ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 13 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 13. ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – 1

MCQ : 45


(1) ભારતની મધ્યમાં થઈને કયું વૃત્ત પસાર થાય છે?

(A) કર્કવૃત્ત

(B) વિષુવવૃત્ત

(C) મકરવૃત્ત

(D) દક્ષિણ ધ્રુવવૃત્ત

જવાબ : (A) કર્કવૃત્ત


(2) ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?

(A) ઉત્તર પ્રદેશ

(B) છત્તીસગઢ

(C) ઓડિશા

(D) તમિલનાડુ

જવાબ : (D) તમિલનાડુ


(3) નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?

(A) કૅનેડા

(B) ઇંગ્લૅન્ડ

(C) પાકિસ્તાન

(D) થાઇલૅન્ડ

જવાબ : (A) કૅનેડા


(4) ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?

(A) ઍટલૅટિક મહાસાગર

(B) પૅસિફિક મહાસાગર

(C) આર્કટિક મહાસાગર

(D) હિંદ મહાસાગર

જવાબ : (D) હિંદ મહાસાગર


(5) ઈન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીએ તો કૅનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે?

(A) મલાક્કા

(B) બેરિંગ

(C) પાલ્ક

(D) ડ્રેઈક

જવાબ : (A) મલાક્કા


(6) ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્યે : ..................

(A) બાંગ્લાદેશ

(B) પાકિસ્તાન

(C) શ્રીલંકા

(D) નેપાળ

જવાબ : (B) પાકિસ્તાન


(7) ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?

(A) અફઘાનિસ્તાન – ઉત્તર-પશ્ચિમ

(B) નેપાળ – ઉત્તર-પૂર્વ

(C) ચીન – ઉત્તર

(D) બાંગ્લાદેશ – પશ્ચિમ

જવાબ : (D) બાંગ્લાદેશ – પશ્ચિમ


(8) લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?

(A) બંગાળાની ખાડીમાં

(B) હિંદ મહાસાગરમાં

(C) ખંભાતના અખાતમાં

(D) અરબ સાગરમાં

જવાબ : (D) અરબ સાગરમાં


(9) અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?

(A) બંગાળાની ખાડીમાં

(B) અરબ સાગરમાં

(C) હિંદ મહાસાગરમાં

(D) ખંભાતના અખાતમાં

જવાબ : (A) બંગાળાની ખાડીમાં


(10) ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો?

(A) અપસારી પ્લેટ

(B) યુરેશિયન પ્લેટ

(C) અભિસારી પ્લેટ

(D) ગોંડવાનાલૅન્ડ

જવાબ : (D) ગોંડવાનાલૅન્ડ


(11) જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?

(A) ચીન

(B) યૂ.એસ.એ.

(C) ભારત

(D) રશિયા

જવાબ : (C) ભારત


(12) ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?

(A) 30

(B) 35

(C) 25

(D) 20

જવાબ : (A) 30


(13) ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?

(A) 2933

(B) 3070

(C) 3120

(D) 3214

જવાબ : (D) 3214


(14) ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?

(A) 3214

(B) 3180

(C) 2933

(D) 3030

જવાબ : (C) 2933


(15) ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે?

(A) અડધા કલાકનો

(B) બે કલાકનો

(C) દોઢ કલાકનો

(D) એક કલાકનો

જવાબ : (C) દોઢ કલાકનો


(16) પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?

(A) અરુણાચલ પ્રદેશ

(B) ઉત્તર પ્રદેશ

(C) આંધ્ર પ્રદેશ

(D) હિમાચલ પ્રદેશ

જવાબ : (A) અરુણાચલ પ્રદેશ


(17) ભારતનો પ્રમાણસમય કયા રેખાંશવૃત્ત પરથી ગણાય છે?

(A) 80 પૂર્વ રેખાંશવૃત્ત

(B) 78.5 પૂર્વ રેખાંશવૃત્ત

(C) 82.5 પૂર્વ રેખાંશવૃત્ત

(D) 85 પૂર્વ રેખાંશવૃત્ત

જવાબ : (C) 82.5 પૂર્વ રેખાંશવૃત્ત


(18) ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે?

(A) બે

(B) ત્રણ

(C) ચાર

(D) પાંચ

જવાબ : (D) પાંચ


(19) ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે?

(A) છઠ્ઠા

(B) પાંચમા

(C) સાતમા

(D) આઠમા

જવાબ : (C) સાતમા


(20) વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે?

(A) સાત

(B) છ

(C) આઠ

(D) નવ

જવાબ : (B) છ


(21) ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે?

(A) લૅબ્રડૉર સાગર

(B) બાંદા સાગર

(C) બેરિંગ સાગર

(D) અરબ સાગર

જવાબ : (D) અરબ સાગર


(22) ભારતમાં આજે (ઈ. સ. 2016) કુલ કેટલાં રાજ્યો અને કેટલા સંઘશાસિત પ્રદેશો છે?

(A) 32 રાજ્યો અને 10 સંઘશાસિત પ્રદેશો

(B) 31 રાજ્યો અને 9 સંઘશાસિત પ્રદેશો

(C) 28 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો

(D) 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો

જવાબ : (D) 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો


(23) મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે?

(A) પાંચ

(B) છ

(C) સાત

(D) આઠ

જવાબ : (C) સાત


(24) ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું?

