ધોરણ : 8 સામાજિક વિજ્ઞાન એકમ : 10 MCQ

GIRISH BHARADA
Std 8 Social Science Ch 10 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 10. ખનીજ અને ઉર્જા-સંસાધન

MCQ : 70


(1) રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?

(A) જંગલો

(B) નદીઓ

(C) ખનીજો

(D) વન્ય જીવો

જવાબ : (C) ખનીજો


(2) પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?

(A) ચાર હજારથી વધુ

(B) ત્રણ હજારથી વધુ

(C) પાંચ હજારથી વધુ

(D) છ હજારથી વધુ

જવાબ : (B) ત્રણ હજારથી વધુ


(3) ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?

(A) આગ્નેય અને રૂપાંતરિત

(B) આગ્નેય અને પ્રસ્તર

(C) રૂપાંતરિત અને પ્રસ્તર

(D) આગ્નેય અને જળકૃત

જવાબ : (A) આગ્નેય અને રૂપાંતરિત


(4) નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે?

(A) સોનું

(B) ચાંદી

(C) લોખંડ

(D) અબરખ

જવાબ : (D) અબરખ


(5) નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?

(A) કોલસો

(B) લોખંડ

(C) ખનીજ તેલ

(D) અબરખ

જવાબ : (B) લોખંડ


(6) નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?

(A) સોનું

(B) તાંબું

(C) કોલસો

(D) લોખંડ

જવાબ : (C) કોલસો


(7) નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે?

(A) ભારત

(B) યૂ.એસ.એ.

(C) ગ્રેટ બ્રિટન

(D) જાપાન

જવાબ : (B) યૂ.એસ.એ.


(8) નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?

(A) ચીન

(B) રશિયા

(C) ફ્રાન્સ

(D) ભારત

જવાબ : (D) ભારત


(9) ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

(A) રાણીગંજ

(B) બોકારો

(C) ઝરિયા

(D) ધનબાદ

જવાબ : (A) રાણીગંજ


(10) ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

(A) લોખંડ

(B) મેંગેનીઝ

(C) કોલસો

(D) તાંબુ

જવાબ : (C) કોલસો


(11) ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

(A) છત્તીસગઢ

(B) ઝારખંડ

(C) પશ્ચિમ બંગાળ

(D) બિહાર

જવાબ : (B) ઝારખંડ


(12) ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?

(A) લિગ્નાઇટ

(B) ઍન્થ્રેસાઇટ

(C) બિટ્યુમિનસ

(D) આપેલ પૈકી એક પણ નહિ

જવાબ : (A) લિગ્નાઇટ


(13) સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

(A) રાજપારડી

(B) તગડી

(C) પાંધ્રો

(D) તડકેશ્વર

જવાબ : (D) તડકેશ્વર


(14) કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

(A) સિક્કા

(B) ભદ્રેશ્વર

(C) પાંધ્રો

(D) ભુજ

જવાબ : (C) પાંધ્રો


(15) ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

(A) રાજપારડી

(B) અંકલેશ્વર

(C) ચાવજ

(D) સામતપર

જવાબ : (A) રાજપારડી


(16) થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?

(A) સુરેન્દ્રનગર

(B) જામનગર

(C) જૂનાગઢ

(D) ભાવનગર

જવાબ : (D) ભાવનગર


(17) નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

(A) ઈરાન

(B) ભારત

(C) રશિયા

(D) અલ્જિરિયા

જવાબ : (A) ઈરાન


(18) નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી?

(A) સઉદી અરેબિયા

(B) રશિયા

(C) ઇરાક

(D) ઈરાન

જવાબ : (B) રશિયા


(19) નીચેના પૈકી ક્યો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

(A) વેનિઝુએલા

(B) યુ.એસ.એ.

(C) કતાર

(D) ભારત

જવાબ : (C) કતાર


(20) ઈરાન, ઇરાક, સઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

(A) પેટ્રોલિયમ

(B) લોખંડ

(C) કોલસો

(D) મેંગેનીઝ

જવાબ : (A) પેટ્રોલિયમ


(21) અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે?

(A) હઝારીબાગ

(B) દિગ્બોઈ

(C) બોકારો

(D) રાંચી

જવાબ : (B) દિગ્બોઈ


(22) અસમમાં આવેલું દિગ્બોઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

(A) કોલસો

(B) બૉક્સાઇટ

(C) મેંગેનીઝ

(D) પેટ્રોલિયમ

જવાબ : (D) પેટ્રોલિયમ


(23) કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

(A) પેટ્રોલિયમ

(B) ચૂનાનો પથ્થર

(C) કોલસો

(D) અબરખ

જવાબ : (A) પેટ્રોલિયમ


(24) મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?

(A) ફલોરસ્પાર

(B) તાંબુ

(C) પેટ્રોલિયમ

(D) સોનું

જવાબ : (C) પેટ્રોલિયમ


(25) ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?

(A) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી

(B) આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી

(C) મહેસાણા જિલ્લાના કડી ખાતેથી

(D) નર્મદા જિલ્લાના નવાગામ ખાતેથી

જવાબ : (B) આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી


(26) ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે?

