ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 2. વસ્તુઓનાં જૂથ બનાવવા
MCQ : 35
(1) આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓનું સાચું જૂથ કયું છે?
(A) દડો, લખોટી, પૈડું
(B) પથ્થર, ઓરસિયો, નોટબુક
(C) પેન્સિલ, કંપાસ, પ્યાલો
(D) પૈડું, સાબુ, ટેબલ
જવાબ : (A) દડો, લખોટી, પૈડું
(2) નીચેનામાંથી કયું જૂથ પદાર્થોનું છે?
(A) ધાતુ, પ્લાસ્ટિક, લાકડું
(B) થાળી, વાટકી, ચમચી
(C) ડોલ, ટબ, ગ્લાસ
(D) ખુરશી, ટેબલ, કેરમ બોર્ડ
જવાબ : (A) ધાતુ, પ્લાસ્ટિક, લાકડું
(3) નીચેનામાંથી કઈ વસ્તુ વર્ગખંડમાં ન લાવી શકાય?
(A) રેતી
(B) સાણસી
(C) ટ્રેક્ટર
(D) તપેલી
જવાબ : (C) ટ્રેક્ટર
(4) નીચે આપેલાં ચિત્રોમાંથી કઈ વસ્તુ ચામડાની બનેલી છે?
(A) પૈડું
(B) પટ્ટો
(C) મોબાઈલ
(D) પેન
જવાબ : (B) પટ્ટો
(5) નીચેના પૈકી કાગળમાંથી બનાવેલી વસ્તુઓનું જૂથ કયું છે?
(A) રમકડાં, ટોપી, ડોલ
(B) પેપર, પાણીના પાઉચ, બેગ
(C) નોટબુક, પુસ્તક, સમાચારપત્ર
(D) કેલેન્ડર, વાસણ, ટોપી
જવાબ : (C) નોટબુક, પુસ્તક, સમાચારપત્ર
(6) પૂજા નીચેનામાંથી ચમક ધરાવતી વસ્તુ પસંદ કરે છે તો તે કઈ હશે?
(A) લાકડાની પેટી
(B) ઈંટ
(C) કાગળની હોડી
(D) સ્ટીલની ચમચી
જવાબ : (D) સ્ટીલની ચમચી
(7) ખુરશી બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે?
(A) કાગળ
(B) લાકડું
(C) રુ
(D) ચામડું
જવાબ : (B) લાકડું
(8) નીચેનામાંથી કયો. પાણી ઉપર તરે છે?
(A) પથ્થર
(B) મીઠું
(C) બરફ
(D) લોખંડ
જવાબ : (C) બરફ
(9) જે વસ્તુ ‘ધાતુ’ માંથી બનેલી હોય તે...................
(A) ચમક ધરાવે છે.
(B) રણકાર ધરાવતું નથી.
(C) ચમક ધરાવતું નથી.
(D) બરડ હોય છે.
જવાબ : (A) ચમક ધરાવે છે.
(10) જે પદાર્થોને હાથ વડે દબાવવાથી સરળતાથી દબાઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય?
(A) બરડ
(B) નરમ
(C) સખત
(D) કઠણ
જવાબ : (A) બરડ
(11) વીણા નીચેના બધા જ પદાર્થો પાણીમાં નાખે છે ત્યારબાદ તે નિરીક્ષણ કરે છે કે એક પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે તો તે પદાર્થ કયો હશે?
(A) માટીનું ઢેકું
(B) મીઠું
(C) તેલ
(D) રેતી
જવાબ : (B) મીઠું
(12) પાણીમાં સાકર ઓગળે છે. આમાં પાણીને શું કહેવાય?
(A) દ્રાવ્ય
(B) દ્રાવણ
(C) દ્રાવક
(D) એકપણ નહિ
જવાબ : (C) દ્રાવક
(13) જે પદાર્થો પાણીમાં ઓગળતા ન હોય તે પદાર્થોને…………..કહેવાય.
(A) દ્રાવણ
(B) નરમ પદાર્થો
(C) દ્રાવક
(D) અદ્રાવ્ય
જવાબ : (D) અદ્રાવ્ય
(14) કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થતું નથી?
(A) કેરોસીન
(B) સરકો
(C) લીંબુનો રસ
(D) નારંગીનો રસ
જવાબ : (A) કેરોસીન
(15) પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા પદાર્થનું જૂથ કયું છે?
(A) મીઠું, સાકર, ફટકડી
(B) ગંધક, કાચ, તેલ
(C) બરફ, ખાંડ, તેલ
(D) ફટકડી, આયોડિન, તેલ
જવાબ : (A) મીઠું, સાકર, ફટકડી
(16) જે પદાર્થોમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઇ શકે તેવા પદાર્થોને શું કહેવાય?
(A) પારભાસક
(B) અપારદર્શક
(C) પારદર્શક
(D) અપારભાસક
જવાબ : (C) પારદર્શક
(17) આપણે એકબીજાને હવાના માધ્યમથી જોઈ શકીએ છીએ કારણ કે હવા..............છે.
(A) પારભાસક
(B) અપારદર્શક
(C) પારદર્શક
(D) અપારભાસક
જવાબ : (C) પારદર્શક
(18) જે પદાર્થની આરપાર ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય?
