ધોરણ : 7
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 14. સંસાધનોનું જતન અને સંરક્ષણ
MCQ : 100
(1) પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?
(A) સંરક્ષણ
(B) જમીન
(C) અખૂટ પદાર્થો
(D) સંસાધનો
જવાબ : (D) સંસાધનો
(2) ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?
(A) કુદરતી સંસાધનોમાં
(B) ઔદ્યોગિક સંસાધનોમાં
(C) માનવનિર્મિત સંસાધનોમાં
(D) સામુદાયિક સંસાધનોમાં
જવાબ : (A) કુદરતી સંસાધનોમાં
(3) જૈવિક સંસાધનો કયાં છે?
(A) જંગલો અને જમીન
(B) પ્રાણીઓ અને જળ
(C) જંગલો અને પ્રાણીઓ
(D) જંગલો અને યંત્રો
જવાબ : (C) જંગલો અને પ્રાણીઓ
(4) અજૈવિક સંસાધનો કયાં છે?
(A) જળ અને જંગલો
(B) જમીન અને પ્રાણીઓ
(C) જમીન અને જંગલો
(D) જળ અને જમીન
જવાબ : (D) જળ અને જમીન
(5) કયું સંસાધન માનવનિર્મિત સંસાધન છે?
(A) જંગલો
(B) ચિત્રકળા
(C) જમીન
(D) જળ
જવાબ : (B) ચિત્રકળા
(6) ક્યું સંસાધન માનવનિર્મિત સંસાધન નથી?
(A) સ્મારકો
(B) ઇજનેરી
(C) ખનીજો
(D) ઇમારતો
જવાબ : (C) ખનીજો
(7) કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
(A) ખનીજતેલ
(B) સૂર્યપ્રકાશ
(C) ખનીજ કોલસો
(D) કુદરતી વાયુ
જવાબ : (B) સૂર્યપ્રકાશ
(8) ક્યું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?
(A) જંગલો
(B) ખનીજ કોલસો
(C) કુદરતી વાયુ
(D) ખનીજ તેલ
જવાબ : (A) જંગલો
(9) કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?
(A) જંગલો
(B) સરોવરો
(C) સૂર્યપ્રકાશ
(D) ખનીજતેલ
જવાબ : (D) ખનીજતેલ
(10) જંગલો કયા પ્રકારનાં સંસાધનો છે?
(A) અનવીનીકરણીય
(B) માનવસર્જિત
(C) નવીનીકરણીય
(D) સાંસ્કૃતિક
જવાબ : (C) નવીનીકરણીય
(11) ખનીજો ક્યા પ્રકારનાં સંસાધનો છે?
(A) અનવીનીકરણીય
(B) નવીનીકરણીય
(C) સાંસ્કૃતિક
(D) માનવસર્જિત
જવાબ : (A) અનવીનીકરણીય
(12) માનવીની જરૂરિયાતો કેવી છે?
(A) નાશવંત
(B) મર્યાદિત
(C) અમર્યાદિત
(D) અમર
જવાબ : (C) અમર્યાદિત
(13) કુદરતી સંસાધનો કેવાં છે?
(A) અમર્યાદિત
(B) મર્યાદિત
(C) અમર
(D) નાશવંત
જવાબ : (B) મર્યાદિત
(14) સંસાધનોનું સંરક્ષણ એટલે શું?
(A) સંસાધનો વિશે જાણકારી મેળવવી.
(B) સંસાધનોના વિકાસ માટે પ્રયત્નો કરવા.
(C) સંસાધનો જાળવી રાખવાં.
(D) સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
જવાબ : (D) સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.
(15) ભારતીય કૃષિ સંશોધન પરિષદે (ICAR) ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચી છે?
(A) દસ
(B) ચાર
(C) આઠ
(D) છ
જવાબ : (C) આઠ
(16) જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
(A) વન્ય પ્રાણીજીવન
(B) વહેતું જળ
(C) પવન
(D) પશુઓ થકી થતું અતિ ચરાણ
જવાબ : (A) વન્ય પ્રાણીજીવન
(17) ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?
(A) ઝૂમ પદ્ધતિ
(B) બહુવિધ પદ્ધતિ
(C) આધુનિક પદ્ધતિ
(D) પગથિયાં પદ્ધતિ
જવાબ : (D) પગથિયાં પદ્ધતિ
(18) રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?
