ધોરણ : 6 વિજ્ઞાન એકમ : 1 સ્વાધ્યાય

GIRISH BHARADA

 

ધોરણ : 6 વિજ્ઞાન એકમ : 1 સ્વાધ્યાય

ધોરણ : 6

વિષય : વિજ્ઞાન

એકમ : 1. આહારના ઘટકો

સ્વાધ્યાય


પ્રશ્ન 1. આપણા ખોરાકનાં મુખ્ય પોષકતત્વોનાં નામ લખો.

ઉત્તર : (1) કાબૉદિત (2) પ્રોટીન (3) ચરબી (4) વિટામિન (5) ખનીજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે.


પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખો :


(a) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.

ઉત્તર : કાર્બોદિત અને ચરબી


(b) પોષકદ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે.

ઉત્તર : પ્રોટીન


(c) વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.

ઉત્તર : વિટામિન A


(d) ખનીજકક્ષારો કે જે હાડકાંને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે.

ઉત્તર : કૅલ્શિયમ અને ફૉસ્ફરસ


પ્રશ્ન 3. બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષકદ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે.

(a) ચરબી : ઘી, તેલ, માંસ, ઈંડાં

(b) સ્ટાર્ચ : ચોખા, ઘઉં, મકાઈ, બટાટા

(c) પાચક રેસા (રૂક્ષાંશ) : અનાજ, કઠોળ, લીલાં શાકભાજી

(d) પ્રોટીન : કઠોળ, માંસ, માછલી, દૂધ


પ્રશ્ન 4. આપેલમાંથી સાચાં વિધાનો માટે (✓) ની નિશાની કરો :


(a) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરનાં પોષણની આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ.

ઉત્તર : ખોટું (×)


(b) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.

ઉત્તર : સાચું (✓)


(c) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.

ઉત્તર : સાચું (✓)


(d) શરીરને બધાં જ પોષકદ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે.

ઉત્તર : ખોટું (×)


પ્રશ્ન 5. ખાલી જગ્યાની પૂર્તિ કરો.


(a) …………..વિટામિન D ની ઊણપથી થાય છે.

ઉત્તર : સુકતાન


(b) ……………ની ત્રુટિ (ઊણપ) થી બેરીબેરીનો રોગ થાય છે.

ઉત્તર : વિટામિન B


(c) વિટામિન C ની ત્રુટિ (ઊણપ) થી થતો રોગ............નામે ઓળખાય છે.

ઉત્તર : સ્કર્વી


(d) આપણા આહારમાં..........ના અભાવથી રતાંધળાપણું થાય છે.

ઉત્તર : વિટામિન A