Std 8 Science Chapter 12 Mcq Gujarati । ધોરણ 8 વિજ્ઞાન એકમ 12 Mcq

GIRISH BHARADA
Std 8 Science Chapter 12 Mcq Gujarati

ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 12. કેટલીક કુદરતી ઘટનાઓ

MCQ : 40


(1) નીચેનામાંથી ક્યા પ્રકારનો ગુંદર તણખા ઉત્પન્ન કરે છે?

(A) અંબર

(B) કેસિન

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) અંબર


(2) અસમાન વીજભાર વચ્ચે શું જોવા મળશે?

(A) એકબીજાને આકર્ષે

(B) એકબીજાને અપાકર્ષે

(C) કોઇ જ આંતર ક્રિયા થશે નહિ

(D) આપેલ તમામ

જવાબ : (A) એકબીજાને આકર્ષે


(3) પૃથ્વીની ધ્રુજારીને કયા નામે ઓળખવામાં આવે છે?

(A) સુનામી

(B) જવાળામુખી

(C) ભૂકંપ

(D) આપેલ તમામ

જવાબ : (C) ભૂકંપ


(4) વીજળી અને તમારા કપડામાં થતા તણખા એ સમાન ઘટના છે એવું કયા વૈજ્ઞાનિકે બતાવ્યું?

(A) થોમસ આલ્વા એડિસન

(B) ગેલેલિઓ

(C) બેન્જામિન ફ્રેન્કલીન

(D) આઇઝેક ન્યૂટન

જવાબ : (C) બેન્જામિન ફ્રેન્કલીન


(5) વીજળી ઉત્પન્ન થવાનું સાચુ કારણ ક્યુ છે?

(A) વિદ્યુતભાર વિભારણ

(B) વરસાદ

(C) પવન

(D) ઇન્દ્રદેવ

જવાબ : (A) વિદ્યુતભાર વિભારણ


(6) જ્યારે વીજભાર ગતિ કરતાં હોય છે ત્યારે તે શું ધારણ કરે છે?

(A) વિદ્યુત પ્રવાહ

(B) ચુંબકીય અસર

(C) ઉષ્મીય અસર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(7) નીચેનામાંથી કઈ ઘટનાથી વૃક્ષો બળી જવાની શક્યતા રહેલી છે?

(A) ભૂકંપ

(B) વીજળી

(C) સુનામી

(D) પૂર

જવાબ : (B) વીજળી


(8) દરિયાની અંદર આવેલો ભૂકંપ કઇ ઘટના માટે જવાબદાર છે?

(A) સુનામી

(B) વીજળી

(C) વાવાઝોડું

(D) ભરતી - ઓટ

જવાબ : (A) સુનામી


(9) વીજભારનો SI એકમ કયો છે?

(A) જૂલ

(B) કુલમ્બ

(C) એમ્પિયર

(D) કૅલરી

જવાબ : (B) કુલમ્બ


(10) ઇલેક્ટ્રોસ્કોપ સાધનનો ઉપયોગ નીચેનામાંથી શું માપવા માટે થાય છે?

(A) ગરમી

(B) દબાણ

(C) વીજભાર

(D) ચુંબક્વ

જવાબ : (C) વીજભાર


(11) સમાન વીજભાર ધરાવતા બે પદાર્થોને એકબીજાની નજીક લાવતા શું જોવા મળે છે?

(A) એકબીજાને અપાકર્ષે છે.

(B) એકબીજાને આકર્ષે છે.

(C) કોઇ જ આંતર ક્રિયા થશે નહિ.          

(D) આપેલ તમામ

જવાબ : (A) એકબીજાને અપાકર્ષે છે.


(12) ગાજવીજ સાથે તોફાન થતાં વાદળોની ઉપરની ધાર તરફ કયો વીજભાર જમા થાય છે?

(A) ધન

(B) ઋણ

(C) તટસ્થ

(D) A અને B બંને

જવાબ : (A) ધન


(13) બેન્જામિન ફ્રેન્કલીનએ વીજળીની સમજ કઈ સાલમાં આપી?

(A) 1725

(B) 1527

(C) 1752

(D) 1572

જવાબ : (C) 1752


(14) ભૂકંપની તીવ્રતા કયા એકમમાં માપવામાં આવે છે?

(A) સેલ્સિયસ

(B) રિક્ટર

(C) કેલ્વીન

(D) પાસ્કલ

જવાબ : (B) રિક્ટર


(15) પૃથ્વીની પ્લેટોના હલનચલનથી કઇ ઘટના સર્જાય છે?

