Std 7 Science Chapter 4 Mcq Gujarati । ધોરણ 7 વિજ્ઞાન એકમ 4 Mcq

GIRISH BHARADA
Std 7 Science Chapter 4 Mcq Gujarati

ધોરણ : 7

વિષય : વિજ્ઞાન

એકમ : 4. એસિડ, બેઈઝ અને ક્ષાર

MCQ : 35


(1) તમે સંતરું ખાઓ છો ત્યારે ખટાશ અનુભવો છો, તે શાને આભારી છે?

(A) ઍસિડ

(B) બેઈઝ

(C) ક્ષાર

(D) એકપણ નહિ

જવાબ : (A) ઍસિડ


(2) લીંબુનો રસ એ કયા પ્રકારનો પદાર્થ છે?

(A) ઍસિડ

(B) બેઇઝ

(C) તટસ્થ

(D) ક્ષાર

જવાબ : (A) ઍસિડ


(3) ઍસિડ શબ્દ એસિયર પરથી ઉતરી આવ્યો છે, તો એસિયર કઈ ભાષાનો શબ્દ છે?

(A) ગ્રીક

(B) લેટિન

(C) ઇટાલીક

(D) અંગ્રેજી

જવાબ : (B) લેટિન


(4) નીચેનાં પૈકી કયું જોડકું ઍસિડ-બેઇઝનું નથી?

(A) કેરીનો રસ, ખાવાના સોડા

(B) લીંબુનો રસ, મિલ્ક ઓફ મેગ્નેશિયા

(C) આંમળાં, મીઠું

(D) આંબલી, ભીંજવેલો ચૂનો

જવાબ : (C) આંમળાં, મીઠું


(5) બેઇઝ સ્વાદે કેવા હોય છે?

(A) ખારા

(B) ખાટા

(C) તૂરા

(D) એકપણ નહિ

જવાબ : (C) તૂરા


(6) કોઇ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે પરીક્ષણ કરવા માટે વપરાતા પદાર્થને કયાં નામે ઓળખવામાં આવે છે?

(A) બેઇઝ

(B) ઍસિડ

(C) સૂચક

(D) અભિરંજક

જવાબ : (C) સૂચક


(7) ટાર્ટરિક ઍસિડ નીચેનામાંથી શામાં જોવા મળે છે?

(A) દ્રાક્ષ

(B) પાલક

(C) નારંગી

(D) લીંબુ

જવાબ : (A) દ્રાક્ષ


(8) નીચેનામાંથી ખોટાં જોડકાની પસંદગી કરો.

(A) એસિટિક ઍસિડ = વિનેગર

(B) લેકિટક ઍસિડ = દહીંમાં

(C) એસિટિક ઍસિડ = લીંબુ

(D) એસ્કોર્બિક ઍસિડ = આંમળાં

જવાબ : (C) એસિટિક ઍસિડ = લીંબુ


(9) તમારા શિક્ષક તમને ઍસિડ બેઇઝ પરીક્ષણ માટે કુદરતી સૂચકોનો જ ઉપયોગ કરવાનું કહે છે તો તમે શાની પસંદગી કરશો?

(A) લિટમસ

(B) હળદર

(C) ફિનોલ્ફથેલિન

(D) A અને B બંને

જવાબ : (D) A અને B બંને


(10) જો તમે ઍસિડનો લિટમસ ટેસ્ટ કરી રહ્યા છો તો તમને ક્યું રંગ પરિવર્તન જોવા મળશે?

(A) ભૂરું લિટમસ લાલ બને છે.

(B) લાલ લિટમસ ભૂરું બને છે.

(C) લાલ લિટમસ લીલું બને છે.

(D) ભૂરું લિટમસ લીલું બને છે.

જવાબ : (A) ભૂરું લિટમસ લાલ બને છે.