(A) હિમાલય

(B) ઍન્ડીઝ

(C) રૉકી

(D) આલ્પ્સ

જવાબ : (A) હિમાલય


(25) ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?

(A) દ્વીપસમૂહો

(B) દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ

(C) ઉત્તરનો મેદાની પ્રદેશ

(D) ઉત્તરનો પર્વતીય પ્રદેશ

જવાબ : (B) દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ


(26) કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે?

(A) અગ્નિકૃત પ્લેટો

(B) પ્રસ્તર પ્લેટો

(C) રૂપાંતરિત પ્લેટો

(D) વિકૃત પ્લેટો

જવાબ : (C) રૂપાંતરિત પ્લેટો


(27) કયું અક્ષાંશવૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે?

(A) વિષુવવૃત્ત

(B) મકરવૃત્ત

(C) કર્કવૃત્ત

(D) ઉત્તર ધ્રુવવૃત્ત

જવાબ : (C) કર્કવૃત્ત


(28) ભારતની મધ્યમાંથી....................વૃત્ત પસાર થાય છે.

(A) વિષુવવૃત્ત

(B) કર્કવૃત્ત

(C) મકરવૃત્ત

(D) એકપણ નહીં

જવાબ : (B) કર્કવૃત્ત


(29) ભારતમાં સૂર્યોદયનો આરંભ.............માં થાય છે.

(A) ગુજરાત

(B) અસમ

(C) અરુણાચલ પ્રદેશ

(D) એકપણ નહીં

જવાબ : (C) અરુણાચલ પ્રદેશ


(30) ભારતની પ્રમાણસમય રેખા............રાજ્યોમાંથી પસાર થાય છે.

(A) પાંચ

(B) સાત

(C) નવ

(D) આઠ

જવાબ : (A) પાંચ


(31) ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત.............ક્રમે આવે છે.

(A) ચોથા

(B) છઠ્ઠા

(C) સાતમા

(D) આઠમા

જવાબ : (C) સાતમા


(32) ભારતની દક્ષિણે............મહાસાગર આવેલો છે.

(A) હિંદ

(B) પૅસિફિક

(C) ઍટલૅન્ટિક

(D) એકપણ નહીં

જવાબ : (A) હિંદ


(33) ભારત અને યુરોપ વચ્ચેનું અંતર.............નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે.

(A) યમુના

(B) પનામા

(C) સુએઝ

(D) એકપણ નહીં

જવાબ : (C) સુએઝ


(34) બંગાળાની ખાડીમાં ભારતના..............ટાપુઓ આવેલા છે.

(A) અંદમાન-નિકોબાર

(B) લક્ષદ્વીપ

(C) માલદીવ

(D) એકપણ નહીં

જવાબ : (A) અંદમાન-નિકોબાર


(35) ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વના...............દેશો ભારતથી મોટા છે.

(A) ચાર

(B) પાંચ

(C) છ

(D) ત્રણ

જવાબ : (C) છ


(36) ભારત............મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે.

(A) હિંદ

(B) ઍટલૅન્ટિક

(C) પૅસિફિક

(D) એકપણ નહીં

જવાબ : (A) હિંદ


(37) ભારતમાં................રાજ્યો અને..................કેન્દ્રશાસિત પ્રદેશો છે. (2016 માં)

(A) 26, 9

(Β) 28, 7

(C) 29, 6

(D) 30, 7

જવાબ : (C) 29, 6


(38) ભારત અને શ્રીલંકા............ની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે.

(A) પાલ્ક

(B) મનાર

(C) કુક

(D) એકપણ નહીં

જવાબ : (A) પાલ્ક


(39) મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા..............છે.

(A) પાંચ

(B) છ

(C) સાત

(D) આઠ

જવાબ : (C) સાત


(40) અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર...........થાય છે.

(A) ગેડીકરણ

(B) સ્તરભંગ

(C) હલનચલન

(D) એકપણ નહીં

જવાબ : (B) સ્તરભંગ


(41) દક્ષિણનો............પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે.

(A) ભૂકંપીય

(B) દ્વીપકલ્પીય

(C) જ્વાળામુખીય

(D) એકપણ નહીં

જવાબ : (B) દ્વીપકલ્પીય


(42) ભારત અને શ્રીલંકા વચ્ચે..................નો અખાત આવેલો છે.

(A) મેક્સિકો

(B) બેરિંગ

(C) મનાર

(D) એકપણ નહીં

જવાબ : (C) મનાર


(43) નીચે આપેલાં રાજ્યોનો ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.

(A) કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ

(B) આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ

(C) કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્લી, ઉત્તરાખંડ

(D) ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ

જવાબ : (D) ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ


(44) નીચે આપેલાં રાજ્યોનો પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.

(A) મધ્ય પ્રદેશ, ઝારખંડ, મણિપુર, ગુજરાત

(B) ઝારખંડ, મણિપુર, ગુજરાત, મધ્ય પ્રદેશ

(C) મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત

(D) ગુજરાત, મધ્ય પ્રદેશ, મણિપુર, ઝારખંડ

જવાબ : (C) મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત


(45) નીચે આપેલાં રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.

(A) રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય

(B) બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મેઘાલય

(C) મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન

(D) રાજસ્થાન, મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ

જવાબ : (A) રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય