ધોરણ : 9
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 15. જળપરિવાહ
MCQ : 70
(1) ……………..નદીઓ મોસમી હોય છે.
(A) હિમાલયની
(B) દ્વીપકલ્પીય
(C) કશ્મીરની
(D) એકપણ નહીં
જવાબ : (B) દ્વીપકલ્પીય
(2) ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં...............ના નામે ઓળખાય છે.
(A) હુગલી
(B) મેઘના
(C) પદ્મા
(D) એકપણ નહીં
જવાબ : (C) પદ્મા
(3) ગંગા અને બ્રહ્મપુત્રનો મુખત્રિકોણપ્રદેશ.................. ના નામે ઓળખાય છે.
(A) સુંદરવન
(B) ભાગીરથી
(C) ગંગોત્રી
(D) એકપણ નહીં
જવાબ : (A) સુંદરવન
(4) બ્રહ્મપુત્ર નદી તિબેટમાં...................નામે ઓળખાય છે.
(A) લોહિત
(B) દિહાંગ
(C) કેનુલા
(D) એકપણ નહીં
જવાબ : (B) દિહાંગ
(5) ………………..નદીએ ધુંઆધાર ધોધની રચના કરી છે.
(A) ગોદાવરી
(B) નર્મદા
(C) કૃષ્ણા
(D) એકપણ નહીં
જવાબ : (B) નર્મદા
(6) ...................નદી 'દક્ષિણની ગંગા' તરીકે ઓળખાય છે.
(A) ગોદાવરી
(B) કાવેરી
(C) કૃષ્ણા
(D) એકપણ નહીં
જવાબ : (A) ગોદાવરી
(7) રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર................ પાણીનું સરોવર છે.
(A) મીઠા
(B) ખારા
(C) ઝરણાંના
(D) એકપણ નહીં
જવાબ : (B) ખારા
(8) …………….દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળવિભાજક બને છે.
(A) અરવલ્લી
(B) સાતપુડા
(C) પશ્ચિમઘાટ
(D) એકપણ નહીં
જવાબ : (C) પશ્ચિમઘાટ
(9) ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં................ના નામે ઓળખાય છે.
(A) ભાગીરથી-હુગલી
(B) પદ્મા
(C) મેઘના
(D) એકપણ નહીં
જવાબ : (A) ભાગીરથી-હુગલી
(10) ભાગીરથી-હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ...............ના નામે ઓળખાય છે.
(A) મેઘના
(B) પદ્મા
(C) ભાગીરથી
(D) એકપણ નહીં
જવાબ : (A) મેઘના
(11) દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા-નદીઓ મળીને અસમમાં તે.............ના નામે ઓળખાય છે.
(A) ગંગા
(B) કોસી
(C) બ્રહ્મપુત્ર
(D) એકપણ નહીં
જવાબ : (C) બ્રહ્મપુત્ર
(12) નર્મદા નદી મધ્ય પ્રદેશના...................પાસેથી નીકળે છે.
(A) પહાડો
(B) અમરકંટક
(C) બ્રહ્મગિરિ
(D) એકપણ નહીં
જવાબ : (B) અમરકંટક
(13) …………..નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે.
(A) ગોદાવરી
(B) કૃષ્ણા
(C) કાવેરી
(D) એકપણ નહીં
જવાબ : (A) ગોદાવરી
(14) ગોદાવરી નદી મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના................ના ઢોળાવોમાંથી નીકળે છે.
(A) પશ્ચિમઘાટ
(B) પૂર્વઘાટ
(C) નીલગિરિ
(D) એકપણ નહીં
જવાબ : (A) પશ્ચિમઘાટ
(15) કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમઘાટના...................પાસેથી નીકળે છે.
(A) બેતુલ
(B) બ્રહ્મગિરિ
(C) મહાબળેશ્વર
(D) એકપણ નહીં
જવાબ : (C) મહાબળેશ્વર
(16) કાવેરી નદી પશ્ચિમઘાટની....................પર્વતમાળામાંથી નીકળે છે.
(A) બ્રહ્મગિરિ
(B) સાતપુડા
(C) નીલગિરિ
(D) એકપણ નહીં
જવાબ : (A) બ્રહ્મગિરિ
(17) વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે............... જેવાં સરોવરો રચાયાં છે.
(A) લગૂન
(B) ઘોડાની નાળ
(C) રકાબી
(D) એકપણ નહીં
જવાબ : (B) ઘોડાની નાળ
(18) સમુદ્રની ભરતીના કારણે..................જેવાં સરોવરો રચાયાં છે.
