ધોરણ : 6
વિષય : વિજ્ઞાન
એકમ : 5. શરીરનું હલનચલન
MCQ : 35
(1) દોરડું કૂદતી મોનિકાના હાથની ગતિ સાથે કયો સાંધો સંકળાયેલો છે?
(A) મિજાગરા સાંધો
(B) ઊખળી સાંધો
(C) ખલ-દસ્તા સાંધો
(D) અચળ સાંધો
જવાબ : (C) ખલ-દસ્તા સાંધો
(2) આપણે ઉપર-નીચે, ડાબી-જમણી બાજુએ સરળતાથી જોઈ શકીએ છીએ તો આ ક્રિયામાં કયા પ્રકારનો સાંધો સંકળાયેલો છે?
(A) મિજાગરા સાંધો
(B) ઊખળી સાંધો
(C) ખલ-દસ્તા સાંધો
(D) અચળ સાંધો
જવાબ : (B) ઊખળી સાંધો
(૩) ઉઠક-બેઠક કરતી વખતે તમારા શરીરના કયા સાંધાનો સૌથી વધુ ઉપયોગ થતો હશે?
(A) મિજાગરા સાંધો
(B) ઊખળી સાંધો
(C) ખલ-દસ્તા સાંધો
(D) અચળ સાંધો
જવાબ : (A) મિજાગરા સાંધો
(4) શરીરનાં બધા હાડકાં જોડાઈને સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે. આ માળખાને………….કહે છે.
(A) સાંધાઓ
(B) સ્નાયુઓ
(C) કંકાલ
(D) કૂર્ચા
જવાબ : (C) કંકાલ
(5) હૃદય અને ફેફસાં જેવા નાજુક અવયવોનું રક્ષણ શેમાં થાય છે?
(A) ખોપરી
(B) સ્કંધાસ્થિ
(C) પાંસળીપિંજર
(D) નિતંબાસ્થિ
જવાબ : (C) પાંસળીપિંજર
(6) અળસિયું માટીમાં કઈ રીતે ચાલે છે?
(A) પેટે સરકીને
(B) શરીર પરના વજ્રકેશો દ્વારા
(C) ઉપાંગો દ્વારા
(D) સ્નાયુલ પગ દ્વારા
જવાબ : (B) શરીર પરના વજ્રકેશો દ્વારા
(7) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
(A) હાડકાં વગરનું પ્રચલન કરતું પ્રાણી – અળસિયું
(B) ગરદન અને શીર્ષને જોડાણ કરતો સાંધો – ઊખળી સાંધો
(C) ખોપરીમાં આવેલો સાંધો – મિજાગરા સાંધો
(D) શરીરને આધાર આપતું માળખું – કંકાલતંત્ર
જવાબ : (C) ખોપરીમાં આવેલો સાંધો – મિજાગરા સાંધો
(8) વંદો દીવાલ પર કયા કારણે ચાલી શકે છે?
(A) પીઠના ભાગે બે જોડ પાંખો આવેલી છે.
(B) તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું છે.
(C) તેમાં ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે.
(D) તેનાં હાડકાં છિદ્રિષ્ઠ છે.
જવાબ : (C) તેમાં ચલનપાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે.
(9) અતુલ આકાશમાં ઉડતાં પક્ષીઓ જુએ છે અને કેટલીક બાબતો નોંધે છે, તેમાં કઈ બાબત સત્ય નથી?
I. તેનાં હાડકાં છિદ્રિષ્ટ છે.
II. તેના શરીરમાં વાતાશયો છે.
II. તેના અગ્ર ઉપાંગનું ચાંચમાં રૂપાંતરણ થયેલું છે.
IV. છાતીનાં અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુ જકડી રાખે છે.
(A) માત્ર-I
(B) માત્ર- II
(C) માત્ર-III
(D) માત્ર- IV
જવાબ : (C) માત્ર-III
(10) માછલીને તરતી વખતે પાણીમાં સંતુલન બનાવવા કયું અંગ સહાય કરે છે?
(A) પૂંછડી
(B) ચૂઈ
(C) મીનપક્ષ
(D) ભીંગડા
જવાબ : (A) પૂંછડી
(11) વૈશાલી લીમડાના વૃક્ષને જુએ છે અને કેટલીક બાબતોમાં મૂંઝવણ અનુભવે છે તો તે નીચેનામાંથી સાચું શું હશે?
વિધાન - I વનસ્પતિ પ્રચલન કરે છે, હલનચલન ન કરે.
વિધાન - II વનસ્પતિ હલનચલન કરે છે, પ્રચલન ન કરે.
(A) વિધાન I સાચું, વિધાન II ખોટું
(B) વિધાન I ખોટું, વિધાન II સાચું
(C) બંને વિધાન સાચાં
(D) બંને વિધાન ખોટાં
જવાબ : (B) વિધાન I ખોટું, વિધાન II સાચું
(12) અમૃતના દાદાના એકસ-રેના ફોટાને જોઇને કહો તેમાં કયો સાંધો સ્પષ્ટ જોવા મળે છે?
(A) ઉખળી સાંધો
(B) મિજાગરા સાંધો
(C) ખલ-દસ્તા સાંધો
(D) અચળ સાંધો
જવાબ : (B) મિજાગરા સાંધો
(13) કયા અસ્થિના આધાર પર જમીન ઉપર બેસી શકાય છે?
(A) સ્કંધાસ્થિ
(B) નિતંબાસ્થિ
(C) અંગુલાસ્થિ
(D) કોમલાસ્થિ
જવાબ : (B) નિતંબાસ્થિ
(14) તમે સાપ, અળસિયું, ઈયળ જુઓ છો,તેમની વચ્ચેની સામ્યતા નોંધો છો, તો નીચેનામાંથી કઈ સામ્યતા હોઈ શકે?
