ધોરણ : 7
વિષય : વિજ્ઞાન
એકમ : 6. સજીવોમાં શ્વસન
MCQ : 65
(1) શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાએ કઈ ક્રિયાનો ભાગ છે?
(A) પાચન
(B) શ્વસન
(C) રૂધિરનું વહન
(D) ઉત્સર્જન
જવાબ : (B) શ્વસન
(2) ખોરાકમાં સંગ્રહિત ઊર્જા કઈ ક્રિયા દરમિયાન છૂટી પડે છે?
(A) શ્વસન
(B) પાચન
(C) ઉત્સર્જન
(D) રૂધિરનું વહન
જવાબ : (A) શ્વસન
(3) જારક શ્વસનમાં કયા વાયુની જરુર પડે છે?
(A) O2
(B) CO2
(C) O3
(D) એકપણ નહિ
જવાબ : (A) O2
(4) ઓક્સિજનની ગેરહાજરીમાં કયા પ્રકારનું શ્વસન થાય છે?
(A) જારક શ્વસન
(B) અજારક શ્વસન
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) અજારક શ્વસન
(5) શ્વસનની ક્રિયા કયા તંત્ર સાથે સંકળાયેલ છે?
(A) પાચનતંત્ર
(B) શ્વસનતંત્ર
(C) ઉત્સર્જનતંત્ર
(D) રૂધિરાભિસરણતંત્ર
જવાબ : (B) શ્વસનતંત્ર
(6) અજારક શ્વસન એટલે...........
(A) O2 ની હાજરીમાં થતું શ્વસન
(B) O2 ની ગેરહાજરીમાં થતું શ્વસન
(C) CO2 ની હાજરીમાં થતું શ્વસન
(D) CO2 ની ગેરહાજરીમા થતું શ્વસન
જવાબ : (B) O2 ની ગેરહાજરીમાં થતું શ્વસન
(7) વાઘ શ્વાસમાં.….....વાયુ લે છે અને ઉચ્છ્વાસમાં.............વાયુ બહાર કાઢે છે.
(A) O2, CO2
(B) CO2, O2
(C) O3, CO
(D) CO, O3
જવાબ : (A) O2, CO2
(8) આપણા શરીરમાં કયા વાયુની ઊણપ વર્તાય ત્યારે બગાસા આવે છે?
(A) કાર્બન ડાયૉક્સાઇડ
(B) ઓક્સિજન
(C) હાઈડ્રોજન
(D) નાઈટ્રોજન
જવાબ : (B) ઓક્સિજન
(9) અજારકજીવી સજીવોમાં ગ્લુકોઝના વિઘટનથી શેમાં રૂપાંતર થાય છે?
(A) કાર્બન ડાયૉક્સાઇડ + પાણી + શક્તિ
(B) લેક્ટિક એસિડ + શક્તિ
(C) આલ્કોહોલ + કાર્બન ડાયૉક્સાઇડ + શક્તિ
(D) ઓક્સિજન + પાણી + શક્તિ
જવાબ : (C) આલ્કોહોલ + કાર્બન ડાયૉક્સાઇડ + શક્તિ
(10) કોષોમાં ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?
(A) પોષણ
(B) શ્વાસોચ્છ્વાસ
(C) અજારક શ્વસન
(D) જારક શ્વસન
જવાબ : (D) જારક શ્વસન
(11) હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા સજીવોને…………કહે છે.
(A) પરોપજીવી
(B) જારકજીવી
(C) અજારકજીવી
(D) ઉભયજીવી
જવાબ : (C) અજારકજીવી
(12) શ્વાસોચ્છ્વાસ દરમિયાન કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ?
(A) ઓક્સિજન
(B) કાર્બન ડાયૉક્સાઇડ
(C) હાઈડ્રોજન
(D) નાઈટ્રોજન
જવાબ : (A) ઓક્સિજન
(13) આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિનો મિનિટનો શ્વસનદર જણાવો.
(A) 5 - 10
(B) 10 - 15
(C) 15 – 18
(D) 30 - 40
જવાબ : (C) 15 – 18
(14) આપણે કયા અંગ દ્વારા શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ?
(A) કાન
(B) નાક
(C) ત્વચા
(D) મોં
જવાબ : (B) નાક
(15) શ્વાસ લેતી વખતે પાંસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિ જણાવો.