(A) રકાબી
(B) ઘોડાની નાળ
(C) લગૂન
(D) એકપણ નહીં
જવાબ : (C) લગૂન
(19) કશ્મીરનું................સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે.
(A) વુલર
(B) સાંભર
(C) પુલિકટ
(D) એકપણ નહીં
જવાબ : (A) વુલર
(20) આપણે નદીઓને..................કહીએ છીએ.
(A) જલદેવી
(B) લોકમાતા
(C) ભૂમિપુત્રી
(D) એકપણ નહીં
જવાબ : (B) લોકમાતા
(21) એક ક્ષેત્રની નદીતંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે કયો શબ્દ વપરાય છે?
(A) જળવિભાજક
(B) જળપરિવાહ
(C) જળરચના
(D) બેસિન
જવાબ : (B) જળપરિવાહ
(22) કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય?
(A) જળરચના
(B) જળવિભાજક
(C) નદી પ્રણાલી
(D) બેસિન
જવાબ : (B) જળવિભાજક
(23) નદીઓના વિસર્પણને કારણે કેવાં સરોવરો રચાય છે?
(A) લગૂન
(B) ઘોડાની નાળ જેવાં
(C) લંબગોળ
(D) ચોરસ
જવાબ : (B) ઘોડાની નાળ જેવાં
(24) ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે?
(A) યમુના, ઘાઘરા, ગંડક અને કોસી
(B) યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી
(C) યમુના, ઘાઘરા, શરાવતી અને કોસી
(D) નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી
જવાબ : (A) યમુના, ઘાઘરા, ગંડક અને કોસી
(25) નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
(A) ગોદાવરી
(B) કૃષ્ણા
(C) કોસી
(D) કાવેરી
જવાબ : (C) કોસી
(26) કઈ નદીને 'દક્ષિણની ગંગા' કહેવામાં આવે છે?
(A) કાવેરીને
(B) કૃષ્ણાને
(C) મહાનદીને
(D) ગોદાવરીને
જવાબ : (D) ગોદાવરીને
(27) નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
(A) ગોદાવરી
(B) નર્મદા
(C) મહાનદી
(D) તાપી
જવાબ : (C) મહાનદી
(28) નીચેના પૈકી કયું સરોવર 'લગૂન સરોવર' છે?
(A) ડાલ
(B) ચિલ્કા
(C) સાંભર
(D) ભીમતાલ
જવાબ : (B) ચિલ્કા
(29) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?
(A) ઢેબર
(B) સાંભર
(C) વુલર
(D) નળ
જવાબ : (B) સાંભર
(30) દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળવિભાજક છે?
(A) વિંધ્ય
(B) સાતપુડા
(C) પૂર્વઘાટ
(D) પશ્ચિમઘાટ
જવાબ : (D) પશ્ચિમઘાટ
(31) કઈ નદીનું ઉદ્ભવસ્થાન તિબેટમાં માનસરોવરની નજીક છે?
(A) સિંધુ
(B) ગંગા
(C) બ્રહ્મપુત્ર
(D) સતલુજ
જવાબ : (A) સિંધુ
(32) ભાગીરથી અને અલકનંદા કયા સ્થળ પાસે એકબીજીને મળે છે?
(A) રુદ્રપ્રયાગ
(B) કર્ણપ્રયાગ
(C) હૃષીકેશ
(D) દેવપ્રયાગ
જવાબ : (D) દેવપ્રયાગ
(33) ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે?
(A) હરદ્વાર
(B) અલાહાબાદ
(C) વારાણસી
(D) દેવપ્રયાગ
જવાબ : (B) અલાહાબાદ
(34) ઘાઘરા, ગંડક અને કોસીનાં મૂળ કયા દેશમાં છે?
(A) બાંગ્લાદેશમાં
(B) ભૂતાનમાં
(C) બર્મામાં
(D) નેપાળમાં
જવાબ : (D) નેપાળમાં
(35) બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ ક્યા નામે ઓળખાય છે?
(A) ભાગીરથી
(B) પદ્મા
(C) હુગલી
(D) મેઘના
જવાબ : (B) પદ્મા
(36) ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે?
(A) ભાગીરથી
(B) હુગલી
(C) પદ્મા
(D) મેઘના
જવાબ : (D) મેઘના
(37) ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ કયા નામે ઓળખાય છે?
(A) સુંદરવન
(B) સાગરવન
(C) દેવવન
(D) વનશ્રી
જવાબ : (A) સુંદરવન
(38) કયા પ્રદેશમાં બ્રહ્મપુત્ર નદી 'દિહાંગ' નામે ઓળખાય છે?
