ધોરણ : 8
વિષય : વિજ્ઞાન
એકમ : 3. કોલસો અને પેટ્રોલિયમ
MCQ : 40
(1) નીચેનામાંથી કયું કુદરતી સંસાધન છે?
(A) વૃક્ષો
(B) નાયલોન
(C) સાબુ
(D) પ્લાસ્ટિક
જવાબ : (A) વૃક્ષો
(2) જેનિફર મેદાનમાંથી કેટલાક પદાર્થો એકઠા કરે છે તો તેમાંથી અલગ પડતો પદાર્થ કયો છે?
(A) કાંકરા
(B) રેતી
(C) પ્લાસ્ટિકની પેન
(D) ઊનની દોરી
જવાબ : (C) પ્લાસ્ટિકની પેન
(3) નીચેનામાંથી કયો વિકલ્પ કુદરતી સંસાધન છે?
(A) હવા
(B) પાણી
(C) જમીન
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(4) નીચેનામાંથી કયા સંસાધનનો જથ્થો મર્યાદિત છે?
(A) હવા
(B) કોલસો
(C) સૂર્યપ્રકાશ
(D) એકપણ નહી
જવાબ : (B) કોલસો
(5) કેતન પુન: પ્રાપ્ય સંસાધનો વિશેની જૂથ ચર્ચામાં ભાગ લે છે તો તે નીચેનામાંથી કયા સંસાધનની વાત કરતો હશે?
(A) સૂર્યપ્રકાશ
(B) કોલસો
(C) પેટ્રોલિયમ વાયુ
(D) ખનિજો
જવાબ : (A) સૂર્યપ્રકાશ
(6) પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો માટે કયું વિધાન ખોટું છે?
(A) કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા છે.
(B) માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે.
(C) તેની કોઇ કિંમત ચૂકવવાની નથી.
(D) તેનું કોઇ માલિક નથી.
જવાબ : (B) માનવ પ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ છે.
(7) સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનતું બળતણ શું હોઈ શકે?
(A) અશ્મિભૂત બળતણ
(B) અશ્મિબળતણ
(C) પુનઃ અપ્રાપ્ય ઉર્જાસ્રોત
(D) આપેલ બધાજ
જવાબ : (D) આપેલ બધાજ
(8) સખત પથ્થર જેવા કાળા રંગના અશ્મિબળતણને............ નામે ઓળખવામાં આવે છે.
(A) કુદરતી વાયુ
(B) પેટ્રોલ
(C) કોલસો
(D) આરસપહાણ
જવાબ : (C) કોલસો
(9) સુનિલભાઇ કોલસાના ઉપયોગ વિશે માહિતી આપે છે તો તેમનું કયું વિધાન ખોટું છે?
(A) રેલવે એન્જિન ચલાવવા
(B) તાપ વિદ્યુતમથકમાં બળતણ તરીકે
(C) ઉદ્યોગોમાં બળતણ તરીકે
(D) ટ્રેક્ટરમાં બળતણ તરીકે
જવાબ : (D) ટ્રેક્ટરમાં બળતણ તરીકે
(10) મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની ક્રિયામાં કઇ ઘટના મદદરૂપ છે?
(A) ઊંચું દબાણ અને નીચું તાપમાન
(B) નીચું દબાણ અને ઊંચું તાપમાન
(C) નીચું દબાણ અને નીચું તાપમાન
(D) ઊંચું દબાણ અને ઊંચું તાપમાન
જવાબ : (D) ઊંચું દબાણ અને ઊંચું તાપમાન
(11) કોલસામાં મુખ્યત્વે કયું તત્ત્વ હોય છે?
(A) સોડિયમ
(B) તાંબું
(C) કાર્બન
(D) સોનું
જવાબ : (C) કાર્બન
(12) મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતરણની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
(A) કાર્બોનાઇઝેશન
(B) પ્રકાશસંશ્લેષણ
(C) શુદ્ધિકરણ
(D) નિષ્કર્ષણ
જવાબ : (A) કાર્બોનાઇઝેશન
(13) કોલસાને સળગાવતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?
