ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 7. ગતિ અને અંતરનું માપન
MCQ : 50
(1) ૧૯ મી સદીની શરૂઆત સુધી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા?
(A) પશુશકિત
(B) વરાળયંત્ર
(C) મોટરકાર
(D) બસ
જવાબ : (A) પશુશકિત
(2) માપન માટેની આંતરરાષ્ટ્રીય પ્રણાલીને ટૂંકમાં શું કહે છે?
(A) IS એકમ
(B) SI એકમ
(C) SL એકમ
(D) LS એકમ
જવાબ : (B) SI એકમ
(3) કઇ શોધને કારણે વાહન વ્યવહારમાં ક્રાન્તિ આવી?
(A) ગાડું
(B) પૈડું
(C) બસ
(D) લાકડું
જવાબ : (B) પૈડું
(4) જમીન પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થઇ શકતો નથી?
(A) બસ
(B) ટ્રેન
(C) સ્કૂટર
(D) બોટ
જવાબ : (D) બોટ
(5) કઇ શોધ 20 મી સદીની શોધ નથી?
(A) વિમાન
(B) ઇલેક્ટ્રિક ટ્રેન
(C) મોનો રેલ
(D) માલગાડી
જવાબ : (D) માલગાડી
(6) હવામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં આવતાં સાધનો ક્યાં છે?
(A) વિમાન
(B) હેલિકોપ્ટર
(C) અવકાશયાન
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(7) પાણીમાં પરિવહન કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી?
(A) આગબોટ
(B) હોડી
(C) વહાણ
(D) વિમાન
જવાબ : (D) વિમાન
(8) નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
(A) દરેક વ્યક્તિના હાથની વેંતની લંબાઇ અલગ અલગ હોય છે.
(B) દરેક વ્યક્તિના પગલાંની લંબાઇ અલગ અલગ હોય છે.
(C) વિધાન A અને B બંને સાચાં છે.
(D) એકપણ નહિ
જવાબ : (C) વિધાન A અને B બંને સાચાં છે.
(9) ઇ.સ. 1790 માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી તેને કઇ પદ્ધતિ કહે છે?
(A) મેટ્રિક પદ્ધતિ
(B) ક્યુબિક પદ્ધતિ
(C) ઇલેકટ્રોનિક પદ્ધતિ
(D) યુનિટ પદ્ધતિ
જવાબ : (A) મેટ્રિક પદ્ધતિ
(10) સુપરસોનિક વિમાન એટલે શું?
(A) અવાજની ઝડપ કરતાં વધુ ધુ ઝડપે ઊડતું વિમાન
(B) અવાજની ઝડપ કરતાં ઓછી ઝડપે ઊડતું વિમાન
(C) વાદળ કરતાં વધુ ઊંચાઇએ ઊડતું વિમાન
(D) વાદળ કરતાં ઓછી ઊંચાઇએ ઊડતું વિમાન
જવાબ : (A) અવાજની ઝડપ કરતાં વધુ ધુ ઝડપે ઊડતું વિમાન
(11) નીચેનામાંથી ક્યું વિધાન અંતર સાથે સંબંધિત નથી?
(A) તમારી શાળા ઘરથી કેટલી દૂર છે.
(B) તમારો વર્ગખંડ શાળાની ઓફિસથી કેટલો દૂર છે.
(C) તમારી શાળામાં કેટલાં વૃક્ષ છે.
(D) આપેલ તમામ
જવાબ : (C) તમારી શાળામાં કેટલાં વૃક્ષ છે.
(12) કઇ શોધ થયા પછી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?
(A) વિમાન
(B) હેલિકોપ્ટર
(C) અવકાશયાન
(D) આપેલ તમામ
જવાબ : (C) અવકાશયાન
(13) નીચેના પૈકી લંબાઇનો સૌથી મોટો એકમ ક્યો છે?
(A) કિમી
(B) મીટર
(C) સેમી
(D) મિમી
જવાબ : (A) કિમી
(14) નીચેના પૈકી લંબાઇનો સૌથી નાનો એકમ ક્યો છે?
(A) કિમી
(B) મીટર
(C) સેમી
(D) મિમી
જવાબ : (D) મિમી
(15) 10 મીટર =............. સેમી થાય.
(A) 10
(B) 1000
(C) 1
(D) 100
જવાબ : (B) 1000
(16) લંબાઇ માપવા નીચેનામાંથી ક્યા સાધનનો ઉપયોગ થાય છે?
