ધોરણ : 9
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 17. કુદરતી વનસ્પતિ
MCQ : 60
(1) વનસ્પતિની વિવિધતાની દષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
(A) પ્રથમ
(B) ચોથું
(C) દસમું
(D) પાંચમું
જવાબ : (C) દસમું
(2) મૅહોગની કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?
(A) સમશીતોષ્ણ કટિબંધીય
(B) કાંટાળાં
(C) વરસાદી
(D) મોસમી
જવાબ : (C) વરસાદી
(3) નીચે આપેલાં વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?
(A) ગંગા નદીના મુખત્રિકોણપ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે.
(B) ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે.
(C) સુંદરીનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગમાં આવે છે.
(D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.
જવાબ : (D) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.
(4) વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) ખરાઉ
(B) વરસાદી
(C) કાંટાળાં
(D) સમશીતોષ્ણ કટિબંધીય
જવાબ : (A) ખરાઉ
(5) ચંદનનાં વૃક્ષો કયા પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે?
(A) સમશીતોષ્ણ કટિબંધીય
(B) વરસાદી
(C) મોસમી
(D) કાંટાળાં
જવાબ : (C) મોસમી
(6) કયું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે?
(A) ચેસ્ટનટ
(B) દેવદાર
(C) બર્ચ
(D) ઓક
જવાબ : (B) દેવદાર
(7) કયાં જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે?
(A) વરસાદી
(B) મોસમી
(C) શંકુદ્રુમ
(D) કાંટાળાં
જવાબ : (C) શંકુદ્રુમ
(8) કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે?
(A) ચીડના
(B) ચંદનના
(C) સુંદરીના
(D) વાંસના
જવાબ : (C) સુંદરીના
(9) ચીડના રસમાંથી શું બને છે?
(A) કાથો
(B) ટર્પેન્ટાઇન
(C) લાખ
(D) ગુંદર
જવાબ : (B) ટર્પેન્ટાઇન
(10) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
(A) બાવળના
(B) ચીડના
(C) ખેરના
(D) દેવદારના
જવાબ : (C) ખેરના
(11) ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
(A) 33%
(B) 23%
(C) 41 %
(D) 50 %
જવાબ : (A) 33%
(12) ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?
(A) 8%
(B) 10%
(C) 13.5%
(D) 16%
જવાબ : (B) 10%
(13) ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી?
(A) ઈ. સ. 1978માં
(B) ઈ. સ. 1988માં
(C) ઈ. સ. 1991માં
(D) ઈ. સ. 2001માં
જવાબ : (B) ઈ. સ. 1988માં
(14) જોડકાં જોડો.
વિભાગ 'અ' |
વિભાગ 'બ' |
(a) ઉષ્ણ કટિબંધીય
વરસાદી જંગલો |
1. ચેર |
(b) ઉષ્ણ કટિબંધીય
કાંટાળાં જંગલો |
2. દેવદાર |
(c) ભરતીનાં જંગલો |
3. બાવળ |
(d) શંકુદ્રુમ જંગલો |
4. મૅહોગની |
(A) (a-3), (b-4), (c-1), (d-2)
(B) (a - 4) (b - 3), (c-1) (d-2)
(C) (a-4), (b-3), (c-2), (d-1)
(D) (a-4), (b-2), (c-3), (d-1)
જવાબ : (B) (a - 4) (b - 3), (c-1) (d-2)
(15) વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઊજવાય છે?
(A) 10 એપ્રિલે
(B) 25 માર્ચે
(C) 16 સપ્ટેમ્બરે
(D) 1 જાન્યુઆરીએ
જવાબ : (C) 16 સપ્ટેમ્બરે
(16) વૈશ્વિક જાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને 'વિશ્વ વનુ વર્ષ' ઘોષિત કરવામાં આવ્યું હતું?
(A) ઈ. સ. 2012ના વર્ષને
(B) ઈ. સ. 2014ના વર્ષને
(C) ઈ. સ. 2013ના વર્ષને
(D) ઈ. સ. 2011ના વર્ષને
જવાબ : (D) ઈ. સ. 2011ના વર્ષને
(17) ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે?
(A) ત્રણ
(B) ચાર
(C) પાંચ
(D) છ
જવાબ : (C) પાંચ
(18) પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) વરસાદી
(B) ખરાઉ
(C) કાંટાળાં
(D) ભરતીનાં
જવાબ : (A) વરસાદી
(19) નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
(A) છત્તીસગઢ
(B) ગુજરાત
(C) ઉત્તર પ્રદેશ
(D) અંદમાન-નિકોબાર
જવાબ : (D) અંદમાન-નિકોબાર
(20) નીચેનામાંથી કયા એક પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો થતાં નથી?