(A) પ્રવાહી
(B) અપારદર્શક
(C) પારદર્શક
(D) અપારભાસક
જવાબ : (B) અપારદર્શક
(19) નીચેનામાંથી અપારદર્શક પદાર્થનું કયું જૂથ સાચું છે?
(A) કાચ, લાકડું, પૂઠું
(B) હવા, ઈંટ, પથ્થર
(C) પાણી, દીવાલ, પથ્થર
(D) લાકડું, લોખંડ, દીવાલ
જવાબ : (D) લાકડું, લોખંડ, દીવાલ
(20) પારભાસક પદાર્થોનું જૂથ જણાવો.
(A) ડહોળું પાણી, દુધિયો કાચ
(B) પાણી, ધુમ્મસ
(C) લાકડું, પાણી
(D) કાચ, પથ્થર
જવાબ : (A) ડહોળું પાણી, દુધિયો કાચ
(21) દિલ્લીમાં સવારમાં ખૂબ જ ઘુમ્મસ હોવાથી સ્પષ્ટ જોઈ શકાતું નથી તો તમે ધુમ્મસને શું કહેશો?
(A) પારદર્શક
(B) અપારદર્શક
(C) પારભાસક
(D) એકપણ નહિ
જવાબ : (C) પારભાસક
(22) તમે અરીસામાં પોતાનો ચહેરો જોઈ શકો છો પરંતુ તેની પાછળ રહેલ વસ્તુને જોઈ શકતા નથી કારણ કે........
(A) અરીસો પારદર્શક છે,
(B) અરીસો પારભાસક છે.
(C) અરીસો અપારદર્શક છે.
(D) અરીસો પારદર્શક અને પારભાસક છે.
જવાબ : (C) અરીસો અપારદર્શક છે.
(23) ચાંદી માટે શું સાચું નથી?
(A) ઘરેણાં માટે જરૂરી
(B) અધાતુ
(C) ધાતુ
(D) ચમક ધરાવે છે.
જવાબ : (B) અધાતુ
(24) મીઠું, સાકર, ખાંડ, ગંધક – આમાંથી શું સુસંગત નથી?
(A) ગંધક
(B) સાકર
(C) ખાંડ
(D) મીઠું
જવાબ : (A) ગંધક
(25) નાનાં બાળકોની દવા માટે વપરાતી ‘સીરપ’ ની બોટલનો કાચ કયો ગુણધર્મ ધરાવે છે?
(A) પારદર્શક
(B) અપારદર્શક
(C) પારભાસક
(D) અપારભાસક
જવાબ : (C) પારભાસક
(26) ગુણધર્મની દૃષ્ટિએ અલગ હોય તેવો પદાર્થ જણાવો.
(A) લોખંડ
(B) રેતી
(C) સોનું
(D) તાંબુ
જવાબ : (B) રેતી
(27) પૂજા તેના ખાનામાં રહેલ વસ્તુઓને બે અલગ જૂથમાં ગોઠવવા માંગે છે તો તેને નીચેનામાંથી અલગ પડતી વસ્તુ શોધવામાં મદદ કરો.
(A) ચોપડી
(B) કંપાસ
(C) નોટબુક
(D) સ્વાધ્યાયપોથી
જવાબ : (B) કંપાસ
(28) શરબતમાં ઓગળેલી ખાંડને શું કહેવાય?
(A) દ્રાવક
(B) દ્રાવણ
(C) દ્રાવ્ય
(D) એકપણ નહિ
જવાબ : (C) દ્રાવ્ય
(29) કયું પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે?
(A) કેરોસીન
(B) લીંબુનો રસ
(C) વિનેગર
(D) ટામેટાનો રસ
જવાબ : (A) કેરોસીન
(30) સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરતાં................
(A) તે દ્રાવ્ય થશે
(B) તેની બાપ બનશે
(C) તે દ્રાવ્ય થશે નહિ
(D) તેનું ઘનીભવન થશે
જવાબ : (C) તે દ્રાવ્ય થશે નહિ
(31) તમે તમારા શરીરની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે કયા જૂથમાં દર્શાવેલ ખોરાક નિયમિત લેશો?
(A) મગ, ચણા, તુવેર
(B) ચણા, બાજરી, ઘી
(C) મગ, મકાઈ, ઘઉં
(D) તુવેર, સીંગતેલ, ઘી
જવાબ : (B) ચણા, બાજરી, ઘી
(32) અહી આપેલ મિશ્રણના ઉદાહરણમાંથી અલગ પડે છે?
(A) પાણી, મધ
(B) પાણી, કેરોસીન
(C) પાણી, સીગતેલ
(D) પાણી, ઘી
જવાબ : (A) પાણી, મધ
(33) બાથરૂમની બારીમાં વર્ષ કાચ સામાન્ય રીતે કેવો હોય છે?
(A) પારદર્શક
(B) અપારદર્શક
(C) પારભાસક
(D) તમામ
જવાબ : (C) પારભાસક
(34) કુસુમબેનના ઘરની બારી બંધ છે છતાં બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકે છે તો તે બારી કયા જૂથમાં આવશે?
(A) પારભાસક
(B) પારદર્શક
(C) અપારદર્શક
(D) અપારભાસ
જવાબ : (B) પારદર્શક
(35) પાણીના વધવાની સાથે પાણીમાં દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા.............
(A) વધે છે.
(B) કોઈ ફેર પડતો નથી.
(C) ઘટે છે.
(D) ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે.
જવાબ : (A) વધે છે.