(A) વાડ બાંધવી
(B) વૃક્ષોની હારમાળા ઉગાડવી
(C) મકાનો બાંધવા
(D) ખેતી કરવી
જવાબ : (B) વૃક્ષોની હારમાળા ઉગાડવી
(19) પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા જેટલું છે?
(A) 3 %
(B) 5 %
(C) 8 %
(D) 10 %
જવાબ : (A) 3 %
(20) પૃથ્વીનો કેટલામો ભાગ જળવિસ્તાર ધરાવે છે?
(A) બીજો ભાગ
(B) ત્રીજો ભાગ
(C) ચોથો ભાગ
(D) પાંચમો ભાગ
જવાબ : (B) ત્રીજો ભાગ
(21) જળ એ કેવું સંસાધન છે?
(A) અમર્યાદિત
(B) મર્યાદિત
(C) સંકુચિત
(D) વિશાળ
જવાબ : (B) મર્યાદિત
(22) પૃથ્વી પર જળ-સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?
(A) મહાસાગર
(B) નદી
(C) સરોવર
(D) વરસાદ
જવાબ : (D) વરસાદ
(23) ‘પૃષ્ઠીય જળ'નો મુખ્ય સ્રોત કયો છે?
(A) વૃષ્ટિ
(B) તળાવો
(C) નદીઓ
(D) સરવરો
જવાબ : (C) નદીઓ
(24) વર્ષો પહેલાં માનવી શિકાર માટે શામાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતો?
(A) લોખંડમાંથી
(B) તાંબામાંથી
(C) પથ્થરમાંથી
(D) લાકડામાંથી
જવાબ : (C) પથ્થરમાંથી
(25) માનવવિકાસનો પ્રથમ તબક્કો કયો છે?
(A) લોહયુગ
(B) પાષાણયુગ
(C) કાંસ્યયુગ
(D) તામ્રયુગ
જવાબ : (B) પાષાણયુગ
(26) માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હશે?
(A) પિત્તળ
(B) કાંસું
(C) લોખંડ
(D) તાંબું
જવાબ : (D) તાંબું
(27) ક્યારથી ખનીજોનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે?
(A) ફ્રેંચ રાજ્યક્રાંતિ પછી
(B) બોલ્સેવિક ક્રાંતિ પછી
(C) અમેરિકન ક્રાંતિ પછી
(D) ઔદ્યોગિક ક્રાંતિ પછી
જવાબ : (D) ઔદ્યોગિક ક્રાંતિ પછી
(28) કયા પદાર્થો આજે ખૂટી જવાના આરે આવીને ઊભા છે?
(A) પેટ્રોલિયમ પદાર્થો
(B) અવકાશી પદાર્થો
(C) જૈવિક પદાર્થો
(D) અજૈવિક પદાર્થો
જવાબ : (A) પેટ્રોલિયમ પદાર્થો
(29) માનવવિકાસના તબક્કામાં વર્તમાન સમયને કયા નામથી ઓળખવામાં આવે છે?
(A) લોહયુગ
(B) તામ્રયુગ
(C) અણુયુગ
(D) પાષાણયુગ
જવાબ : (C) અણુયુગ
(30) ભારતીય સંસ્કૃતિમાં કોનું ખૂબ મહત્ત્વ દર્શાવાયું છે?
(A) આબોહવાનું
(B) વનનું
(C) ખનીજોનું
(D) કૃષિપાકોનું
જવાબ : (B) વનનું
(31) કયા વૃક્ષનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે?
(A) દેવદારનું
(B) ચીડનું
(C) સાગનું
(D) ચંદનનું
જવાબ : (C) સાગનું
(32) કયા વૃક્ષનાં લાકડાંમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે?
(A) સાલના
(B) દેવદારના
(C) મૅહોગનીના
(D) વાંસના
જવાબ : (A) સાલના
(33) કયાં વૃક્ષોનાં લાકડાંમાંથી રમતગમતનાં સાધનો બને છે?
(A) સાગ અને સાલના
(B) દેવદાર અને ચીડના
(C) અબનૂસ અને રોઝવુડના
(D) વાંસ અને પાઇનના
જવાબ : (B) દેવદાર અને ચીડના
(34) કયા વૃક્ષમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે?
