ધોરણ : 7
વિષય : વિજ્ઞાન
એકમ : 8. વનસ્પતિમાં પ્રજનન
MCQ : 35
(1) બૂઝોએ બગીચામાં આંબાના વૃક્ષ પર કેરીઓ જોઈ તો તે વનસ્પતિના વાનસ્પતિક અંગો કયા કયા હશે?
(A) મૂળ, પ્રકાંડ, કેરી
(B) મૂળ, પર્ણ, મોર
(C) મૂળ, પ્રકાંડ, પર્ણ
(D) એકપણ નહિ
જવાબ : (C) મૂળ, પ્રકાંડ, પર્ણ
(2) વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળછોડ ઉત્પન્ન કરે છે, તો વનસ્પતિમાં પ્રજનનની રીત કઈ છે?
(A) અલિંગી પ્રજનન
(B) લિંગી પ્રજનન
(C) વાનસ્પતિક પ્રજનન
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(3) પહેલી બૂઝોને સમજાવતા કહે છે કે મારા હાથમાં રહેલા આ પદાર્થ પર ડાઘ કે ચાઠા જોવા મળે છે તેને “આંખ” કહે છે. ‘આંખ’ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પહેલીના હાથમાં રહેલો પદાર્થ શું હોઈ શકે?
(A) બટાટું
(B) આદુ
(C) હળદર
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(4) આપેલ આકૃતિ શાની છે?
(A) આંખમાંથી અંકુરણ પામતો બટાટાનો છોડ
(B) આદું તેના નવા છોડના અંકુરણ સહિત
(C) ગુલાબના પ્રકાંડની કલમ
(D) પર્ણકિનારી પર કલિકા ધરાવતુ પાનકુટીનું પર્ણ
જવાબ : (C) ગુલાબના પ્રકાંડની કલમ
(5) બૂઝોએ જોયું કે તેના બગીચામાં ઉગેલી કોઈ એક વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે. આમ દરેક છૂટો પડેલો ભાગ એક નવા છોડનું સર્જન કરે છે, તો આ છોડ કયો હશે?
(A) ગુલાબ
(B) ચંપો
(C) બટાટું
(D) થોર
જવાબ : (D) થોર
(6) આપેલ આકૃતિ શાની છે?
(A) આંખમાંથી અંકુરણ પામતો બટાટાનો છોડ
(B) આદું તેના નવા છોડના અંકુરણ સહિત
(C) ગુલાબના પ્રકાંડમાં કક્ષકલિકા
(D) પર્ણકિનારી પર કલિકા ધરાવતુ પાનકુટીનું પર્ણ
જવાબ : (D) પર્ણકિનારી પર કલિકા ધરાવતુ પાનકુટીનું પર્ણ
(7) મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન દર્શાવતી વનસ્પતિ કઈ?
(A) ડહાલિયા
(B) શક્કરિયું
(C) બટાટું
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(8) આપેલ આકૃતિ શાની છે?
(A) મેપલના બીજ
(B) સરગવાના બીજ
(C) સૂર્યમુખીનું રોમમય ફળ
(D) મદારનું રોમમય બીજ
જવાબ : (A) મેપલના બીજ
(9) અલગ પડતું પસંદ કરો.
(A) બટાટું
(B) હળદર
(C) આદું
(D) પાનફુટી
જવાબ : (D) પાનફુટી
(10) પાનફુટી : પર્ણકિનારી :: ગુલાબ : .............
(A) અવખંડના
(B) કક્ષકલિકા
(C) આંખ
(D) બીજાણુંસર્જન
જવાબ : (B) કક્ષકલિકા
(11) આપેલ આકૃતિ શાની છે?
(A) મેપલના બીજ
(B) સરગવાના બીજ
(C) સૂર્યમુખીનું રોમમય ફળ
(D) મદારનું રોમમય બીજ
જવાબ : (C) સૂર્યમુખીનું રોમમય ફળ
(12) નીચેનામાંથી લીલનું ઉદાહરણ કયું છે?
(A) મૉસ
(B) યીસ્ટ
(C) પાનફૂટી
(D) સ્પાયરોગાયરા
જવાબ : (D) સ્પાયરોગાયરા
(13) આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય છે?
(A) પાણી
(B) પ્રાણી
(C) પવન
(D) કિટક
જવાબ : (C) પવન
(14) યીસ્ટ : એકકોષી : બહુગુણન :: જામફળી : બહુકોષી :............
(A) દ્વિભાજના
(B) બીજાણુસર્જન
(C) બીજાણુધાની
(D) કલમ
જવાબ : (D) કલમ
(15) આપેલ આકૃતિ શાની છે?
(A) કક્ષકલિકા
(B) કલિકાસર્જન
(C) અવખંડન
(D) દ્વિભાજન
જવાબ : (B) કલિકાસર્જન
(16) યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે, જેને..................કહે છે.
(A) કલિકા
(B) પર્ણકલિકા
(C) કક્ષકલિકા
(D) કળી
જવાબ : (A) કલિકા
(17) મૉસ : બીજાણુ :: હંસરાજ: ..……….…
(A) બીજાણુ
(B) કલિકા
(C) અવખંડન
(D) કલમ
જવાબ : (A) બીજાણુ
(18) આપેલ આકૃતિમાં દર્શાવેલ બીજનો ફેલાવો કેવી રીતે થાય?
