ધોરણ : 6
વિષય : સામાજિક વિજ્ઞાન
એકમ : 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
સત્ર : પ્રથમ
(1) આદિમાનવો એટલે..........
(A) ભટકતું જીવન જીવતા માનવીઓ.
(B) શિકાર કરીને જીવન જીવતા માનવીઓ.
(C) ખૂબ જ જૂના સમયના માનવીઓ.
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(2) માનવીની કઈ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકઠું કરવું) કહેવામાં આવે છે?
(A) આદિમાનવની અવસ્થાને
(B) સ્થાયી માનવીની અવસ્થાને
(C) સિંધુખીણના માનવીની અવસ્થાને
(D) વૈદિકયુગના માનવીની અવસ્થાને
જવાબ : (A) આદિમાનવની અવસ્થાને
(3) આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી?
(A) પ્રાણી અને પક્ષીઓનાં માંસ
(B) કંદમૂળ
(C) ફળો
(D) અનાજ
જવાબ : (D) અનાજ
(4) આદિમાનવો કયાં પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા?
(A) વાઘ અને સિંહ
(B) હાથી અને ગેંડા
(C) હરણ અને ઘેટાં-બકરાં
(D) ડાયનાસોર અને ગેંડા
જવાબ : (C) હરણ અને ઘેટાં-બકરાં
(5) ભારતમાં આદિમાનવોનાં વસવાટનાં સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય?
(A) અમલદારો
(B) પુરાતત્ત્વશાસ્ત્રીઓ
(C) નૃવંશશાસ્ત્રીઓ
(D) ઇતિહાસકારો
જવાબ : (A) અમલદારો
(6) શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે?
(A) લોહયુગ
(B) પાષાણયુગ
(C) તામ્રયુગ
(D) આદિયુગ
જવાબ : (B) પાષાણયુગ
(7) આદિમાનવ કઈ ટેકનોલૉજી સાથે સંકળાયેલો હતો?
(A) ઇલેક્ટ્રિક
(B) યાંત્રિક
(C) લોખંડની
(D) પથ્થરની
જવાબ : (D) પથ્થરની
(8) મધ્ય પ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે?
(A) ઇનામગામ
(B) ભીમબેટકા
(C) બુર્જહોમ
(D) લાંઘણજ
જવાબ : (B) ભીમબેટકા
(9) ‘આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો.' તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?
(A) વનસ્પતિ કાપવા માટે
(B) પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે
(C) પ્રાણીઓનાં ચામડાનો શરીરને ઢાંકવા માટે
(D) ઘરના સુશોભન માટે
જવાબ : (D) ઘરના સુશોભન માટે
(10) વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો?
(A) પ્રાકૃતિક ગુફામાં
(B) બહુમાળી મકાનમાં
(C) સિમેન્ટના મકાનમાં
(D) માટીનાં છાપરાંમાં
જવાબ : (A) પ્રાકૃતિક ગુફામાં
(11) આદિમાનવો અગ્નિથી પરિચિત હશે! એવું કયા અવશેષોના આધારે કહી શકાય?
(A) અગ્નિનાં ચિત્રોના આધારે
(B) રાખના અવશેષોના આધારે
(C) હાડકાંના અવશેષોના આધારે
(D) પથ્થરના હથિયારોના અવશેષોના આધારે
જવાબ : (B) રાખના અવશેષોના આધારે
(12) દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે?
(A) કુર્નૂલ
(B) બુર્જહોમ
(C) હલ્લુર
(D) ભીમબેટકા
જવાબ : (A) કુર્નૂલ
(13) કેટલાં વર્ષ પહેલાં આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો?
(A) 10,000 વર્ષ
(B) 11,000 વર્ષ
(C) 12,000 વર્ષ
(D) 15,000 વર્ષ
જવાબ : (B) 11,000 વર્ષ
(14) આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી?
(A) ચક્ર(પૈડું)ની
(B) દૂરબીનની
(C) સ્ટીમરની
(D) ખેતીની
જવાબ : (A) ચક્ર(પૈડું)ની
(15) માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવાં રહેઠાણોમાં રહેતો હતો?
