : (B) સાવિત્રી


(28) મોહે-જો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું હતું?

(A) ગંગા

(B) સિધુ

(C) નર્મદા

(D) બ્રહ્મપુત્ર

જવાબ : (B) સિધુ


(29) હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલાં વર્ષ પુરાતન હશે?

(A) 3000

(B) 5200

(C) 2500

(D) 4500

જવાબ : (D) 4500


(30) હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું?

(A) ધોળાવીરાનું

(B) હડપ્પાનું

(C) લોથલનું

(D) મોહે-જો-દડોનું

જવાબ : (D) મોહે-જો-દડોનું


(31) વસ્ત્રપરિધાન કરેલ પથ્થરની મૂર્તિના આધારે હડપ્પીય સભ્યતાની કઈ બાબતની જાણકારી મળે છે?

(A) લોકોના વ્યવસાયની

(B) લોકોના પશુપાલનની

(C) લોકોના પોશાકની

(D) લોકોનાં આભૂષણોની

જવાબ : (C) લોકોના પોશાકની


(32) હડપ્પીય સભ્યતામાં કઈ કલા ખૂબ જ વિકાસ પામી હતી?

(A) સંગીત અને નાટ્યકલા

(B) ધાતુનાં વાસણો બનાવવાની કલા

(C) લાકડાની વસ્તુઓ બનાવવાની કલા

(D) માટીનાં વાસણો બનાવવાની કલા

જવાબ : (D) માટીનાં વાસણો બનાવવાની કલા


(33) કયા વેદનાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓનો સંગ્રહ છે?

(A) ઋગ્વેદનાં

(B) સામવેદનાં

(C) યજુર્વેદનાં

(D) અથર્વવેદનાં

જવાબ : (A) ઋગ્વેદનાં


(34) કબિલાઈ સમુદાયના લોકોને કોના માટે યુદ્ધ કરવું સામાન્ય બાબત હતી?

(A) ઘાસના મેદાન માટે

(B) ખેતી માટે

(C) રહેઠાણ માટે

(D) પશુઓ માટે

જવાબ : (D) પશુઓ માટે


(35) નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતનાં પ્રાચીન નગરોની છે?

(A) હડપ્પા, મોહેં-જો-દડો, મેહરગઢ, રહેમાન ગઢી

(B) લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા

(C) કાલિબંગન, ભગવાનપુર, રાપડ, બનાવલી

(D) રંગપુર, કાલિબંગન, મોહે-જો-દડો, મેહરગઢ

જવાબ : (B) લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા


(36) નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?

(A) લોથલ – બંદર

(B) કાલિબંગન - કૃષિક્રાંતિનું મુખ્ય મથક

(C) ધોળાવીરા - દ્વિસ્તરીય નગરરચના

(D) મોહેં-જો-દડો – જાહેર સ્નાનાગાર

જવાબ : (C) ધોળાવીરા - દ્વિસ્તરીય નગરરચના


(37) નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા?

(A) તેઓ તાંબાનાં ઓજારો બનાવતા હતા.

(B) તેઓ કુંડળ, કંદોરો, ઝાંઝર જેવાં આભૂષણોનો ઉપયોગ કરતા હતા.

(C) તેઓ વૃક્ષ, પશુ, નાગ, સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા.

(D) તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા.

જવાબ : (D) તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા.


(38) નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે?

(A) લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે.

(B) લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું.

(C) લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.

(D) ઉપર આપેલ બધાં.

જવાબ : (D) ઉપર આપેલ બધાં.


(39) નીચેનામાંથી કયું વિધાન ઋગ્વેદના અનુસંધાને ખોટું છે?

(A) રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું.

(B) સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો.

(C) સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેમને કોઈ સ્વાતંત્ર્ય ન હતું.

(D) ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે.

જવાબ : (C) સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેમને કોઈ સ્વાતંત્ર્ય ન હતું.


(40) સિંધુખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા?

(A) હડપ્પા

(B) લોથલ

(C) મોહેં-જો-દડો

(D) કાલિબંગન

જવાબ : (A) હડપ્પા


(41) હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયું નગર હતું?

(A) લોથલ

(B) મોહેં-જો-દડો

(C) કાલિબંગન

(D) ધોળાવીરા

જવાબ : (C) કાલિબંગન


(42) ઋગ્વદમાં કેટલાં મંડળો છે?

(A) 12

(B) 15

(C) 10

(D) 4

જવાબ : (C) 10


(43) કાલિબંગન હાલ ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે?

(A) ગુજરાત

(B) મહારાષ્ટ્ર

(C) રાજસ્થાન

(D) મધ્યપ્રદેશ

જવાબ : (C) રાજસ્થાન


(44) હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ક્યાં નગરમાં આવેલ છે?

(A) લોથલ

(B) મોહેં-જો-દડો

(C) કાલિબંગન

(D) એકપણ નહીં

જવાબ : (B) મોહેં-જો-દડો


(45) ધોળાવીરા ગુજરાતનાં ક્યાં જિલ્લામાં આવેલું છે?

(A) અમદાવાદ

(B) રાજકોટ

(C) જુનાગઢ

(D) કચ્છ

જવાબ : (D) કચ્છ