(A) કાર્બન
(B) ઑક્સિજન
(C) કાર્બન ડાયૉક્સાઇડ
(D) A ને B બંને
જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ
(14) ઉદ્યોગોમાં કોલસા ઉપર પ્રક્રિયા કરીને કયા ઘટકો મળે છે?
(A) કોક
(A) કોલટાર
(C) કોલગેસ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(15) નીચેનામાંથી કોનું વિધાન સાચું છે.
જયેશ: કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે.
મહેશ: કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે.
પરેશ: કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે.
(A) જયેશ
(B) મહેશ
(C) પરેશ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(16) નીચેનામાંથી કયું પ્રવાહી અણગમતી વાસ ધરાવે છે?
(A) કોલટાર
(B) અત્તર
(C) પેટ્રોલિયમ
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(17) ફૂદાં અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે?
(A) કોક
(B) કોલગેસ
(C) કોલટાર
(D) આપેલ ત્રણેય
જવાબ : (C) કોલટાર
(18) રોડ સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશનું નામ જણાવો.
(A) બિટુમીન
(B) પેટ્રોલ
(C) કેરોસીન
(D) ઊંજણતેલ
જવાબ : (A) બિટુમીન
(19) ટ્રેક્ટરમાં બળતણ તરીકે શું વપરાય છે?
(A) પેટ્રોલ
(B) ડીઝલ
(C) CNG
(D) PNG
જવાબ : (B) ડીઝલ
(20) પેટ્રોલિયમ એ કયા મૃત સજીવના અવશેષો દ્વારા બન્યું હશે?
(A) વનસ્પતિ
(B) પ્રાણી
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(21) અભેદ્ય ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે કારણ કે.....
(A) તે હવા કરતાં હલકાં છે.
(B) તે પાણી કરતાં ભારે છે.
(C) તે પ્રવાહી છે.
(D) તે પાણી કરતાં હલકાં છે.
જવાબ : (D) તે પાણી કરતાં હલકાં છે.
(22) દુનિયામાં સૌ પ્રથમ તેલનો કૂવો કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો?
(A) ભારત
(B) ચીન
(C) પાકિસ્તાન
(D) અમેરીકા
જવાબ : (D) અમેરીકા
(23) ભારતના કયા વિસ્તારમાંથી પેટ્રોલિયમ મળી આવે છે?
(A) અસમ
(B) ગુજરાત
(C) બોમ્બે હાઇ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(24) કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા કયા વાયુનો ઉપયોગ યુરિયા ખાતરની બનાવટમાં થાય છે?
(A) CNG
(B) હાઈડ્રોજન
(C) કાર્બન ડાયોક્સાઈડ
(D) કોલગેસ
જવાબ : (B) હાઈડ્રોજન
(25) ભારતમાં સૌ પ્રથમ કયા રાજ્યમાંથી તેલ કાઢવામાં આવ્યું હતું?
(A) અસમ
(B) ગુજરાત
(C) બોમ્બે હાઇ
(D) રાજસ્થાન
જવાબ : (A) અસમ
(26) આકૃતિમાં X અને Y જણાવો.
(A) પાણી અને વાયુ
(B) પાણી અને તેલ
(C) તેલ અને પાણી
(D) તેલ અને વાયુ
જવાબ : (D) તેલ અને વાયુ
(27) પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પદ્ધતિને શું કહે છે?
(A) કાર્બોનાઇઝેશન
(B) શુદ્ધિકરણ
(C) પ્રકાશસંશ્લેષણ
(D) નિષ્કર્ષ
જવાબ : (B) શુદ્ધિકરણ
(28) પેટ્રોલિયમમાં નીચેનામાંથી કયો ઘટક હાજર નથી?
(A) પેટ્રોલ
(B) પેટ્રોલિયમ વાયુ
(C) કેરોસીન
(D) કુદરતી વાયુ
જવાબ : (D) કુદરતી વાયુ
(29) નીચેની આકૃતિ શાની છે?