(A) પાંસળીઓ નીચે તરફ, ઉરોદરપટલ ઉપર તરફ
(B) પાંસળીઓ ઉપર તરફ, ઉરોદરપટલ નીચે તરફ
(C) પાંસળીઓ ઉપર તરફ, ઉરોદરપટલ ઉપર તરફ
(D) પાંસળીઓ નીચે તરફ, ઉરોદરપટલ નીચે તરફ
જવાબ : (B) પાંસળીઓ ઉપર તરફ, ઉરોદરપટલ નીચે તરફ
(16) વંદામાં શ્વસન માટે કયું અંગ આવેલુ છે?
(A) શ્વાસનળી
(B) ફેફસાં
(C) નાક
(D) શ્વસનછિદ્ર
જવાબ : (D) શ્વસનછિદ્ર
(17) કયા પ્રાણીઓ શ્વસન માટે નળીઓનું જાળું ધરાવે છે?
(A) મનુષ્ય
(B) માછલી
(C) તીડ
(D) ઊંટ
જવાબ : (C) તીડ
(18) કીટકોમાં વાતવિનિમય માટે જોવા મળતા નળીઓના જાળને શું કહે છે?
(A) નાસિકા છિદ્ર
(B) શ્વાસનળી
(C) શ્વાસવાહિની
(D) ફેફસાં
જવાબ : (B) શ્વાસનળી
(19) કીટકોનું શ્વસનઅંગ…………છે.
(A) શ્વાસવાહિની
(B) ફેફસાં
(C) શ્વાસનળી
(C) ત્વચા
જવાબ : (C) શ્વાસનળી
(20) માછલી શાના દ્વારા શ્વસન કરે છે?
(A) શ્વસન છિદ્રો
(B) શ્વાસનળી
(C) ત્વચા
(D) ઝાલરો
જવાબ : (D) ઝાલરો
(21) વહેલ અને ડોલ્ફિન જેવી માછલીઓનો કયા વર્ગમાં સમાવેશ થાય છે?
(A) સસ્તન વર્ગ
(B) સરિસૃપ વર્ગ
(C) કીટક વર્ગ
(D) તમામ
જવાબ : (A) સસ્તન વર્ગ
(22) વંદામાં હવા…………દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.
(A) ફેફસા
(B) ઝાલર
(C) શ્વસનછિદ્ર
(D) ત્વચા
જવાબ : (C) શ્વસનછિદ્ર
(23) વનસ્પતિ ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢે છે?
(A) CO2
(B) O2
(C) H₂
(D) N₂
જવાબ : (A) CO2
(24) વનસ્પતિના.........અંગમાં પર્ણરંધ્રો આવેલા હોય છે.
(A) મૂળ
(B) પ્રકાંડ
(C) પર્ણ
(D) પુષ્પ
જવાબ : (C) પર્ણ
(25) પર્ણમાં કઈ રચના દ્વારા વાતવિનિમય થાય છે?
(A) રોમછિદ્ર
(B) મૂળરોમ
(C) શ્વસનછિદ્ર
(D) પર્ણરંધ્ર
જવાબ : (D) પર્ણરંધ્ર
(26) ચૂનાના પાણીમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં…………પદાર્થ બને છે.
(A) કેલ્શિયમ ઓક્સાઈડ
(B) કેલ્શિયમ કાર્બોનેટ
(C) મૅગ્નેશિયમ ઓક્સાઈડ
(D) મૅગ્નેશિયમ ડાયૉક્સાઇડ
જવાબ : (B) કેલ્શિયમ કાર્બોનેટ
(27) કોષનું કાર્ય જણાવો.
(A) પોષણ, પરિવહન
(B) ઉત્સર્જન
(C) પ્રજનન
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(28) હવામાં કેટલા ટકા (%) O2 વાયુ રહેલો છે?
(A) 21%
(B) 0.03%
(C) 78%
(D) 10%
જવાબ : (A) 21%
(29) અજારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના વિઘટનથી કયો એસિડ ઉત્પન્ન થાય છે?
(A) હાઈડ્રોક્લોરિક એસિડ
(B) લેક્ટિક એસિડ
(C) સલ્ફ્યુરિક એસિડ
(D) એકપણ નહિ
જવાબ : (B) લેક્ટિક એસિડ
(30) નીચેનામાંથી કયો કોષીય શ્વસનનો પ્રકાર છે?
(A) જારક શ્વસન
(B) અજારક શ્વસન
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(31) કયા પ્રકારના સજીવ અજારક શ્વસન દર્શાવે છે?
(A) મોલ્ડ
(B) યીસ્ટ
(C) મશરૂમ
(D) પેનિસિલિયમ
જવાબ : (B) યીસ્ટ
(32) O2 ના ઉપયોગથી ગ્લુકોઝનું વિઘટન થઈ શેમાં રૂપાંતર થાય છે?
