Std 8 Science Chapter 1 Mcq Gujarati । ધોરણ 8 વિજ્ઞાન એકમ 1 Mcq

GIRISH BHARADA

Std 8 Science Chapter 1 Mcq Gujarati


ધોરણ : 8

વિષય : વિજ્ઞાન

એકમ : 1. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

MCQ : 50


(1) સજીવો ખોરાકમાંથી પ્રાપ્ય શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે?

(A) ફક્ત પાચન

(B) ફક્ત શ્વસન

(C) ફક્ત ઉત્સર્જન

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(2) આપણા ખોરાકના મુખ્ય સ્રોત નીચે પૈકી કયા છે?

(A) વનસ્પતિ

(B) પ્રાણી

(C) વનસ્પતિ અને પ્રાણી બંને

(D) એકપણ નહિ

જવાબ : (C) વનસ્પતિ અને પ્રાણી બંને


(3) વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા નીચેનામાંથી કયા તબક્કા જરૂરી છે?

(A) નિયમિત ઉત્પાદન

(B) યોગ્ય વ્યવસ્થાપન

(C) વિતરણ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(4) અરવિંદભાઈએ પોતાના ખેતરમાં વિશાળ માત્રામાં એક જ પ્રકારના છોડ ઉછેર્યા છે તો તેના વિશે તમે શું કહેશો?

(A) ખેતર સુંદર દેખાય એ માટે

(B) પાક મેળવવા માટે

(C) આમ કરવાની કોઈએ સલાહ આપી હશે

(D) પાક સંરક્ષણ માટે

જવાબ : (B) પાક મેળવવા માટે


(5) આપણા દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે. નીચે પૈકી કયું તારણ વધુ યોગ્ય હશે?

1. ભારત દેશની ભૌગોલિકતા અલગ-અલગ છે.

2. તાપમાન, ભેજ, વરસાદ જેવી વાતાવરણીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન હોય છે.

(A) ફક્ત 1 સાચું

(B) ફક્ત 2 સાચું

(C) 1 અને 2 બંને સાચાં

(D) 1 અને 2 બંને ખોટાં

જવાબ : (C) 1 અને 2 બંને સાચાં


(6) હનીએ વરસાદની ઋતુમાં ખેતરે જઈને જોયું તો નીચેનમાંથી કયો પાક જોવા મળ્યો હશે?

(A) ડાંગર

(B) ઘઉં

(C) જીરૂ

(D) રાઈ

જવાબ : (A) ડાંગર


(7) વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને.................કહેવાય છે.

(A) ખરીફ પાક

(B) રવી પાક

(C) જાયદ પાક

(D) એકપણ નહિ

જવાબ : (A) ખરીફ પાક


(8) નીચેનામાંથી કયો રવી પાક નથી?

(A) અળસી

(B) ચણા

(C) ઘઉં

(D) મકાઈ

જવાબ : (D) મકાઈ


(9) નીચેનામાંથી કયો ખરીફ પાક નથી?

(A) સોયાબીન

(B) મગફળી

(C) કપાસ

(D) ઘઉં

જવાબ : (D) ઘઉં


(10) ખરીફ પાક માટેનો સમયગાળો જણાવો.

(A) ઓક્ટોબરથી માર્ચ

(B) માર્ચથી મે

(C) જૂનથી સપ્ટેમ્બર

(D) સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી

જવાબ : (C) જૂનથી સપ્ટેમ્બર


(11) શિયાળાની ઋતુમાં રોપવામાં આવતા પાકને.....................કહે છે.

(A) ઉનાળુ પાક

(B) ખરીફ પાક

(C) રવી પાક

(D) એકપણ નહી

જવાબ : (C) રવી પાક


(12) રવી પાક માટેનો સમયગાળો જણાવો.

(A) ઓક્ટોબરથી માર્ચ

(B) જાન્યુઆરીથી મે

(C) જૂનથી સપ્ટેમ્બર

(D) એપ્રિલથી જુલાઈ

જવાબ : (A) ઓક્ટોબરથી માર્ચ


(13) પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી?

(A) ભૂમિને તૈયાર કરવી

(B) અનાજ વિતરણ

(C) રોપણી

(D) સિંચાઈ

જવાબ : (B) અનાજ વિતરણ


(14) નીચેનામાંથી ખેત પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે?