(A) સાલમાંથી
(B) દેવદારમાંથી
(C) વાંસમાંથી
(D) ચેસ્ટનટમાંથી
જવાબ : (C) વાંસમાંથી
(35) ઉત્તર-પૂર્વનાં પર્વતીય ક્ષેત્રોમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકાથી વધુ હોય છે?
(A) 40 %
(B) 60 %
(C) 80 %
(D) 28 %
જવાબ : (B) 60 %
(36) ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો આવેલાં છે?
(A) 11.18 %
(B) 15 %
(C) 20 %
(D) 25 %
જવાબ : (A) 11.18 %
(37) ભારતની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ?
(A) 50 %
(B) 41 %
(C) 23 %
(D) 33 %
જવાબ : (D) 33 %
(38) ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ કેટલા ટકા જેટલું છે?
(A) 13 %
(B) 23 %
(C) 33 %
(D) 38 %
જવાબ : (B) 23 %
(39) નીચેનામાંથી ક્યું પરિબળ ભારતનાં જંગલોના વિનાશ માટે જવાબદાર નથી?
(A) માનવીની જમીન મેળવવાની ભૂખ
(B) ઇમારતી લાકડું મેળવવા માટે
(C) ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા માટે
(D) નિરાશ્રિત વન્ય-પશુઓને કારણે
જવાબ : (D) નિરાશ્રિત વન્ય-પશુઓને કારણે
(40) વિશ્વ વનદિન ક્યારે ઊજવાય છે?
(A) 21 જાન્યુઆરીએ
(B) 4 ઑક્ટોબરે
(C) 21 માર્ચે
(D) 5 જૂને
જવાબ : (C) 21 માર્ચે
(41) વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે?
(A) 5 જૂને
(B) 29 ડિસેમ્બરે
(C) 4 ઑક્ટોબરે
(D) 21 માર્ચે
જવાબ : (A) 5 જૂને
(42) વન્ય પ્રાણી દિવસ ક્યારે ઊજવાય છે?
(A) 1 જાન્યુઆરીએ
(B) 4 ઑક્ટોબરે
(C) 21 માર્ચે
(D) 5 જૂને
જવાબ : (B) 4 ઑક્ટોબરે
(43) જૈવ-વિવિધતા દિવસ ક્યારે ઊજવાય છે?
(A) 25 માર્ચે
(B) 10 એપ્રિલે
(C) 29 ડિસેમ્બરે
(D) 16 સપ્ટેમ્બરે
જવાબ : (C) 29 ડિસેમ્બરે
(44) 5 જૂને કયો દિન ઊજવવામાં આવે છે?
(A) જૈવ-વિવિધતાદિન
(B) વિશ્વ પર્યાવરણદિન
(C) વન્ય પ્રાણીદિન
(D) વિશ્વ વનદિન
જવાબ : (B) વિશ્વ પર્યાવરણદિન
(45) રૉયલ બેંગાલ ટાઇગર (બંગાળનો વાઘ) વિશ્વની કેટલી જાતિઓમાંનો એક છે?
(A) છ
(B) સાત
(C) આઠ
(D) નવ
જવાબ : (C) આઠ
(46) ગુજરાતનું કયું સરોવર શિયાળામાં આવતાં યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે?
(A) નારાયણ સરોવર
(B) સરદાર સરોવર
(C) નળ સરોવર
(D) માનસરોવર
જવાબ : (C) નળ સરોવર
(47) હિમાલયનાં શીત વનોમાં કયું પ્રાણી જોવા મળે છે?
(A) ઘોરાડ
(B) ઘુડખર
(C) સફેદ પાંડા
(D) લાલ પાંડા
જવાબ : (D) લાલ પાંડા
(48) ગુજરાતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
(A) વાઘ
(B) શિયાળ
(C) મોર
(D) ઘુડખર
જવાબ : (A) વાઘ
(49) ભારતમાંથી કયું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે?
(A) રીંછ
(B) દીપડો
(C) ચિત્તો
(D) વાઘ
જવાબ : (C) ચિત્તો
(50) ભારતનાં કયાં રાજ્યોમાં હાથી જોવા મળે છે?
(A) કર્ણાટક, મધ્ય પ્રદેશ, અસમમાં
(B) કર્ણાટક, બિહાર, કેરલમાં
(C) ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમમાં
(D) તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળમાં
જવાબ : (C) ઉત્તરાખંડ, કર્ણાટક, કેરલ, અસમમાં
(51) ભારતમાં અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં કયું વિશિષ્ટ પ્રાણી વસે છે?
