ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 12 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 12 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 12. ઉદ્યોગો

MCQ : 51


(1) લોખંડ અને પોલાદ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે?

(A) પ્રવાસન સેવા સાથે

(B) વસ્તુઓના ઉત્પાદન સાથે

(C) માનવીની જરૂરિયાતો સાથે

(D) તેની ઉપયોગિતા સાથે

જવાબ : (B) વસ્તુઓના ઉત્પાદન સાથે


(2) ચર્મ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

(A) કૃષિને

(B) પશુને

(C) વનને

(D) ખનીજને

જવાબ : (B) પશુને


(3) કાગળ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

(A) વનને

(B) કૃષિને

(C) પશુને

(D) સમુદ્રને

જવાબ : (A) વનને


(4) સિમેન્ટ ઉદ્યોગ એ કોને આધારિત ઉદ્યોગ છે?

(A) પશુને

(B) સમુદ્રને

(C) વનને

(D) ખનીજને

જવાબ : (D) ખનીજને


(5) સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

(A) સંયુક્ત ક્ષેત્રનો

(B) ખાનગી ક્ષેત્રનો

(C) સાર્વજનિક ક્ષેત્રનો

(D) સહકારી ક્ષેત્રનો

જવાબ : (C) સાર્વજનિક ક્ષેત્રનો


(6) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

(A) સહકારી ક્ષેત્રનો

(B) સાર્વજનિક ક્ષેત્રનો

(C) સંયુક્ત ક્ષેત્રનો

(D) ખાનગી ક્ષેત્રનો

જવાબ : (D) ખાનગી ક્ષેત્રનો


(7) આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ (અમૂલ) એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

(A) સંયુક્ત ક્ષેત્રનો

(B) ખાનગી ક્ષેત્રનો

(C) સહકારી ક્ષેત્રનો

(D) સાર્વજનિક ક્ષેત્રનો

જવાબ : (C) સહકારી ક્ષેત્રનો


(8) મારુતિ સુઝુકી લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે?

(A) સંયુક્ત ક્ષેત્રનો

(B) સહકારી ક્ષેત્રનો

(C) સાર્વજનિક ક્ષેત્રનો

(D) ખાનગી ક્ષેત્રનો

જવાબ : (A) સંયુક્ત ક્ષેત્રનો


(9) ઉદ્યોગોના સ્થાનીકરણને અસર કરતાં પરિબળોમાં કયા એક પરિબળનો સમાવેશ થતો નથી?

(A) વ્યક્તિનો

(B) ઊર્જાનો

(C) મૂડીનો

(D) બજારનો

જવાબ : (A) વ્યક્તિનો


(10) માલિકીના આધારે ઉદ્યોગોના વર્ગીકરણમાં કયા એક ક્ષેત્રનો સમાવેશ થતો નથી?

(A) ખાનગી ક્ષેત્રનો

(B) ભાગીદારી ક્ષેત્રનો

(C) સાર્વજનિક ક્ષેત્રનો

(D) સંયુક્ત ક્ષેત્રનો

જવાબ : (B) ભાગીદારી ક્ષેત્રનો


(11) ગુજરાતના કયા જિલ્લામાં સરકાર દ્વારા મળતાં આર્થિક પ્રોત્સાહનોથી ઉદ્યોગો વિકસ્યા છે?

(A) જામનગરમાં

(B) ભાવનગરમાં

(C) સુરેન્દ્રનગરમાં                 

(D) કચ્છમાં

જવાબ : (D) કચ્છમાં


(12) ઔદ્યોગિકીકરણથી કોનો વૃદ્ધિ અને વિકાસ થાય છે?

(A) જળાશયોનાં

(B) શહેરો અને નગરોનાં

(C) ગામડાંઓનાં

(D) જંગલોનાં

જવાબ : (B) શહેરો અને નગરોનાં


(13) ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં કયા એક પ્રદેશનો સમાવેશ થતો નથી?