(11) HCL + ……………….. -> NaCl + H2O

(A) એમોનિયમ ક્લોરાઇડ (NH4Cl)

(B) સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH)

(C) સોડિયમ કાર્બોનેટ (Na2Co3)

(D) એમોનિયમ હાડ્રોક્સાઇડ (NH4OH)

જવાબ : (B) સોડિયમ હાઇડ્રોક્સાઇડ (NaOH)


(12) નીચેનામાંથી કયો વાયુ એસિડિક છે?

(A) કાર્બન ડાયોક્સાઇડ

(B) સલ્ફર ડાયોક્સાઇડ

(C) નાઇટ્રોજન ડાયોક્સાઇડ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(13) કાજલને કીડી કરડે છે તો તે રાહત મેળવવા ચામડી પર નીચેનામાંથી કયો પદાર્થ લગાવશે?

(A) સોડિયમ ક્લોરાઇડ

(B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

(C) કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ

(D) મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ

જવાબ : (B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ


(14) જઠરમાં જયારે ઍસિડની માત્રા વધી જાય છે ત્યારે તેનું તટસ્થીકરણ કરવા કયો પદાર્થ વાપરવો જોઇએ?

(A) મિલ્ક ઓફ મેગ્નેશિયા

(B) હાઇડ્રોક્લોરિક ઍસિડ

(C) ઝિંક કાર્બોનેટ

(D) ધોવાના સોડા

જવાબ : (A) મિલ્ક ઓફ મેગ્નેશિયા


(15) નીચેનામાંથી અસત્ય વિધાન જણાવો.

(A) DNA: ડી-ઓક્સિ રિબોન્યૂક્લિઈક ઍસિડ

(B) પ્રોટિન : એમિનો ઍસિડ

(C) ચરબી : ફેટિ ઍસિડ

(D) કાર્બોદિત : ન્યૂક્લિઈક ઍસિડ

જવાબ : (D) કાર્બોદિત : ન્યૂક્લિઈક ઍસિડ


(16) ઍસિડ + બેઈઝ -> ……………. + પાણી

(A) ઍસિડ

(B) બેઇઝ

(C) ક્ષાર

(D) એકપણ નહી

જવાબ : (C) ક્ષાર


(17) નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે?

(A) ધોવાના સોડાનું દ્રાવણ

(B) બેકિંગ સોડાનું દ્રાવણ

(C) આંમલીનું દ્રાવણ

(D) ખાંડનું દ્રાવણ

જવાબ : (D) ખાંડનું દ્રાવણ


(18) નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે?

(A) ભીંજવેલો ચૂનો

(B) બેકિંગ સોડાનું દ્રાવણ

(C) વિનેગરનું દ્રાવણ

(D) મીઠાનું દ્રાવણ

જવાબ : (D) મીઠાનું દ્રાવણ


(19) ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે?

(A) બેઇઝ

(B) ઍસિડ

(C) ક્ષાર

(D) તટસ્થ

જવાબ : (D) તટસ્થ


(20) તટસ્થીકરણ પ્રક્રિયામાં વપરાતા ફીનોલ્ફથેલિનનાં દ્રાવણનું કાર્ય શું છે?

(A) ઍસિડ તરીકે

(B) બેઈઝ તરીકે

(C) ક્ષાર તરીકે

(D) તટસ્થ તરીકે

જવાબ : (D) તટસ્થ તરીકે


(21) ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે?

(A) સોડિયમ કાર્બોનેટ

(B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ

(C) સોડિયમ ક્લોરાઇડ

(D) સોડિયમ હાઇડ્રોક્સાઇડ

જવાબ : (B) સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ


(22) રાધા જાસૂદના ફૂલનો સૂચક તરીકે ઉપયોગ કરે છે તો ઍસિડ સાથે કયો રંગ આપશે?

(A) લાલ

(B) પીળો

(C) મેજેન્ટા

(D) લીલો

જવાબ : (C) મેજેન્ટા


(23) નીચેના પૈકી પ્રતિઍસિડ (એન્ટાસિડ) પદાર્થ કયો છે?

