ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ

GIRISH BHARADA

 

ધોરણ : 9 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ

ધોરણ : 9

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 10. સરકારના અંગો

MCQ : 60


(1) ……………….દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમાય છે.

(A) વડા પ્રધાન

(B) મુખ્ય ન્યાયમૂર્તિ

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ


(2) …………………..સંસદના અભિન્ન અંગ સમાન છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડા પ્રધાન

(C) ન્યાયાધીશ

(D) એકપણ નહીં

જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ


(3) નાણાકીય ખરડો પ્રથમ……………માં જ રજુ થઈ શકે છે.

(A) સંસદ

(B) રાજ્યસભા

(C) લોકસભા

(D) એકપણ નહીં

જવાબ : (C) લોકસભા


(4) આયોજનપંચ (નીતિપંચ) ના અધ્યક્ષ હોદાની રૂએ………………જ છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડા પ્રધાન

(C) ઉપરાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (B) વડા પ્રધાન


(5) સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વૉટ......................આપે છે.

(A) વિરોધપક્ષના નેતા

(B) અધ્યક્ષ (સ્પીકર)

(C) વડા પ્રધાન

(D) એકપણ નહીં

જવાબ : (B) અધ્યક્ષ (સ્પીકર)


(6) પંચાયતીરાજનું માળખું.....................છે.

(A) ત્રિસ્તરીય

(B) પાંચ સ્તરીય

(C) દ્વિસ્તરીય

(D) એકપણ નહીં

જવાબ : (A) ત્રિસ્તરીય


(7) સંસદમાં અંદાજપત્ર……………….રજૂ કરે છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડા પ્રધાન

(C) નાણાપ્રધાન

(D) એકપણ નહીં

જવાબ : (C) નાણાપ્રધાન


(8) બંધારણીય 73મા સુધારાથી...................ની જોગવાઈ કરવામાં આવી છે.

(A) લોકશાહી

(B) પંચાયતીરાજ

(C) લોકઅદાલતો

(D) એકપણ નહીં

જવાબ : (B) પંચાયતીરાજ


(9) શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ................ , .............અને...............છે.

(A) નગર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ

(B) નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ

(C) શહેર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ

(D) એકપણ નહીં

જવાબ : (B) નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ


(10) ………………..યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.

(A) સંઘ

(B) રાજ્ય

(C) સંયુક્ત

(D) એકપણ નહીં

જવાબ : (C) સંયુક્ત


(11) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક………………કરે છે.

(A) વડા પ્રધાન

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) ઉપરાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ


(12) ગુજરાતમાં…………………ધારાસભા નથી.

(A) પ્રથમ

(B) દ્વિતીય

(C) દ્વિગૃહી

(D) એકપણ નહીં

જવાબ : (C) દ્વિગૃહી


(13) ………………એ સંસદનું નીચલું ગૃહ છે.

(A) વિધાનસભા

(B) લોકસભા

(C) રાજ્યસભા

(D) એકપણ નહીં

જવાબ : (B) લોકસભા


(14) ………………..એ સંસદનું ઉપલું ગૃહ છે.

(A) લોકસભા

(B) રાજ્યસભા

(C) વિધાનસભા

(D) એકપણ નહીં

જવાબ : (B) રાજ્યસભા


(15) કાયદા માટેની દરખાસ્ત………………….કહેવાય છે.

(A) ખરડો (વિધેયક)

(B) કાનૂન

(C) સૂચના

(D) એકપણ નહીં

જવાબ : (A) ખરડો (વિધેયક)


(16) રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં……………….ફરજો બજાવે છે.

(A) વડા પ્રધાન

(B) મુખ્ય ન્યાયાધીશ

(C) ઉપરાષ્ટ્રપ્રમુખ

(D) એકપણ નહીં

જવાબ : (C) ઉપરાષ્ટ્રપ્રમુખ


(17) ગ્રામપંચાયતનો વહીવટ……………….સંભાળે છે.

(A) તલાટી-કમ-મંત્રી

(B) સરપંચ

(C) વિકાસ અધિકારી

(D) એકપણ નહીં

જવાબ : (A) તલાટી-કમ-મંત્રી


(18) તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા………………કહેવાય છે.

(A) પ્રમુખ

(B) તાલુકા વિકાસ અધિકારી

(C) તાલુકા કમિશનર

(D) એકપણ નહીં

જવાબ : (B) તાલુકા વિકાસ અધિકારી


(19) રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ....….… દ્વારા કરવામાં આવે છે.

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) ઉપરાષ્ટ્રપ્રમુખ

(C) રાજ્યપાલ

(D) એકપણ નહીં

જવાબ : (C) રાજ્યપાલ


(20) વિધાનસભાના સભ્યોની સંખ્યા...............થી ઓછી નહિ અને…………...થી વધારે હોઈ શકશે નહીં.

(A) 40, 400

(B) 60, 500

(C) 20, 200

(D) 50, 500

જવાબ : (B) 60, 500


(21) નીચેના કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?

