ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 5 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 7 સામાજિક વિજ્ઞાન એકમ : 5 સ્વાધ્યાય

ધોરણ : 7

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 5. આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)

સ્વાધ્યાય


પ્રશ્ન-1. યોગ્ય જોડકાં જોડો.


વિભાગ : અ      

(1) ગઢકટંગા                         

(2) વર્ષાસન                          

(3) શ્રમિક                             

(4) અમનદાસ                       

(5) ખોખર જનજાતિ                 

(6) બલોચ 


વિભાગ : બ

(A) પાઇક

(B) સંગ્રામશાહ

(C) પંજાબ

(D) 70,000 ગામડાં

(E) નાનાં કુળોમાં વિભાજિત

(F) ડાંગ-દરબાર


ઉત્તર :

(1) ગઢકટંગા - (D) 70,000 ગામડાં

(2) વર્ષાસન - (F) ડાંગ-દરબાર

(3) શ્રમિક - (A) પાઇક

(4) અમનદાસ - (B) સંગ્રામશાહ

(5) ખોખર જનજાતિ - (C) પંજાબ

(6) બલોચ - (E) નાનાં કુળોમાં વિભાજિત


પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો :


(1) મુલતાન અને સિંધમાં………….અને………..જાતિઓનું આધિપત્ય હતું.

ઉત્તર : લંઘા, અરધુન


(2) અહોમ ભાષામાં રચવામાં આવેલી…………..ઐતિહાસિક કૃતિ હતી.

ઉત્તર : બુરંજી


(3) જનજાતિના સભ્યો …………….પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.

ઉત્તર : કબીલાઈ


પ્રશ્ન 3. વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો.


(1) અકબરના સેનાપતિ માનસિંહે ચેરજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.

ઉત્તર : ખરું


(2) ગુજરાતમાં મીઝો, અહોમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે.

ઉત્તર : ખોટું


(3) ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.

ઉત્તર : ખોટું


(4) દક્ષિણ ભારતમાં વેતર, કોરાગા અને મારવાર જાતિના લોકો વસતા હતા.

ઉત્તર : ખરું


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.


(1) આદિવાસી સમુદાયનું જીવન કઈ-કઈ બાબતો પર નિર્ભર હતું?

ઉત્તર : આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્યપેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા-કૌશલથી બનાવેલી સાધનસામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું.


(2) જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો.

ઉત્તર : સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા; એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ, જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત, તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાંપણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.


(3) અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. આવું શાના આધારે કહી શકાય?

ઉત્તર : (1) અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. (2) સમાજમાં નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. (3) એ સમયે સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. (4) ‘બુરંજી' નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. ઉપર્યુક્ત બાબતોના આધારે કહી શકાય કે, અહોમ સમાજ સુસંસ્કૃત હતો.


(4) ગોંડલોકોનો ઇતિહાસ અહોમ લોકોથી કેવી રીતે અલગ હતો?

ઉત્તર : અહોમ લોકો 13મી સદીમાં મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભુઇયા(ભૂસ્વામી/જમીનદાર)ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં તેમણે ચૂટિયો (ઈ. સ. 1523) અને કોચ-હાજો (ઈ. સ. 1581) રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી તેમજ આજુબાજુની જનજાતિઓ પર વિજય મેળવી વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા. ઈ. સ. 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકો પરાજિત થયા હતા. આમ છતાં અહોમ પ્રજાના રાજ્યવિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહિ.

ગોંડલોકો ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતા હતા. તે ભારતની જ પ્રાચીન જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી (ઝૂમ ખેતી) કરતા હતા. તેઓ નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલા હતા. વિશાળ ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં જણાવ્યું છે કે, ગઢકટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલાં ગામડાં હતાં. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલું ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહિ. આમ, ગોંડલોકોનો ઇતિહાસ અહોમ લોકોથી અલગ હતો.