(A) અમદાવાદ - વડોદરા ઔદ્યોગિક પ્રદેશનો

(B) વિશાખાપટ્ટનમ – ગંતુર ઔદ્યોગિક પ્રદેશનો

(C) જયપુર – અજમેર ઔદ્યોગિક પ્રદેશનો

(D) છોટા નાગપુર ઔદ્યોગિક પ્રદેશનો

જવાબ : (C) જયપુર – અજમેર ઔદ્યોગિક પ્રદેશનો


(14) વિશ્વના મુખ્ય ઉદ્યોગોમાં કયા એક ઉદ્યોગનો સમાવેશ થતો નથી?

(A) સિમેન્ટ ઉદ્યોગનો

(B) લોખંડ-પોલાદ ઉદ્યોગનો

(C) ઇન્ફર્મેશન ટેકનોલૉજી ઉદ્યોગનો

(D) સુતરાઉ કાપડ ઉદ્યોગનો

જવાબ : (A) સિમેન્ટ ઉદ્યોગનો


(15) નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં લોખંડ-પોલાદ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?

(A) યુ.એસ.એ.માં

(B) દક્ષિણ આફ્રિકામાં

(C) જર્મનીમાં

(D) ચીનમાં

જવાબ : (B) દક્ષિણ આફ્રિકામાં


(16) નીચે આપેલા દેશો પૈકી કયા એક દેશમાં કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો નથી?

(A) ભારતમાં

(B) દક્ષિણ કોરિયામાં

(C) ચીનમાં

(D) જાપાનમાં

જવાબ : (C) ચીનમાં


(17) નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે?

(A) ઍલ્યુમિનિયમ

(B) મેંગેનીઝ

(C) તાંબું

(D) પોલાદ

જવાબ : (D) પોલાદ


(18) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં મહત્ત્વનાં કેન્દ્રોમાં ક્યા એક કેન્દ્રનો સમાવેશ થતો નથી?

(A) ભિલાઈ

(B) અમદાવાદ

(C) બર્નપુર

(D) બોકારો

જવાબ : (B) અમદાવાદ


(19) ભારતમાં લોખંડ ઉદ્યોગ જે રાજ્યોમાં વિકસ્યો છે તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી?

(A) પશ્ચિમ બંગાળનો

(B) ઝારખંડનો

(C) છત્તીસગઢનો             

(D) ઉત્તર પ્રદેશનો

જવાબ : (D) ઉત્તર પ્રદેશનો


(20) સાકસી (હાલનું જમશેદપુર) માં ટિસ્કો (ટાટા આયર્ન ઍન્ડ સ્ટીલ કંપની) ની સ્થાપના ક્યારે થઈ હતી?

(A) ઈ. સ. 1858માં

(B) ઈ. સ. 1885માં

(C) ઈ. સ. 1907માં

(D) ઈ. સ. 1918માં

જવાબ : (C) ઈ. સ. 1907માં


(21) ભારતના લોખંડ-પોલાદ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કહ્યું કેન્દ્ર સૌથી વધુ સુવિધાવાળા સ્થળે આવેલું છે?

(A) સાલેમ

(B) જમશેદપુર

(C) વિજયનગર

(D) ભદ્રાવતી

જવાબ : (B) જમશેદપુર


(22) યુ.એસ.એ. (સંયુક્ત રાજ્ય અમેરિકા) નું ખંડ-પોલાદ ઉદ્યોગનું મહત્ત્વનું શહેર કયું છે?

(A) સૈન ફ્રેન્સિસ્કો

(B) શિકાગો

(C) ઓટાવા

(D) પિટ્સબર્ગ

જવાબ : (D) પિટ્સબર્ગ


(23) માનવનિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી?

(A) નાયલૉનનો

(B) લિનિનનો

(C) રેયૉનનો           

(D) ઍક્રેલિકનો

જવાબ : (B) લિનિનનો


(24) માનવનિર્મિત રેસો કયો છે?