(A) રોપણી

(B) લણણી

(C) સંગ્રહ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(15) માટીને ઉલટાવીને પોચી બનાવવી એ ખેતીનું મહત્ત્વપૂર્ણ કાર્ય છે, શા માટે?

(A) મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે તે માટે.

(B) પોચી માટી મૂળને શ્વસનમાં સહાય કરે છે.

(C) પોચી માટી અળસિયાં અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(16) કર્ણએ જોયું કે તેના પિતા ખેત ઓજારની મદદથી જમીનને ઉપર નીચે કરી રહ્યા હતા, આ ક્રિયાને શું કહેવાય?

(A) ખેડાણ

(B) થ્રેસિંગ

(C) ઊપણવું

(D) વાવણી

જવાબ : (A) ખેડાણ


(17) ખેતરને શાની મદદથી સમથળ કરવામાં આવે છે?

(A) થ્રેશર

(B) સમાર

(C) ખરપિયો

(D) દાતરડું

જવાબ : (B) સમાર


(18) જમીનને લાંબાગાળે નુકસાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો?

(A) છાણિયું ખાતર

(B) D.A.P.

(C) યુરિયા

(D) પોટાશ

જવાબ : (A) છાણિયું ખાતર


(19) બીજ રોપતાં પહેલાં માટીનાં ઢેફાંને નાનાં કરવા કયા ઓજારનો ઉપયોગ થાય છે?

(A) હળ

(B) ખરપિયો

(C) કલ્ટિવેટર

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(20) હળનો ઉપયોગ નીચેનામાંથી કઈ ક્રિયા માટે થતો નથી?

(A) જમીનની ખેડ કરવા માટે

(B) પાકની લણણી કરવા માટે

(C) ખાતર જમીનમાં ભેળવવા

(D) નીંદણના નિકાલ માટે

જવાબ : (B) પાકની લણણી કરવા માટે


(21) આપેલ ચિત્રમાં કયું ખેત ઓજાર છે?

Std 8 Science Chapter 1 Mcq Gujarati

(A) હળ

(B) ખરપિયો

(C) વાવણિયો

(D) દાતરડું

જવાબ : (A) હળ


(22) આપેલ ચિત્રમાં નિર્દેશિત કરેલ ભાગ જણાવો.

Std 8 Science Chapter 1 Mcq Gujarati

(A) વળેલી પ્લેટ

(B) પક્કડ

(C) હેન્ડલ

(D) ધરી

જવાબ : (C) હેન્ડલ


(23) વાવણી માટે તમે કેવા પ્રકારના બીજની પસંદગી કરશો?

1. ગુણવત્તા યુક્ત બીજ

2. ક્ષતિગ્રસ્ત બીજ

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) 1 અને 2 પૈકી એકપણ નહિ

જવાબ : (A) ફક્ત 1


(24) નીચેનામાંથી શામાં અનાજનો સંગ્રહ ન કરી શકાય?

(A) કોથળાઓમાં

(B) ધાતુના મોટા પીપડાઓમાં

(C) કોઠારમાં

(D) ભેજવાળી જગ્યામાં

જવાબ : (D) ભેજવાળી જગ્યામાં


(25) સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પદ્ધતિ યોગ્ય ગણાય?

(A) વીણીને અલગ કરવા

(B) ઉપણીને અલગ કરવા

(C) પાણીમાં નાખીને

(D) ચાળીને

જવાબ : (C) પાણીમાં નાખીને


(26) કુદરતી ખાતર કૃત્રિમ ખાતર કરતાં વધુ યોગ્ય ગણાય છે. આ માટે સાચું વિધાન પસંદ કરો.

1. કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે.

2. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે.

(A) માત્ર 1 સાચું છે.

(B)  માત્ર 2 સાચું છે.

(C) 1 અને 2 બંને સાચાં છે.

(D) 1 અને 2 બંને ખોટાં છે.

જવાબ : (C) 1 અને 2 બંને સાચાં છે.


(27) નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?

(A) યુરિયા

(B) એમોનિયમ સલ્ફેટ

(C) સુપર ફોસ્ફેટ

(D) વર્મી કમ્પોસ્ટ

જવાબ : (D) વર્મી કમ્પોસ્ટ


(28) NPK માં કયું તત્ત્વ આવેલું નથી?