(A) એકશિંગી ગેંડો
(B) ચિંકારા
(C) સિંહ
(D) હાથી
જવાબ : (A) એકશિંગી ગેંડો
(52) ભારતમાં ઘુડખર (જંગલી ગધેડું) પ્રાણી ક્યાં જોવા મળે છે?
(A) ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં
(B) કચ્છના મોટા રણમાં
(C) થરના રણમાં
(D) કચ્છના નાના રણમાં
જવાબ : (D) કચ્છના નાના રણમાં
(53) દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?
(A) ચીનમાં
(B) રશિયામાં
(C) ભારતમાં
(D) ન્યૂ ઝીલૅન્ડમાં
જવાબ : (C) ભારતમાં
(54) સિહ ગુજરાતનાં ક્યાં જંગલોમાં વસે છે?
(A) સાપુતારાનાં
(B) ગીરનાં
(C) બરડાનાં
(D) બરડીપાડાનાં
જવાબ : (B) ગીરનાં
(55) વાઘ ભારતમાં ક્યાં જોવા મળે છે?
(A) પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને હિમાલયનાં ક્ષેત્રોમાં
(B) પશ્ચિમ બંગાળ, ગુજરાત અને અસમમાં
(C) મધ્ય પ્રદેશ, કર્ણાટક અને કેરલમાં
(D) મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં
જવાબ : (A) પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને હિમાલયનાં ક્ષેત્રોમાં
(56) ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં કયું પ્રાણી જોવા મળે છે?
(A) હાથી
(B) વાઘ
(C) રીંછ
(D) સિંહ
જવાબ : (C) રીંછ
(57) ગુજરાતનું રાજ્યપક્ષી કયું છે?
(A) સુરખાબ
(B) પોપટ
(C) કબૂતર
(D) ગરુડ
જવાબ : (A) સુરખાબ
(58) નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?
(A) કાબર
(B) કબૂતર
(C) ચકલી
(D) મોર
જવાબ : (C) ચકલી
(59) ગુજરાતની નર્મદા, તાપી અને સાબરમતી નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી સંકટમાં છે?
(A) જળબિલાડી
(B) ડૉલ્ફિન
(C) ઘડિયાળ (મગર)
(D) જળહંસ
જવાબ : (A) જળબિલાડી
(60) ભારતના કયા સમ્રાટે વન્ય જીવના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
(A) ચંદ્રગુપ્ત
(B) સમુદ્રગુપ્ત
(C) અશોક
(D) બિંબિસાર
જવાબ : (C) અશોક
(61) વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
(A) ગોબી
(B) થરપાકર
(C) સહરા
(D) અતકામા
જવાબ : (C) સહરા
(62) સહરાના રણની આબોહવા કેવી છે?
(A) ગરમ અને સમ
(B) ગરમ અને ભેજવાળી
(C) ગરમ અને શુષ્ક
(D) ભેજવાળી અને શુષ્ક
જવાબ : (C) ગરમ અને શુષ્ક
(63) સહરાના રણપ્રદેશમાં કયું ખનીજ મોટા પ્રમાણમાં મળે છે?
(A) કોલસો
(B) ખનીજતેલ
(C) અબરખ
(D) બૉક્સાઇટ
જવાબ : (B) ખનીજતેલ
(64) ભારતનું ઠંડું રણ કયું છે?
(A) લદાખનું રણ
(B) થરનું રણ
(C) કચ્છનું રણ
(D) જમ્મુ અને કશ્મીરનું રણ
જવાબ : (A) લદાખનું રણ
(65) લદાખ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે?
(A) સતલુજ
(B) યમુના
(C) સિંધુ
(D) ગંગા
જવાબ : (C) સિંધુ
(66) ઉનાળામાં લદાખમાં રાત્રે કેટલું તાપમાન હોય છે?
(A) – 30 °સેથી પણ ઓછું
(B) – 40 °સેથી પણ ઓછું
(C) -20 °સેથી પણ ઓછું
(D) – 10 °સેથી પણ ઓછું
જવાબ : (A) – 30 °સેથી પણ ઓછું
(67) લદાખના મોટા ભાગના લોકો કયો ધર્મ પાળે છે?