(A) પથ્થરની ગુફામાં
(B) ધાબાવાળાં મકાનમાં
(C) તંબૂમાં
(D) ગારા-માટી અને ઘાસનાં મકાનમાં
જવાબ : (D) ગારા-માટી અને ઘાસનાં મકાનમાં
(16) માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો?
(A) બળદ
(B) હાથી
(C) કૂતરો
(D) ગાય
જવાબ : (C) કૂતરો
(17) શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયો?
(A) માટીકામ
(B) વણાટકામ
(C) પશુપાલન
(D) ગૂંથણકામ
જવાબ : (C) પશુપાલન
(18) કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા?
(A) ખેતી અને પશુપાલન
(B) શિકારી અને ચોકીદારી
(C) વળાવીયા અને રખેવાળી
(D) સવારી અને ખલાસી
જવાબ : (A) ખેતી અને પશુપાલન
(19) સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલાં વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય?
(A) ખોરાક
(B) પોશાક
(C) રહેઠાણ
(D) શિક્ષણ
જવાબ : (D) શિક્ષણ
(20) પથ્થરમાંથી બનાવેલાં ખેતીનાં ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી?
(A) ખૂરપી
(B) હળ
(C) છીણી
(D) દાતરડું
જવાબ : (B) હળ
(21) મેહરગઢ હાલ ક્યાં આવેલું છે?
(A) ભારતમાં
(B) પાકિસ્તાનમાં
(C) અફઘાનિસ્તાનમાં
(D) નેપાલમાં
જવાબ : (B) પાકિસ્તાનમાં
(22) મેહરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે?
(A) માનવવસાહત અને ગેંડાના
(B) ભેંસ, બળદ અને ઓજારોના
(C) ઘઉં, જવ, ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના
(D) ચોખા અને પ્રાણીઓનાં હાડકાંના
જવાબ : (C) ઘઉં, જવ, ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારોના
(23) બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે?
(A) ચિરાંદથી
(B) બુર્જહોમથી
(C) કોલ્ડિહવાથી
(D) મહાગઢથી
જવાબ : (A) ચિરાંદથી
(24) પુરાતત્ત્વશાસ્ત્રીએ શોધેલા પાષાણ યુગનાં પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી?
(A) બુર્જહોમ
(B) ધોળાવીરા
(C) મેહરગઢ
(D) લાંઘણજ
જવાબ : (B) ધોળાવીરા
(25) પુરાતન સ્થળેથી મળી આવેલાં પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો કયા કાર્યમાં વપરાતાં હશે?
(A) ગૃહશોભામાં
(B) પૂજા માટે
(C) કૃષિકાર્ય માટે
(D) આપેલ પૈકી એક પણ નહિ
જવાબ : (C) કૃષિકાર્ય માટે
(26) ઇનામગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
(A) ગુજરાતમાં
(B) મહારાષ્ટ્રમાં
(C) બિહારમાં
(D) રાજસ્થાનમાં
જવાબ : (B) મહારાષ્ટ્રમાં
(27) ઇનામગામમાં કેવા આકારનાં ઘર મળી આવ્યાં છે?
(A) ત્રિકોણ
(B) ચોરસ
(C) લંબચોરસ
(D) ગોળ
જવાબ : (D) ગોળ
(28) નીચે આપેલું ચિત્ર કયા પુરાતન સ્થળનું છે?
(A) ભીમબેટકા (મધ્યપ્રદેશ)નું
(B) હુંસ્ગી(કર્ણાટક)નું
(C) કુર્નૂલ(સીમ્રાંધા)નું
(D) મેહરગઢ(પાકિસ્તાન)નું
જવાબ : (A) ભીમબેટકા (મધ્યપ્રદેશ)નું
(29) નર્મદા નદી કઈ પર્વતમાળામાંથી પસાર થાય છે?