(A) અરુણાચલ પ્રદેશ
(B) બાંગ્લાદેશ
(C) તિબેટ
(D) અસમ
જવાબ : (A) અરુણાચલ પ્રદેશ
(39) દ્વીપકલ્પની મુખ્ય ચાર નદીઓ કઈ છે?
(A) મહાનદી, ચંબલ, કૃષ્ણા અને કાવેરી
(B) કાવેરી, કૃષ્ણા, બેતવા અને ગોદાવરી
(C) મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી
(D) કૃષ્ણા, ગોદાવરી, કાવેરી અને ભાભર
જવાબ : (C) મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી
(40) નર્મદા નદીએ કયા ધોધની રચના કરી છે?
(A) ધુંઆધાર
(B) જોગ
(C) તુંગભદ્રા
(D) શિવસમુદ્રમ
જવાબ : (A) ધુંઆધાર
(41) દ્વીપકલ્પીય નદીઓ પૈકી કઈ નદી સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવે છે?
(A) મહાનદી
(B) ગોદાવરી
(C) નર્મદા
(D) કૃષ્ણા
જવાબ : (B) ગોદાવરી
(42) નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે?
(A) નર્મદા
(B) મહાનદી
(C) ગોદાવરી
(D) કૃષ્ણા
જવાબ : (D) કૃષ્ણા
(43) કાવેરી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
(A) દેવગિરિ
(B) બ્રહ્મગિરિ
(C) નીલગિરિ
(D) સાતપુડા
જવાબ : (B) બ્રહ્મગિરિ
(44) નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર કેરલ, તમિલનાડુમાં ફેલાયેલું છે?
(A) દામોદર
(B) કાવેરી
(C) કૃષ્ણા
(D) ગોદાવરી
જવાબ : (B) કાવેરી
(45) ભારતમાં મીઠા પાણીનાં મોટા ભાગનાં કુદરતી સરોવરો કયા ક્ષેત્રમાં છે?
(A) નર્મદા બેસિન ક્ષેત્રમાં
(B) કૃષ્ણા બેસિન ક્ષેત્રમાં
(C) હિમાલયના ક્ષેત્રમાં
(D) કાવેરી બેસિન ક્ષેત્રમાં
જવાબ : (C) હિમાલયના ક્ષેત્રમાં
(46) કશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે?
(A) નૈનિતાલ
(B) પુલિકટ
(C) ચિલ્કા
(D) વુલર
જવાબ : (D) વુલર
(47) નીચેનાંમાંથી કયું એક જોડકું ખરું છે?
(A) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRDP
(B) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NCRT
(C) રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCP
(D) સષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCS
જવાબ : (D) સષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના – NRCS
(48) નીચેનામાંથી કયું સરોવર રાજસ્થાનમાં આવેલું છે?
(A) સાંભર
(B) પુલિકટ
(C) ચિલ્કા
(D) વુલર
જવાબ : (A) સાંભર
(49) નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે?
(A) વુલર
(B) ડાલ
(C) ભીમતાલ
(D) સાંભર
જવાબ : (D) સાંભર
(50) નીચેનામાંથી કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું નથી?
(A) વુલર
(B) પુલિકટ
(C) ડાલ
(D) નૈનિતાલ
જવાબ : (B) પુલિકટ
(51) નીચેના પૈકી કયું સરોવર 'લગૂન સરોવર' છે?
(A) સાંભર
(B) ડાલ
(C) પુલિકટ
(D) વુલર
જવાબ : (C) પુલિકટ
(52) નીચેના પૈકી કયું સરોવર 'લગૂન સરોવર' નથી?
(A) ચિલ્કા
(B) પુલિકટ
(C) કોલેરુ
(D) સાંભર
જવાબ : (D) સાંભર
(53) નીચેના પૈકી કઈ નદી ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે?
(A) ગંડક
(B) સાબરમતી
(C) મહાનદી
(D) મહી
જવાબ : (C) મહાનદી
(54) નીચેના પૈકી કઈ નદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ફેલાયેલું છે?
(A) ગોદાવરી
(B) નર્મદા
(C) મહાનદી
(D) તાપી
જવાબ : (C) મહાનદી
(55) નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે?
(A) ઓડિશા
(B) ઝારખંડ
(C) છત્તીસગઢ
(D) મધ્ય પ્રદેશ
જવાબ : (D) મધ્ય પ્રદેશ
(56) ધુંઆધાર ધોધની રચના કઈ નદીએ કરી છે?