(A) હિંદુ
(B) બૌદ્ધ
(C) જૈન
(D) ખ્રિસ્તી
જવાબ : (B) બૌદ્ધ
(68) લદાખનું મુખ્ય શહેર કયું છે?
(A) શ્રીનગર
(B) લેહ
(C) કારગીલ
(D) જમ્મુ
જવાબ : (B) લેહ
(69) લદાખના લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે?
(A) પ્રવાસન ઉદ્યોગ સાથે
(B) ફળફળાદિની ખેતી સાથે
(C) પશુપાલન સાથે
(D) ગરમ ધાબળાની બનાવટ સાથે
જવાબ : (A) પ્રવાસન ઉદ્યોગ સાથે
(70) ગુજરાતમાં કચ્છનું રણ રાજ્યની કઈ દિશાએ આવેલું છે?
(A) ઉત્તર-પૂર્વે
(B) પૂર્વ-પશ્ચિમે
(C) ઉત્તર
(D) ઉત્તર-પશ્ચિમે
જવાબ : (D) ઉત્તર-પશ્ચિમે
(71) સહરાના રણમાં કયાં વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપો આવેલા છે?
(A) નારિયેળીનાં
(B) તાડનાં
(C) ખજૂરનાં
(D) બાવળનાં
જવાબ : (C) ખજૂરનાં
(72) નીચેના પૈકી કઈ જનજાતિના લોકો સહરાના રણમાં રહેતા નથી?
(A) બેદુઈન
(B) તુઆરેંગ
(C) બર્બર
(D) બુશમૅન
જવાબ : (D) બુશમૅન
(73) સહરાના રણપ્રદેશમાં કઈ નદી આવેલી છે?
(A) નાઈલ
(B) નાઇજર
(C) કોંગો
(D) ઝાંબેઝી
જવાબ : (A) નાઈલ
(74) લદાખના લોકો યાકના દૂધમાંથી શું બનાવે છે?
(A) માખણ
(B) પનીર
(C) ઘી
(D) દહીં
જવાબ : (B) પનીર
(75) નીચેના પૈકી કઈ પ્રજાતિના લોકો લદાખના ઠંડા રણમાં રહેતા નથી?
(A) ઇન્ડો આર્યન
(B) તિબેટિયન
(C) બેદુઈન
(D) લડાખી
જવાબ : (C) બેદુઈન
(76) નીચેના પૈકી કયો બૌદ્ધ મઠ લદાખમાં આવેલો નથી?
(A) જુગિન
(B) હેમિસ
(C) થીકસે
(D) રૉ
જવાબ : (A) જુગિન
(77) કયા કારણે લદાખને ‘નાના તિબેટ' તરીકે ઓળખવામાં આવે છે?
(A) તિબેટિયન ભાષાના કારણે
(B) તિબેટિયન ધર્મના કારણે
(C) તિબેટિયન સંસ્કૃતિના કારણે
(D) પ્રાકૃતિક સૌંદર્યના કારણે
જવાબ : (C) તિબેટિયન સંસ્કૃતિના કારણે
(78) લદાખ બીજા કયા નામથી ઓળખાય છે?
(A) ખાન-પાન
(B) ચા-પાન
(C) ખા-પા-ચાન
(D) ખાચા-પાન
જવાબ : (C) ખા-પા-ચાન
(79) કચ્છના રણની ઉત્તર-પૂર્વમાં કયો દેશ આવેલો છે?
(A) બાંગ્લાદેશ
(B) પાકિસ્તાન
(C) શ્રીલંકા
(D) મ્યાનમાર
જવાબ : (B) પાકિસ્તાન
(80) કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે કયાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે?
(A) લીમડાનાં
(B) ગાંડા બાવળનાં
(C) આંબાનાં
(D) ખીજડાનાં
જવાબ : (B) ગાંડા બાવળનાં
(81) ‘બની’ વિસ્તાર ક્યાં આવેલો છે?
(A) કચ્છના રણમાં
(B) સહરાના રણમાં
(C) લદાખમાં
(D) કલહરીના રણમાં
જવાબ : (A) કચ્છના રણમાં
(82) કચ્છના રણમાં કયું પક્ષી લુપ્ત થવાને આરે છે?