(A) અંક્લેશ્વર

(B) ગાંધાર

(C) લુણેજ

(D) કોસંબા

જવાબ : (A) અંક્લેશ્વર


(27) રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?

(A) ખનીજ તેલ

(B) બૉક્સાઇટ

(C) તાંબું                         

(D) કુદરતી વાયુ

જવાબ : (D) કુદરતી વાયુ


(28) નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે?

(A) ભારત

(B) રશિયા

(C) યૂ.એસ.એ.

(D) ચીન

જવાબ : (B) રશિયા


(29) ગુજરાતના કયાં ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે?

(A) કલોલ અને ગાંધીનગર

(B) નવાગામ અને કોસંબા

(C) અંકલેશ્વર અને ગાંધાર

(D) ખંભાત અને મોરબી

જવાબ : (C) અંકલેશ્વર અને ગાંધાર


(30) નીચેના સ્રોતો પૈકી ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત કયો છે?

(A) ભરતી ઊર્જા

(B) પવન ઊર્જા

(C) ભૂ-તાપીય ઊર્જા

(D) સૌર ઊર્જા

જવાબ : (D) સૌર ઊર્જા


(31) નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્રોત કયો છે?

(A) કોલસો

(B) બાયોગૅસ

(C) સૌર ઊર્જા

(D) ભૂ-તાપીય ઊર્જા

જવાબ : (A) કોલસો


(32) ઊર્જાનો મુખ્ય સ્રોત કયો છે?

(A) વરાળ

(B) જળ

(C) સૂર્ય

(D) પવન

જવાબ : (C) સૂર્ય


(33) એશિયાની મોટી ગણાતી સૌર ઊર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે?

(A) ઉત્તરાખંડમાં

(B) ઉત્તર પ્રદેશમાં

(C) ગુજરાતમાં

(D) મધ્ય પ્રદેશમાં

જવાબ : (D) મધ્ય પ્રદેશમાં


(34) જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?

(A) સૌર ઊર્જાનો

(B) પવન ઊર્જાનો

(C) બાયોગૅસનો

(D) ભરતી ઊર્જાનો

જવાબ : (A) સૌર ઊર્જાનો


(35) ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?

(A) વાગડોદમાં

(B) ચારણકામાં

(C) અઘારમાં      

(D) વારાહીમાં

જવાબ : (B) ચારણકામાં


(36) ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે?

(A) પાદરા

(B) સીનોર

(C) છાણી

(D) સીલા

જવાબ : (C) છાણી


(37) ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે?

(A) મોઢવામાં

(B) ગણેશપુરામાં

(C) રાપરમાં

(D) અંજારમાં

જવાબ : (A) મોઢવામાં


(38) નીચેના પૈકી કયો દેશ પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે?

(A) જર્મની

(B) રશિયા

(C) ચીન

(D) ફ્રાન્સ

જવાબ : (A) જર્મની


(39) ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

(A) મીઠાપુરમાં

(B) સલાયામાં

(C) ભાટિયામાં

(D) લાંબામાં

જવાબ : (D) લાંબામાં


(40) ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?

(A) નલિયા

(B) કંડલા

(C) માંડવીમાં

(D) જખૌ

જવાબ : (C) માંડવીમાં


(41) ભારતમાં હિમાચલ પ્રદેશના ક્યા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

(A) ધર્મશાલા

(B) રામપુર

(C) તીસા

(D) મણિકરણ

જવાબ : (D) મણિકરણ


(42) ભારતમાં લદાખના કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?

(A) હાજી લંગર

(B) લેહ

(C) પૂગાઘાટી

(D) ચૂશુલ

જવાબ : (C) પૂગાઘાટી


(43) ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે?

(A) સાપુતારા

(B) તુલસીશ્યામ

(C) દાંતીવાડા

(D) ઉકાઈ

જવાબ : (B) તુલસીશ્યામ


(44) નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે?

(A) ફાન્સે

(B) જાપાને

(C) જર્મનીએ

(D) ગ્રેટ બ્રિટને

જવાબ : (A) ફાન્સે


(45) રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઇંધણ) કયું છે?

(A) ભરતી ઊર્જા

(B) પવન ઊજાં

(C) ભૂ-તાપીય ઊર્જા

(D) બાયોગેસ

જવાબ : (D) બાયોગેસ


(46) ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે?

(A) ગુજરાત

(B) બિહાર

(C) ઉત્તર પ્રદેશ

(D) રાજસ્થાન

જવાબ : (C) ઉત્તર પ્રદેશ


(47) ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગૅસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે?

(A) પ્રથમ

(B) દ્વિતીય

(C) તૃતીય

(D) ચોથું

જવાબ : (B) દ્વિતીય


(48) અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?

(A) સોલામાં

(B) રૂદાતલમાં

(C) દંતાલીમાં

(D) સીલામાં

જવાબ : (B) રૂદાતલમાં


(49) બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે?