(A) તાપી
(B) નર્મદા
(C) કૃષ્ણા
(D) મહાનદી
જવાબ : (B) નર્મદા
(57) તાપી નદી કઈ ગિરિમાળામાંથી નીકળે છે?
(A) વિંધ્યાચળ
(B) સાતપુડા
(C) અરવલ્લી
(D) કૈમૂર
જવાબ : (B) સાતપુડા
(58) દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે?
(A) નર્મદા
(B) કાવેરી
(C) ગોદાવરી
(D) કૃષ્ણા
જવાબ : (C) ગોદાવરી
(59) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
(A) સાંભર
(B) વુલર
(C) કોલેરુ
(D) લોણાર
જવાબ : (B) વુલર
(60) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
(A) ડાલ
(B) ઢેબર
(C) લોણાર
(D) નળ
જવાબ : (D) નળ
(61) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં એક સરોવરનું સ્થળ દર્શાવ્યું છે. તે સરોવર કયું છે?
(A) સાંભર
(B) કોલેરુ
(C) વેમ્બનાડ
(D) ચિલ્કા
જવાબ : (C) વેમ્બનાડ
(62) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
(A) ગંગાનો મુખત્રિકોણપ્રદેશ
(B) કૃષ્ણાનો મુખત્રિકોણપ્રદેશ
(C) ગોદાવરીનો મુખત્રિકોણપ્રદેશ
(D) મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ
જવાબ : (D) મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ
(63) બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખત્રિકોણપ્રદેશ દર્શાવ્યો છે. તે મુખત્રિકોણપ્રદેશ કયો છે?
(A) કૃષ્ણાનો મુખત્રિકોણપ્રદેશ
(B) કાવેરીનો મુખત્રિકોણપ્રદેશ
(C) ગોદાવરીનો મુખત્રિકોણપ્રદેશ
(D) મહાનદીનો મુખત્રિકોણપ્રદેશ
જવાબ : (B) કાવેરીનો મુખત્રિકોણપ્રદેશ
(64) ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
(A) ગોદાવરી, ચંબલ, સતલુજ, કૃષ્ણા
(B) સતલુજ, ચંબલ, ગોદાવરી, કૃષ્ણા
(C) ચંબલ, કૃષ્ણા, સતલુજ, ગોદાવરી
(D) કૃષ્ણા, સતલુજ, ગોદાવરી, ચંબલ
જવાબ : (B) સતલુજ, ચંબલ, ગોદાવરી, કૃષ્ણા
(65) દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલી નદીઓનો સાચો ક્રમ કયો છે?
(A) ગોદાવરી, કાવેરી, યમુના, નર્મદા
(B) નર્મદા, યમુના, કાવેરી, ગોદાવરી
(C) યમુના, નર્મદા, ગોદાવરી, કાવેરી
(D) કાવેરી, ગોદાવરી, નર્મદા, યમુના
જવાબ : (D) કાવેરી, ગોદાવરી, નર્મદા, યમુના
(66) દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં સરોવરોનો સાચો ક્રમ ક્યો છે?
(A) વેમ્બનાડ, કોલેરુ, સાંભર, વુલર
(B) કોલેરુ, વુલર, વેમ્બનાડ, સાંભર
(C) સાંભર, વેમ્બનાડ, કોલેરુ, વુલર
(D) વુલર, કોલેરુ, સાંભર, વેમ્બનાડ
જવાબ : (A) વેમ્બનાડ, કોલેરુ, સાંભર, વુલર
(67) ……………..નદીઓ મોસમી હોય છે.
(A) હિમાલયની
(B) દ્વીપકલ્પીય
(C) કશ્મીરની
(D) એકપણ નહીં
જવાબ : (B) દ્વીપકલ્પીય
(68) ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં...............ના નામે ઓળખાય છે.
(A) હુગલી
(B) મેઘના
(C) પદ્મા
(D) એકપણ નહીં
જવાબ : (C) પદ્મા
(69) ગંગા અને બ્રહ્મપુત્રનો મુખત્રિકોણપ્રદેશ.................. ના નામે ઓળખાય છે.
(A) સુંદરવન
(B) ભાગીરથી
(C) ગંગોત્રી
(D) એકપણ નહીં
જવાબ : (A) સુંદરવન
(70) બ્રહ્મપુત્ર નદી તિબેટમાં...................નામે ઓળખાય છે.
(A) લોહિત
(B) દિહાંગ
(C) કેનુલા
(D) એકપણ નહીં
જવાબ : (B) દિહાંગ