(A) ઊન

(B) રેશમ

(C) પૉલિએસ્ટર

(D) કપાસ

જવાબ : (C) પૉલિએસ્ટર


(25) બ્રિટિશ શાસન પહેલાં ભારતમાં નીચેનામાંથી કયું શહેર મલમલ માટે પ્રખ્યાત હતું?

(A) ઢાકા

(B) કોલકાતા

(C) કાનપુર

(D) સુરત

જવાબ : (A) ઢાકા


(26) નીચેનામાંથી કયા શહેરનું સોનેરી જરીકામવાળું સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગપ્રખ્યાત હતું?

(A) આગરા

(B) અમદાવાદ

(C) મુંબઈ

(D) સુરત

જવાબ : (D) સુરત


(27) મુંબઈમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યારે સ્થપાઈ હતી?

(A) ઈ. સ. 1854માં

(B) ઈ. સ. 1858માં

(C) ઈ. સ. 1907માં

(D) ઈ. સ. 1920માં

જવાબ : (A) ઈ. સ. 1854માં


(28) ભારતના સુતરાઉ કાપડ ઉદ્યોગનાં કેન્દ્રોમાં કયા એકનો સમાવેશ થતો નથી?

(A) કાનપુર

(B) જયપુર

(C) કોઇમ્બતૂર

(D) ચેન્નઈ

જવાબ : (B) જયપુર


(29) અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે?

(A) મહીસાગર

(B) સાબરમતી

(C) નર્મદા

(D) તાપી

જવાબ : (B) સાબરમતી


(30) અમદાવાદમાં સુતરાઉ કાપડની પહેલી મિલ ક્યારે સ્થપાઈ હતી?

(A) ઈ. સ. 1952માં

(B) ઈ. સ. 1865માં

(C) ઈ. સ. 1872માં

(D) ઈ. સ. 1861માં

જવાબ : (D) ઈ. સ. 1861માં


(31) ભારતના કયા શહેરને ‘ભારતનું માન્ચેસ્ટર'ની ઓળખ (ઉપમા) મળી હતી?

(A) સુરતને

(B) કાનપુરને

(C) અમદાવાદને

(D) મુંબઈને

જવાબ : (C) અમદાવાદને


(32) જાપાનનું કયું શહેર ‘જાપાનના માન્ચેસ્ટર' તરીકે પણ ઓળખાય છે?

(A) ઓસાકા

(B) યાકોહામા

(C) ક્યોટો

(D) કોબે

જવાબ : (A) ઓસાકા


(33) ઓસાકાના કાપડ ઉદ્યોગ માટેનો કપાસ ક્યા દેશથી આયાત કરવામાં આવે છે?

(A) ઇંગ્લેન્ડથી

(B) રશિયાથી

(C) ઇજિપ્તથી

(D) ફ્રાન્સથી

જવાબ : (C) ઇજિપ્તથી


(34) યુ.એસ.એ. ની સૉફટવેર કંપનીઓએ ભારતના કયા શહેરની સૉફટવેર કંપનીઓ સાથે એકસાથે કામ કરવાના કરાર કર્યા છે?

(A) બેંગલુરુની

(B) કાનપુરની

(C) દિલ્લીની

(D) મુંબઈની

જવાબ : (A) બેંગલુરુની


(35) વર્તમાનમાં કયો ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે?

(A) સુતરાઉ કાપડ ઉદ્યોગ

(B) માહિતી તકનીકી ઉદ્યોગ

(C) લોખંડ-પોલાદ ઉદ્યોગ

(D) પરિવહન ઉદ્યોગ

જવાબ : (B) માહિતી તકનીકી ઉદ્યોગ


(36) યુ.એસ.એ. માં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?

(A) ઑસ્ટિન વેલી

(B) સીડર વેલી

(C) સિનસિનેટી વેલી

(D) સિલિકોન વેલી

જવાબ : (D) સિલિકોન વેલી


(37) ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બન્યું છે?

(A) શિલોંગ

(B) ભોપાલ

(C) બેંગલૂરુ

(D) ચેન્નઈ

જવાબ : (C) બેંગલૂરુ


(38) બેંગલુરુ શહેર કયા પ્રકારની આબોહવા માટે જગપ્રસિદ્ધ છે?