(A) હિમાલયની પર્વતમાળામાંથી
(B) સુલેમાન પર્વતમાળામાંથી
(C) વિંધ્ય પર્વતમાળામાંથી
(D) અરવલ્લી પર્વતમાળામાંથી
જવાબ : (C) વિંધ્ય પર્વતમાળામાંથી
(30) નીચે આપેલ પુરાતન સ્થળ અને તેમાંથી મળી આવેલા અવશેષોનું કયું જોડકું ખોટું છે?
(A) મેહરગઢ – ઘઉં-જવની ખેતી
(B) ધોળાવીરા – રાખના અવશેષો
(C) ઇનામગામ - બાળકોના મૃતદેહોના અવશેષો
(D) લાંઘણજ – માનવવસાહત અને ગેંડો
જવાબ : (B) ધોળાવીરા – રાખના અવશેષો
(31) પુરાતત્ત્વવિદોને મળેલા અવશેષોમાં કઈ વસ્તુ નહોતી?
(A) અનાજના દાણા
(B) પશુઓનાં હાડકાં
(C) રમકડાં
(D) ખેતીનાં ઓજારો
જવાબ : (C) રમકડાં
(32) ઘાસનાં ક્ષેત્રો ઊભાં થવાથી કયાં પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો?
(A) હિંસક પ્રાણીઓ
(B) મહાકાય પ્રાણીઓ
(C) તૃણાહારી પ્રાણીઓ
(D) જળચર પ્રાણીઓ
જવાબ : (C) તૃણાહારી પ્રાણીઓ
(33) આદિમાનવના સ્થાયી જીવન માટે નીચેનામાંથી કઈ બાબત જવાબદાર નથી?
(A) ખેતીની શરૂઆત થવાથી.
(B) પશુઓ સાથે સમાયોજન શરૂ થવાથી.
(C) ગારા-માટી અને ઘાસનાં રહેઠાણો ઊભાં થવાથી.
(D) એક જગ્યાએ ગૃહઉદ્યોગો શરૂ કરવાથી.
જવાબ : (D) એક જગ્યાએ ગૃહઉદ્યોગો શરૂ કરવાથી.
(34) નીચેના પૈકી કયું સ્થળ પાષાણકાલીન માનવ-વસાહતનું નથી?
(A) ભીમબેટકા
(B) ઉજ્જૈન
(C) ઇનામગામ
(D) મહાગઢા
જવાબ : (B) ઉજ્જૈન
(35) ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી?
(A) ગુફાએ આદિમાનવના રહેઠાણ માટેનું સ્થળ હતું.
(B) આદિમાનવોએ ગુફાઓમાં ભીંતચિત્રો દોર્યા હતાં.
(C) આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડનાં ઓજારો બનાવતો હતો.
(D) કુર્નૂલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા હતા.
જવાબ : (C) આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડનાં ઓજારો બનાવતો હતો.
(36) નીચે આપેલ કઈ જોડ સાચી છે?
(A) મહાગઢ - ચોખા
(B) બુર્જહોમ – મસૂર
(C) મેહરગઢ – ઘઉં
(D) આપેલ ત્રણેય
જવાબ : (D) આપેલ ત્રણેય
(37) આદિમાનવોનું જીવન કેવું હતું?
(A) ભટકતું જીવન
(B) સ્થાયી જીવન
(C) નગર વસાહતનું જીવન
(D) ગ્રામીણ વસાહતનું જીવન
જવાબ : (A) ભટકતું જીવન
(38) આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા?
(A) બંદૂક
(B) પથ્થરનાં હથિયારો
(C) હાડકાંનાં હથિયારો
(D) લાકડાંનાં હથિયારો
જવાબ : (A) બંદૂક
(39) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?
(A) મધ્યપ્રદેશમાં
(B) ગુજરાતમાં
(C) બિહારમાં
(D) ઉત્તર પ્રદેશમાં
જવાબ : (A) મધ્યપ્રદેશમાં
(40) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી?
(A) કૃષિ
(B) પશુપાલન
(C) અનાજસંગ્રહ
(D) ઉદ્યોગ
જવાબ : (D) ઉદ્યોગ