(A) માપપટ્ટી
(B) માપિયાં
(C) વજનિયાં
(D) તોલા
જવાબ : (A) માપપટ્ટી
(17) દરજીના સિલાઇ મશીનમાં રહેલી સોયની ગતિ એ કયા પ્રકારની ગતિ છે?
(A) વર્તુળાકાર ગતિ
(B) સુરેખ ગતિ
(C) આવર્તગતિ
(D) વક્રગતિ
જવાબ : (C) આવર્તગતિ
(18) નીચેનામાંથી લંબાઇ માપવાનો સાચો એકમ ક્યો છે?
(A) હાથ
(B) વેંત
(C) આંગળી
(D) મીટર
જવાબ : (D) મીટર
(19) નીચેનામાંથી ક્યો એકમ લંબાઇ માપનનો ચોક્કસ એકમ નથી?
(A) હાથ
(B) મીટર
(C) કિલોમીટર
(D) આપેલ તમામ
જવાબ : (A) હાથ
(20) અમદાવાદ શહેર અને બરોડા શહેર વચ્ચેનું અંતર માપવા ક્યા એકમનો ઉપયોગ કરી શકાય?
(A) મીટર
(B) સેમી
(C) કિલોમીટર
(D) મિમી
જવાબ : (C) કિલોમીટર
(21) મોટા અંતરો માપવા માટે ક્યા એકમનો ઉપયોગ થાય છે ?
(A) મીટર
(B) કિલોમીટર
(C) A અને B બંને
(D) આપેલ તમામ
જવાબ : (B) કિલોમીટર
(22) નીચે દર્શાવેલ આકૃતિમાં પેન્સિલનું સાચું માપ ક્યું છે?
(A) 3.5 સેમી
(B) 2.5 સેમી
(C) 4.5 સેમી
(D) 3 સેમી
જવાબ : (D) 3 સેમી
(23) માપપટ્ટીની જાડાઇ ક્યા એકમમાં માપી શકાય?
(A) કિલોમીટર
(B) મીટર
(C) સેન્ટિમીટર
(D) મિલિમીટર
જવાબ : (D) મિલિમીટર
(24) નીચેનામાંથી શું સાચું છે?
(A) 1000mm = 1cm
(B) 10mm = 1m
(C) 100cm = 1m
(D) 100m = 1km
જવાબ : (C) 100cm = 1m
(25) ટેબલની લંબાઇનું ચોક્કસ માપન કરવા શાનો ઉપયોગ કરી શકાય?
(A) હાથની વેંત
(B) માપપટ્ટી
(C) દોરી
(D) આપેલ તમામ
જવાબ : (B) માપપટ્ટી
(26) તમારા વર્ગખંડનું ચોક્કસ માપન કરવા માપનના ક્યા એકમનો ઉપયોગ કરશો?
(A) મિલીમીટર
(B) સેમી
(C) મીટર
(D) કિલોમીટર
જવાબ : (C) મીટર
(27) પ્રાચીન સમયમાં અંતર માપવા માટે શાનો ઉપયોગ થતો હતો?
(A) હાથની વેંત
(B) આંગળી
(C) પગલાં
(D) આપેલ તમામ
જવાબ : (D) આપેલ તમામ
(28) સેન્ટીમીટર કરતાં નાનો એકમ ક્યો છે?
(A) મિલીમીટર
(B) મીટર
(C) A અને B બંને
(D) આપેલ તમામ
જવાબ : (A) મિલીમીટર
(29) એક વ્યક્તિની ઊંચાઇ 1.72 મીટર છે, તો તેની ઊંચાઇ સેમીમાં કેટલી થાય ?
(A) 17.2 સેમી
(B) 172 સેમી
(C) 1720 સેમી
(D) 1.72 સેમી
જવાબ : (B) 172 સેમી
(30) તમારા ઘરથી તમારા મિત્રનું ઘર 2.1 કિમી પર છે, જો તમારા ઘરથી શાળા વચ્ચેનું અંતર 4.5 કિમી હોય તો, તમારા મિત્રનું ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું થાય ?
(A) 2 કિમી
(B) 2.3 કિમી
(C) 2.4 કિમી
(D) 2.5 કિમી
જવાબ : (C) 2.4 કિમી
(31) 9250 મીટર =…………… કિલોમીટર
(A) 9.250 કિમી
(B) 92.50 કિમી
(C) 925 કિમી
(D) 9250 કિમી
જવાબ : (A) 9.250 કિમી
(32) એક ફ્લેટની ઊંચાઇ 75 મીટર છે, તો ફ્લેટની ઊંચાઇ સેમીમાં કેટલી થાય?