(A) નાઇટ્રોજન

(B) કેલ્શિયમ

(C) પોટૅશિયમ

(D) ફોસ્ફરસ

જવાબ : (B) કેલ્શિયમ


(29) નીચેનાં વિદ્યાનો માટે કયો વિકલ્પ સાચો છે?

1. કૃતિમ ખતરમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો હોય છે.

2. કુદરતી ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળતા નથી.

(A) માત્ર 1 સાચું છે.

(B) માત્ર 2 સાચું છે.

(C) 1 અને 2 બંને સાચાં છે.

(D) 1 અને 2 બંને ખોટાં છે.

જવાબ : (D) 1 અને 2 બંને ખોટાં છે.


(30) જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં સારું ગણી શકાય છે. આ માટે નીચેનામાંથી શું બંધ બેસતું નથી?

(A) જૈવિક ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે.

(B) જૈવિક ખાતર જમીનને છિદ્રાળુ બનાવે છે, જેથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે.

(C) જૈવિક ખાતરમાં વનસ્પતિને જરૂરી પોષદ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે.

(D) જૈવિક ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે.

જવાબ : (D) જૈવિક ખાતર જમીનના બંધારણમાં સુધારો કરે છે.


(31) કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે?

(A) ખેતરમાં

(B) ઉકરડામાં

(C) કારખાનામાં

(D) બગીચામાં

જવાબ : (C) કારખાનામાં


(32) સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને.................કહે છે.

(A) સિંચાઇ

(B) વાવણી

(C) લણણી

(D) રોપણી

જવાબ : (A) સિંચાઇ


(33) સિંચાઇ માટે નીચેનાં વિધાનો ધ્યાનમાં લેતાં કયો વિકલ્પ સાચો છે?

1. સિંચાઇનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ અલગ અલગ હોય છે.

2. ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે.

(A) માત્ર 1 સાચું છે.

(B) માત્ર 2 સાચું છે.

(C) 1 અને 2 બંને સાચાં છે.

(D) 1 અને 2 બંને ખોટાં છે.

જવાબ : (C) 1 અને 2 બંને સાચાં છે.


(34) નીચે પૈકી કયો સિંચાઇનો સ્રોત નથી?

(A) કૂવાઓ

(B) દરિયો

(C) તળાવો

(D) નહેરો

જવાબ : (B) દરિયો


(35) નીચેનામાંથી સિંચાઇ માટેની પરંપરાગત પદ્ધતિ કઈ નથી?

(A) ટપક

(B) ચેનપંપ

(C) રહેંટ

(B) ઢેકલી

જવાબ : (A) ટપક


(36) પાણીનો વધુ બગાડ ન થાય તે માટે તમે કઈ સિંચાઇ પદ્ધતિને યોગ્ય ગણશો?

(A) મોટ

(D) ઢેકલી

(C) ચેનપંપ

(D) કુવારા પદ્ધતિ

જવાબ : (D) કુવારા પદ્ધતિ


(37) નીચેનામાંથી કઈ પરિસ્થિતિ માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય ગણાશે?

(A) અસમતલ ભૂમિ માટે

(B) પાણી ઓછી માત્રામાં હાજર હોય ત્યાં

(C) રેતાળ જમીન હોય ત્યાં

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(38) જાનકીએ જોયું તો મોહનના ખેતરમાં પાણી ટીંપે ટીંપે છોડના મૂળમાં પડતું હતું, આ માટેની પદ્ધતિ નીચેનામાંથી કઈ હોઈ શકે?

(A) કુવારા પદ્ધતિ

(B) ટપક પદ્ધતિ

(C) પરંપરાગત પદ્ધતિ

(D) એકપણ નહિ

જવાબ : (B) ટપક પદ્ધતિ


(39) ટપક સિંચાઇ પદ્ધતિ માટે નીચેનાં વિધાનોમાંથી શું ખોટું છે?

(A) તેમાં ટીંપે ટીંપે પાણી છોડના મૂળમાં પડે છે.

(B) ફળ આપતી વનસ્પતિ તેમજ વૃક્ષોની સિંચાઇ માટે આ પદ્ધતિ સર્વોત્તમ છે.

(C) આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે.

(D) પાણીની અછતવાળા વિસ્તારો માટે આ પદ્ધતિ વરદાન સમાન છે.