(A) આલ્કોહોલ + કાર્બન ડાયૉક્સાઇડ + શક્તિ
(B) લેક્ટિક એસિડ + શક્તિ
(C) કાર્બન ડાયૉક્સાઇડ + પાણી + શક્તિ
(D) ગ્લુકોઝ + પાણી
જવાબ : (C) કાર્બન ડાયૉક્સાઇડ + પાણી + શક્તિ
(33) મનુષ્ય કયા સંજોગોમાં અજારક શ્વસન દર્શાવે છે?
(A) ભારે કસરત કરતી વખતે
(B) દોડતી અને સાયકલીંગ કરતી વખતે
(C) ભારે વજન ઊંચકતી વખતે
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(34) કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થાય છે?
(A) સ્ટાર્ચ
(B) ગ્લુકોઝ
(C) આલ્કોહોલ
(D) લેક્ટિક એસિડ
જવાબ : (B) ગ્લુકોઝ
(35) શ્વસન દર એટલે શુ?
(A) એક મિનિટમાં વ્યક્તિએ લીધેલ શ્વાસ
(B) એક મિનિટમાં વ્યક્તિએ કાઢેલ ઉચ્છવાસ
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (C) A અને B બંને
(36) શ્વસનદર શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય?
(A) શ્વાસોચ્છ્વાસની સંખ્યા / મિનિટ
(B) શ્વસન / ક્લાક
(C) ઉચ્છ્વાસ / મિનિટ
(D) અંતર / મિનિટ
જવાબ : (A) શ્વાસોચ્છ્વાસની સંખ્યા / મિનિટ
(37) નાસિકાછિદ્ર દ્વારા પ્રવેશેલ હવા શેમાં જાય છે?
(A) શ્વાસનળી
(B) ફેફસાં
(C) ઉરસગુહા
(D) નાસિકાકોટર
જવાબ : (D) નાસિકાકોટર
(38) આપેલ આકૃતિમાં તીર દર્શાવેલ સ્થાન શું દર્શાવે છે?
(A) કંઠનળી
(B) અન્નનળી
(C) શ્વાસનળી
(D) જલવાહિની
જવાબ : (A) કંઠનળી
(39) વંદાની શરીર રચનામાં બંને બાજુ આવેલા નાનાં-નાનાં છિદ્રોને…………કહે છે.
(A) શ્વાસવાહિની
(B) શ્વસનછિદ્ર
(C) શ્વાસનળી
(D) ફેફસાં
જવાબ : (B) શ્વસનછિદ્ર
(40) અળસિયું..........દ્વારા શ્વસન કરે છે.
(A) ત્વચા
(B) શ્વસનછિદ્ર
(C) શ્વાસનળી
(D) ફેફસાં
જવાબ : (A) ત્વચા
(41) વનસ્પતિ શ્વસનમાં કયો વાયુ લે છે?
(A) ઓક્સિજન
(B) કાર્બન ડાયૉક્સાઇડ
(C) હાઈડ્રોજન
(D) નાઈટ્રોજન
જવાબ : (A) ઓક્સિજન
(42) કઈ માછલીના શ્વસન અંગ ફેફસાં છે?
(A) વહેલ
(B) જેલીફિશ
(C) ડોલ્ફિન
(D) A અને C બંને
જવાબ : (D) A અને C બંને
(43) ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ..........
(A) ઉપર તરફ જાય.
(B) નીચે તરફ જાય છે.
(C) બહાર તરફ જાય છે.
(D) કોઈ હલનચલન નહિ.
જવાબ : (B) નીચે તરફ જાય છે.
(44) સામાન્ય રીતે પર્ણરંધ્રો શામાં જોવા મળે છે?
(A) મનુષ્ય
(B) વંદો
(C) દેડકો
(D) વનસ્પતિ
જવાબ : (D) વનસ્પતિ
(45) વનસ્પતિનાં મૂળ શામાંથી હવાનું શોષણ કરે છે?
(A) પાણી
(B) જમીન
(C) હવા
(D) એકપણ નહિ
જવાબ : (B) જમીન
(46) સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ..........છે.
(A) પેશી
(B) અંગ
(C) અવયવ
(D) કોષ
જવાબ : (D) કોષ
(47) શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર નીકળે છે?
(A) O2
(B) CO2
(C) A અને B બંને
(D) એકપણ નહિ
જવાબ : (B) CO2
(48) કોષમાં રહેલો કયો વાયુ ખોરાકના કણને તોડવામાં મદદ કરે છે?
(A) CO₂
(B) CO
(C) O3
(D) O₂
જવાબ : (D) O₂
(49) કોષીય શ્વસન કયા સજીવમાં જોવા મળે છે ?