(A) થરાદ

(B) પાંથાવાડા

(C) ડીસા

(D) દાંતીવાડા

જવાબ : (D) દાંતીવાડા


(50) લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે?

(A) ફ્લોરસ્પાર

(B) મેંગેનીઝ

(C) અબરખ

(D) બૉક્સાઇટ

જવાબ : (B) મેંગેનીઝ


(51) તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે?

(A) કલાઈ

(B) લોખંડ

(C) જસત

(D) મેંગેનીઝ

જવાબ : (A) કલાઈ


(52) તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે?

(A) મેંગેનીઝ

(B) કલાઈ

(C) જસત

(D) ઍલ્યુમિનિયમ

જવાબ : (C) જસત


(53) બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?

(A) બેરિલિયમ

(B) એલ્યુમિનિયમ

(C) અબરખ

(D) સીસું

જવાબ : (B) એલ્યુમિનિયમ


(54) નીચેના પૈકી કયું ખનીજ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે?

(A) અબરખ

(B) ફ્લોરસ્પાર

(C) બૉક્સાઇટ

(D) તાંબુ

જવાબ : (A) અબરખ


(55) હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

(A) સીસાનો

(B) જસતનો

(C) મેંગેનીઝનો

(D) ઍલ્યુમિનિયમનો

જવાબ : (D) ઍલ્યુમિનિયમનો


(56) નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે?

(A) ચાંદીનો

(B) બૉક્સાઇટનો

(C) ફલોરસ્પારનો

(D) મેંગેનીઝનો

જવાબ : (C) ફલોરસ્પારનો


(57) નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે?

(A) મેંગેનીઝનો

(B) ચૂનાના પથ્થરનો

(C) લોખંડનો

(D) અબરખનો

જવાબ : (B) ચૂનાના પથ્થરનો


(58) નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઇડમાં થાય છે?

(A) સીસાનો

(B) ફલોરસ્પારનો

(C) જસતનો

(D) અબરખનો

જવાબ : (A) સીસાનો


(59) ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે?

(A) અબરખનો

(B) સીસાનો

(C) તાંબાનો

(D) જસતનો

જવાબ : (D) જસતનો


(60) તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે?

(A) કુદરતી વાયુનો

(B) ખનીજ તેલનો

(C) કોલસાનો

(D) યુરેનિયમનો

જવાબ : (C) કોલસાનો


(61) કમ્પ્યૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે?

(A) ટંગસ્ટનમાંથી

(B) કવાર્ટ્ઝમાંથી

(C) વેનેડિયમમાંથી

(D) કલાઈમાંથી

જવાબ : (B) કવાર્ટ્ઝમાંથી


(62) બિનનવીનીકરણીય સંસાધનો કયાં કયાં છે?

(A) કોલસો અને ખનીજ તેલ

(B) કોલસો અને સૂર્યપ્રકાશ

(C) ખનીજ તેલ અને પવન

(D) કોલસો અને ઝાડપાન

જવાબ : (A) કોલસો અને ખનીજ તેલ


(63) લદ્દાખમાં કયા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે?

(A) પવન ઊર્જા

(B) ભૂ-તાપીય ઊર્જા

(C) ભરતી ઊર્જા

(D) સૌર ઊર્જા

જવાબ : (B) ભૂ-તાપીય ઊર્જા


(64) બાયોગૅસ વિશે કયું વિધાન સાચું છે?

(A) તેમાંથી નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.

(B) બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે.

(C) બાયોગૅસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(65) ‘કાળું સોનું' કોને કહેવામાં આવે છે?

(A) કોલસાને

(B) ખનીજ તેલને

(C) યુરેનિયમને

(D) પ્લેટિનિયમને

જવાબ : (B) ખનીજ તેલને


(66) નીચેનામાંથી કયું એક ધાતુમય ખનીજ નથી?

(A) સોનું

(B) તાંબું

(C) કોલસો

(D) લોખંડ

જવાબ : (C) કોલસો


(67) ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલાં છે?

(A) લસુન્દ્રામાં

(B) ઉનાઈમાં

(C) તુલસીશ્યામમાં

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(68) પાલનપુરની એક શાળા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?

(A) ધુવારણ

(B) દાંતીવાડા

(C) મેથાણ

(D) રુદાતલ

જવાબ : (B) દાંતીવાડા


(69) નીચેનામાંથી કયું લક્ષણ ખનીજનું નથી?

(A) તેઓ કુદરતી પ્રક્રિયાઓ દ્વારા બનેલાં હોય છે.

(B) તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે.

(C) તેઓ અપ્રાપ્ય હોય છે.

(D) તેમનું વિતરણ અસમાન હોય છે.

જવાબ : (C) તેઓ અપ્રાપ્ય હોય છે.


(70) વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે?

(A) યુ.એસ.એ.માં

(B) ન્યૂ ઝીલૅન્ડમાં

(C) આઈસલેન્ડમાં

(D) ફિલિપીન્ઝમાં

જવાબ : (A) યુ.એસ.એ.માં