(A) કર્ણાટક

(B) આંધ્રપ્રદેશ

(C) તમિલનાડુ

(D) બિહાર

જવાબ : (B) આંધ્રપ્રદેશ


(22) રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે?

(A) રાજ્યસભા

(B) લોકસભા

(C) ગોવા વિધાનસભા

(D) આયોજનપંચ

જવાબ : (B) લોકસભા


(23) સંસદનાં બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે?

(A) વડાપ્રધાન

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) સ્પીકર

(D) ઉપરાષ્ટ્રપ્રમુખ

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ


(24) લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલા વર્ષની છે?

(A) 4 વર્ષ

(B) 6 વર્ષ

(C) 2 વર્ષ

(D) 5 વર્ષ

જવાબ : (D) 5 વર્ષ


(25) રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નીમે છે?

(A) 238

(B) 12

(C) 2

(D) 14

જવાબ : (B) 12


(26) લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે?

(A) 26

(B) 25

(C) 24

(D) 20

જવાબ : (A) 26


(27) મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહી કોના પર કરવામાં આવે છે?

(A) નાણાપ્રધાન પર

(B) વડાપ્રધાન પર

(C) સંરક્ષણપ્રધાન પર

(D) રાષ્ટ્રપ્રમુખ પર

જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ પર


(28) વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે?

(A) 25 વર્ષ

(B) 30 વર્ષ

(C) 35 વર્ષ

(D) 18 વર્ષ

જવાબ : (A) 25 વર્ષ


(29) સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે?

(A) સરસેનાધિપતિ

(B) ઉપરાષ્ટ્રપ્રમુખ

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) વડાપ્રધાન

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ


(30) સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે?

(A) વડાપ્રધાન

(B) રાજપાલ

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) ઉપરાષ્ટ્રપ્રમુખ

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખ


(31) લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?

(A) 545 અને 250

(B) 455 અને 350

(C) 182 અને 11

(D) 543 અને 238

જવાબ : (A) 545 અને 250


(32) વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?

(A) ઉપરાષ્ટ્રપ્રમુખ

(B) રાષ્ટ્રપ્રમુખ

(C) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ

(D) લોકસભાના પ્રૉટેમ સ્પીકર

જવાબ : (B) રાષ્ટ્રપ્રમુખ


(33) રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું કોને સોંપે છે?

(A) વડા પ્રધાનને

(B) લોકસભાના અધ્યક્ષને

(C) ઉપરાષ્ટ્રપ્રમુખને

(D) સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને

જવાબ : (C) ઉપરાષ્ટ્રપ્રમુખને


(34) ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે?

(A) મામલતદાર

(B) સરપંચ

(C) તાલુકા વિકાસ અધિકારી

(D) તલાટી-કમ-મંત્રી

જવાબ : (D) તલાટી-કમ-મંત્રી


(35) સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

(A) વડાપ્રધાન

(B) ગૃહપ્રધાન

(C) નાણાપ્રધાન

(D) સંસદસભ્ય

જવાબ : (C) નાણાપ્રધાન


(36) નીચે આપેલા જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો :

વહીવટી સંસ્થાઓ

1. જિલ્લા સેવાસદન

2. મહાનગરપાલિકા

3. જિલ્લા પંચાયત

વહીવટી વડાઓ

a. મેયર

b. ડીડીઓ

c. કલેકટર

d. કમિશનર

(A) (1 - a), (2 - c), (3 - d)

(B) (1 − c), (2 - d), (3 - b)

(C) (1 - b), (2 – c), (3 - d)

(D) (1 – c), (2 - a), (3 - b)

જવાબ : (B) (1 − c), (2 - d), (3 - b)


(37) ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે?

(A) કેબિનેટ પદ્ધતિની

(B) સંઘ પદ્ધતિની

(C) પ્રમુખ પદ્ધતિની

(D) સંસદીય પદ્ધતિની

જવાબ : (D) સંસદીય પદ્ધતિની


(38) સંઘસરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?

(A) વડા પ્રધાનનો

(B) મુખ્ય ન્યાયમૂર્તિનો

(C) રાષ્ટ્રપ્રમુખનો

(D) પ્રધાનમંડળનો

જવાબ : (B) મુખ્ય ન્યાયમૂર્તિનો


(39) રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?

(A) 30 કે તેથી વધુ

(B) 20 કે તેથી વધુ

(C) 25 કે તેથી વધુ

(D) 18 કે તેથી વધુ

જવાબ : (A) 30 કે તેથી વધુ


(40) કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે?

(A) અધ્યક્ષ

(B) વડાપ્રધાન

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) નાણાપ્રધાન

જવાબ : (A) અધ્યક્ષ


(41) લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?