(A) વીજળી

(B) વંટોળ

(C) ભૂકંપ

(D) પૂર

જવાબ : (C) ભૂકંપ


(16) વીજભારો વચ્ચે થતી આંતર ક્રિયાને પરિણામે કઈ ઘટના ઉદભવે છે?

(A) અર્થીગ

(B) વિદ્યુત

(C) વીજળી

(D) વીજભાર વિભારણ

જવાબ : (C) વીજળી


(17) સૌપ્રથમ વીજળી વાહકો ક્યા વૈજ્ઞાનિકે સ્થાપિત કર્યા હતા?

(A) રોબર્ટ બોઈલ

(B) આઇઝેક ન્યૂટન

(C) આઇન્સ્ટાઇન

(D) બેન્જામિન ફ્રેન્કલીન

જવાબ : (D) બેન્જામિન ફ્રેન્કલીન


(18) નીચેનામાંથી કઈ ઘટના સુનામી માટે જવાબદાર નથી?

(A) ભૂકંપ

(B) જવાળામુખી વિસ્ફોટ

(C) વીજળી

(D) દરિયાની અંદર ન્યુક્લિયર ધડાકાઓ

જવાબ : (C) વીજળી


(19) નીચેનામાંથી ભારતના ક્યા વિસ્તાર સિસ્મીક ઝોનમાં આવે છે?

(A) રાજસ્થાન

(B) પૂર્વ તથા મધ્ય હિમાલય

(C) ફકત A

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને


(20) ગાજવીજ સાથેના તોફાનો દરમિયાન વીજળીથી બચવા માટે ક્યા પગલાં લેવાં જોઈએ?

(A) ઘરમાં રહેવું જોઈએ.

(B) કારમાં હોય તો બારી બારણાં બંધ કરવા.

(C) જંગલમાં હોય તો નીચા વૃક્ષો નીચે આશ્રય લેવો.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(21) વીજળીના થાંભલા પર તણખા વાયરની કઈ સ્થિતિમાં જોવા મળે છે?

(A) ઢીલી

(B) ચુસ્ત

(C) કરચલી

(D) એકપણ નહિ

જવાબ : (A) ઢીલી


(22) કોઇપણ વસ્તુ વીજભાર ધરાવે છે કે નહી તેની પરખ કરવા માટે વપરાતા સાધનનું નામ જણાવો.

(A) સૂક્ષ્મદર્શક

(B) સિસ્મોગ્રાફ

(C) ઇલેક્ટ્રોસ્કોપ

(D) પેરિસ્કોપ

જવાબ : (C) ઇલેક્ટ્રોસ્કોપ


(23) ગાજવીજ સાથેના તોફાનમાં વાદળોની નીચેની ધાર પર કયો વીજભાર જોવા મળે છે?

(A) ઋણ

(B) ધન

(C) તટસ્થ

(D) A અને B બંને

જવાબ : (A) ઋણ


(24) જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે ક્યો વીજભાર ધરાવે છે?

(A) ધન

(B) ઋણ

(C) A અને B બંને

(D) એકપણ નહિ

જવાબ : (A) ધન


(25) વીજળીની ઘટના દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યા સુરક્ષિત નથી?

(A) ખુલ્લી ગાડીઓ                        

(B) ખુલ્લા મેદાનો

(C) બગીચાના છાપરા                               

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(26) વીજળીની ઘટના દરમિયાન નીચેનામાંથી કઈ જગ્યા સલામત છે?

(A) ઘરની અંદર

(B) બંધ બારી બારણાંવાળી કાર

(C) ફકત A

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને


(27) ભરતભાઇએ નવું મકાન બનાવ્યું છે, એ મકાનને વીજળીથી બચાવવું હોય તો તેમને કયા સાધનનો ઉપયોગ કરવા તમે સલાહ આપશો?

(A) સિસ્મોગ્રાફ

(B) વીજળી વાહક

(C) બેરોમીટર

(D) એનેમોમીટર

જવાબ : (B) વીજળી વાહક


(28) રબરને રૂવાટી સાથે ઘસવાથી રબર પર શું અસર થાય છે?

(A) વીજભારિત થાય છે.

(B) વીજભારિત થતો નથી.

(C) A અને B બંને                           

(D) એકપણ નહિ

જવાબ : (A) વીજભારિત થાય છે.