(A) મનુષ્ય
(B) વાઘ
(C) વંદો
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(50) ગ્લુકોઝ 02 ના ઉપયોગથી = ……………….+ પાણી + શક્તિ
(A) 0₂
(B) CO₂
(C) લેક્ટિક એસિડ
(D) ગ્લુકોઝ
જવાબ : (B) CO₂
(51) હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ…………………છે.
(A) 0.02%
(B) 0.03%
(C) 0.04%
(D) 0.05%
જવાબ : (C) 0.04%
(52) ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે, કારણ કે તેમાં………નો ભરાવો થાય છે.
(A) કાર્બન ડાયૉક્સાઇડ
(B) લેક્ટિક એસિડ
(C) આલ્કોહોલ
(D) પાણી
જવાબ : (B) લેક્ટિક એસિડ
(53) કયા એકકોષી સજીવનો ઉપયોગ વાઈન અને બીયર બનાવવા થાય છે?
(A) લીલ
(B) યીસ્ટ
(C) અમીબા
(D) પ્રજીવ
જવાબ : (B) યીસ્ટ
(54) ઝડપી ચાલવાથી કે દોડવાથી શ્વસનદરમાં શો ફેરફાર થાય છે?
(A) વધે છે.
(B) ઘટે છે.
(C) અચળ રહે છે.
(D) એકપણ નહિ
જવાબ : (A) વધે છે.
(55) કઈ પ્રક્રિયામાં ઉરોદરપટલ અને છાતીના પિંજરાનું હલનચલન સંકળાયેલું છે?
(A) પાચન
(B) રૂધિરનું વહન
(C) શ્વસન
(D) એકપણ નહિ
જવાબ : (C) શ્વસન
(56) ઉરસગુહા શાના દ્વારા ઘેરાયેલી હોય છે?
(A) સ્નાયુ
(B) ફેફસાં
(C) પાંસળીઓ
(D) હાડપિંજર
જવાબ : (C) પાંસળીઓ
(57) શ્વાસ દરમિયાન પાંસળીઓ અને ઉરોદરપટલનાં હલનચલનથી ઉરસગુહાના અવકાશમાં શો ફેરફાર થાય છે?
(A) ઘટાડો
(B) વધારો
(C) અચળ
(D) કંઈ ફેર પડતો નથી
જવાબ : (B) વધારો
(58) કયા પ્રાણીઓ ઉરસગુહામાં ફેફસાં ધરાવે છે?
(A) વાઘ
(B) સિંહ
(C) મનુષ્ય
(D) તમામ
જવાબ : (D) તમામ
(59) કયા પ્રાણીઓ ત્વચા દ્વારા શ્વસન કરે છે?
(A) દેડકો
(B) અળસિયું
(C) A અને B બંને
(D) માછલી
જવાબ : (C) A અને B બંને
(60) માછલીનું શ્વસન અંગ કયું છે?
(A) ઝાલર
(B) શ્વસનછિદ્રો
(C) ત્વચા
(D) શ્વાસનળી
જવાબ : (A) ઝાલર
(61) વંદો : શ્વસનછિદ્રો :: માછલી : ……………………
(A) શ્વાસનળી
(B) ઝાલર
(C) મીનપક્ષ
(D) ફેફસાં
જવાબ : (B) ઝાલર
(62) ડોલ્ફિન અને વહેલ જેવી માછલીનું શ્વસન અંગ કયું હોય છે?
(A) ઝાલર
(B) ફેફસાં
(C) શ્વસનછિદ્ર
(D) ત્વચા
જવાબ : (B) ફેફસાં
(63) વનસ્પતિના મૂળ શાના દ્વારા હવા લે છે?
(A) પર્ણરંધ્ર
(B) રોમછિદ્ર
(C) મૂળરોમ
(D) શ્વસનછિદ્ર
જવાબ : (B) રોમછિદ્ર
(64) વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રોને શું કહે છે?
(A) પર્ણરંધ્ર
(B) રોમછિદ્ર
(C) મૂળરોમ
(D) શ્વસનછિદ્ર
જવાબ : (A) પર્ણરંધ્ર
(65) નીચેનામાંથી સાચી જોડ કઈ છે?
(1) માછલી : ઝાલરો
(2) દેડકો : શ્વાસનળી
(3) ચીસ્ટ : પર્ણરંદ્ય
(4) અળસિયું : ત્વચા
(A) 1 અને 2
(B) 1 અને 4
(C) 2 અને 3
(D) 3 અને 4
જવાબ : (B) 1 અને 4