(A) અંદમાન-નિકોબાર
(B) પશ્ચિમઘાટનો પૂર્વીય ઢોળાવ
(C) લક્ષદ્વીપ
(D) તમિલનાડુનો તટીય વિસ્તાર
જવાબ : (B) પશ્ચિમઘાટનો પૂર્વીય ઢોળાવ
(21) રબર કયા પ્રકારનાં જંગલોનું વૃક્ષ છે?
(A) વરસાદી
(B) ખરાઉ
(C) કાંટાળાં
(D) સમશીતોષ્ણ કટિબંધીય
જવાબ : (A) વરસાદી
(22) કયાં જંગલો નિત્ય લીલાં જંગલો કહેવાય છે?
(A) ખરાઉ
(B) વરસાદી
(C) સમશીતોષ્ણ કટિબંધીય
(D) કાંટાળાં
જવાબ : (B) વરસાદી
(23) ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયાં દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
(A) ખરાઉ
(B) સમશીતોષ્ણ કટિબંધીય
(C) કાંટાળાં
(D) વરસાદી
જવાબ : (A) ખરાઉ
(24) કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
(A) સમશીતોષ્ણ કટિબંધીય
(B) કાંટાળાં
(C) ખરાઉ
(D) વરસાદી
જવાબ : (C) ખરાઉ
(25) ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
(A) ખરાઉ
(B) સમશીતોષ્ણ કટિબંધીય
(C) વરસાદી
(D) કાંટાળાં
જવાબ : (D) કાંટાળાં
(26) કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલોનું વૃક્ષ છે?
(A) ખીજડો
(B) ઓક
(C) દેવદાર
(D) સીસમ
જવાબ : (A) ખીજડો
(27) કયાં જંગલોનાં વૃક્ષો અને છોડનાં મૂળ લાંબાં, ઊંડાં અને ચારે તરફ ફેલાયેલાં હોય છે?
(A) કાંટાળાં
(B) મોસમી
(C) સમશીતોષ્ણ કટિબંધીય
(D) વરસાદી
જવાબ : (A) કાંટાળાં
(28) ખાખરાનાં પાન શું બનાવવા માટે વપરાય છે?
(A) સાવરણી
(B) પતરાળાં-પડિયા
(C) સાદડી
(D) બીડી
જવાબ : (B) પતરાળાં-પડિયા
(29) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે?
(A) બાવળના
(B) ચીડના
(C) ખેરના
(D) દેવદારના
જવાબ : (C) ખેરના
(30) કયા વૃક્ષના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે?
(A) ટીમરુના
(B) ખેરના
(C) ચીડના
(D) દેવદારના
જવાબ : (A) ટીમરુના
(31) કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
(A) ટીમરુ
(B) દેવદાર
(C) વાંસ
(D) સાગ
જવાબ : (C) વાંસ
(32) અંદમાન-નિકોબાર ટાપુઓમાં કેવા પ્રકારનાં જંગલો આવેલાં છે?
(A) મોસમી
(B) વરસાદી
(C) કાંટાળાં
(D) ખરાઉ
જવાબ : (B) વરસાદી
(33) દવા અને ચાના પૅકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે?
(A) ખેરના
(B) સુંદરીના
(C) દેવદાર-ચીડના
(D) સાલના
જવાબ : (C) દેવદાર-ચીડના
(34) વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં…………….સ્થાન ધરાવે છે.
(A) આઠમું
(B) નવમું
(C) દસમું
(D) એકપણ નહીં
જવાબ : (C) દસમું
(35) ભારતમાં આશરે................પ્રકારના ફૂલવાળા છોડ થાય છે.
(A) 15,000
(B) 12,000
(C) 17,400
(D) 16,500
જવાબ : (A) 15,000
(36) ઉષ્ણ કટિબંધીય..............જંગલોનાં વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચાં હોય છે.
(A) ખરાઉ
(B) વરસાદી
(C) કાંટાળાં
(D) એકપણ નહીં
જવાબ : (B) વરસાદી
(37) નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં..............નાં જંગલો આવેલાં છે.
(A) ભરતી
(B) શંકુદ્રુમ
(C) ખરાઉ
(D) એકપણ નહીં
જવાબ : (A) ભરતી
(38) જંગલો..............વાયુ આપે છે.
(A) નાઇટ્રોજન
(B) કાર્બન ડાયૉક્સાઈડ
(C) ઑક્સિજન
(D) એકપણ નહીં
જવાબ : (C) ઑક્સિજન
(39) લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા..............વનસ્પતિ ઉત્તમ ઔષધિ છે.
(A) તુલસી
(B) સર્પગંધા
(C) આમળાં
(D) એકપણ નહીં
જવાબ : (B) સર્પગંધા
(40) ચીડના રસમાંથી...............બને છે.
(A) સુગંધી તેલ
(B) ટર્પેન્ટાઇન
(C) હોડી
(D) એકપણ નહીં
જવાબ : (B) ટર્પેન્ટાઇન
(41) ભારત સરકારે ઈ. સ..............માં નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.