(A) જ્ઞાની ઝૈલસિંઘ

(B) શ્રી પુરુષોત્તમ માવળંકર

(C) શ્રી ગણેશ વાસુદેવ માવળંકર

(D) શ્રીમતી પ્રતિભા પાટિલ

જવાબ : (C) શ્રી ગણેશ વાસુદેવ માવળંકર


(42) સંઘસરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

(A) ઉપરાષ્ટ્રપ્રમુખની

(B) વડાપ્રધાનની

(C) રાષ્ટ્રપ્રમુખની

(D) નાણાપ્રધાનની

જવાબ : (C) રાષ્ટ્રપ્રમુખની


(43) રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ કરાય છે?

(A) રાજ્યપાલની

(B) મુખ્યમંત્રીની

(C) વડાપ્રધાનની

(D) રાષ્ટ્રપ્રમુખની

જવાબ : (A) રાજ્યપાલની


(44) ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે?

(A) ખરડા સમિતિને

(B) ન્યાય સમિતિને

(C) પ્રધાન સમિતિને

(D) પ્રવર સમિતિને

જવાબ : (D) પ્રવર સમિતિને


(45) બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે.

(A) રાજ્યસભામાં

(B) વિધાનસભામાં

(C) લોકસભામાં

(D) વિધાનપરિષદમાં

જવાબ : (C) લોકસભામાં


(46) રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડાપ્રધાન

(C) રાજ્યપાલ

(D) મુખ્યમંત્રી

જવાબ : (C) રાજ્યપાલ


(47) વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?

(A) વડાપ્રધાન

(B) સંધસરકાર

(C) સંસદ

(D) રાષ્ટ્રપ્રમુખ

જવાબ : (D) રાષ્ટ્રપ્રમુખ


(48) ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?

(A) લોકસભાના સભ્યો

(B) રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો

(C) રાષ્ટ્રપ્રમુખ

(D) સંસદનાં બંને ગૃહોના સભ્યો

જવાબ : (D) સંસદનાં બંને ગૃહોના સભ્યો


(49) નીતિપંચ (આયોજનપંચ) નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ કોણ સંભાળે છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) ઉપરાષ્ટ્રપ્રમુખ

(C) વડાપ્રધાન

(D) આયોજનપંચના અધ્યક્ષ

જવાબ : (C) વડાપ્રધાન


(50) સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે?

(A) સંસદના બંને ગૃહોને

(B) લોકસભાને

(C) રાષ્ટ્રપ્રમુખને

(D) રાજ્યસભાને

જવાબ : (B) લોકસભાને


(51) રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

(A) રાષ્ટ્રપ્રમુખ

(B) વડાપ્રધાન

(C) વિધાનસભા

(D) મુખ્યમંત્રી

જવાબ : (A) રાષ્ટ્રપ્રમુખ


(52) જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે?

(A) જિલ્લા વિકાસ અધિકારી

(B) જિલ્લા વહીવટી અધિકારી

(C) જિલ્લા પ્રમુખ

(D) જિલ્લા કમિશનર

જવાબ : (A) જિલ્લા વિકાસ અધિકારી


(53) મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે?

(A) કલેક્ટર

(B) મ્યુનિસિપલ કમિશનર

(C) મેયર

(D) સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન

જવાબ : (B) મ્યુનિસિપલ કમિશનર


(54) કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે?

(A) ક્ષેત્રિય વિશ્લેષના સિદ્ધાંત મુજબ

(B) અંગ વિશ્લેષના સિદ્ધાંત મુજબ

(C) સનદ વિશ્લેષના સિદ્ધાંત મુજબ

(D) સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ

જવાબ : (D) સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ


(55) સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?

(A) વડાપ્રધાન

(B) ગૃહપ્રધાન

(C) નાણાપ્રધાન

(D) સંસદસભ્ય

જવાબ : (C) નાણાપ્રધાન


(56) જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે, તેને કેવુ ગામ જાહેર કરવામાં આવે છે?

(A) ‘એકરૂપ’

(B) ‘સર્વમાન્ય’

(C) ‘સમરસ’

(D) ‘સર્વસંમત’

જવાબ : (C) ‘સમરસ’


(57) નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) તેલંગણા

(B) પંજાબ

(C) ગુજરાત

(D) ઓડિશા

જવાબ : (A) તેલંગણા


(58) નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) આંધ્રપ્રદેશ

(B) મધ્યપ્રદેશ

(C) ગુજરાત

(D) જમ્મુ-કશ્મીર

જવાબ : (D) જમ્મુ-કશ્મીર


(59) નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) ગુજરાત

(B) ઉત્તરપ્રદેશ

(C) મધ્યપ્રદેશ

(D) રાજસ્થાન

જવાબ : (B) ઉત્તરપ્રદેશ


(60) નીચેનાં પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?

(A) કેરલ

(B) ઉત્તરાખંડ

(C) કર્ણાટક

(D) ઝારખંડ

જવાબ : (C) કર્ણાટક