(A) સારસ
(B) સુરખાબ (ફ્લેમિંગો)
(C) ઘોરાડ
(D) લાવરી
જવાબ : (C) ઘોરાડ
(83) નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
(A) સિંહ
(B) ગાય
(C) ઘુડખર
(D) યાક
જવાબ : (C) ઘુડખર
(84) નીચેના પૈકી કયું પ્રાણી કચ્છના રણમાં જોવા મળે છે?
(A) હાથી
(B) એકશિંગી ગેંડો
(C) રીંછ
(D) કાળિયાર
જવાબ : (D) કાળિયાર
(85) કચ્છના રણનો મુખ્ય ખેતીપાક કયો છે?
(A) ઘઉં
(B) બાજરી
(C) જુવાર
(D) મકાઈ
જવાબ : (B) બાજરી
(86) સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી?
(A) જંગલ-સંસાધનનો
(B) જળ-સંસાધનનો
(C) પ્રાણી સંસાધનનો
(D) રેલવે સંસાધનનો
જવાબ : (D) રેલવે સંસાધનનો
(87) નીચેના પૈકી કયું સંસાધન અનવીનીકરણીય સંસાધન નથી?
(A) જંગલો
(B) ખનીજતેલ
(C) કુદરતી વાયુ
(D) કોલસો
જવાબ : (A) જંગલો
(88) નીચેના પૈકી કયું સંસાધન જૈવિક સંસાધન છે?
(A) ભૂમિ
(B) હવા
(C) પ્રાણીઓ
(D) ખનીજો
જવાબ : (C) પ્રાણીઓ
(89) નીચેના પૈકી કોનો જળ સંસાધનમાં સમાવેશ કરવામાં આવતો નથી?
(A) વૃક્ષો
(B) સરોવરો
(C) નદીઓ
(D) સમુદ્રો
જવાબ : (A) વૃક્ષો
(90) વર્તમાન સમયને કયો યુગ કહેવામાં આવે છે?
(A) તામ્રયુગ
(B) અણુયુગ
(C) અવકાશયુગ
(D) લોહયુગ
જવાબ : (B) અણુયુગ
(91) નીચેના પૈકી કયું સંસાધન વરસાદ લાવવામાં ઉપયોગી છે?
(A) ખનીજો
(B) ભૂમિ
(C) જંગલો
(D) જળ
જવાબ : (C) જંગલો
(92) ભારતમાં વાઘ ક્યા ક્ષેત્રમાં જોવા મળતો નથી?
(A) હિમાલયનાં
(B) પશ્ચિમ બંગાળનાં
(C) મધ્ય પ્રદેશનાં
(D) ગુજરાતનાં
જવાબ : (D) ગુજરાતનાં
(93) નીચેના પૈકી કઈ કેરીનો પાક કચ્છના રણમાં લેવાય છે?
(A) કેસર
(B) હાફૂસ
(C) લંગડો
(D) દસશેરી
જવાબ : (A) કેસર
(94) સસાધનોને મુખ્ય કેટલાં જૂથોમાં વહેંચવામાં આવે છે?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
જવાબ : (A) બે
(95) નીચેનામાંથી સિચાઈનાં માધ્યમો ક્યાં છે?
(A) કૂવા
(B) નહેર
(C) તળાવ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(96) ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે?
(A) ગુજરાતમાં
(B) અસમમાં
(C) અંદમાન-નિકોબારમાં
(D) હરિયાણામાં
જવાબ : (C) અંદમાન-નિકોબારમાં
(97) નીચેનામાંથી ક્યું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે?
(A) શાહમૃગ
(B) સુરખાબ
(C) સ્નો પાર્ટરીચ
(D) પેંગ્વિન
જવાબ : (B) સુરખાબ
(98) લદાખમાં ક્યું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે?
(A) યાક
(B) ઘુડખર
(C) શિયાળ
(D) ગાય
જવાબ : (A) યાક
(99) પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહે છે?
(A) સંરક્ષણ
(B) જમીન
(C) અખૂટ પદાર્થો
(D) સંસાધનો
જવાબ : (D) સંસાધનો
(100) ભૂમિ, જળ, ખનીજો અને જંગલોનો સમાવેશ ક્યાં સંસાધનોમાં થાય છે?
(A) કુદરતી સંસાધનોમાં
(B) ઔદ્યોગિક સંસાધનોમાં
(C) માનવનિર્મિત સંસાધનોમાં
(D) સામુદાયિક સંસાધનોમાં
જવાબ : (A) કુદરતી સંસાધનોમાં