(A) કાર્બોનાઇઝેશન
(B) પેટ્રોલિયમ રિફાઇનરી
(C) કોલસાની ખાણ
(D) B અને C બંને
જવાબ : (B) પેટ્રોલિયમ રિફાઇનરી
(30) નીચેનામાંથી શાને “કાળું સોનું” કહેવામાં આવે છે?
(A) પેટ્રોલિયમ
(B) કોલસો
(C) સોનું
(D) કાળું ધન
જવાબ : (A) પેટ્રોલિયમ
(31) નીચેનામાંથી કયા સ્રોતના ઉપયોગ દ્વારા ઓછું પ્રદૂષણ થશે?
(A) પેટ્રોલ
(B) ડીઝલ
(C) કેરોસીન
(D) CNG
જવાબ : (D) CNG
(32) ડ્રાયક્લિનિંગ માટે સોલ્વન્ટ તરીકે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?
(A) પેટ્રોલ
(B) ડીઝલ
(C) કેરોસીન
(D) CNG
જવાબ : (A) પેટ્રોલ
(33) જનરેટરમાં બળતણ તરીકે કયો ઘટક વપરાય છે?
(A) પેટ્રોલ
(B) ડીઝલ
(C) કેરોસીન
(D) બિટુમીન
જવાબ : (B) ડીઝલ
(34) કોલસા અને પેટ્રોલિયમ માટે કયું વિધાન ખોટું છે?
(A) કોલસો અને પેટ્રોલિયમ અશ્મિબળતણ છે.
(B) તેને બનવા માટે લાખો વર્ષ લાગે છે.
(C) તેમનું દહન એ વાયુ પ્રદૂષણનું મુખ્ય કારણ છે.
(D) તેના ઉપયોગથી ગ્લોબલ વૉર્મિંગ થતું નથી.
જવાબ : (D) તેના ઉપયોગથી ગ્લોબલ વૉર્મિંગ થતું નથી.
(35) ભારતમાં પેટ્રોલ-ડીઝલની બચત કરવાની સલાહ આપતી સંસ્થા કઇ છે?
(A) CNG
(B) PCRA
(C) SWAYAM
(D) IUPAC
જવાબ : (B) PCRA
(36) રિફાઇનરીમાં શાનું શુદ્ધીકરણ કરવામાં આવે છે?
(A) સોનું
(B) ખનિજતેલ
(C) કોલસો
(D) લોખંડ
જવાબ : (B) ખનિજતેલ
(37) નીચેનાં જૂથમાંથી કયું જૂથ યોગ્ય નથી?
(A) સૂર્યપ્રકાશ, હવા, પવન
(B) પેટ્રોલ, ડીઝલ, કેરોસીન
(C) સૂર્યપ્રકાશ, પેટ્રોલ, ડીઝલ
(D) CNG, PNG, પેટ્રોલિયમ વાયુ
જવાબ : (C) સૂર્યપ્રકાશ, પેટ્રોલ, ડીઝલ
(38) કોલટાર એ લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ છે?
(A) 200
(B) 300
(C) 100
(D) 400
જવાબ : (A) 200
(39) આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઇએ?
(A) વાહનની નિયમિત જાળવણી કરવી.
(B) ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ કરવું.
(C) બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું.
(D) આપેલ બધી બાબતો.
જવાબ : (D) આપેલ બધી બાબતો.
(40) આપેલ બંને વિધાન માટે કયો વિકલ્પ યોગ્ય છે?
વિધાન 1. પેટ્રોલિયમને પ્રયોગશાળામાં બનાવી શકાતો નથી.
વિધાન 2. પેટ્રોલિયમનું બનવું અતિ ધીમી અને જટિલ પ્રક્રિયા છે.
(A) વિધાન 1 યોગ્ય
(B) વિધાન 2 યોગ્ય
(C) વિધાન 1 અને 2 બંને યોગ્ય
(D) વિધાન 1 અને 2 બંને અયોગ્ય
જવાબ : (C) વિધાન 1 અને 2 બંને યોગ્ય