(29) ગાજવીજ સાથેના તોફાનો દરમિયાન તમારે વીજળીથી બચવા માટે શું કરવું જોઇએ?

(A) છત્રી લઈને બહાર ન નીકળવું

(B) લેન્ડલાઈન ટેલિફોનનો ઉપયોગ ટાળવો

(C) મેદાન પર આડા પડવું નહિ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(30) નીચેનામાંથી ભારતનો ક્યો વિસ્તાર સિસ્મીક ઝોનમાં આવતો નથી?

(A) ગંગાના મેદાનો

(B) કચ્છનું રણ

(C) પૂર્વ ભારત તરફનો ભાગ

(D) કાશ્મીર

જવાબ : (C) પૂર્વ ભારત તરફનો ભાગ


(31) વિદ્યુતપ્રવાહ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પસાર થવા માટે બે વસ્તુઓ નીચેનામાંથી શાના વડે જોડાયેલી હોવી જ જોઇએ?

(A) સુતરાઉ દોરા

(B) પ્લાસ્ટિકની દોરી

(C) તાંબાના તાર

(D) રબર બેન્ડ

જવાબ : (C) તાંબાના તાર


(32) જ્યારે વીજભારરહિત વસ્તુ B ને વીજભારીત વસ્તુ A ના સંપર્કમાં લાવતાં નીચેનામાંથી કઈ શક્યતા જોવા મળશે?

(A) A તેનો વીજભાર ગુમાવે છે.

(B) B ધન વીજભારિત થાય છે.

(C) B કોઈપણ વીજભાર મેળવતો નથી.

(D) B ઋણ વીજભારિત થાય છે.

જવાબ : (D) B ઋણ વીજભારિત થાય છે.


(33) ભૂકંપ થવાની શક્યતાવાળા વિસ્તારો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?

(A) આવરણ                        

(B) બહારનું પડ

(C) સિસ્મીક ઝોન                            

(D) ફોલ્ટ ઝોન

જવાબ : (C) સિસ્મીક ઝોન   


(34) બે વીજભારીત વસ્તુઓને એકબીજાની નજીક લાવવામાં આવે તો તેના માટે નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો.

(A) તેમની વચ્ચે આકર્ષણ થશે.

(B) તેમની વચ્ચે અપાકર્ષણ થશે.

(C) તેમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ તેમણે ધારણ કરેલા વીજભાર પર આધાર રાખશે.

(D) કોઇ અસર થશે નહીં

જવાબ : (C) તેમની વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ તેમણે ધારણ કરેલા વીજભાર પર આધાર રાખશે.


(35) આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ P શું બતાવે છે?

Std 8 Science Chapter 12 Mcq Gujarati

(A) વીજળી વાહક

(B) એમીટર

(C) એનેમોમીટર

(D) સિસ્મોગ્રાફ

જવાબ : (A) વીજળી વાહક


(36) પૃથ્વીના સૌથી બહારના પડને ક્યા નામે ઓળખવામાં આવે છે?

(A) બહારનું પડ

(B) આવરણ

(C) પોપડો                     

(D) અંદરનું પડ

જવાબ : (C) પોપડો      


(37) નીચેનામાંથી ક્યા વિસ્તારમાં શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા નહિવત છે?

(A) ઉત્તર-પૂર્વ ભારત

(B) રાજસ્થાન

(C) કચ્છનું રણ

(D) ઓરિસ્સા

જવાબ : (D) ઓરિસ્સા


(38) 8.9 ની તીવ્રતાવાળા ભૂકંપ વિશે તમે શું કહી શકો?

(A) વિનાશકારી

(B) ભયંકર વિનાશકારી

(C) મધ્યમ

(D) અનુભવાતો નથી

જવાબ : (B) ભયંકર વિનાશકારી


(39) ભૂકંપના કારણે નીચેનામાંથી કઈ ઘટનાઓ બની શકે છે?

(1) સુનામી (2) ભૂસ્ખલન (3) પૂર (4) વીજળી

(A) 1 & 2

(B) 2 & 3

(C) 1, 2 & 3

(D) 1, 2, 4

જવાબ : (C) 1, 2 & 3


(40) નીચેના વિધાનો માટે તમારો મત જણાવો.

(1) કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને અપાકર્ષે છે.

(2) વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવે છે.

(A) 1 સાચું

(B) 2 ખોટું

(C) 1 અને 2 બંને સાચાં

(D) 2 સાચું અને 1 ખોટું

જવાબ : (D) 2 સાચું અને 1 ખોટું