(A) પાણી
(B) પ્રાણી
(C) પવન
(D) કિટક
જવાબ : (B) પ્રાણી
(19) નેફ્રોલેપિસ: બીજાણુસર્જન :: સ્પાયરોગાયરા :.....................
(A) અવખંડન
(B) કલિકા
(C) કક્ષકલિકા
(D) પર્ણકિનારી કલિકા
જવાબ : (A) અવખંડન
(20) જાસૂદ : દ્વિલિંગી પુષ્પ :: મકાઈ :................
(A) દ્વિલિંગી પુષ્પ
(B) એકલિંગી પુષ્પો
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) એકલિંગી પુષ્પો
(21) જોડકાં જોડો.
અ | બ |
(1) પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન. | (a) પરપરાગનયન |
(2) તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય. | (b) પરાગનયન |
(3) તે જ પ્રકારની બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસના પર પરાગરજ સ્થાપિત થાય | (c) સ્વપરાગનયન |
(A) 1-b, 2-c, 3-a
(B) 1-a, 2-b, 3-c
(C) 1-c, 2-a, 3-b
(D) 1-b, 2-a, 3-c
જવાબ : (A) 1-b, 2-c, 3-a
(22) ફલન બાદ અંડાશય.......…..માં પરિણમે છે.
(A) ફળ
(B) બીજ
(C) બીજાવરણ
(D) ભ્રુણ
જવાબ : (A) ફળ
(23) ટામેટું : માંસલફળ :: બદામ :............
(A) માંસલફળ
(B) રસાળ ફળ
(C) શુષ્ક ફળ
(D) A અને B બંને
જવાબ : (C) શુષ્ક ફળ
(24) નીચે પૈકી કઈ આકૃતિ બીજાણુસર્જન દર્શાવે છે?
જવાબ : (D) B અને C બંને
(25) વૈશાલીએ બગીચામાં રમતાં રમતાં જોયું કે કોઈ વનસ્પતિનું બીજ પવન સાથે હવામાં ઉડીને દૂર સુધી ગયુ, તો તે બીજ બગીચામાંની કઈ વનસ્પતિનું હશે?
(A) યુરેના
(B) નારિયેળ
(C) બાલસમ
(D) સરગવો
જવાબ : (D) સરગવો
(26) ફળ ઝટકાથી ફૂટે અને બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય, આ પ્રકારે બીજનો ફેલાવો કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
(A) યુરેના
(B) નારિયેળ
(C) બાલસમ
(D) સરગવો
જવાબ : (C) બાલસમ
(27) બીજનો ફેલાવો કોના દ્વારા થાય છે?
(A) પવન
(B) પાણી
(C) પ્રાણીઓ
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(28) રોમમય બીજ ધરાવતી વનસ્પતિ ઓળખો.
(A) મદાર
(B) ગાડરીયું
(C) સરગવો
(D) મેપલ
જવાબ : (A) મદાર
(29) બીજનો ફેલાવો જરૂરી છે, કારણ કે.......
(A) સૂર્યપ્રકાશ, પાણી, ખનીજક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા કરવા માટે.
(B) બીજના તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃધ્ધિ માટે.
(C) સૂર્યપ્રકાશ, પાણી, ખનીજક્ષારો અને જગ્યા માટે સ્પર્ધા અટકાવવા માટે.
(D) B અને C બંને
જવાબ : (D) B અને C બંને
(30) જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને ...........કહે છે.
(A) ફલિતાંડ
(B) ફલન
(C) ભૃણ
(D) બીજ
જવાબ : (A) ફલિતાંડ
(31) પરાગરજ હલકી હોવાનો ફાયદો શો છે?
(A) પવનથી વહન પામે
(B) પાણીથી વહન પામે
(C) રક્ષણ મળે
(D) A અને B બંને
જવાબ : (D) A અને B બંને
(32) આપેલી આકૃતિ શેની છે?
(A) પર્ણકલિકા પર કલિકા ધરાવતુ પર્ણ
(B) કક્ષકલિકા
(C) નેફ્રોલેપિસમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનના
(D) કલિકાસર્જન દ્વારા યીસ્ટમાં પ્રજનન
જવાબ : (D) કલિકાસર્જન દ્વારા યીસ્ટમાં પ્રજનન
(33) સરસવ: પેરુનિયા :: મકાઈ :...............
(A) ગુલાબ
(B) પપૈયા
(C) જાસુદ
(D) A અને C બંને
જવાબ : (B) પપૈયા
(34) આપેલી આકૃતિ શેની છે?
(A) મેપલના બીજ
(B) સરગવાના બીજ
(C) સૂર્યમુખીનું રોમમય ફળ
(D) મદારનું રોમમય બીજ
જવાબ : (B) સરગવાના બીજ
(35) વૈશાલીએ બીજાણુસર્જન કરતી વનસ્પતિ વાવવી છે, તો તેણીએ નીચે પૈકી કઈ વનસ્પતિ પસંદ કરવી જોઈએ?
(A) મૉસ
(B) એરંડા
(C) ચંપો
(D) ગુલબાસ
જવાબ : (A) મૉસ