(A) સમઘાત

(B) વિષમ

(C) અતિ વિષમ

(D) સમશીતોષ્ણ

જવાબ : (A) સમઘાત


(39) યુ.એસ.એ. માં સિલિકોન વેલી કઈ ખીણનો એક ભાગ છે?

(A) બોલિવિયા

(B) સાન્તાક્લોઝ

(C) સિએરા નિવાડા

(D) કૉલરાડો

જવાબ : (B) સાન્તાક્લોઝ


(40) ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝ ખીણ કઈ પર્વતમાળાની નજીક આવી છે?

(A) રૉકીઝ

(B) પ્રેરીઝ

(C) યુરલ

(D) ઍન્ડીઝ

જવાબ : (A) રૉકીઝ


(41) ભારતમાં માહિતી ટેકનોલૉજીનાં નાભિ કેન્દ્રો ગણાતાં શહેરોમાં કયા એક શહેરનો સમાવેશ થતો નથી?

(A) મુંબઈ

(B) હૈદરાબાદ

(C) ચેન્નઈ

(D) પૂણે

જવાબ : (D) પૂણે


(42) કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે?

(A) કાગળ ઉદ્યોગ

(B) શણ ઉદ્યોગ

(C) મત્સ્ય ઉદ્યોગ

(D) સિમેન્ટ ઉદ્યોગ

જવાબ : (C) મત્સ્ય ઉદ્યોગ


(43) નીચેનામાંથી કયું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે?

(A) રિલાયન્સ

(B) સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા

(C) મારુતિ લિમિટેડ

(D) અમૂલ ડેરી

જવાબ : (D) અમૂલ ડેરી


(44) નીચેનામાંથી કયાં પરિબળો ઉદ્યોગોના સ્થાનીકરણ પર અસર કરે છે?

(A) શ્રમ

(B) ઊર્જા

(C) મૂડી

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(45) નીચેનામાંથી કયું સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી?

(A) ભીલાઈ

(B) જયપુર

(C) જમશેદપુર

(D) દુર્ગાપુર

જવાબ : (B) જયપુર


(46) ઢાકાનું કયું કાપડ જગવિખ્યાત હતું?

(A) મલમલ

(B) સુતરાઉ કાપડ

(C) છિંટ

(D) સોનેરી જરીવાળું કાપડ

જવાબ : (A) મલમલ


(47) ભારતના ક્યા શહેરનું નામ ‘સિલિકોન ઉચ્ચપ્રદેશ’ પડ્યું છે?

(A) ચેન્નઈનું

(B) અમદાવાદનું

(C) ભોપાલનું

(D) બેંગલૂરુનું

જવાબ : (D) બેંગલૂરુનું


(48) સિલિકોન વેલી ઉત્તર અમેરિકાના કયા રાજ્યમાં આવેલી છે?

(A) કૅલિફૉર્નિયામાં

(B) ઍરિઝોનામાં

(C) ઑક્લાહોમામાં

(D) પેન્સિલ્વેનિયામાં

જવાબ : (A) કૅલિફૉર્નિયામાં


(49) સિલિકોન વેલી ક્યાં આવેલી છે?

(A) બેંગલુરુમાં

(B) કૅલિફૉર્નિયામાં

(C) અમદાવાદમાં

(D) જાપાનમાં

જવાબ : (B) કૅલિફૉર્નિયામાં


(50) કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે?

(A) લોખંડ-પોલાદ ઉદ્યોગ

(B) સુતરાઉ કાપડ ઉદ્યોગ

(C) માહિતી ટેકનોલૉજી ઉદ્યોગ

(D) શણ ઉદ્યોગ

જવાબ : (B) સુતરાઉ કાપડ ઉદ્યોગ


(51) નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે?

(A) નાયલૉન

(B) શણ

(C) ઍક્રેલિક

(D) પૉલિએસ્ટર

જવાબ : (B) શણ