(A) ખોરાકની ટેવ
(B) હલનચલન
(C) ખેડૂત સાથે મિત્રતા
(D) રહેઠાણ
જવાબ : (B) હલનચલન
(15) નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?
(A) નાકનો અગ્ર ભાગ
(B) માથું
(C) હૃદય
(D) પાંસળી-પિંજર
જવાબ : (A) નાકનો અગ્ર ભાગ
(16) કરોડસ્તંભમાં આવેલાં હાડકાંની સંખ્યા જણાવો.
(A) 24
(B) 25
(C) 31
(D) 33
જવાબ : (D) 33
(17) વંદાના પગની કેટલી જોડ હોય છે?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
જવાબ : (C) ત્રણ
(18) પક્ષીઓના કયા અંગનું પાંખોમાં રૂપાંતર થયેલું છે?
(A) અગ્રઉપાંગ
(B) પશ્વઉપાંગ
(C) કરોડનું
(D) પીંછાનું
જવાબ : (A) અગ્રઉપાંગ
(19) આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?
(A) ખોપરીને
(B) કરોડસ્તંભને
(C) પાંસળીપિંજરને
(D) પગને
જવાબ : (B) કરોડસ્તંભને
(20) નીચે પૈકી કયા અવયવમાં અચલ સાંધા છે?
(A) કરોડસ્તંભ
(B) હાથ
(C) પગ
(D) ખોપરી
જવાબ : (D) ખોપરી
(21) બાહ્યકર્ણની રચના સાથે શું સંકળાયેલું છે?
(A) અસ્થિ
(B) કૂર્ચા
(C) સાંધાઓ
(D) એકપણ નહિ
જવાબ : (B) કૂર્ચા
(22) ખોપરીના હાડકા વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ છે?
(A) એક જ
(B) બે
(C) ત્રણ
(D) આઠ
જવાબ : (A) એક જ
(23) અળસિયાનું શરીર શેનું બનેલું છે?
(A) બાહ્યકંકાલનું
(B) કાસ્થિનું
(C) વલયોનું
(D) કવચનું
જવાબ : (C) વલયોનું
(24) નીચેના પૈકી કયા ભાગમાં ખલ-દસ્તા સાંધો છે?
(A) ખભો
(B) ઢીંચણ
(C) કોણી
(D) આંગળી
જવાબ : (A) ખભો
(25) આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગથી વળે છે?
(A) સ્નાયુ હોય ત્યાંથી
(B) હાડકાંની મધ્યમાં
(C) સાંધો હોય ત્યાંથી
(D) સાંધો ન હોય ત્યાંથી
જવાબ : (C) સાંધો હોય ત્યાંથી
(26) કરોડરજુનું બીજું નામ જણાવો.
(A) નિતંબાસ્થિ
(B) સ્કંધાસ્થિ
(C) મેરુદંડ
(D) કોમલાસ્થિ
જવાબ : (C) મેરુદંડ
(27) એક વ્યક્તિ ઘૂંટણને વાળ્યા વગર નમીને પોતાના પગના અંગૂઠાને સ્પર્શી શકતી નથી તો તમે તેને કંકાલતંત્રના કયા અંગની સાવચેતી રાખવાનું કહેશો?
(A) હાથનાં હાડકાં
(B) પાંસળી
(C) પગનાં હાડકાં
(D) કરોડસ્તંભ
જવાબ : (D) કરોડસ્તંભ
(28) પ્રાર્થનાસભામાં થતી ગરદન પરિભ્રમણની યોગક્રિયા કયા સાંધા સાથે જોડાયેલ છે?
(A) કંદૂક ખલ્લિકા સાંધો
(B) ઊખળી સાંધો
(C) મિજાગરા સાંધો
(D) અચલ સાંધો
જવાબ : (B) ઊખળી સાંધો
(29) ક્રિકેટની રમતમાં ઝડપી બોલર દ્વારા બોલિંગ કરવાની ક્રિયા કયા સાંધા સાથે સંકળાયેલ છે?
(A) કંદૂક ખલ્લિકા સાંધો
(B) મિજાગરા સાંધો
(C) ઊખળી સાંધો
(D) તમામ
જવાબ : (A) કંદૂક ખલ્લિકા સાંધો
(30) ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે?
(A) નીચલું જડબું
(B) ઉપલું જડબું
(C) A અને B બંને
(D) ગરદન
જવાબ : (A) નીચલું જડબું
(31) તમારે પાણીમાં તરતું એક સાધન બનાવવું છે તો તમે સાધનનો આકાર નીચેનામાંથી કયો રાખશો?
(A) A
(B) B
(c) C
(D) D
જવાબ : (B) B
(32) આપણા શરીરનાં બે હાડકાં જે સ્થાને જોડાય છે તેને શું કહે છે?
(A) સાંધા
(B) હાડકાં
(C) ગુહા
(D) સ્નાયુ
જવાબ : (A) સાંધા
(33) નીચે આપેલી આકૃતિને શરીરમાં ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો.
(A) I, II, III
(B) III, I, II
(C) III, II, I
(D) I, III, II
જવાબ : (B) III, I, II
(34) નીચેનામાંથી કયા સજીવની હલનચલનની ગતિ અલગ છે?
(A) અળસિયું
(B) ગોકળગાય
(C) વંદો
(D) ઈયળ
જવાબ : (C) વંદો
(35) અળસિયાની ગતિ કઈ સપાટી પર અલગ હશે?
(A) ફિલ્ટર પેપર
(B) કાચની પટ્ટી
(C) ટાઈલ્સ
(D) ચીકણી સપાટી
જવાબ : (A) ફિલ્ટર પેપર