(A) લીંબુનો રસ

(B) મીઠું

(C) મિલ્ક ઓફ મેગ્નેશિયા

(D) દહીં

જવાબ : (C) મિલ્ક ઓફ મેગ્નેશિયા


(24) નીચેનામાંથી કયો ઍસિડ પ્રયોગશાળામાં વપરાય છે?

(A) નાઇટ્રિક ઍસિડ

(B) હાઇડ્રોક્લોરિક ઍસિડ

(C) એસિટિક ઍસિડ

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(25) નીચેનામાંથી ક્યુ વિધાન સત્ય છે?

(A) મિલ્ક ઓફ મેગ્નેશિયા બેઈઝ છે.

(B) લિટમસ લાઇકેન નામની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.

(C) એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કળીચૂનો ઉમેરવામાં આવે છે.

(D) આપેલ તમામ

જવાબ : (D) આપેલ તમામ


(26) કપડાં પર પડેલ હળદરના ડાઘને સાબુ વડે સાફ કરતાં કેવા રંગનો થશે?

(A) પીળા

(B) લાલ

(C) ગુલાબી

(D) વાદળી

જવાબ : (B) લાલ


(27) સોડિયમ કાર્બોનેટ નીચેના પૈકી કોનું રાસાયણિક નામ છે?

(A) ખાવાના સોડા

(B) ધોવાના સોડા

(C) કળીચૂનો

(D) એકપણ નહિ

જવાબ : (B) ધોવાના સોડા


(28) નીચેના પૈકી કયા દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર લાલ બનશે?

(A) મીઠાનું દ્રાવણ

(B) સરકો

(C) સાબુનું દ્રાવણ

(D) ડિટરજન્ટનું પાણી

જવાબ : (B) સરકો


(29) નીચેના પૈકી કયા દ્રાવણમાં લાલ લિટમસપત્ર ભૂરું બનશે?

(A) સોડા વોટર

(B) ખાંડનું દ્રાવણ

(C) શેમ્પૂ

(D) ડિટરજન્ટનું પાણી

જવાબ : (D) ડિટરજન્ટનું પાણી


(30) નીચેના પૈકી કયો ક્ષાર છે પરંતુ તેનું દ્રાવણ તટસ્થ નથી?

(A) બેકિંગ સોડા

(B) મીઠું

(C) ખાંડ

(D) આમલી

જવાબ : (A) બેકિંગ સોડા


(31) પ્રિયાને જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે તો તે રાહત મેળવવા નીચેનામાંથી કયો પદાર્થ લે છે?

(A) ખાવાના સોડા

(B) કોસ્ટિક સોડા

(C) મીઠું

(D) ફિનોલ્ફથેલીન

જવાબ : (A) ખાવાના સોડા


(32) જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બેઈઝમાં કયો રંગ આપે છે?

(A) ગુલાબી

(B) લાલ

(C) વાદળી

(D) લીલો

જવાબ : (D) લીલો


(33) તટસ્થીકરણની પ્રક્રિયાના અંતે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થશે નહિ?

(A) પાણી

(B) ઉષ્મા

(C) સ્ટાર્ચ

(D) ક્ષાર

જવાબ : (C) સ્ટાર્ચ


(34) દૂધ એ નીચેના પૈકી કેવો પદાર્થ છે?

(A) એસિડીક

(B) બેઝિક

(C) ક્ષાર

(D) તટસ્થ

જવાબ : (A) એસિડીક


(35) હળદરપત્ર દ્વારા નીચેના પૈકી કેવા પ્રકારના પદાર્થનું સચોટ પરીક્ષણ થઈ શકશે?

(A) બેઝિક

(B) એસિડિક

(C) ક્ષાર

(D) તટસ્થ

જવાબ : (A) બેઝિક