જવાબ : (C) આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે.


(40) છાયા અને માચા ખેતરે ગયાં. ત્યાં જોયું તો પાકની સાથે બીજી કેટલીક વનસ્પતિ કુદરતી રીતે ઊગી નીકળી છે, તેને તમે શું કહેશો?

(A) નીંદણ

(B) પાક

(C) ઉપયોગી વનસ્પતિ

(D) એકપણ નહિ

જવાબ : (A) નીંદણ


(41) પાક સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિને શું કહે છે?

(A) નીંદણ

(B) નિંદામણ

(C) લણણી

(D) કાપણી

જવાબ : (B) નિંદામણ


(42) નીંદણ દૂર કરવું આવશ્યક છે કારણ કે...

(A) તે પાકને મળતાં પોષકદ્રવ્યો તેમજ પાણીમાં ભાગ પડાવે છે.

(B) તે લણણી માટે વિક્ષેપ ઊભો કરે છે.

(C) મનુષ્ય તેમજ પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(43) નીંદણને દૂર કરવા માટે વપરાતાં રસાયણોને...................કહે છે.

(A) નીંદણનાશક

(B) નીંદણ પોષક

(C) સીડ ડ્રિલીંગ

(D) એકપણ નહિ

જવાબ : (A) નીંદણનાશક


(44) રમેશભાઈ ખેતરમાં નીંદણનાશકનો છંટકાવ કરવાના છે, તે માટે તમે તેમને શું સલાહ આપશો?

(A) છંટકાવ કરતી વખતે મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ.

(B) છંટકાવ કરતી વખતે મુખ તેમજ નાક ખુલ્લું રાખવું જોઈએ.

(C) નીંદણનાશકનો છંટકાવ ન કરવો જોઈએ.

(D) નીંદણનાશકનું નિંદામણ માટે કોઈ જ મહત્વ નથી.

જવાબ : (A) છંટકાવ કરતી વખતે મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ.


(45) લણણી ક્યારે કરવી જોઈએ?

(A) પાક પૂર્ણ પરિપક્વ થઇ જાય ત્યારે

(B) બીજમાંથી અંકુરણ થયા બાદ

(C) પાક પરિપક્વ ન થયો હોય ત્યારે

(D) ઉપરનામાંથી એકપણ નહિ

જવાબ : (A) પાક પૂર્ણ પરિપક્વ થઇ જાય ત્યારે


(46) લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે?

(A) ખરપિયો

(B) હળ

(C) હાર્વેસ્ટર

(D) એકપણ નહિ

જવાબ : (C) હાર્વેસ્ટર


(47) કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે?

(A) થ્રેસિંગ

(B) હાર્વેસ્ટિંગ

(C) વિડિંગ

(D) ઈરિગેશન

જવાબ : (A) થ્રેસિંગ


(48) લણણી ઋતુ સાથે નીચેનામાંથી કયા ઉત્સવ જોડાયેલા નથી?

(A) પોંગલ – બૈસાખી

(B) હોળી – દિવાળી

(C) નાબન્ય – બિહુ

(D) ક્રિસમસ - ઉતરાયણ

જવાબ : (D) ક્રિસમસ - ઉતરાયણ


(49) સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સુકવવા જરૂરી છે. જો આમ ન કરવામાં આવે તો...........

(A) તેની બગડવાની શક્યતાઓ વધી જાય છે.

(B) સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ છે.

(C) બીજાંકુરણ ક્ષમતા ગુમાવવાની સંભાવના થઇ શકે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(50) રોશનીએ તેની મમ્મીને ચણાના કેટલાક દાણાને વાસણમાં રાખી તેમાં પાણી ઉમેરતાં જોઈ, થોડી મિનિટ પછી કેટલાંક બીજ પાણી પર તરવા લાગ્યાં, રોશનીને આશ્ચર્ય થયું કે આવું શા માટે થયું? તમારુ મંતવ્ય જણાવો.

(A) બીજની ગુણવત્તા સારી હશે.

(B) બીજ ક્ષતિગ્રસ્ત હશે.

(C) બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હશે.

(D) તે વિસ્તારમાં બધાં આ પ્રકારના જ બીજ પ્રાપ્ત થતા હશે.

જવાબ : (B) બીજ ક્ષતિગ્રસ્ત હશે.