(A) 750 સેમી
(B) 7500 સેમી
(C) 7.5 સેમી
(D) 0.75 સેમી
જવાબ : (B) 7500 સેમી
(33) બે શહેરો વચ્ચેનું અંતર 21 કિમી છે, તેને મીટરમાં ફેરવતાં કેટલું અંતર થાય?
(A) 210 મીટર
(B) 2100 મીટર
(C) 21000 મીટર
(D) એકપણ નહિ
જવાબ : (C) 21000 મીટર
(34) બંદૂકમાંથી છૂટેલી ગોળીની ગતિ એ ગતિનો ક્યો પ્રકાર છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) આવર્ત ગતિ
(D) વક્ર ગતિ
જવાબ : (A) સુરેખ ગતિ
(35) હિંચકો ખાતાં બાળકની ગતિ કઇ ગતિ છે?
(A) વર્તુળાકાર ગતિ
(B) આવર્ત ગતિ
(C) સુરેખ ગતિ
(D) આપેલ તમામ
જવાબ : (B) આવર્ત ગતિ
(36) સીધી રેખામાં થતી ગતિને કેવી ગતિ કહે છે?
(A) વક્ર ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) આવર્ત ગતિ
(D) સુરેખ ગતિ
જવાબ : (D) સુરેખ ગતિ
(37) કોઇ નિશ્ચિત સમયના અંતરાલ પર પુનરાવર્તિત થતી ગતિને કઇ ગતિ કહે છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્રગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (D) આવર્ત ગતિ
(38) સાઇકલના પૈડાની ગતિ કેવી ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (B) વર્તુળાકાર ગતિ
(39) નીચેનામાંથી શું ગતિશીલ છે?
(A) વૃક્ષ
(B) ટેબલ
(C) ઘર
(D) ઉડતી ચકલી
જવાબ : (D) ઉડતી ચકલી
(40) ઊડતાં પતંગિયાના પાંખની ગતિએ ગતિનો ક્યો પ્રકાર છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (D) આવર્ત ગતિ
(41) મુક્ત પતન કરતો પથ્થર એ ગતિનો ક્યો પ્રકાર છે?
(A) વર્તુળાકાર ગતિ
(B) વક્ર ગતિ
(C) સુરેખ ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (C) સુરેખ ગતિ
(42) ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ કેવી ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (D) આવર્ત ગતિ
(43) વૃક્ષ પરથી નીચે પડતા ફળની ગતિ કઇ ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (A) સુરેખ ગતિ
(44) ઘડિયાળના કાંટાનું ફરવું એ કઇ ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (B) વર્તુળાકાર ગતિ
(45) ધોરણ 6 ના દરેક બાળકના હાથની લંબાઇ કેટલી હશે?
(A) સમાન
(B) અસમાન
(C) પગના પંજા જેટલી
(D) A અને C બંને
જવાબ : (B) અસમાન
(46) પ્રકાશના કિરણોની ગતિ......... ગતિ છે.
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) વક્ર ગતિ
(D) આવર્ત ગતિ
જવાબ : (A) સુરેખ ગતિ
(47) નીચેનામાંથી ક્યું ઉદાહરણ વર્તુળાકાર ગતિનું છે?
(A) ઘડિયાળના લોલકની ગતિ
(B) સ્કૂટરના પૈડાની ગતિ
(C) ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ
(D) ઊડતાં પતંગિયાના પાંખની ગતિ
જવાબ : (B) સ્કૂટરના પૈડાની ગતિ
(48) ગિટાર વગાડતા તારની ગતિ કઇ ગતિ છે?
(A) સુરેખ ગતિ
(B) વર્તુળાકાર ગતિ
(C) આવર્ત ગતિ
(D) વક્ર ગતિ
જવાબ : (C) આવર્ત ગતિ
(49) નીચેનામાંથી ક્યું ઉદાહરણ આવર્ત ગતિનું નથી?
(A) ઘડિયાળના લોલકની ગતિ
(B) ફરતા ભમરડાની ગતિ
(C) ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ
(D) ગિટાર વગાડતા તારની ગતિ
જવાબ : (B) ફરતા ભમરડાની ગતિ
(50) વર્તુળાકાર ગતિમાં ગતિ કરતી વસ્તુનું કોઇ નિયત બિંદુથી અંતર કેવું હોય છે?
(A) અસમાન
(B) સમાન
(C) ચોક્કસ કહી શકાય નહિ
(D) એકપણ નહિ
જવાબ : (B) સમાન