(Α) 1988
(B) 1986
(C) 1992
(D) 1989
જવાબ : (Α) 1988
(42) ભારતમાં લગભગ...............જાતનાં વૃક્ષો વ્યાપારી દષ્ટિએ ખૂબ ઉપયોગી છે.
(Α) 450
(Β) 610
(С) 580
(D) 560
જવાબ : (Α) 450
(43) મૅહોગની વૃક્ષ...............જંગલોમાં જોવા મળે છે.
(A) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
(B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(C) ઉષ્ણ કટિબંધીય વરસાદી
(D) એકપણ નહીં
જવાબ : (C) ઉષ્ણ કટિબંધીય વરસાદી
(44) ભારતમાં.............જંગલોનું પ્રમાણ વધુ છે.
(A) ઉષ્ણ કટિબંધીય વરસાદી
(B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(C) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
(D) એકપણ નહીં
જવાબ : (B) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(45) ચંદનનું વૃક્ષ............જંગલોમાં જોવા મળે છે.
(A) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં
(B) ઉષ્ણ કટિબંધીય વરસાદી
(C) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(D) એકપણ નહીં
જવાબ : (C) ઉષ્ણ કટિબંધીય ખરાઉ
(46) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોને.................જંગલો પણ કહે છે.
(A) વરસાદી
(B) મોસમી
(C) ખરાઉ
(D) એકપણ નહીં
જવાબ : (B) મોસમી
(47) ……………જંગલોનાં વૃક્ષોનાં પાન લાંબાં, અણીદાર અને ચીકાશવાળાં હોય છે.
(A) શંકુદ્રુમ
(B) વરસાદી
(C) મેન્ગ્રુવ
(D) એકપણ નહીં
જવાબ : (A) શંકુદ્રુમ
(48) સુંદરી નામની વનસ્પતિ...............જંગલોમાં થાય છે.
(A) વરસાદી
(B) ભરતીનાં
(C) મોસમી
(D) એકપણ નહીં
જવાબ : (B) ભરતીનાં
(49) સુંદરી વૃક્ષના લાકડામાંથી...............બનાવવામાં આવે છે.
(A) ફર્નિચર
(B) હોડી
(C) રમતગમતનાં સાધનો
(D) એકપણ નહીં
જવાબ : (B) હોડી
(50) ………………નાં પાનમાંથી પતરાળાં-પડિયા બનાવવામાં આવે છે.
(A) ખાખરા
(B) લીમડા
(C) ટીમરુ
(D) એકપણ નહીં
જવાબ : (A) ખાખરા
(51) ………………ના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે.
(A) ચીડ
(B) ટીમરુ
(C) ખેર
(D) એકપણ નહીં
જવાબ : (C) ખેર
(52) ...................નાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
(A) ખેર
(B) ટીમરુ
(C) ખાખરા
(D) એકપણ નહીં
જવાબ : (B) ટીમરુ
(53) જંગલો..................જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે.
(A) કાર્બન ડાયૉક્સાઇડ
(B) નાઇટ્રોજન
(C) હાઇડ્રોજન
(D) એકપણ નહીં
જવાબ : (A) કાર્બન ડાયૉક્સાઇડ
(54) જંગલો..............પ્રવૃત્તિ માટેનાં આદર્શ ક્ષેત્રો છે.
(A) ચિત્રકલા
(B) કૃષિ
(C) સાહસિક-પ્રવાસન
(D) એકપણ નહીં
જવાબ : (C) સાહસિક-પ્રવાસન
(55) ભારતમાં આશરે.............% વિસ્તારમાં જંગલો આવેલાં છે.
(А) 23
(В) 33
(С) 25
(D) 27
જવાબ : (А) 23
(56) ગુજરાતમાં આશરે…………..% જંગલો આવેલાં છે.
(A) 6
(Β) 10
(C) 20
(D) 8
જવાબ : (Β) 10
(57) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
(A) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
(B) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
(C) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
(D) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
જવાબ : (B) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
(58) બાજુમાં આપેલા ભારતીય નકશામાં છાયાંકિત કરેલું પ્રાકૃતિક ક્ષેત્ર કયું જંગલ દર્શાવે છે?
(A) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
(B) સમશીતોષ્ણ કટિબંધીય જંગલો
(C) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો
(D) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો
જવાબ : (A) ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો
(59) ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
(A) પાઈન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ
(B) મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
(C) સાગ, સાલ, સીસમ, ચંદન
(D) ખજૂર, બોરડી, બાવળ, ખીજડો
જવાબ : (C) સાગ, સાલ, સીસમ, ચંદન
(60) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોનો સાચો ક્રમ કયો છે?
(A) ખજૂર, બોરડી, બાવળ, ખીજડો
(B) મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર
(C) પાઇન, દેવદાર, સિલ્વર ફર, સ્પ્રુસ
(D) સાગ, સાલ, સીસમ, ચંદન
જવાબ : (B) મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર